રાજકારણ Archives - Karnavati 24 News https://karnavati24news.com/news/category/politics Fri, 17 Jan 2025 11:31:27 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.3 https://karnavati24news.com/wp-content/uploads/2020/07/2020-07-28-2.png રાજકારણ Archives - Karnavati 24 News https://karnavati24news.com/news/category/politics 32 32 અખીલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાત કોંગ્રેસ સંગઠન પ્રભારીશ્રી મુકુલ વાસનીકજીની ઉપસ્થિતીમાં જામનગર શહેર-જિલ્લા, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર શહેર-જિલ્લા સંગઠનની સમીક્ષા બેઠક જામનગર ખાતે યોજાઈ હતી. https://karnavati24news.com/news/27202 https://karnavati24news.com/news/27202#respond Fri, 17 Jan 2025 10:27:41 +0000 https://karnavati24news.com/?p=27202 અખીલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાત કોંગ્રેસ સંગઠન પ્રભારીશ્રી મુકુલ વાસનીકજીની ઉપસ્થિતીમાં જામનગર શહેર-જિલ્લા, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર શહેર-જિલ્લા સંગઠનની સમીક્ષા બેઠક જામનગર ખાતે યોજાઈ હતી. જામનગર શહેર-જિલ્લા, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર શહેર-જિલ્લા કોંગ્રેસ સંગઠનના પદાધિકારીઓ સાથેની સમીક્ષા બેઠકમાં માર્ગદર્શન આપતા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાત કોંગ્રેસ...

The post અખીલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાત કોંગ્રેસ સંગઠન પ્રભારીશ્રી મુકુલ વાસનીકજીની ઉપસ્થિતીમાં જામનગર શહેર-જિલ્લા, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર શહેર-જિલ્લા સંગઠનની સમીક્ષા બેઠક જામનગર ખાતે યોજાઈ હતી. appeared first on Karnavati 24 News.

]]>
અખીલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાત કોંગ્રેસ સંગઠન પ્રભારીશ્રી મુકુલ વાસનીકજીની ઉપસ્થિતીમાં જામનગર શહેર-જિલ્લા, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર શહેર-જિલ્લા સંગઠનની સમીક્ષા બેઠક જામનગર ખાતે યોજાઈ હતી.
જામનગર શહેર-જિલ્લા, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર શહેર-જિલ્લા કોંગ્રેસ સંગઠનના પદાધિકારીઓ સાથેની સમીક્ષા બેઠકમાં માર્ગદર્શન આપતા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાત કોંગ્રેસ સંગઠન પ્રભારીશ્રી મુકુલ વાસનીકજીએ જણાવ્યું હતું કે, શહેર-જીલ્લાના પ્રમુખ તરીકેની જવાબદારીનું વિશેષ મહત્વ છે. પક્ષના કાર્યક્રમોને સફળ બનાવવા માટે નિરાશા ખંખેરીને આગળ વધવાનું છે. પક્ષના સંગઠનને વિસ્તૃત બનાવીને જવાબદારીની વહેંચણી કરવી પડશે. જીલ્લા-તાલુકા વચ્ચે સંગઠનમાં તાલમેલ જરૂરી છે. કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતાશ્રી રાહુલજીએ કાશ્મીરથી કન્યાકુમારી સુધી 4000 કિ.મી. જેટલી પદયાત્રા કરીને ઐતિહાસીક રેકર્ડ બનાવ્યો છે. આપ સૌ શહેર-જીલ્લાના સંગઠનના વડા તરીકે સ્થાનિક મુદ્દાને લઈને જનસંપર્ક અભિયાનને પદયાત્રાના માધ્યમથી વેગવંતુ બનાવશો તો સફળતા નિશ્ચીત મળશે. પક્ષમાં નિષ્ઠાપૂર્વક કામ કરનારને મહત્વ મળશે અને જે લોકો સંગઠનમાં જવાબદારી હોવા છતાં પક્ષના કાર્યક્રમ માટે સમય આપી શકતા નથી અથવા તો આપવા માંગતા નથી તેઓને જવાબદારીમાંથી મુક્ત કરીને નવા લોકોને તક અપાશે. જવાબદારી સાથે જવાબદેહી પણ નક્કી કરાશે.
જામનગર શહેર-જિલ્લા, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર શહેર-જિલ્લાના સંગઠનના પદાધિકારીઓ સાથેની બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, સંગઠનની સમીક્ષા બેઠકો સમગ્ર ગુજરાતમાં યોજાઈ રહી છે. પક્ષના વરિષ્ઠ આગેવાનોને વ્યક્તિગત મળી કોંગ્રેસ પક્ષના કાર્યકરોને માર્ગદર્શન આપવું, રચનાત્મક વિરોધ પક્ષની યોગ્ય ભૂમિકા કોંગ્રેસના કાર્યકર્તાને માર્ગદર્શન અને નવા કાર્યકર્તાઓને જોડવાની કામગીરી ચાલી રહી છે. કોંગ્રેસ શાસનમાં ગુજરાતના સંતુલિત વિકાસ માટે જામનગરને અગાઉ ખાસ લાભો આપી રિલાયંસ અને એસ્સાર જેવી મોટી રીફાઈનરી-ઉદ્યોગો સ્થપાય તે માટે વ્યવસ્થા આપવામાં આવી હતી, સાથે ખેડૂતોનું હિત સાચવવાની વ્યવસ્થાનું પણ સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું હતું. જેના લીધે કોંગ્રેસ શાસનમાં સ્થપાયેલ મોટા ઉદ્યોગો હોય કે નાના ઉદ્યોગો હોય કે પછી જી.આઈ.ડી.સી.ના માધ્યમથી અનેક વિવિધ ઉદ્યોગોની સ્થાપના થઈ. હજારો નાના-મોટા ધંધા-રોજગાર કરનારાઓને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવ્યું જેના લીધે ગુજરાતના હજારો યુવાનો, લાખો પરિવારો રોજગાર મેળવી રહ્યાં છે. જે કોંગ્રેસ નેતૃત્વની દિર્ઘદ્રષ્ટીનું જીવંત ઉદાહરણ છે.
ખેડૂતોની આવક બમણી કરવાનું વચન આપી સત્તા મેળવનાર મોદી સરકારે શાસનના 10 વર્ષમાં ખેડૂતોની આવક બમણી ના કરી કે ના આવક વધી પણ જુદા જુદા ટેક્સ અને જી.એસ.ટી.ના નામે ખેડૂતો પાસેથી જે રીતે વસુલાત કરવામાં આવી રહી છે તેથી ખેડૂતો-ખેતીનો ખર્ચ સતત વધી રહ્યો છે અને આવકમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેના લીધે ખેડૂતો સતત આર્થિક પરેશાનીમાં ધકેલાઈ રહ્યાં છે. જે ખેડૂતો મગફળી પકવી રહ્યા છે તે મગફળીનો ભાવ કોંગ્રેસ શાસનમાં રૂ. 1300 થી 1400 રૂ. હતા. તે ભાજપ શાસનમાં 900 થી 1000 મળી રહ્યા છે. બીજીબાજુ તેલના ડબ્બાના 2800 થી 3000 પહોંચી ગયા છે. ગુજરાતના દરિયાકાંઠેના માછીમારો મુશ્કેલીમાં છે કારણ કે તેમને જેલમાંથી છોડાવવા માટે સરકારે કોઈ પ્રયાસ કર્યો નહીં. માછીમારોની બોટ પાકિસ્તાન લઈ જાય તો કોંગ્રેસ શાસનમાં માછીમારોને લોન ની સગવડતા અપાઈ હતી અત્યારે સરકાર દુર્લક્ષ સેવે છે. ભાજપ શાસનમાં પેપર ફુટવા અને બ્રીજ તુટવા સામાન્ય બની ગયા છે. સામાન્ય લોકોના મકાનો પર બુલડોઝર ફરે અને પૈસાવાળા લોકો માટે બધી છૂટ એ ક્યાંનો ન્યાય ? ખ્યાતી હોસ્પિટલ કૌભાંડ, સાબરકાંઠામાં કરોડો રકમનું ફુલેકું ફેરવનારાના વરઘોડા નીકળતા નથી પણ સામાન્ય ઘરની ગુજરાતની દીકરીના અમરેલીમાં વરઘોડા નિકળે અને પટ્ટા થી બેરહમી પૂર્વક મારવામાં આવે આ છે ભાજપા સરકારની અન્યાયકારી નિતિ…! સંગઠનમાં સોંપાયેલ વિવિધ જવાબદારી માટે સમયમર્યાદા નક્કી કરી છે. સ્થાનિક પ્રશ્નો સાથે વધુમાં વધુ જનસંપર્ક અભિયાન અસરકારક બનાવવા માટે પણ બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો.
વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશ્રી શૈલેષભાઈ પરમાર, એ.આઈ.સી.સી.ના મંત્રી શ્રી ભૂપેન્દ્ર મારાવીજી, પ્રદેશ પ્રભારી ડૉ. હેમાંગ વસાવડા, શ્રી જશવંતસિંહ ભટ્ટી, પૂર્વ સાંસદશ્રી વિક્રમ માડમ, ડૉ. દિનેશ પરમાર, શ્રી ભીખુભાઈ વારોતરીયા, શ્રી મોહમ્મદ બલોચ, શ્રી સારાબેન મકવાણા, સેવાદળના કા.અધ્યક્ષ શ્રી પ્રગતિ આહિર, પ્રદેશ કોંગ્રેસ પ્રવકતા ડૉ. નિદત બારોટ, કિશાન કોંગ્રેસ અધ્યક્ષશ્રી પાલ આંબલીયા, અસંગઠિત કામદાર સંગઠન અધ્યક્ષશ્રી ભરતભાઈ સોલંકી, પંચાયતી રાજ સંગઠન અધ્યક્ષશ્રી કાંતિભાઈ બાવરવા, પૂર્વ ધારાસભ્યશ્રી પ્રવિણભાઈ મુંછડીયા, શ્રી જીવણભાઈ કુંભારવાડીયા અને જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી મનોજભાઈ કથીરીયા, જામનગર કોર્પોરેશન કોંગ્રેસ પક્ષ નેતાશ્રી ધવલ નંદા, દેવભૂમિ દ્વારકા જીલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી યાસીન ગજ્જર, પોરબંદર શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી વિપુલ ચંદારાણા, પોરબંદર જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી રાજેશભાઈ ઓડેદરા સહિતના પદાધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતાં અને સંગઠનલક્ષી સ્થાનિક મુદ્દાના સુચનો કર્યા હતા.

