ગુનો Archives - Karnavati 24 News https://karnavati24news.com/news/category/crime Sat, 25 Mar 2023 12:09:24 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.7.2 https://karnavati24news.com/wp-content/uploads/2020/07/2020-07-28-2.png ગુનો Archives - Karnavati 24 News https://karnavati24news.com/news/category/crime 32 32 જુનાગઢ: પોસ્ટના બાંધકામ ખાતાની બંધ ઓફિસમાં બાકોરું પાડી કોમ્પ્યુટર, પંખા, તિજોરીની ચોરી https://karnavati24news.com/news/24080 https://karnavati24news.com/news/24080#respond Sat, 25 Mar 2023 12:09:24 +0000 https://karnavati24news.com/?p=24080 શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં પોસ્ટ ઓફિસના બાંધકામ ખાતાની ઓફિસ આવેલી છે જેના રાજકોટ ફરજ બજાવતા ઈજનેર જયેશભાઈ પ્રભુદાસભાઈ પલાણ પાસે આ ઓફિસનો ચાર્જ છે અન્ય કોઈ કર્મચારીઓ ન હોવાથી ઓફિસ બંધ રહેતી હતી ગત તારીખ 22.5.2022 ના ઓફિસ બંધ થયા બાદ ખોલવામાં આવી ન હતી. તારીખ 16.3.2023 ના રજીસ્ટરની જરૂર પડતા...

The post જુનાગઢ: પોસ્ટના બાંધકામ ખાતાની બંધ ઓફિસમાં બાકોરું પાડી કોમ્પ્યુટર, પંખા, તિજોરીની ચોરી appeared first on Karnavati 24 News.

]]>
શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં પોસ્ટ ઓફિસના બાંધકામ ખાતાની ઓફિસ આવેલી છે જેના રાજકોટ ફરજ બજાવતા ઈજનેર જયેશભાઈ પ્રભુદાસભાઈ પલાણ પાસે આ ઓફિસનો ચાર્જ છે અન્ય કોઈ કર્મચારીઓ ન હોવાથી ઓફિસ બંધ રહેતી હતી ગત તારીખ 22.5.2022 ના ઓફિસ બંધ થયા બાદ ખોલવામાં આવી ન હતી. તારીખ 16.3.2023 ના રજીસ્ટરની જરૂર પડતા રાજકોટ શાખાના એમ.ટી.એસ.આર.પી.ત્રિવેદીને રજીસ્ટર લેવા મોકલ્યા ત્યારે ઓફિસના પાછળના ભાગમા બાકોરું હતું તેમજ સામાન પણ ત્યાં અસ્તવ્યસ્ત હતો  ત્યારબાદ ત્યાં રાજકોટથી અધિકારી આવ્યા હતા તપાસ દરમિયાન કોમ્પ્યુટર, મોનિટર, કી-બોર્ડ, માઉસ, પ્રિન્ટર, રિવોલ્વિંગ, ચેર, વજન કાંટા, પંખા, નાની તિજોરી, ખુરશીઓ, જુનો પ્રાઇમસ સહિતની કુલ 34 હજારનો મુદ્દામાલ ચોરી થયાનું સામે આવ્યું હતું. આ મામલે ઇજનેર જયેશકુમાર પલાણે ફરિયાદ નોંધાવતા સી ડિવિઝન પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે જૂનાગઢમાં ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી પોસ્ટ ઓફિસની બાંધકામ ખાતાની ઓફિસમાં તસ્કરોએ દિવાલમાં બાકોર ઉપાડીને નાની-મોટી 21 જાતની ચીજ વસ્તુઓની ઉઠાંતરી કરી ચોરી કરી ગયાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાઈ છે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

The post જુનાગઢ: પોસ્ટના બાંધકામ ખાતાની બંધ ઓફિસમાં બાકોરું પાડી કોમ્પ્યુટર, પંખા, તિજોરીની ચોરી appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/24080/feed 0
અમદાવાદ: મહાઠગ કિરણ પટેલ અને તેની પત્ની સામે વધુ એક ફરિયાદ, પૂર્વ કેબિનેટ મંત્રીના ભાઇનો બંગલો પચાવી પાડવાનો કર્યો હતો પ્રયાસ! https://karnavati24news.com/news/23996 https://karnavati24news.com/news/23996#respond Thu, 23 Mar 2023 11:59:47 +0000 https://karnavati24news.com/?p=23996 વડાપ્રધાન કાર્યાલયના અધિકારીના નામે સરકારી સુવિધાઓનો લાભ લેનાર અને કેટલાક લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ કિરણ પટેલનો મુદ્દો ગુજરાતની સંસદમાં પણ ગૂંજ્યો છે. આ કેસમાં સતત નવા-નવા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે હવે કિરણ પટેલ અને તેની પત્ની સામે ફરિયાદ થઈ હોવાની માહિતી મળી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં...

The post અમદાવાદ: મહાઠગ કિરણ પટેલ અને તેની પત્ની સામે વધુ એક ફરિયાદ, પૂર્વ કેબિનેટ મંત્રીના ભાઇનો બંગલો પચાવી પાડવાનો કર્યો હતો પ્રયાસ! appeared first on Karnavati 24 News.

