Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

આરબીઆઈ દ્વારા રેપો રેટ ૫.૫% પર યથાવત્…!!

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ (RBI) મોનિટરી પોલિસીની તાજેતરની બેઠકમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યા વગર તેને ૫.૫% પર જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે. ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે તહેવારોની સિઝન હોવા છતાં ઈએમઆઈમાં કોઈ રાહત મળવાની નથી. અગાઉ બજારમાં એવી અપેક્ષા હતી કે ફેસ્ટિવલ સિઝનમાં વ્યાજદરમાં ઘટાડો થઈ શકે છે.

જોકે, આરબીઆઈએ મહત્ત્વપૂર્ણ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને દરો યથાવત્ રાખવાનો નિર્ણય લીધો છે. બેઠકમાં એમપીસીના તમામ છ સભ્યો આ નિર્ણય પર સહમત રહ્યા હતા. રેપો રેટ સાથે જ એસડીએફ રેટ ૫.૨૫% અને એમએસએફ રેટ ૫.૭૫% પર યથાવત્ રાખવામાં આવ્યા છે. આ સાથે આરબીઆઈએ ભારતીય અર્થતંત્ર માટે જીડીપી વૃદ્ધિનું અનુમાન વધારીને ૬.૮% કરી દીધું છે.

संबंधित पोस्ट

આયુષ મેગાકેમ્પનો લાભ નગરજનો લઈ શકે તે માટે જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી દ્વારા જાહેર આમંત્રણ

Gujarat Desk

ગાંધીનગર પાસેથી પસાર થતી નર્મદા કેનાલ પર કુદરતી આફતો સમયે બચાવ અને રાહત કાર્ય અંગેની મોકડ્રિલ યોજાઈ

Gujarat Desk

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વાંકાનેર શહેરની ભૂગર્ભ ગટર યોજનાને રૂ. ૫.૭૪ કરોડની મંજુરી : મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

Gujarat Desk

કેન્દ્રીય મંત્રી શ્રી સી.આર. પાટિલનાં અધ્યક્ષસ્થાને બોટાદમાં ઐતિહાસિક જળસંચય કાર્યક્રમ યોજાયો

Gujarat Desk

રાજ્ય સરકારના અવિરત પ્રયાસોથી ડેરી અને પશુપાલન ક્ષેત્રે મહિલાઓ બની આત્મનિર્ભર, માસિક ₹1,75,000 ની કમાણી કરે છે કચ્છના સોનલબેન ગોયલ

Gujarat Desk

નિફટી ફ્યુચર ૨૫૨૦૨ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

Gujarat Desk
Translate »