The post અખીલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાત કોંગ્રેસ સંગઠન પ્રભારીશ્રી મુકુલ વાસનીકજીની ઉપસ્થિતીમાં જામનગર શહેર-જિલ્લા, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર શહેર-જિલ્લા સંગઠનની સમીક્ષા બેઠક જામનગર ખાતે યોજાઈ હતી. appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/27202/feed 0
ભારતીય જનતા પાર્ટીની નરોડા ખાતે વિશાળ જનસભા https://karnavati24news.com/news/25502 https://karnavati24news.com/news/25502#respond Mon, 19 Jun 2023 05:59:46 +0000 https://karnavati24news.com/?p=25502 આજ રોજ ભારતીય જનતા પાર્ટીના કેન્દ્ર સરકારને સફળ 9 વર્ષ પૂર્ણ થવાના અવસરે નરોડા ખાતે વિશાળ જનસભા યોજવા માં આવી હતી તેમાં ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી શ્રી બ્રજેશભાઈ પાઠકજી ની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદ (પૂર્વ) લોકસભાની વિશાળ જનસભા યોજાઈ ગાયક કલાકર વિજય સુંવાળા સાથે વિશાળ જનસભા ના સભા નો પ્રારંભ કરવામાં આવીયો હતો તેમાં રાજ્યના અન્ય...

The post ભારતીય જનતા પાર્ટીની નરોડા ખાતે વિશાળ જનસભા appeared first on Karnavati 24 News.