]]>
વડાપ્રધાન કાર્યાલયના અધિકારીના નામે સરકારી સુવિધાઓનો લાભ લેનાર અને કેટલાક લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ કિરણ પટેલનો મુદ્દો ગુજરાતની સંસદમાં પણ ગૂંજ્યો છે. આ કેસમાં સતત નવા-નવા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે હવે કિરણ પટેલ અને તેની પત્ની સામે ફરિયાદ થઈ હોવાની માહિતી મળી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ, કિરણ પટેલે બંગલાના રિનોવેશન માટે રૂ. 35 લાખ લઈને બંગલો પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો.

પૂર્વ કેબિનેટ મંત્રીના ભાઈએ નોંધાવી ફરિયાદ

મીડિયા અહેવાલ મુજબ, મહાઠગ કિરણ પટેલ સામે પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાના ભાઇ જગદીશ ચાવડાએ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ મુજબ, કિરણ પટેલ તેમની પાસે ઇન્ટિરિયર ડિઝાઇનર બનીને આવ્યો હતો અને જગદીશભાઈને પોતાના બંગલામાં રિનોવેશન કરાવવાનું હોવાથી તેને કામ સોંપ્યું હતું. મકાનના રિનોવેશન અને ઈન્ટિરિયર ડિઝાઈનર માટે કિરણ પટેલ અને તેની પત્નીએ જગદીશભાઈ પાસેથી રૂ.35 લાખ લીધા હતા. પરંતુ, રિનોવેશનનું કામ મોટા ભાગનું પૂર્ણ થતા કિરણ પટેલે જગદીશ ચાવડાના બંગલામાં હવન પૂજા કરાવી અને બંગલાની બહાર પોતાના નામનું બોર્ડ પણ લગાવી દીધું હતું.

બંગલા માટે કોર્ટમાં ખોટો દાવો કર્યો 

આ સાથે કિરણ પટેલે બંગલા માટે કોર્ટમાં ખોટો દાવો પણ કર્યો હતો. જો કે હવે, આ મામલે જગદીશ ચાવડાએ અમદાવાદ ક્રાઇમ બ્રાંચમાં મહાઠગ કિરણ પટેલ અને તેની પત્ની માલિનીબેન સામે ફરિયાદ નોંધાવી છે. કિરણ પટેલે સરકારી અધિકારી તરીકેની ઓળખ આપીને મોટી છેતરપિંડી કરવાનો પ્રયાસ કર્યો હતો. બુધવારે ક્રાઈમ બ્રાન્ચે આ અંગે ફરિયાદ નોંધી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી. માહિતી મુજબ, છેલ્લા ત્રણેક દિવસથી ઠગ કિરણ પટેલની પત્ની માલિનીબેન પરિવારના અન્ય સભ્યો સાથે લાપતા હોવાનું પોલીસનું કહેવું છે. જો કે, પોલીસ તેમને શોધી રહી છે.

The post અમદાવાદ: મહાઠગ કિરણ પટેલ અને તેની પત્ની સામે વધુ એક ફરિયાદ, પૂર્વ કેબિનેટ મંત્રીના ભાઇનો બંગલો પચાવી પાડવાનો કર્યો હતો પ્રયાસ! appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/23996/feed 0
વિદ્યાર્થિની સાથે છેડતીને લઈને થઈ ઝપાઝપી, ત્યારે જ આરોપી યુવક તળાવમાં પડ્યો, પછી… https://karnavati24news.com/news/23957 https://karnavati24news.com/news/23957#respond Wed, 22 Mar 2023 12:23:17 +0000 https://karnavati24news.com/?p=23957 ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં શહેરના કોતવાલી વિસ્તારમાં એક વિદ્યાર્થીનીની કથિત છેડતીને લઈને બે પક્ષો વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ દરમિયાન તળાવમાં પડી જતા એક યુવકનું ડૂબી જવાથી મોત થયું. પોલીસે બુધવારે આ અંગે માહિતી આપી. પોલીસ અધિક્ષક દિનેશ કુમાર સિંહે બુધવારે જણાવ્યું કે શહેરના કોતવાલી વિસ્તારના કેવડી ગામમાં એક વિદ્યાર્થિનીની...

The post વિદ્યાર્થિની સાથે છેડતીને લઈને થઈ ઝપાઝપી, ત્યારે જ આરોપી યુવક તળાવમાં પડ્યો, પછી… appeared first on Karnavati 24 News.

]]>
ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં શહેરના કોતવાલી વિસ્તારમાં એક વિદ્યાર્થીનીની કથિત છેડતીને લઈને બે પક્ષો વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ દરમિયાન તળાવમાં પડી જતા એક યુવકનું ડૂબી જવાથી મોત થયું. પોલીસે બુધવારે આ અંગે માહિતી આપી. પોલીસ અધિક્ષક દિનેશ કુમાર સિંહે બુધવારે જણાવ્યું કે શહેરના કોતવાલી વિસ્તારના કેવડી ગામમાં એક વિદ્યાર્થિનીની છેડતી કરવા માટે મંગળવારે રાત્રે બે પક્ષો વચ્ચે મારપીટ થઈ હતી.

