ચૂંટણી Archives - Karnavati 24 News https://karnavati24news.com/news/category/ચૂંટણી Fri, 09 Dec 2022 06:47:02 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.7.2 https://karnavati24news.com/wp-content/uploads/2020/07/2020-07-28-2.png ચૂંટણી Archives - Karnavati 24 News https://karnavati24news.com/news/category/ચૂંટણી 32 32 ભાજપના દિગ્ગજ નેતા વજુ વાળાએ ભાજપની જીત અને કોંગ્રેસ અને આપની હારને લઈને શું કહ્યું https://karnavati24news.com/news/20077 https://karnavati24news.com/news/20077#respond Fri, 09 Dec 2022 06:47:02 +0000 https://karnavati24news.com/?p=20077 ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે જંગી જીત મેળવી છે ત્યારે કોંગ્રેસના સૂપડાસાફ થઈ ગયા છે અને આપ પાર્ટી વધુ જોર કરી શકી નથી ત્યારે ભાજપની જીત બાદ કોંગ્રેસ પાર્ટીની ખામીઓ વજુવાળાએ જણાવી હતી. ભાજપના દિગ્ગજ નેતા વજુભાઈ વાળાએ ભાજપની જીત અને કોંગ્રેસ તેમજ આપ પાર્ટીની હારને લઈન મહત્વનું નિવેદન આપ્યું હતું....

The post ભાજપના દિગ્ગજ નેતા વજુ વાળાએ ભાજપની જીત અને કોંગ્રેસ અને આપની હારને લઈને શું કહ્યું appeared first on Karnavati 24 News.

]]>
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે જંગી જીત મેળવી છે ત્યારે કોંગ્રેસના સૂપડાસાફ થઈ ગયા છે અને આપ પાર્ટી વધુ જોર કરી શકી નથી ત્યારે ભાજપની જીત બાદ કોંગ્રેસ પાર્ટીની ખામીઓ વજુવાળાએ જણાવી હતી.

ભાજપના દિગ્ગજ નેતા વજુભાઈ વાળાએ ભાજપની જીત અને કોંગ્રેસ તેમજ આપ પાર્ટીની હારને લઈન મહત્વનું નિવેદન આપ્યું હતું. ભાજપ નેતા વજુ વાળાએ કહ્યું કે, કોંગ્રેસ પ્રજા વચ્ચે જતી જ નથી.
ગાંધીજી સમયની પાર્ટી હવે કોંગ્રેસ રહી નથી.

પેજ પ્રમુખોની ફોર્મુલા સફળ ભાજપની રહી છે. કાર્યપદ્ધતિ કોઈ કોંગ્રેસ નેતાની રહી નથી. કોઈ નેતા ત્યાં એવા દિગ્ગજ નથી. કોંગ્રેસનો વિચાર શું છે એ લોકો નથી જાણતા. દરેક શાસક પક્ષ જીત માટે આગળ વધે છે. વિપક્ષની ટકી રહેવા માટે લોકોની વચ્ચે ચાહના પણ ઓછી છે. જે તે સમયે જે કાર્યકર્તા હોય તે સંપૂર્ણ તાકાત લગાવીને મહેનત કરતો હોય છે. એક સમયે મારા જેવા પહેલા કાર્યકર્તા  મહેનત કરતા હતા અને હવે નવા કાર્યકર્તા મહેનત કરે છે. નેતાની કાર્ય પદ્ધતિ મહત્વની હોય છે.

ગુજરાતની અંદર પ્રજાએ વિશ્વાસ મુક્યો છે. ત્યારે આપ પાર્ટીને મળેલા 13 ટકા વોટ શેરને લઈને જણાવ્યું કે, આપને જે વોટ શેર મળ્યો છે તમે જેટલા પ્રમાણમાં લોકોને વધુ લોકો ને ઉભા રાખે તો વધુ વોટ મળે.
લોકોને અપક્ષને પણ મત આપતા હોય છે. અપક્ષ પણ 10 ટકા મતો લઈ જતા હોય છે. આપની દિલ્હીની કામગિરી છે નવીન પક્ષ તો હતો જ નહીં. આવા પ્રકારનો બીજો પક્ષ હોય તો એને પણ મત મળે. તેમ તેમણે કહ્યું હતું.

