ગુજરાતમાં ચોમાસાની સિઝનનો કુલ સરેરાશ 118 ટકા વરસાદ વરસ્યો
(જી.એન.એસ) તા. 8
ગાંધીનગર,
હવે આવનારા બે દિવસમાં ચોમાસાની વિદાય સમયે હવામાન વિભાગે બે દિવસ હળવા વરસાદની આગાહી કરી છે. આ પછી રાજ્યમાં ચોમાસુ વિદાય લે તેવી શક્યતા છે.
હવામાન વિભાગ મુજબ, આવતીકાલે ગુરુવાર (9 ઓક્ટોબર) દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને 10 ઓક્ટોબરના રોજ અમરેલી, ભાવનગર, નર્મદા, સુરત, તાપી, વલસાડ, ડાંગ, નવસારી જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
સૌથી વધુ ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. IMD અનુસાર, રાજ્યમાં 24 કલાક બાદ અડધા ગુજરાતમાં વાતાવરણ સુકુ પડી શકે છે. જેથી રાજ્યમાં વરસાદની શક્યતા ન હોવાનું સામે આવ્યું છે.
રાજ્યના ડેમની સ્થિતિની વાત કરીએ તો, આજે બુધવારે (8 ઓક્ટોબર, 2025) સાંજે 4 વાગ્યા સુધીમાં 129 ડેમ સંપૂર્ણ ભરાયા છે. જેમાં 155 ડેમ હાઈઍલર્ટ પર છે. જ્યારે 10 ડેમને લઈને વોર્નિંગ જાહેર કરી છે.