તેમણે જણાવ્યું કે મારપીટ દરમિયાન જસીમ નામનો 23 વર્ષનો યુવક તળાવમાં પડી ગયો. તેમણે કહ્યું કે ડૂબી જવાથી તેનું મૃત્યુ થયું અને બે કલાક પછી ડાઇવર્સની મદદથી તેના મૃતદેહને બહાર કાઢી શકાયો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને પોલીસે મામલાની તપાસ શરૂ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગામની એક વિદ્યાર્થિનીએ શાળાએથી ઘરે પરત ફર્યા બાદ તેના પરિવારજનોને જણાવ્યું કે જસીમે તેની છેડતી કરી છે.

બોલાચાલી મારામારીમાં પરિણમી 

તેમણે જણાવ્યું કે જ્યારે જસીમ રાત્રે લગભગ 8:00 વાગ્યે ગામમાં પાછો ફર્યો, ત્યારે ગામની બહાર તેની અને છોકરીના પરિવારના સભ્યો વચ્ચે બોલાચાલી થઈ, જે મારામારીમાં પરિણમી. તેમણે જણાવ્યું કે મારામારી દરમિયાન જસીમ નજીકના તળાવમાં પડી ગયો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે જસીમના પરિવારનો આરોપ છે કે બીજી બાજુના લોકોએ જસીમને માર માર્યા બાદ તળાવમાં ફેંકી દીધો અને પથ્થરમારો કર્યો, જેના કારણે તે બહાર ન આવી શક્યો અને ડૂબી જવાથી તેનું મોત થયું.

બે અલગ અલગ સમુદાયોનો કેસ

તેમણે જણાવ્યું કે વિદ્યાર્થિનીના પક્ષે જસીમ પર તેને ધમકી આપવાનો આરોપ લગાવતા કહ્યું કે તેના પર અગાઉ પણ છેડતીનો આરોપ લગાવવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મામલો બે અલગ-અલગ સમુદાયનો હોવાના કારણે સ્થિતિ ગંભીર બની છે. આ ઘટનાથી રોષે ભરાયેલા યુવકના સંબંધીઓએ યુવતીના ઘરમાં ઘૂસીને તોડફોડ કરી હતી.

ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અધિક્ષક દિનેશ કુમાર સિંહ અને નાયબ જિલ્લા મેજિસ્ટ્રેટ રાકેશ કુમાર સિંહ સહિત અનેક વરિષ્ઠ અધિકારીઓ પોલીસ દળ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જસીમનો મૃતદેહ રાત્રે લગભગ 10 વાગ્યે તળાવમાંથી મળી આવ્યો હતો અને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે મોડી રાત્રે જસીમના પિતા અઝીમની ફરિયાદ પર વિદ્યાર્થિનીના પરિવારના ચાર સભ્યો વિરુદ્ધ હત્યાનો મામલો નોંધીને 7 લોકોની અટકાયત કરવામાં આવી છે. ગામમાં સાવચેતીના પગલા તરીકે વ્યાપક પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે.

The post વિદ્યાર્થિની સાથે છેડતીને લઈને થઈ ઝપાઝપી, ત્યારે જ આરોપી યુવક તળાવમાં પડ્યો, પછી… appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/23957/feed 0
ઈન્સ્ટાગ્રામમાં વિદ્યાર્થિનીના આઠ ફેઈક આઈ. ડી. બનાવી બદનામ કરવા પ્રયાસ https://karnavati24news.com/news/23904 https://karnavati24news.com/news/23904#respond Tue, 21 Mar 2023 12:52:59 +0000 https://karnavati24news.com/?p=23904 પોરબંદરના રાજીવનગર વિસ્તારમાં રહેતી એક વિદ્યાર્થીનીના કોઈ અજાણ્યા શખ્સે આઠ-આઠ જેટલા ફેઈક આઈ.ડી. બનાવ્યા હતા, એટલું જ નહીં આ વિદ્યાર્થીનીની વિગતો સાથે ફ્રેન્ડ સર્કલમાં રીક્વેસ્ટ મોકલી બદનામ કરતા આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે નરસંગ ટેકરી, રાજીવનગરમાં રહેતી એક ૧૯ વર્ષીય વિદ્યાર્થીનીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં...

The post ઈન્સ્ટાગ્રામમાં વિદ્યાર્થિનીના આઠ ફેઈક આઈ. ડી. બનાવી બદનામ કરવા પ્રયાસ appeared first on Karnavati 24 News.