]]>
આજ રોજ ભારતીય જનતા પાર્ટીના કેન્દ્ર સરકારને સફળ 9 વર્ષ પૂર્ણ થવાના અવસરે નરોડા ખાતે વિશાળ જનસભા યોજવા માં આવી હતી તેમાં ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી શ્રી બ્રજેશભાઈ પાઠકજી ની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદ (પૂર્વ) લોકસભાની વિશાળ જનસભા યોજાઈ

ગાયક કલાકર વિજય સુંવાળા સાથે વિશાળ જનસભા ના સભા નો પ્રારંભ કરવામાં આવીયો હતો

તેમાં રાજ્યના અન્ય સાંસદ ને ધારાસભ્યો ને ભાજપ ના નેતાઓ વિશાળ જનસભા હાજર રહ્યા હતા
જેમાં પૂવ મંત્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબ, જગદીશ પંચાલ,પરેશ ભાઈ રાઠવાની,જીતુભાઈ ભગત,અલ્પેશ ઠાકોર,પાયલ બેન કુકરાણી, કંચન બેન રાદડિયા, બાબુ સિંહ જાદવ, પૂવ મંત્રી વલ્ભબાપા,કુશળ ભાઈ ભટ્ટ, તમામ ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટર: ચેતનસિંગ

The post ભારતીય જનતા પાર્ટીની નરોડા ખાતે વિશાળ જનસભા appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/25502/feed 0
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (National Congress party) ના 24 વર્ષ નિમિતે મુંબઈ ખાતે ઉજવણી કરવામાં આવી https://karnavati24news.com/news/25495 https://karnavati24news.com/news/25495#respond Sat, 10 Jun 2023 12:11:37 +0000 https://karnavati24news.com/?p=25495 આજ રોજ ના દિવસે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (National Congress party) ના 24 વર્ષ નિમિતે મુંબઈ ખાતે ઉજવણી કરવામાં આવી હતી તેમાં પક્ષ ના નેતા સુપ્રિયા સુલે, પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલ, સેવાદળ ના મહારાષ્ટ્ર ના અધ્યક્ષ ડો. જાનબા મસ્કે અને પાર્ટી ના અન્ય પદાધિકારીઓ ને પક્ષ ના કાર્યકર્તાઓ હાજર રહેલા હતા....

The post રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (National Congress party) ના 24 વર્ષ નિમિતે મુંબઈ ખાતે ઉજવણી કરવામાં આવી appeared first on Karnavati 24 News.

]]>
આજ રોજ ના દિવસે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (National Congress party) ના 24 વર્ષ નિમિતે મુંબઈ ખાતે ઉજવણી કરવામાં આવી હતી તેમાં પક્ષ ના નેતા સુપ્રિયા સુલે, પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલ, સેવાદળ ના મહારાષ્ટ્ર ના અધ્યક્ષ ડો. જાનબા મસ્કે અને પાર્ટી ના અન્ય પદાધિકારીઓ ને પક્ષ ના કાર્યકર્તાઓ હાજર રહેલા હતા. આ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાન તરીકે રાષ્ટ્રીય સ્કાઉટ એન્ડ ગાઈડના નેશનલ ચીફ કમિશનર ડો. અમીતકુમાર રાવલ, રાષ્ટ્રીય કોષાઘ્યક્ષ ડો. મેહબૂબઅલી સૈયદ તેમજ મહારાષ્ટ્ર રાજ્યના ઉપાધ્યક્ષ નિકુંજ પંચોલી હાજર રહેલા હતા. રાષ્ટ્રીય સ્કાઉટ એન્ડ ગાઈડ દ્વારા માનનીય પદ્મ વિભૂષણ શ્રી શરદ પવાર સાહેબ ને લીડરશીપ એવોર્ડ-૨૦૨૩ થી સન્માનિત કર્યા હતા.

 

The post રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (National Congress party) ના 24 વર્ષ નિમિતે મુંબઈ ખાતે ઉજવણી કરવામાં આવી appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/25495/feed 0
હિંદ મહાસાગરમાં ચીન સાથે ડીલ કરવાની નવી રણનીતિ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ પહોંચ્યા માલદીવ https://karnavati24news.com/news/25148 https://karnavati24news.com/news/25148#respond Mon, 01 May 2023 12:38:11 +0000 https://karnavati24news.com/?p=25148 રક્ષા મંત્રી રાજનાથ સિંહ માલદીવ પહોંચી ગયા છે. તેઓ અહીં ત્રણ દિવસ રોકાશે. આ દરમિયાન તેઓ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે માલદીવ સાથે બેઠક કરશે. હિંદ મહાસાગરમાં ચીનની વધતી ગતિવિધિઓને જોતા રાજનાથ સિંહની માલદીવની મુલાકાત ભારતીય ક્ષેત્રમાં ભારતની રણનીતિના ભાગરૂપે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ભારત અને માલદીવ વચ્ચેના સંબંધો ક્યારેક...

The post હિંદ મહાસાગરમાં ચીન સાથે ડીલ કરવાની નવી રણનીતિ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ પહોંચ્યા માલદીવ appeared first on Karnavati 24 News.

]]>
રક્ષા મંત્રી રાજનાથ સિંહ માલદીવ પહોંચી ગયા છે. તેઓ અહીં ત્રણ દિવસ રોકાશે. આ દરમિયાન તેઓ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે માલદીવ સાથે બેઠક કરશે. હિંદ મહાસાગરમાં ચીનની વધતી ગતિવિધિઓને જોતા રાજનાથ સિંહની માલદીવની મુલાકાત ભારતીય ક્ષેત્રમાં ભારતની રણનીતિના ભાગરૂપે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ભારત અને માલદીવ વચ્ચેના સંબંધો ક્યારેક મીઠા તો ક્યારેક ખાટા રહ્યા છે. એટલે કે જ્યારે પણ માલદીવ સાથે ભારતના સંબંધો અસહજ રહ્યા, તો તેની પાછળ ક્યાંક ને ક્યાંક ચીનની ભૂમિકા અને હિંદ મહાસાગર ક્ષેત્રમાં તેનું વધતું વર્ચસ્વ છે. જોકે માલદીવ સાથે ભારતના પરંપરાગત સંબંધો રહ્યા છે. આવી સ્થિતિમાં રાજનાથ સિંહની માલદીવની મુલાકાત ઘણી મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે માલદીવની ત્રણ દિવસની મુલાકાતે પહોંચ્યા છે. તેઓ માલદીવના રક્ષા મંત્રી મારિયા અહેમદ દીદી અને વિદેશ મંત્રી અબ્દુલ્લા શાહિદ સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે. તેઓ માલદીવના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહને પણ મળશે. રક્ષા મંત્રાલયના જણાવ્યા અનુસાર, ચર્ચામાં બંને દેશો વચ્ચેના સંરક્ષણ સંબંધોના સમગ્ર પરિદ્રશ્યની સમીક્ષા કરવામાં આવશે.

રાજનાથ સિંહ માલદીવને આ ખાસ ભેટ આપશે

આ દરમિયાન ભારત માલદીવને એક હાઇ સ્પીડ પેટ્રોલ વેસલ અને એક નાનું જહાજ સોંપશે. રક્ષામંત્રી રાજનાથ સિંહ માલદીવમાં ચાલી રહેલા પ્રોજેક્ટના સ્થળોની મુલાકાત લેશે અને ભારતીય સમુદાયને પણ મળશે.