The post ભાજપના દિગ્ગજ નેતા વજુ વાળાએ ભાજપની જીત અને કોંગ્રેસ અને આપની હારને લઈને શું કહ્યું appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/20077/feed 0
ગારિયાધાર માં ન ખીલ્યુ કમળન ફેલાયો પંજો આપની ભવ્ય જીત https://karnavati24news.com/news/20075 https://karnavati24news.com/news/20075#respond Fri, 09 Dec 2022 06:46:13 +0000 https://karnavati24news.com/?p=20075 ગારિયાધારમાં ન ખીલ્યુ કમળન ફેલાયો પંજો આપની ભવ્ય જીત ગારિયાધારની બેઠક પર આમ આદમી પાર્ટીનાં ઉમેદવાર સુધીર વાઘાણી 4690 જંગી મતે વિજેતા થયા છે.જયારે દિવ્યેશ ચાવડા કોળી સમાજનાં ઉમેદવાર હોવાં છતા તેમની પણ કારમી હાર થઇ છે.સતત 6 ટર્મથી વિજેતા થતાં કેશુભાઇ નાકરાણી ની પણ હાર થતાં ગારીયાધાર ભાજપમાં સોપો...

The post ગારિયાધાર માં ન ખીલ્યુ કમળન ફેલાયો પંજો આપની ભવ્ય જીત appeared first on Karnavati 24 News.

]]>
ગારિયાધારમાં ન ખીલ્યુ કમળન ફેલાયો પંજો આપની ભવ્ય જીત ગારિયાધારની બેઠક પર આમ આદમી પાર્ટીનાં ઉમેદવાર સુધીર વાઘાણી 4690 જંગી મતે વિજેતા થયા છે.જયારે દિવ્યેશ ચાવડા કોળી સમાજનાં ઉમેદવાર હોવાં છતા તેમની પણ કારમી હાર થઇ છે.સતત 6 ટર્મથી વિજેતા થતાં કેશુભાઇ નાકરાણી ની પણ હાર થતાં ગારીયાધાર ભાજપમાં સોપો પડી ગયો હતો.ગારીયાધારનાં ભામાશા તરીકે ઓળખાતા સુધીરભાઇ વાઘાણીની ભવ્ય જીત થતા ગારિયાધારમાં કાર્યકરોમાં ખુશીનો માહોલ છવાયો છે. ગત ટર્મ 2017માં કેશુભાઈ નાકરાણીની માત્ર 1876 મતે જીત થઇ હતી. આખરે ગારિયાધારની જનતાએ ભાજપને જાકારો આપીને આપના ઉમેદવારને વિજેતા બનાવી પરીવર્તન કર્યું છે. સતત 6 ટર્મથી ચુટાઇને આવતા ભાજપના કેશુભાઇ નાકરાણીને આ વખતે આમ આદમી પાર્ટીના ઉમેદવાર સુધીર વાઘાણીએ પરાજયનો સ્વાદ ચખાડ્યો હતો અને એક રીતે જોઇએ તો ભાવનગર જિલ્લામાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી કરી છે.  ગારીયાધાર 101 વિધાન સભામાં 6 ટર્મથી ભાજપનાં કેશુભાઈ નાકરાણી વિજેતા થતા હતા.પરંતુ તેમની જીત આમઆદમી પાર્ટીનાં ઉમેદવાર સુધીરભાઇ વાઘાણી અટકાવી દિધી છે.કેશુભાઈ નાકરાણી ને 55773 મત .કોગ્રેસનાં ઉમેદવાર દિવ્યેશ ચાવડાને 14967 મત અને સુધીરભાઇ વાઘાણી ને 60463 મત મળ્યાં હતા. સુધીરભાઇ વાઘાણી ગારીયાધાર શહેર તેમજ પંથકમાં સેવાકિય પ્રવૃત્તિ સાથે સંકળાયેલાં હતા .

The post ગારિયાધાર માં ન ખીલ્યુ કમળન ફેલાયો પંજો આપની ભવ્ય જીત appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/20075/feed 0
વડગામ સીટ પર ભારે રસાકસી – જાણો જિગ્નેશ મેવાણીને લઈને શું આવ્યા પરીણામ https://karnavati24news.com/news/20029 https://karnavati24news.com/news/20029#respond Thu, 08 Dec 2022 13:54:36 +0000 https://karnavati24news.com/?p=20029 વડગામાં સીટ પર અંતિમ ઘડી સુધી ભારે રસાકસી ચાલી હતી. જિગ્નેશ મેવાણી સૌ પ્રથમ પાછળ ચાલી રહ્યા હતા ત્યારે અંતિમ તબક્કામાં મતદાન પ્રક્રીયામાં જિગ્નેશ મેવાણીને વધુ વોટ મળ્યા છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ઉમેદવારને હરાવીને ફેમસ ચહેરો એવા જીગ્નેશ મેવાણીએ ચૂંટણીમાં જીતી મેળવી છે. જીગ્નેશ મેવાણીએ વડગામ વિધાનસભા બેઠક પર ભાજપના...

The post વડગામ સીટ પર ભારે રસાકસી – જાણો જિગ્નેશ મેવાણીને લઈને શું આવ્યા પરીણામ appeared first on Karnavati 24 News.