]]>
પોરબંદરના રાજીવનગર વિસ્તારમાં રહેતી એક વિદ્યાર્થીનીના કોઈ અજાણ્યા શખ્સે આઠ-આઠ જેટલા ફેઈક આઈ.ડી. બનાવ્યા હતા, એટલું જ નહીં આ વિદ્યાર્થીનીની વિગતો સાથે ફ્રેન્ડ સર્કલમાં રીક્વેસ્ટ મોકલી બદનામ કરતા આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
આ બનાવ અંગે નરસંગ ટેકરી, રાજીવનગરમાં રહેતી એક ૧૯ વર્ષીય વિદ્યાર્થીનીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા મુજબ કોઈ અજાણ્યા શખ્સે આ યુવતીના નામ સાથે એન્જલ અને પ્રિન્સેસ સહિતના શબ્દો સાંકળીને ઈન્સ્ટાગ્રામના આઠ જેટલા ફેઈક આઈ.ડી. બનાવ્યા હતા. એટલું જ નહીં, ઈન્સ્ટાગ્રામની આ આઈ.ડી. માં આ વિદ્યાર્થીનીનું નામ, મોબાઈલ નંબર અને કોલેજનું નામ લખ્યા બાદ આ વિદ્યાર્થીનીના મિત્ર સર્કલમાં જ ફોલોની રીક્વેસ્ટ મોકલી હતી. પોરબંદરના રાજીવનગર વિસ્તારમાં રહેતી એક વિદ્યાર્થીનીના કોઈ અજાણ્યા શખ્સે આઠ-આઠ જેટલા ફેઈક આઈ.ડી. બનાવ્યા હતા, એટલું જ નહીં આ વિદ્યાર્થીનીની વિગતો સાથે ફ્રેન્ડ સર્કલમાં રીક્વેસ્ટ મોકલી બદનામ કરતા આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ રીતે આ વિદ્યાર્થીનીને હેરેસમેન્ટ તેમજ બદનામ કરવા અંગે પોરબંદરના સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો છે અને આરોપીને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે.

The post ઈન્સ્ટાગ્રામમાં વિદ્યાર્થિનીના આઠ ફેઈક આઈ. ડી. બનાવી બદનામ કરવા પ્રયાસ appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/23904/feed 0
અમદાવાદ: પૂર્વ વિસ્તારમાં માત્ર પુરુષોને ટાર્ગેટ કરી ચેઇન સ્નેચિંગ કરતા ત્રણ યુવક ઝડપાયા, લૂંટ કરવાનું કારણ જાણી ચોંકી જશો! https://karnavati24news.com/news/23906 https://karnavati24news.com/news/23906#respond Tue, 21 Mar 2023 12:52:50 +0000 https://karnavati24news.com/?p=23906 શહેરના પૂર્વ વિસ્તારમાં ત્રણ મિત્રો ગેંગ બનાવી માત્ર પુરુષોને ટાર્ગેટ કરી ચેઇન સ્નેચિંગના ગુનાને અંજામ આપતા હતા. ત્યાર હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ ત્રણે મિત્રોની ધરપકડ કરી છે. આરોપીઓની ધરપકડ સાથે આઠ ગુનાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરી છે. પોલીસેને આશંકા છે કે...

The post અમદાવાદ: પૂર્વ વિસ્તારમાં માત્ર પુરુષોને ટાર્ગેટ કરી ચેઇન સ્નેચિંગ કરતા ત્રણ યુવક ઝડપાયા, લૂંટ કરવાનું કારણ જાણી ચોંકી જશો! appeared first on Karnavati 24 News.

]]>
શહેરના પૂર્વ વિસ્તારમાં ત્રણ મિત્રો ગેંગ બનાવી માત્ર પુરુષોને ટાર્ગેટ કરી ચેઇન સ્નેચિંગના ગુનાને અંજામ આપતા હતા. ત્યાર હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ ત્રણે મિત્રોની ધરપકડ કરી છે. આરોપીઓની ધરપકડ સાથે આઠ ગુનાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરી છે. પોલીસેને આશંકા છે કે તપાસમાં વધુ મોટા ખુલાસા થઈ શકે છે.

મળતી માહિતી મુજબ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શહેરના નિકોલ, નરોડા, રામોલ જેવા પૂર્વ વિસ્તારમાં માત્ર પુરુષોને ટાર્ગેટ કરી ચેઇન સ્નેચિંગ કરતા ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પૂછપરછમાં આરોપીઓના નામ દિલીપ ઉર્ફે ભૂરો રાજપૂત, શિવસિંગ ઉર્ફે આશુ સિકરવાર અને રાજારામ ઉર્ફે સોનુ યાદવ હોવાનું સામે આવ્યું છે. આ ત્રણેય ખાસ મિત્રો છે. આ ત્રણેય યુવકો સાંજે અથવા રાત્રિના સમયે માત્ર પુરુષોને જ ટાર્ગેટ કરી ચેઇન સ્નેચિંગ કરતા હતા. પરંતુ, એકલ દોકલ પુરુષ નીકળે ત્યારે છરો બતાવીને ચેઇનની લૂંટ કરતા હતા.