ભારત અને માલદીવ એકબીજાને પ્રાથમિકતા આપે છે

ભારત અને માલદીવ દરિયાઈ સુરક્ષા, આતંકવાદ, કટ્ટરવાદ, ચાંચિયાગીરી, દાણચોરી, સંગઠિત અપરાધ અને કુદરતી આફતો સહિતના સામાન્ય પડકારોનો સામનો કરવા સાથે મળીને કામ કરી રહ્યા છે. આ ક્ષેત્રના તમામ દેશોની સુરક્ષા અને વિકાસ માટે ભારતનો ‘નેબરહુડ ફર્સ્ટ’ અભિગમ અને માલદીવની ‘ઈન્ડિયા ફર્સ્ટ’ નીતિ હિંદ મહાસાગર ક્ષેત્રમાં ક્ષમતાઓના સહિયારા વિકાસને સક્ષમ બનાવશે.

માલદીવના તખ્તાપલટ વખતે ભારતે સહકાર આપ્યો હતો

માલદીવ એ મુખ્ય ભૂમિ ભારતના દક્ષિણપશ્ચિમ કિનારે હિંદ મહાસાગરમાં ટાપુઓથી બનેલો દેશ છે. આ દ્વીપસમૂહમાં કુલ 1192 ટાપુઓ છે, જેમાંથી 200 ટાપુઓ પર લોકો વસે છે. માલદીવ સાથે ભારતના સદીઓ જૂના વેપાર અને સાંસ્કૃતિક સંબંધો રહ્યા છે. જ્યારે પણ આ દ્વીપીય દેશ પર કોઈ સંકટ આવે છે, ત્યારે ભારત કોઈપણ વિલંબ કર્યા વિના મદદ કરવા માટે પ્રથમ રહ્યું છે. ઉદાહરણ તરીકે, જ્યારે માલદીવમાં 1988માં તખ્તાપલટનો પ્રયાસ થયો હતો, ત્યારે તેને ભારતે નિષ્ફળ બનાવ્યો હતો.

The post હિંદ મહાસાગરમાં ચીન સાથે ડીલ કરવાની નવી રણનીતિ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ પહોંચ્યા માલદીવ appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/25148/feed 0
‘ખુદા કભી માફ નહીં કરેગા’, કેજરીવાલના નિવેદન પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, જાણો શું છે આખો મામલો https://karnavati24news.com/news/25147 https://karnavati24news.com/news/25147#respond Mon, 01 May 2023 12:37:45 +0000 https://karnavati24news.com/?p=25147 સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર સુનાવણી કરી, જેમાં આચારસંહિતાના ઉલ્લંઘનના મામલામાં અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને પડકારવામાં આવ્યો હતો. મામલો 2014નો છે. હાઈકોર્ટે કેજરીવાલની આરોપ મુક્ત કરવાની અરજીને ફગાવી દીધી હતી, ત્યારબાદ તેમણે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. કેજરીવાલે કહ્યું હતું કે જે ભાજપને વોટ આપશે, એને ભગવાન પણ...

The post ‘ખુદા કભી માફ નહીં કરેગા’, કેજરીવાલના નિવેદન પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, જાણો શું છે આખો મામલો appeared first on Karnavati 24 News.

]]>
સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર સુનાવણી કરી, જેમાં આચારસંહિતાના ઉલ્લંઘનના મામલામાં અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને પડકારવામાં આવ્યો હતો. મામલો 2014નો છે. હાઈકોર્ટે કેજરીવાલની આરોપ મુક્ત કરવાની અરજીને ફગાવી દીધી હતી, ત્યારબાદ તેમણે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. કેજરીવાલે કહ્યું હતું કે જે ભાજપને વોટ આપશે, એને ભગવાન પણ માફ નહીં કરે.

આ વિવાદાસ્પદ નિવેદન આપવા બદલ કેજરીવાલ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. ચૂંટણી આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 125 હેઠળ તેમની સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી. આ જ કેસમાં જસ્ટિસ રાજેશ સિંહ ચૌહાણની સિંગલ બેન્ચે સુલતાનપુર સેશન્સ કોર્ટના આદેશને યથાવત રાખતા કેજરીવાલની અરજી ફગાવી દીધી હતી. કેજરીવાલે કથિત રીતે કહ્યું હતું કે જે લોકો ‘ખુદા’માં વિશ્વાસ રાખે છે, જો તેઓ ભાજપને મત આપે છે, તો ‘ખુદા’ તેમને માફ નહીં કરે.

સોમવારે સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ કેએમ જોસેફ અને બીવી નાગરથ્નાની ડબલ બેન્ચે આ મામલાની સુનાવણી કરી અને હવે મામલાને ત્રણ સપ્તાહ માટે સ્થગિત કરી દેવામાં આવ્યો છે.

‘આવા શબ્દનું ઉચ્ચારણ યોગ્ય નથી’

અગાઉ હાઈકોર્ટમાં જસ્ટિસ રાજેશ સિંહ ચૌહાણની ખંડપીઠે કહ્યું હતું કે એવું લાગે છે કે કેજરીવાલ ‘ખુદા’ના નામ પર મતદારોને એ સારી રીતે જાણવા છતાં પણ ધમકાવી રહ્યા છે કે જો તેઓ ‘ખુદા’ શબ્દનો ઉપયોગ કરશે તો અલગ-અલગ ધર્મના મતદાતાઓના કેટલાક જૂથ ગંભીર રીતે પ્રભાવિત થઈ શકે છે. ખંડપીઠે એમ પણ કહ્યું હતું કે પ્રથમ દ્રષ્ટિએ એક વ્યક્તિ માટે, જે એક રાજ્યના મુખ્યમંત્રી છે, કોઈ પણ આવા વાક્ય કે શબ્દનું ઉચ્ચારણ કરવું યોગ્ય નથી જેનો કોઈ છુપાયેલો અર્થ હોય.

કેજરીવાલે સુલતાનપુરમાં કુમાર વિશ્વાસના સમર્થનમાં કરી હતી સભા

વાસ્તવમાં, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સુલ્તાનપુર સેશન્સ કોર્ટના આદેશ વિરુદ્ધ અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચ સમક્ષ પોતાને આરોપ મુક્ત કરવા માટે અરજી કરી હતી. જસ્ટિસ રાજેશ સિંહ ચૌહાણે વિગતવાર સુનાવણી બાદ તેને ફગાવી દીધી હતી. આરોપ એવો હતો કે 2014માં સુલતાનપુરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર કુમાર વિશ્વાસ માટે પ્રચાર કરતી વખતે કેજરીવાલે આવા કેટલાય શબ્દસમૂહો બોલીને ચૂંટણી આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું હતું. એવો પણ આરોપ છે કે તેમણે ઉશ્કેરણીજનક ભાષણ પણ આપ્યું હતું. આ પછી પોલીસે અરવિંદ કેજરીવાલ અને કુમાર વિશ્વાસ સિવાય અન્ય લોકો સામે કેસ દાખલ કર્યો હતો.

