પોરબંદર સહિત રાજ્યના નાની બોટ (પીલાણા) ઘારકો માટે ધનતેરસ પૂર્વેસરકાર દ્વારા ધમાકેદાર જાહેરાત કરવામાં આવી છે. કેરોસીનના જથ્થાની ખરીદી ઉપર પ્રતિ લીટરે મળતી રૂપિયા ૨૫ની સહાય વધારીને રૂા.૫૦ કરવામાં આવતા તેમજ પેટ્રોલ વાપરનારાઓ માટે પણ સમાન ધોરણે સહાય ચુકવવા યોજના જાહેર કરવામાં આવી હોવાથી ઉપરાંત કેરોસીનનો વાર્ષિક જથ્થો ૧૪૭૨ લીટરના સ્થાને વધારીને ૧૫૦૦ લીટર કરી આપવામાં આવ્યો હોવાથી નાની બોટ(પીલાણા) ઘારકોમાં તહેવારના સમયે ખુશીના મોજા ઉછળ્યા છે.
આગેવાનો દ્વારા રજુઆત
ખારવા સમાજના વાણોટ પવનભાઇ શિયાળ, પ્રદેશ ભાજપ માછીમાર સેલના કન્વીનર મહેન્દ્રભાઇ જંગીએ માછીમારોને સાથે રાખીને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, મંત્રી જીતુભાઇ ચૌધરીને રૂબરૂ રજુઆતો કરી હતી અને પોરબંદરના સાંસદ રમેશભાઇ ધડુક, રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરીયા તેમજ ધારાસભ્ય બાબુભાઇ ઓખીરીયાએ સરકારમાં આ રજુઆત અનુસંધાને ભલામણ કરી હતી જે સફળ રહી છે અને સરકારે ધનતેરસ પૂર્વે ધમાકેદાર જાહેરાત કરી છે.
સહાયમાં બમણો વધારો સાથે કેરોસીનના જથ્થામાં પણ વધારો ઓ.બી.એમ. નાની બોટ(પીલાણા) ઘારક માછીમારોને ફીશીંગ માટે પ્રતિ બોટ, પ્રતિ લીટર રૂા. ૨૫ની સહાય પ્રતિમાસ મહતમ ૧૫૦ લીટર કેરોસીનના જથ્થાની ખરીદી ઉપર ચૂકવવામાં આવતી હતી. માછીમારીની બંધ સીઝન સિવાય પ્રતિ બોટ વાર્ષિક મળવાપાત્ર મહતમ જથ્થો ૧૪૭૨ લીટર હતો. ઓ.બી.એમ. બોટઘારક માછીમારોને કેરોસીન ખરીદી પર સહાય આપવાની યોજના વર્ષ ૨૦૨૨-૨૩ના અંદાજપત્રમાં રૂા. ૪૧૮.૨૫ લાખની જોગવાઇથી ચાલુ કરવામાં આવેલ છે. સહાયની રકમ પ્રતિ લિટર, પ્રતિ બોટ મહતમ રૂા. ૫૦ કરવા અને કેરોસીનનો વાર્ષિક જથ્થો ૧૫૦૦ લીટર કરવા માટેની મત્સ્યોદ્યોગ નિયામકની કચેરીની દરખાસ્ત આવેલ હતી. જે સરકરની વિચારણા હેઠળ હતી. રાજ્યના ઓ.બી.એમ. બોટઘારક માછીમારોને કેરોસીન ખરીદી પરની સહાય ચોજનામાં સહાયની રકમ પ્રતિ લીટર, પ્રતિ બોટ રૂા. ૨૫ને બદલે મહતમ રૂા. ૫૦ કરવા અને કેરોસીનનો વાર્ષિક જથ્થો ૧૪૭૨ના સ્થાને ૧૫૦૦ લીયર કરવા માટેની મત્સ્યોદ્યોગ નિયામકની કચેરીની દરખાસ્તને મંજુરીની મહોર લાગી જતાં માછીમાર ઉદ્યોગમાં ખુશીના ફટાકડા ફૂટયા છે. એટલું જ નહીં પરંતુ જે નાની બોટ (પીલાણા) બોટધારક માછીમારો કેરોસીનને બદલે પેટ્રોલનો વપરાશ કરે છે, તેઓને પણ કેરોસીનના બદલે પેટ્રોલની ખરીદી પર સમાન ધોરણે સહાય ચુકવવા માટે યોજનામાં સુધારો કરવામાં આવેલ છે. પેટ્રોલ વાપરનાર પીલાણા માટે પણ સહાય
નાની બોટ(પીલાણા) ઘારકોને કેરોસીન ખરીદી પર સહાય આપવાની યોજના હેઠળ હાલમાં અંદાજીત ૪૯૪૯ કેરોસીન કાર્ડ ઘારક માછીમારોને પ્રતિલીટર કેરોસીનમાં સહાય આપવામાં આવે છે. કેરોસીનના વિકલ્પ તરીકે પેટ્રોલ વાપરતા બોટ માલિકોને આજ ધોરણે સહાય ચુકવવા માટે મત્સ્યોદ્યોગ નિયામકની કચેરીએ દરખાસ્ત કરેલ હતી. કેરોસીનના વિકલ્પ તરીકે પેટ્રોલ વાપરતા બોટ માલિકોને આજ ધોરણે સહાય ચુકવવા માટેની મત્સ્યોદ્યોગ નિયામકની કચેરીને દરખાસ્તને મંજુરીની મહોર લગાવી દેવામાં આવી છે. સહાય-યોજના જાહેર કરવા બદલ
સરકારનો આભાર હાલમાં નાની બોટ(પીલાણા) ઘારકોને માછીમારી કરવામાં ખૂબજ સમસ્યાનો સામનો કરવો પડી રહયો હતો. વધી રહેલી મોંઘવારી અને કેરોસીન-પેટ્રોલના રાષ્ટ્રીય લેવલે ભાવો વધી ગયા હોવાથી આ વ્યવસાય સાથે સંકળાયેલા માછીમારોને હાયની ખૂબજ જરૂરીયાત ઉભી થઇ હતી ત્યારે માછીમાર આગેવાનોએ કરેલી રજુઆતોને સરકાર દ્વારા કુનેહપૂર્વક ઉકેલ લાવીને માછીમારોના હિતમાં ઉંમદા યોજના જાહેર કરતા ગુજરાત પ્રદેશ માછીમાર સેલના કન્વીનર મહેન્દ્રભાઇ – જંગીએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને મત્સ્યોદ્યોગમંત્રી જીતુભાઇ ચૌધરી તેમજ – સાંસદ રમેશભાઇ ધડુક, ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાનો આ સહાય યોજના જાહેર કરવા બદલ અંતરથી આભાર વ્યકત કર્યો છે.