બે આરોપી અગાઉ પણ પકડાયા હતા

પૂછપરછમાં આરોપીઓ જણાવ્યું કે તેઓ માનતા હતા કે પુરુષો વદુ વજનવાળી ચેઇન પહેરતા હોય છે આથી તેઓ માત્ર પુરુષોને જ ટાર્ગેટ કરતા હતા. તેમણે સ્વીકાર્યું કે મોજશોખ, બાઇક તથા મોબાઈલ ખરીદવા ચેઇન સ્નેચિંગના રવાડે ચઢ્યા હતા. આ પહેલા આરોપી શિવસિંગ અને દિલીપ હથિયારના ગુનામાં પકડાયા હોવાનું જણાયું હતું. આરોપીઓની ધરપકડ બાદ હાલ નોંધાયેલા આઠ ગુનાનો ભેદ ઉકેલાયો છે. પોલીસને આશંકા છે કે આરોપીઓની કબૂલાત બાદ વધુ ગુનાના ભેદ ઉકેલાય તેવી શકયતા છે.

The post અમદાવાદ: પૂર્વ વિસ્તારમાં માત્ર પુરુષોને ટાર્ગેટ કરી ચેઇન સ્નેચિંગ કરતા ત્રણ યુવક ઝડપાયા, લૂંટ કરવાનું કારણ જાણી ચોંકી જશો! appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/23906/feed 0
વડોદરા: મધ્યપ્રદેશથી કારમાં શહેર આવતા 2 યુવક બે પિસ્તોલ, 4 જીવતા કારતૂસ સાથે ઝડપાયા, મોટા ગુનાને અંજામ આપવાની શંકા https://karnavati24news.com/news/23519 https://karnavati24news.com/news/23519#respond Sat, 11 Mar 2023 13:42:11 +0000 https://karnavati24news.com/?p=23519 મધ્યપ્રદેશથી બે યુવાન કારમાં બે પિસ્તોલ અને ચાર જીવતા કારતૂસ લઈને વડોદરા આવ્યા હતા, જેમની વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. માનવામાં આવી રહ્યું છે કે આ બંને યુવાન વડોદરામાં કોઈ મોટા ગુનાને અંજામ આપવા માટે આવ્યા હતા. જોકે આ મામલે પોલીસ બંને યુવાનોની પૂછપરછ હાથ ધરી છે....

The post વડોદરા: મધ્યપ્રદેશથી કારમાં શહેર આવતા 2 યુવક બે પિસ્તોલ, 4 જીવતા કારતૂસ સાથે ઝડપાયા, મોટા ગુનાને અંજામ આપવાની શંકા appeared first on Karnavati 24 News.

]]>
મધ્યપ્રદેશથી બે યુવાન કારમાં બે પિસ્તોલ અને ચાર જીવતા કારતૂસ લઈને વડોદરા આવ્યા હતા, જેમની વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. માનવામાં આવી રહ્યું છે કે આ બંને યુવાન વડોદરામાં કોઈ મોટા ગુનાને અંજામ આપવા માટે આવ્યા હતા. જોકે આ મામલે પોલીસ બંને યુવાનોની પૂછપરછ હાથ ધરી છે. ત્યારે તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

માહિતી મુજબ, વડોદરા જિલ્લાના જરોદ પોલીસ મથકની હદમાં મોડી રાતે વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચની એક ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે બાતમી મળી હતી કે એક સફેદ કાર જરોદ તરફથી વડોદરા તરફ આવી રહી છે, જેમાં બે યુવાનો પિસ્તોલ અને કારતૂસ સાથે છે. આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચની ટીમે વડોદરા-હાલોલ રોડ પર આવેલા આમલીયારા ગામ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી પ્રમાણે એક શંકાસ્પદ કાર ત્યાંથી પસાર થતા તેને રોકી તપાસ કરી હતી. આ કારમાં બે વ્યક્તિ બેઠા હતા.

પોલીસે 3.63 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

ટીમે કારની ઝીણવટભરી તપાસ કરી તો તેમાંથી બે પિસ્તોલ અને ચાર જીવતા કારતૂસ મળી આવ્યા હતા. ત્યાર બાદ ટીમે બંને યુવકની ધરપકડ કરી હતી. પૂછપરછમાં યુવકોની ઓળખ 28 વર્ષીય અંતરસિંહ રાઠોર (રહેં, બોરખેડા, મધ્યપ્રદેશ) અને 23 વર્ષીય આસિફખાન પઠાણ (રહેં, ઉજ્જૈન, મધ્યપ્રદેશ ) તરીકે થઈ હતી. બંને પાસેથી પોલીસે રૂ.50 હજારની કિંમતની દેશી બનાવટની બે પિસ્તોલ, રૂ. 400ની કિંમતના 4 જીવતા કારતૂસ, કાર, બે મોબાઇલ ફોન તેમ જ 3 હજાર રોકડા મળી કુલ રૂ. 3,63,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે હવે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