The post ‘ખુદા કભી માફ નહીં કરેગા’, કેજરીવાલના નિવેદન પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, જાણો શું છે આખો મામલો appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/25147/feed 0
કર્ણાટકના દાવણગેરેમાં ગર્જ્યા પીએમ મોદી, કહ્યું- ‘રાજ્યમાં ફરી બનશે ભાજપની સરકાર’ https://karnavati24news.com/news/24082 https://karnavati24news.com/news/24082#respond Sat, 25 Mar 2023 12:09:26 +0000 https://karnavati24news.com/?p=24082 કર્ણાટકના દાવણગેરેમાં વિજય સંકલ્પ યાત્રાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે રાજ્યમાં ફરી એકવાર ભાજપની સરકાર બનવા જઈ રહી છે. પીએમ મોદીએ કહ્યું કે આજે ભાજપની આ વિશાળ રેલી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના રાજ્યમાં યોજાઈ રહી છે. આ એ વાતનો પુરાવો છે કે રાજ્ય સરકારે લોકહિતના કામો કર્યા છે અને...

The post કર્ણાટકના દાવણગેરેમાં ગર્જ્યા પીએમ મોદી, કહ્યું- ‘રાજ્યમાં ફરી બનશે ભાજપની સરકાર’ appeared first on Karnavati 24 News.

]]>
કર્ણાટકના દાવણગેરેમાં વિજય સંકલ્પ યાત્રાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે રાજ્યમાં ફરી એકવાર ભાજપની સરકાર બનવા જઈ રહી છે. પીએમ મોદીએ કહ્યું કે આજે ભાજપની આ વિશાળ રેલી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના રાજ્યમાં યોજાઈ રહી છે. આ એ વાતનો પુરાવો છે કે રાજ્ય સરકારે લોકહિતના કામો કર્યા છે અને જનતા ફરી એકવાર અમને આશીર્વાદ આપશે અને ફરી સેવા કરવાનો મોકો આપવા જઈ રહી છે. PMએ કહ્યું કે રાજ્યમાં ફરી એકવાર ડબલ એન્જિનની સરકાર બનવા જઈ રહી છે.

કોંગ્રેસની બેઠકો જીતી રહ્યું છે ભાજપ – પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો કોંગ્રેસ પાર્ટીની બેઠકો પર જીતી રહ્યા છે. તેમના રાષ્ટ્રીય અધ્યક્ષના ઘરમાં ભાજપની જીત થઈ રહી છે, તેથી આ રેલી વિજયની ઉજવણી કરવા માટેની રેલી છે. ભાજપને જનસમર્થન મળી રહ્યું છે. કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષના ઘરમાં ભાજપની જીતનો ડંકો વાગી ગયો. વિજય સંકલ્પ રેલીનો આ એક પ્રકારનો શુભ સંકેત છે કે વિજય યાત્રા શરૂ થઈ ચુકી છે.

ડબલ એન્જિન સરકારથી ગરીબોને ફાયદો – પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે કેન્દ્ર અને રાજ્યની ડબલ એન્જિન સરકારે ગરીબોનું ભલું કર્યું છે. સરકારે ગરીબોને મફત સારવાર અને મફત રાશન આપ્યું છે. PM કિસાન સન્માન નિધિ હેઠળ 60 લાખ ખેડૂતોને લાભ મળી રહ્યો છે. તેમણે કહ્યું કે આજે ડબલ એન્જિનની સરકાર દેશના દરેક ગરીબનું ધ્યાન રાખી રહી છે. ગરીબ અને દલિત લોકોનો વિકાસ એ ડબલ એન્જિન સરકારની પ્રાથમિકતા છે.

The post કર્ણાટકના દાવણગેરેમાં ગર્જ્યા પીએમ મોદી, કહ્યું- ‘રાજ્યમાં ફરી બનશે ભાજપની સરકાર’ appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/24082/feed 0
આસામ, મણિપુર અને નાગાલેન્ડના કેટલાક વિસ્તારોમાંથી હટ્યું AFSPA, અમિત શાહે કહ્યું- આ ઐતિહાસિક છે https://karnavati24news.com/news/24083 https://karnavati24news.com/news/24083#respond Sat, 25 Mar 2023 12:09:25 +0000 https://karnavati24news.com/?p=24083 કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આસામ, મણિપુર અને નાગાલેન્ડના અમુક વિસ્તારોમાંથી સશસ્ત્ર દળો (સ્પેશિયલ પાવર્સ) એક્ટ 1958 (AFSPA)ને હળવો કરવાનો નિર્ણય લીધો છે. આસામમાં, AFSPAને 8 જિલ્લાઓ સુધી સીમિત કરી દેવામાં આવ્યું છે, જ્યારે મણિપુરમાં, AFSPAને 4 પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી હટાવી દેવામાં આવ્યો છે. જ્યારે નાગાલેન્ડમાં તેને 3 પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઘટાડવામાં...

The post આસામ, મણિપુર અને નાગાલેન્ડના કેટલાક વિસ્તારોમાંથી હટ્યું AFSPA, અમિત શાહે કહ્યું- આ ઐતિહાસિક છે appeared first on Karnavati 24 News.

]]>
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આસામ, મણિપુર અને નાગાલેન્ડના અમુક વિસ્તારોમાંથી સશસ્ત્ર દળો (સ્પેશિયલ પાવર્સ) એક્ટ 1958 (AFSPA)ને હળવો કરવાનો નિર્ણય લીધો છે. આસામમાં, AFSPAને 8 જિલ્લાઓ સુધી સીમિત કરી દેવામાં આવ્યું છે, જ્યારે મણિપુરમાં, AFSPAને 4 પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી હટાવી દેવામાં આવ્યો છે. જ્યારે નાગાલેન્ડમાં તેને 3 પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઘટાડવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેને ઐતિહાસિક ગણાવ્યું છે. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકારના સતત પ્રયાસોને કારણે, પૂર્વોત્તર ભારતમાં સુરક્ષાની સ્થિતિમાં અભૂતપૂર્વ સુધારો થયો છે અને એક ઐતિહાસિક પગલામાં, ભારત સરકારે એક ઐતિહાસિક પગલાં તરીકે દશકો બાદ એપ્રિલ 2022 થી નાગાલેન્ડ, આસામ અને મણિપુરમાં આર્મ્ડ ફોર્સીસ સ્પેશિયલ પાવર્સ એક્ટ (AFSPA) હેઠળ અશાંત વિસ્તારોને ઘટાડ્યા છે.

