Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
મનોરંજન

MTV Roadies: 18 વર્ષ બાદ હોસ્ટ રણવિજય સિંહે શોને કહ્યું અલવિદા, જાણો કોણ બનશે શોના નવા હોસ્ટ ?

રણવિજય સિંહે શો છોડ્યા બાદ દરેકને જાણવાની ઉત્સુકતા છે કે હવે શોને કોણ હોસ્ટ કરશે? જેમાં ઘણા બોલિવૂડ ફિલ્મ સ્ટાર્સના નામ સામે આવી રહ્યા છે, જેમાં એક સોનૂ સુદનો પણ સમાવેશ થાય છે.
MTV Roadies: છેલ્લા 18 વર્ષથી એક્ટર રણવિજય સિંહ રિયાલિટી શો ‘MTV Roadies‘ સાથે જોડાયેલા હતા. જ્યાં તે એક સમયે સ્પર્ધક હતો, બાદમાં હોસ્ટ અને કેટલીકવાર તે મેન્ટર તરીકે પણ જોવા મળ્યો હતો. જોકે રોડીઝ સાથે રણવિજયની 18 વર્ષની આ સુંદર સફર હવે પૂરી થવા જઈ રહી છે. જી હા, MTV રોડીઝની 19મી સિઝનમાં દર્શકો રણવિજય સિંહને (Actor Rannvijay Singha) શોમાં જોઈ શકશે નહીં.

જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે તે આ શોમાંથી (MTV Roadies Show) કાયમી ધોરણે બહાર થઈ રહ્યો છે કે થોડા સમય માટે છે. રણવિજય સિંહના શો છોડવાના સમાચાર આવ્યા બાદ હવે શો ના ચાહકો એ જાણવા માટે ઉત્સુક છે કે શોમાં તેનું સ્થાન કોણ લેશે.?

રણવિજય સિંહનું સ્થાન કોણ લેશે?
HTના એક રિપોર્ટ અનુસાર, એવુ કહેવામાં આવી રહ્યું છે કે શોમાં રણવિજય સિંહની જગ્યાએ સોનુ સૂદને લેવામાં આવી શકે છે. આ સીઝનમાં સૌથી રસપ્રદ વાત એ થશે કે સોનુ સૂદ શોના હોસ્ટની સાથે મેન્ટર પણ હશે. હાલ માટે શોના નિર્માતાઓએ ગેંગ લીડર્સનો કોન્સેપ્ટ રદ કર્યો છે, કારણ કે નેહા ધૂપિયા, પ્રિન્સ નરુલા અને અન્ય માર્ગદર્શકોએ આ શોને પહેલેથી જ અલવિદા કહી દીધુ છે.

આ સમાચાર બાદ તેના ચાહકો હવે સોનુ સૂદને એક મેન્ટર અને હોસ્ટ તરીકે જોવા માટે ઉત્સાહિત છે. જો કે સોનુ સૂદ દ્વારા આ સમાચારની પુષ્ટિ કરવામાં આવી નથી. તમને જણાવી દઈએ કે આગામી સિઝનનું શૂટિંગ દક્ષિણ આફ્રિકામાં (South Africa) કરવામાં આવશે.

એક્ટરે આ કારણે છોડ્યો શો ?
આ દરમિયાન રણવિજય સિંહે આગામી સિઝન ન કરવા માટેના તેના કારણો વિશે પણ વાત કરી છે. રિપોર્ટ અનુસાર સૌથી પહેલા રણવિજય સિંહે આ સમાચારની પુષ્ટિ કરી હતી કે તે આગામી સિઝનનો ભાગ રહેશે નહીં. ત્યારે હાલમાં રોડીઝની 19મી સિઝન માટે આગામી હોસ્ટ કોણ રહેશે તેની કોઈ સતાવાર જાહેરાત કરવામાં આવી નથી.

संबंधित पोस्ट

કોમેડિયન સુનીલ ગ્રોવરના ચાહકો માટે સારા સમાચાર, હાર્ટ સર્જરી બાદ તે સંપૂર્ણપણે સ્વસ્થ

Karnavati 24 News

Guess Who: આ તસવીરમાં ટીવીનો મોટા સ્ટાર હાજર છે, શું તમે તેને ઓળખ્યા?

Karnavati 24 News

બાળ કલાકાર તરીકે સંજનાની શરૂઆત, સુશાંતની છેલ્લી ફિલ્મની હિરોઈન બની

Admin

પલક તિવારી ફરી એકવાર ઈબ્રાહિમ સાથે જોવા મળી, ચાહકોએ કહ્યું- યે તો ક્યૂટ કપલ હશે

રાજકુમાર રાવ બન્યો છેતરપિંડીનો શિકાર, ઠગોએ આટલા પૈસા છેતર્યા, જાણો શું કહ્યું

Karnavati 24 News

ઇલૈયારાજા: વિશ્વના 9મા શ્રેષ્ઠ સંગીતકાર, 1400 ફિલ્મો, 20,000 સ્ટેજ શો, 7 હજાર ગીતો કંપોઝ કર્યા

Karnavati 24 News