The post વડોદરા: મધ્યપ્રદેશથી કારમાં શહેર આવતા 2 યુવક બે પિસ્તોલ, 4 જીવતા કારતૂસ સાથે ઝડપાયા, મોટા ગુનાને અંજામ આપવાની શંકા appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/23519/feed 0
વડોદરા: લોકોને લોભામણી સ્કીમમાં રોકાણ કરાવી 39 લાખ લઈ પોર્ટુગલ ભાગી જનારો માસ્ટર માઇન્ડ 5 વર્ષે ઝડપાયો https://karnavati24news.com/news/23481 https://karnavati24news.com/news/23481#respond Fri, 10 Mar 2023 14:00:28 +0000 https://karnavati24news.com/?p=23481 વડોદરામાં પોલીસને મોટી સફળતા મળી છે. પાંચ વર્ષ પહેલા હજાર ઢોરનો તબેલો બનાવવાની સ્કીમમાં 3 ટકાનું વળતર આપવાનું કહીને રોકાણ કરાવી અનેક લોકોના રૂ.38.70 લાખ લઈ પોર્ટુગલ ફરાર થઈ જનારા માસ્ટર માઇન્ડ આરોપીની ધરપકડ કરાઈ છે. આ મામલે પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માહિતી મુજબ, વર્ષ 2017-2019 દરમિયાન...

The post વડોદરા: લોકોને લોભામણી સ્કીમમાં રોકાણ કરાવી 39 લાખ લઈ પોર્ટુગલ ભાગી જનારો માસ્ટર માઇન્ડ 5 વર્ષે ઝડપાયો appeared first on Karnavati 24 News.

]]>
વડોદરામાં પોલીસને મોટી સફળતા મળી છે. પાંચ વર્ષ પહેલા હજાર ઢોરનો તબેલો બનાવવાની સ્કીમમાં 3 ટકાનું વળતર આપવાનું કહીને રોકાણ કરાવી અનેક લોકોના રૂ.38.70 લાખ લઈ પોર્ટુગલ ફરાર થઈ જનારા માસ્ટર માઇન્ડ આરોપીની ધરપકડ કરાઈ છે. આ મામલે પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માહિતી મુજબ, વર્ષ 2017-2019 દરમિયાન નસરીન, નીરજ કુમાર અને હેતૂક પટેલ નામના ત્રણ ભાગીદારોએ શહેરના સાવલી રોડ પર આવેલા લોટસ ઓરા-વનમાં ઓફિસ રાખી હતી અને સિવંતા કેપિટલ અનમોલ ડેરી નામની ફર્મ શરુ કરી હતી. તેમણે લોકોને કહ્યું હતું કે સાવલી તાલુકામાં ગોઠડા ગામે હજાર ઢોરોનો તબેલો બનાવ્યો છે અને ત્યાં હાલ 70 ઢોર છે જ્યારે વધુ ઢોર માટે નાણાંની જરૂર છે. સાથે જ તેમણે કેટલાક લોકોને તબેલાની સ્કીમમાં રોકાણ કરવા બદલ 3 ટકાના વળતરની પણ લાલચ આપી હતી.

ગ્રાહકોને આપેલા ચેક બાઉન્સ થતા ભાંડો ફૂટ્યો

જો કે, તેમની લોભામણી વાતો અને સ્કીમમાં આવી કેટલાક લોકોએ રોકાણ કર્યું હતું. ગ્રાહકો પાસે રોકાણ કરાવ્યા બાદ થોડા સમય પછી આરોપીઓએ વળતર આપવાનું બંધ કર્યું હતું. ઉપરાંત, આરોપીઓએ જે ચેક ગ્રાહકોને આપ્યા હતા તે પણ બાઉન્સ થયા હતા. આથી છેતરપિંડીની જાણ થતા લોકોએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. આ મામલે હવે, માસ્ટર માઇન્ડ હેતૂક પટેલની ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછમાં જાણવા મળ્યું કે તે પોર્ટુગલ ખાતે ભાગી ગયો હતો. પરત ફરતા બાતમીના આધારે પેરોલ ફર્લો સ્ક્વોડે તેને રહેણાંક મકાનેથી ઝડપી પાડ્યો હતો અને મકરપુરા પોલીસને સોંપવા તજવીજ કરી છે.

The post વડોદરા: લોકોને લોભામણી સ્કીમમાં રોકાણ કરાવી 39 લાખ લઈ પોર્ટુગલ ભાગી જનારો માસ્ટર માઇન્ડ 5 વર્ષે ઝડપાયો appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/23481/feed 0
અમદાવાદ: વટવામાં ધુળેટી લોહિયાળ બની, મિત્રે જ મિત્રને લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતાર્યો https://karnavati24news.com/news/23424 https://karnavati24news.com/news/23424#respond Thu, 09 Mar 2023 12:52:24 +0000 https://karnavati24news.com/?p=23424 અમદાવાદના વટવા જી.આઈ.ડી.સીમાં ધુળેટીના દિવસે એક ચકચારી ઘટના બની હતી. અહીં, મજાક-મસ્તીમાં બે મિત્રો વચ્ચે થયેલા ઝઘડાની અદાવતમાં એક મિત્રે બીજાને મિત્રને ભઠ્ઠીમાં સળગાવવાના લાકડાના ફટકા મારી માતને ઘાટ ઉતાર્યો છે. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, વટવા જી.આઈ.ડી.સી રહેતા મૂળ ઓરિસ્સાના સત્યા...