આસામમાં ક્યાંથી હટ્યું AFSPA 

આજે વધુ એક મહત્ત્વનો નિર્ણય લેતી વખતે, આ ત્રણ રાજ્યોમાં ફરીથી 1 એપ્રિલ, 2023થી AFSPA હેઠળ અશાંત વિસ્તારોમાંથી વિસ્તારોમાં વધુ ઘટાડો કરવામાં આવી રહ્યો છે. ગૃહ મંત્રાલયે માહિતી આપી કે ડિસ્ટર્બ્ડ એરિયા નોટિફિકેશન સમગ્ર આસામમાં વર્ષ 1990થી લાગુ છે. મોદી સરકારના અથાક પ્રયાસોને કારણે સુરક્ષાની સ્થિતિમાં નોંધપાત્ર સુધારાના પરિણામે, 01.04.2022થી આસામના 9 જિલ્લાઓ અને એક જિલ્લાના એક પેટા વિભાગ સિવાય આખા આસામ રાજ્યમાંથી AFSPA હેઠળના અશાંત વિસ્તારોને હટાવી લેવામાં આવ્યા હતા, અને 01.04.2023થી અશાંત વિસ્તારોમાંથી વધુ કમી કરતા આને માત્ર  માત્ર 8 જિલ્લાઓ સુધી સીમિત કરી દેવામાં આવ્યો છે.

મણિપુરમાં ક્યાંથી AFSPA હટ્યું 

ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે મણિપુરમાં (ઇમ્ફાલ મ્યુનિસિપાલિટી વિસ્તાર સિવાય) AFSPA હેઠળ અશાંત વિસ્તારોની ઘોષણા વર્ષ 2004 થી ચાલતી આવી રહી હતી. કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્ત્વપૂર્ણ પગલું ભરતા, 01.04.2022 થી 6 જિલ્લાના 15 પોલીસ સ્ટેશન વિસ્તારોને અશાંત વિસ્તારની સૂચનામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા, અને હવે 01.04.2023 થી AFSPA હેઠળના અન્ય 4 પોલીસ સ્ટેશન વિસ્તારોમાંથી અવ્યવસ્થિત વિસ્તારની સૂચનાને હટાવીને, કુલ 7 જિલ્લાના 19 પોલીસ સ્ટેશનોમાંથી દૂર કરવામાં આવી રહ્યા છે. એ જ રીતે, ડિસ્ટર્બ્ડ એરિયાઝ નોટિફિકેશન સમગ્ર નાગાલેન્ડમાં વર્ષ 1995થી લાગુ છે.

7000 ઉગ્રવાદીઓએ આત્મસમર્પણ કર્યું

એક અધિકારીએ જણાવ્યું કે કેન્દ્ર સરકારે આ સંદર્ભમાં તબક્કાવાર રીતે AFSPA હટાવવા માટે રચવામાં આવેલી સમિતિની ભલામણને પગલે 7 જિલ્લાના 15 પોલીસ સ્ટેશનોમાંથી 01.04.2022થી અશાંત વિસ્તારની સૂચના હટાવવામાં આવી હતી અને 01.04.2023થી AFSPAના અશાંત વિસ્તારોની સૂચનાને વધુ વિસ્તારોમાંથી હટાવતા તેને કુલ 8 જિલ્લાના 18 પોલીસ સ્ટેશનોમાંથી દૂર કરવામાં આવી રહી છે જ્યારે 3 અન્ય પોલીસ સ્ટેશન વિસ્તારોમાંથી તેને દૂર કરવામાં આવી રહી છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા અસરકારક પગલાંને કારણે ઉત્તર-પૂર્વના રાજ્યોમાં સુરક્ષાની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે અને વિકાસમાં તેજી આવી છે. વર્ષ 2014ની સરખામણીમાં વર્ષ 2022માં ઉગ્રવાદી ઘટનાઓમાં 76 ટકાનો ઘટાડો થયો છે. તેવી જ રીતે, આ સમયગાળા દરમિયાન સુરક્ષા કર્મચારીઓ અને નાગરિકોના મૃત્યુમાં અનુક્રમે 90 ટકા અને 97 ટકાનો ઘટાડો થયો છે. તે જ સમયે, ઉત્તર પૂર્વમાં 2014 થી અત્યાર સુધીમાં લગભગ 7000 આતંકવાદીઓએ અનેક શાંતિ સમજૂતીઓ હેઠળ આત્મસમર્પણ કર્યું છે.

The post આસામ, મણિપુર અને નાગાલેન્ડના કેટલાક વિસ્તારોમાંથી હટ્યું AFSPA, અમિત શાહે કહ્યું- આ ઐતિહાસિક છે appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/24083/feed 0
વિધાનસભામાં સીએમ કેજરીવાલે કહ્યું, ‘દિલ્હીનું બજેટ રોકીને કેન્દ્રએ બંધારણ પર હુમલો કર્યો’ https://karnavati24news.com/news/23902 https://karnavati24news.com/news/23902#respond Tue, 21 Mar 2023 12:52:52 +0000 https://karnavati24news.com/?p=23902 દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે વિધાનસભામાં કહ્યું કે દેશના બંધારણ પર હુમલો કરવામાં આવ્યો છે. એલજીને બજેટ ફાઇલ પર લખવાનો અધિકાર નથી. તેમને વાંધો ઉઠાવવાનો પણ અધિકાર નથી. તેમણે કહ્યું કે દિલ્હીના અધિકારીઓએ ત્રણ દિવસ સુધી બજેટની ફાઇલને દબાવીને રાખી દીધી. દિલ્હીના અધિકારીઓ ડરી ગયેલા છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે જો...

The post વિધાનસભામાં સીએમ કેજરીવાલે કહ્યું, ‘દિલ્હીનું બજેટ રોકીને કેન્દ્રએ બંધારણ પર હુમલો કર્યો’ appeared first on Karnavati 24 News.