The post અમદાવાદ: વટવામાં ધુળેટી લોહિયાળ બની, મિત્રે જ મિત્રને લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતાર્યો appeared first on Karnavati 24 News.

]]>
અમદાવાદના વટવા જી.આઈ.ડી.સીમાં ધુળેટીના દિવસે એક ચકચારી ઘટના બની હતી. અહીં, મજાક-મસ્તીમાં બે મિત્રો વચ્ચે થયેલા ઝઘડાની અદાવતમાં એક મિત્રે બીજાને મિત્રને ભઠ્ઠીમાં સળગાવવાના લાકડાના ફટકા મારી માતને ઘાટ ઉતાર્યો છે. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, વટવા જી.આઈ.ડી.સી રહેતા મૂળ ઓરિસ્સાના સત્યા નાયકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જે મુજબ, બુધવારે મિત્રો સાથે દીપક નાયક અને કાનુ નાયક ધુળેટીની ઉજવણી કરી રહ્યા હતા. દરમિયાન મજાક મસ્તીમાં બંને વચ્ચે કોઈ વાતને લઈ ઝઘડો થયો હતો. જો કે, તે સમયે અન્ય મિત્રોએ બંનેને સમજાવી મામલો ટાળે પાડ્યો હતો. પરંતુ, સમાધાન કરાવ્યા બાદ પણ સાંજે કાનુ નાયક આવ્યો હતો અને દીપકને કહ્યું હતું કે, બપોરે મારી સાથે ઝઘડો કેમ કર્યો? ત્યાર બાદ ઉશ્કેરાઈને કાનુ નાયક ગાળો બોલવા લાગ્યો હતો અને પછી મારામારી કરી હતી.

માથાના પાછળના ભાગે અને મોઢા પર ઉપરા છાપરી ફટકા માર્યા 

દરમિયાન કાનુ નાયકે નજીકમાં રહેલ ભઠ્ઠીમાં સળગાવવાના લાકડામાંથી એક લાકડાનો ટુકડો લઈ દીપકના માથાના પાછળના ભાગે અને મોઢા પર ઉપરા છાપરી ફટકા માર્યા હતા, જેથી દીપક લોહી લુહાણ થયો હતો અને તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ, ફરજ પરના ડોક્ટરે તેણે મૃત જાહેર કર્યો હતો. આ ઘટના બાદ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

The post અમદાવાદ: વટવામાં ધુળેટી લોહિયાળ બની, મિત્રે જ મિત્રને લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતાર્યો appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/23424/feed 0
ગાંધીનગર: વૃદ્ધ દંપતીને સોનાની બંગડીઓ ચમકાવી આપવાનું કહી 2 લાખનું સોનું કાઢી બે ગઠિયા ફરાર https://karnavati24news.com/news/23126 https://karnavati24news.com/news/23126#respond Fri, 03 Mar 2023 13:22:44 +0000 https://karnavati24news.com/?p=23126 ગાંધીનગરના સેક્ટર-27માં વૃદ્ધ દંપતીએ ગઠિયાની વાતોમાં આવી તાંબાના લોટા ધોવા આપ્યા હતા. વૃદ્ધ દંપતીનો વિશ્વાસ જીતવા ગઠિયાઓએ પહેલા લોટા ધોઈ આપ્યા અને પછી વૃદ્ધ દંપતી પાસે સોનાની બંગડીઓ પણ ચકચકિત કરવા માટે માગતા દંપતીએ બંગડીઓ આપી હતી. દરમિયાન ગઠિયાઓ બાઉલમાં બંગળીઓ લઈ તેના પર લિક્વિડ નાખી બે લાખની કિંમતનું સોનું...

The post ગાંધીનગર: વૃદ્ધ દંપતીને સોનાની બંગડીઓ ચમકાવી આપવાનું કહી 2 લાખનું સોનું કાઢી બે ગઠિયા ફરાર appeared first on Karnavati 24 News.

]]>
ગાંધીનગરના સેક્ટર-27માં વૃદ્ધ દંપતીએ ગઠિયાની વાતોમાં આવી તાંબાના લોટા ધોવા આપ્યા હતા. વૃદ્ધ દંપતીનો વિશ્વાસ જીતવા ગઠિયાઓએ પહેલા લોટા ધોઈ આપ્યા અને પછી વૃદ્ધ દંપતી પાસે સોનાની બંગડીઓ પણ ચકચકિત કરવા માટે માગતા દંપતીએ બંગડીઓ આપી હતી. દરમિયાન ગઠિયાઓ બાઉલમાં બંગળીઓ લઈ તેના પર લિક્વિડ નાખી બે લાખની કિંમતનું સોનું કાઢી ફરાર થયા હતા. આ મામલે સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

માહિતી મુજબ, ગાંધીનગરના સેક્ટર-27માં આવેલી એકતા સોસાયટીમાં 72 વર્ષીય રણજીતસિંહ ચાવડા અને તેમના પત્ની ગીતાબા રહે છે. દરમિયાન બે અજાણ્યા શખ્સ તેમના ઘરે આવ્યા હતા અને વાસણ ધોવાનું લિક્વિડ વોચવા આવ્યા હોવાનું જણાવ્યું હતું. ગીતાબાએ પહેલા તેમને લિક્વિડ લેવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ, ગઠિયાઓએ તેમને ડેમો દેખાડવાનું કહી તાંબાનો જૂનો લોટો માગ્યો હતો. આથી રણજીતસિંહે તેમને લોટો આપ્યો હતો. ગઠિયાઓએ લિક્વિડથી લોટો ધોઈ ચકચકિત કરી આપ્યો હતો. ત્યાર બાદ ગઠિયાઓએ ગીતાબા પાસે હાથમાં પહેરેલી સોનાની બંગળીઓ ચમકાવી આપવાનું કહ્યું હતું.