]]>
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે વિધાનસભામાં કહ્યું કે દેશના બંધારણ પર હુમલો કરવામાં આવ્યો છે. એલજીને બજેટ ફાઇલ પર લખવાનો અધિકાર નથી. તેમને વાંધો ઉઠાવવાનો પણ અધિકાર નથી. તેમણે કહ્યું કે દિલ્હીના અધિકારીઓએ ત્રણ દિવસ સુધી બજેટની ફાઇલને દબાવીને રાખી દીધી. દિલ્હીના અધિકારીઓ ડરી ગયેલા છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે જો લેફ્ટનન્ટ ગવર્નરે જ દિલ્હી ચલાવવું હોય તો સદનનું શું કામ છે.

એલજી કાયદા વિરુદ્ધ જઈને કામ કરી રહ્યા છે – અરવિંદ કેજરીવાલ

અરવિંદ કેજરીવાલે કહ્યું, આજે આ ગૃહમાં બજેટ રજૂ થવાનું હતું, કેન્દ્ર સરકારે ગઈકાલે સાંજે તેના પર રોક લગાવી દીધી. બાબા સાહેબ જ્યારે બંધારણ લખી રહ્યા હતા ત્યારે તેમણે સપનામાં પણ વિચાર્યું નહીં હોય કે દેશમાં આવી સ્થિતિ આવશે. આ બંધારણ પર હુમલો છે. એલજી પાસે કોઈ અધિકાર નથી કે તેઓ કોઈ પણ બજેટ પર વાંધો ઉઠાવે, એલજી કેબિનેટની સલાહથી જ કામ કરી શકે છે, તેઓ કોઈપણ ફાઇલ પર કશું પણ લખી શકતા નથી. આ કાયદાની વિરુદ્ધ છે. કેન્દ્ર સરકારને વાંધો ઉઠાવવાનો અધિકાર નથી. જો આ કોર્ટમાં કરવામાં આવે છે, તો તે એક મિનિટમાં સમાપ્ત થઈ જશે.

કેન્દ્ર સરકારે જૂની પરંપરા તોડી છે – અરવિંદ કેજરીવાલ

અરવિંદ કેજરીવાલે કહ્યું કે કેન્દ્ર સરકારે પોતાના ઘમંડના કારણે જૂની ચાલી આવતી પરંપરા તોડી છે. તેમણે કહ્યું કે દિલ્હીનું બજેટ અટકાવીને કેન્દ્રને શું મળી ગયું? કેજરીવાલે કહ્યું કે તેઓ ઇચ્છતા હતા કે અમે તેમની સામે ઝૂકી જઈએ. તેમણે કહ્યું કે હું કોઈની સાથે લડવા માંગતો નથી. લડાઈથી કોઈને ફાયદો થતો નથી. કેન્દ્ર અને રાજ્ય વચ્ચેની લડાઈમાં કોઈને ફાયદો થતો નથી.

The post વિધાનસભામાં સીએમ કેજરીવાલે કહ્યું, ‘દિલ્હીનું બજેટ રોકીને કેન્દ્રએ બંધારણ પર હુમલો કર્યો’ appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/23902/feed 0
ભાજપના ધારાસભ્ય વિજેન્દર ગુપ્તા પર થઈ મોટી કાર્યવાહી, એક વર્ષ માટે સદનમાંથી કાઢી મૂકવામાં આવ્યા https://karnavati24news.com/news/23903 https://karnavati24news.com/news/23903#respond Tue, 21 Mar 2023 12:52:49 +0000 https://karnavati24news.com/?p=23903 કેન્દ્રએ મંગળવારે દિલ્હી સરકારના બજેટને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ માહિતી દિલ્હી સરકારને પણ આપી દીધી છે. આ સાથે દિલ્હીનું બજેટ રજૂ કરવાનો રસ્તો પણ મોકળો થઈ ગયો છે. આ દરમિયાન એક મોટા સમાચાર પણ સામે આવ્યા છે. ભાજપના ધારાસભ્ય વિજેન્દર ગુપ્તાને આગામી બજેટ સત્ર સુધી સદનમાંથી...

The post ભાજપના ધારાસભ્ય વિજેન્દર ગુપ્તા પર થઈ મોટી કાર્યવાહી, એક વર્ષ માટે સદનમાંથી કાઢી મૂકવામાં આવ્યા appeared first on Karnavati 24 News.

]]>
કેન્દ્રએ મંગળવારે દિલ્હી સરકારના બજેટને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ માહિતી દિલ્હી સરકારને પણ આપી દીધી છે. આ સાથે દિલ્હીનું બજેટ રજૂ કરવાનો રસ્તો પણ મોકળો થઈ ગયો છે. આ દરમિયાન એક મોટા સમાચાર પણ સામે આવ્યા છે. ભાજપના ધારાસભ્ય વિજેન્દર ગુપ્તાને આગામી બજેટ સત્ર સુધી સદનમાંથી બહાર કાઢી દેવામાં આવ્યા છે.

વાસ્તવમાં, AAP ધારાસભ્ય સંજીવ ઝાએ પ્રસ્તાવ મૂક્યો હતો કે વિજેન્દર ગુપ્તા કોઈપણ કારણ વગર વારંવાર ગૃહની કાર્યવાહીમાં ખલેલ પહોંચાડે છે, એવામાં એમને એક વર્ષ માટે ગૃહમાંથી હાંકી કાઢવા જોઈએ. સ્પીકરે આ પ્રસ્તાવ પર સભ્યોનો અભિપ્રાય માંગ્યો અને બહુમતીના આધારે નિર્ણય લેવામાં આવ્યો કે વિજેન્દર ગુપ્તાને એક વર્ષ માટે ગૃહમાંથી હાંકી કાઢવામાં આવે.

બજેટ ક્યારે રજૂ થશે

એવું માનવામાં આવે છે કે બજેટ 22 અથવા 23 માર્ચે રજૂ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે દિલ્હી વિધાનસભાના વર્તમાન સત્રનો કાર્યકાળ 23 માર્ચ સુધી છે.

સીએમ કેજરીવાલે વિધાનસભામાં આવી વાત કરી 

અરવિંદ કેજરીવાલે કહ્યું, આજે આ ગૃહમાં બજેટ રજૂ થવાનું હતું, કેન્દ્ર સરકારે ગઈકાલે સાંજે તેના પર રોક લગાવી દીધી. બાબા સાહેબ જ્યારે બંધારણ લખી રહ્યા હતા ત્યારે તેમણે સપનામાં પણ વિચાર્યું નહીં હોય કે દેશમાં આવી સ્થિતિ આવશે. આ બંધારણ પર હુમલો છે. એલજી પાસે કોઈ અધિકાર નથી કે તેઓ કોઈ પણ બજેટ પર વાંધો ઉઠાવે, એલજી કેબિનેટની સલાહથી જ કામ કરી શકે છે, તેઓ કોઈપણ ફાઇલ પર કશું પણ લખી શકતા નથી. આ કાયદાની વિરુદ્ધ છે. કેન્દ્ર સરકારને વાંધો ઉઠાવવાનો અધિકાર નથી. જો આ કોર્ટમાં કરવામાં આવે છે, તો તે એક મિનિટમાં સમાપ્ત થઈ જશે.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે કેન્દ્ર સરકારે પોતાના ઘમંડના કારણે જૂની ચાલી આવતી પરંપરા તોડી છે. તેમણે કહ્યું કે દિલ્હીનું બજેટ અટકાવીને કેન્દ્રને શું મળી ગયું? કેજરીવાલે કહ્યું કે તેઓ ઇચ્છતા હતા કે અમે તેમની સામે ઝૂકી જઈએ. તેમણે કહ્યું કે હું કોઈની સાથે લડવા માંગતો નથી. લડાઈથી કોઈને ફાયદો થતો નથી. કેન્દ્ર અને રાજ્ય વચ્ચેની લડાઈમાં કોઈને ફાયદો થતો નથી.

The post ભાજપના ધારાસભ્ય વિજેન્દર ગુપ્તા પર થઈ મોટી કાર્યવાહી, એક વર્ષ માટે સદનમાંથી કાઢી મૂકવામાં આવ્યા appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/23903/feed 0
પાકિસ્તાની મીડિયાએ પણ આપી દીધી પીએમ શાહબાઝને સલાહ, ‘સમય છે, ભારત સાથે સંબંધો સુધારી લો’ https://karnavati24news.com/news/23907 https://karnavati24news.com/news/23907#respond Tue, 21 Mar 2023 12:52:47 +0000 https://karnavati24news.com/?p=23907 પાકિસ્તાન: શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સંમેલનમાં ભારત દ્વારા પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો અને સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફને આમંત્રણ આપવામાં આવ્યું છે. ભારત દ્વારા આપવામાં આવેલા આ આમંત્રણને લઈને પાકિસ્તાનમાં ચર્ચાઓ ચાલી રહી છે અને લોકો તેને પાકિસ્તાન પ્રત્યે ભારતના નરમ વલણની શરૂઆત તરીકે જોઈ રહ્યા છે. જો કે, ભારત,...

The post પાકિસ્તાની મીડિયાએ પણ આપી દીધી પીએમ શાહબાઝને સલાહ, ‘સમય છે, ભારત સાથે સંબંધો સુધારી લો’ appeared first on Karnavati 24 News.

]]>
પાકિસ્તાન: શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સંમેલનમાં ભારત દ્વારા પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો અને સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફને આમંત્રણ આપવામાં આવ્યું છે. ભારત દ્વારા આપવામાં આવેલા આ આમંત્રણને લઈને પાકિસ્તાનમાં ચર્ચાઓ ચાલી રહી છે અને લોકો તેને પાકિસ્તાન પ્રત્યે ભારતના નરમ વલણની શરૂઆત તરીકે જોઈ રહ્યા છે. જો કે, ભારત, યજમાન તરીકે, SCO સમિટમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી અને રક્ષા મંત્રીને આમંત્રણ આપીને માત્ર એક ઔપચારિકતા અને બહુપક્ષીય પ્રતિબદ્ધતાનું પ્રદર્શન કરી રહ્યું છે. પરંતુ પાકિસ્તાની મીડિયાએ શાહબાઝ શરીફ સરકારને સલાહ આપી દીધી છે કે હવે સમય આવી ગયો છે, ભારત સાથે સંબંધો સુધારી લો, એમાં જ ભલાઈ છે.

પાકિસ્તાની મીડિયાએ કહ્યું- ભારત સાથે સંબંધો સુધારી લો 

પાકિસ્તાની મીડિયામાં ઉઠેલી આ માંગ એ નિવેદન બાદ વધુ તીવ્ર બની છે જેમાં ભારતીય ડેપ્યુટી હાઈ કમિશનર સુરેશ કુમારે સૂચવ્યું હતું કે ભારત અને પાકિસ્તાને હવે દાયકાઓ જૂના વિવાદનો અંત લાવવા જોઈએ અને સ્થિર આર્થિક સંબંધો પુનઃસ્થાપિત કરવા જોઈએ. પાકિસ્તાનના એક અખબાર અનુસાર સુરેશ કુમારે કહ્યું છે કે ભારત પાકિસ્તાન સાથે વધુ સારા સંબંધો ઈચ્છે છે. આપણે ન તો આપણો પાડોશી બદલી શકીએ છીએ અને ન તો દેશની ભૂગોળ બદલી શકીએ છીએ. એટલા માટે બંન્ને દેશો પોતાના સંબંધો સુધારે તે જ સારું છે.

પાકિસ્તાને ભારતીય ડેપ્યુટી હાઈ કમિશનરની વાતની પ્રશંસા કરી

અખબારે તેના સંપાદકીયમાં લખ્યું છે કે આ એક મહત્ત્વપૂર્ણ પગલું છે કે પાકિસ્તાને ભારતીય અધિકારીને તેના કાર્યક્રમમાં આમંત્રણ આપ્યું અને તેણે બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવાની વાત કરી. હવે સમય આવી ગયો છે કે કોઈપણ પ્રકારના ધારદાર અને વિવાદાસ્પદ નિવેદનોના યુગનો અંત આવે. ખાસ કરીને કાશ્મીરને કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો બગડ્યા હતા, હવે સમય આવી ગયો છે કે સંબંધોમાં સુધારો કરીને આર્થિક અને વેપારી સંબંધોમાં સુધારો કરવામાં આવે.

જણાવી દઈએ કે આ પહેલા સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ ભારતને મિત્ર ગણાવ્યું હતું, ભલે તેમની જીભ લપસી ગઈ હોય, પરંતુ હવે પાકિસ્તાન અને ભારત વચ્ચેના સંબંધો સુધારવાના પ્રયાસો થતા દેખાઈ રહ્યા છે.

The post પાકિસ્તાની મીડિયાએ પણ આપી દીધી પીએમ શાહબાઝને સલાહ, ‘સમય છે, ભારત સાથે સંબંધો સુધારી લો’ appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/23907/feed 0