પીળો પાઉડર બંગડીઓ પર લગાવી જતા રહ્યા

વિશ્વાસ બેસી જતા ગીતાબાએ પોતાની સોનાની ચાર બંગડીઓ તેમને આપી હતી. ગઠિયાએ એક બાઉલમાં બંગડીઓ મૂકી તેના ઉપર લિક્વિડ નાખી 10 મિનિટ સુધી ઘસી હતી. ત્યાર બાદ એક પાઉચમાંથી પીળો પાઉડર કાઢીને બંગડીઓ પર લગાવી તેને 10 મિનિટ બાદ લુખી નાખજો તેમ કહી ત્યાંથી જતા રહ્યા હતા. 10 મિનિટ બાદ જ્યારે બંગડીઓ એકદમ હલકી લાગી તો પોતાની સાથે છેંતરપિંડી થઈ હોવાની જાણ થઈ હતી. આ મામલે દંપતીએ સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.

The post ગાંધીનગર: વૃદ્ધ દંપતીને સોનાની બંગડીઓ ચમકાવી આપવાનું કહી 2 લાખનું સોનું કાઢી બે ગઠિયા ફરાર appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/23126/feed 0
ગાંધીનગર: ગાંધીનગરમાં દારૂની ભઠ્ઠી પર સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા, 7, 600 લીટર વોશ જપ્ત કરાયો, 1 આરોપી ઝબ્બે https://karnavati24news.com/news/22477 https://karnavati24news.com/news/22477#respond Fri, 17 Feb 2023 11:55:41 +0000 https://karnavati24news.com/?p=22477 રાજ્યમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરીને રાજ્યની કાયદા વ્યવસ્થાનો ભંગ કરી રહ્યા છે. જો કે, પોલીસ દ્વારા કાર્યવાહી કરી છાશવારે બુટલેગરોને પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ તેમ છતાં રાજ્યમાં દારૂની હેરાફેરી થતી હોય છે અને અવારનવાર પોલીસ દ્વારા દારૂ અને બુટલેગર પકડાયા હોવાના સમાચાર મળતા...

The post ગાંધીનગર: ગાંધીનગરમાં દારૂની ભઠ્ઠી પર સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા, 7, 600 લીટર વોશ જપ્ત કરાયો, 1 આરોપી ઝબ્બે appeared first on Karnavati 24 News.

]]>
રાજ્યમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરીને રાજ્યની કાયદા વ્યવસ્થાનો ભંગ કરી રહ્યા છે. જો કે, પોલીસ દ્વારા કાર્યવાહી કરી છાશવારે બુટલેગરોને પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ તેમ છતાં રાજ્યમાં દારૂની હેરાફેરી થતી હોય છે અને અવારનવાર પોલીસ દ્વારા દારૂ અને બુટલેગર પકડાયા હોવાના સમાચાર મળતા હોય છે. ત્યારે હવે, એવા જ એક સમાચાર પાટનગર ગાંધીનગરથી આવ્યા છે.

માહિતી મુજબ, ગાંધીનગર જિલ્લામાં દેશી દારૂની ભઠ્ઠી પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી કાર્યવાહી કરી છે. બાતમીના આધારે મોનિટરિંગ સેલે પાડેલા આ દરોડામાં હજારો લીટર દારૂનો સફાયો કરાયો છે અને સાથે જ દેશી દારૂ બનાવવા માટે વપરાતો 7, 600 લીટર વોશ પણ જપ્ત કરાયો છે. આ મામલે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય બે આરોપી પોલીસને જોઈ ફરાર થઈ ગયા હતા. આથી પોલીસે બંને આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે અને તેમને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

વોન્ટેડ આરોપીઓની શોધખોળ 

સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે, કલોલ તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં બોરસના ગામથી પલસાણા ગામ જવા તરફના રોડ પર દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી રહી છે. આથી સ્ટેટ મોનિટરિંગ સેલે ત્યાં દરોડો પાડી કાર્યવાહી કરી હતી. જોકે હવે પોલીસે ગુનો નોંધી પકડાયેલા આરોપીની પૂછપરછ હાથ ધરી છે અને વોન્ટેડ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

The post ગાંધીનગર: ગાંધીનગરમાં દારૂની ભઠ્ઠી પર સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા, 7, 600 લીટર વોશ જપ્ત કરાયો, 1 આરોપી ઝબ્બે appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/22477/feed 0