]]>
વડગામાં સીટ પર અંતિમ ઘડી સુધી ભારે રસાકસી ચાલી હતી. જિગ્નેશ મેવાણી સૌ પ્રથમ પાછળ ચાલી રહ્યા હતા ત્યારે અંતિમ તબક્કામાં મતદાન પ્રક્રીયામાં જિગ્નેશ મેવાણીને વધુ વોટ મળ્યા છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ઉમેદવારને હરાવીને ફેમસ ચહેરો એવા જીગ્નેશ મેવાણીએ ચૂંટણીમાં જીતી મેળવી છે.

જીગ્નેશ મેવાણીએ વડગામ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મણિભાઈ વાઘેલાને હરાવ્યા છે. ગુજરાતની વડગામ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર જીગ્નેશ મેવાણીનો વિજય થયો છે. તેમને ગુજરાત કોંગ્રેસના યુવા ચહેરા તરીકે જોવામાં આવે છે. મેવાણીએ તેમના નજીકના હરીફ ભાજપના ઉમેદવાર મણિભાઈ વાઘેલાને 4 હજાર 500થી વધુ મતોથી હરાવ્યા છે.

જીગ્નેશ મેવાણી મેવાણી 2017માં અપક્ષ ઉમેદવાર તરીકે જીત્યા હતા અને તેમને કોંગ્રેસ પાર્ટીએ ટેકો આપ્યો હતો. ભાજપના ઉમેદવાર મણીભાઈ વાઘેલા અગાઉ કોંગ્રેસમાં હતા અને 2017માં ટિકિટ ન મળતા તેઓ ભાજપમાં ગયા હતા.  2012 થી 2017 સુધી વડગામના ધારાસભ્ય હતા. બીજી તરફ આમ આદમી પાર્ટી એ આ સીટ પરથી દલપત ભાટિયાને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા.

ગુજરાતની 182 વિધાનસભા બેઠકોમાંથી ભાજપ 156 બેઠકો પર આગળ છે અને કોંગ્રેસ 17 બેઠકો પર આવી ગઈ છે. પ્રથમ વખત ગુજરાતના ચૂંટણી મેદાનમાં હરણફાળ ભરી રહેલી આમ આદમી પાર્ટીને 5 બેઠકો મળી છે. જ્યારે અન્યો પણ 4 બેઠકો પર આગળ છે.

The post વડગામ સીટ પર ભારે રસાકસી – જાણો જિગ્નેશ મેવાણીને લઈને શું આવ્યા પરીણામ appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/20029/feed 0
પાટણમાં મતદાન વધુ થાય તે માટે મતદાતાઓને ભેટ સ્વરૂપે વેપારીએ એક પેન આપી https://karnavati24news.com/news/19953 https://karnavati24news.com/news/19953#respond Tue, 06 Dec 2022 10:31:26 +0000 https://karnavati24news.com/?p=19953 પાટણમાં મતદાન વધુ થાય તે માટે મતદાતાઓને ભેટ સ્વરૂપે વેપારીએ એક પેન આપી પાટણ વિધાનસભા ની બેઠકો ઉપર મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. વહેલી સવાર થી જ ઉત્સાહ સાથે મતદારો મતદાન મથકો પર જઈ મતદાન કરી રહ્યા છે. ત્યારે ચૂંટણી પંચની સતત અવેરનેસને કારણે પાટણ શહેર માં લોકો વધુ ને...

The post પાટણમાં મતદાન વધુ થાય તે માટે મતદાતાઓને ભેટ સ્વરૂપે વેપારીએ એક પેન આપી appeared first on Karnavati 24 News.

]]>
પાટણમાં મતદાન વધુ થાય તે માટે મતદાતાઓને ભેટ સ્વરૂપે વેપારીએ એક પેન આપી

પાટણ વિધાનસભા ની બેઠકો ઉપર મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. વહેલી સવાર થી જ ઉત્સાહ સાથે મતદારો મતદાન મથકો પર જઈ મતદાન કરી રહ્યા છે. ત્યારે ચૂંટણી પંચની સતત અવેરનેસને કારણે પાટણ શહેર માં લોકો વધુ ને વધુ મતદાન કરવા પ્રેરાય તે માટે પાટણ ના એક વેપારી એ અનોખો નુસ્કો અપનાવ્યો છે. મતદાન કરી ને આવનાર વ્યક્તિ ને ભેટ સ્વરૂપે એક નાની પેન આપવાની જાહેરાત કરી હતી. જેને પગલે વહેલી સવાર થી જ મતદાતાઓ મતદાન કરીને વેપારીની દુકાન અર્થે પોતાની ભેટ લેવા પહોંચ્યા હતા. ત્યારે વેપારીએ પણ દરેક મતદાતાઓને ભેટ સ્વરૂપે એક પેન આપી હતી.

વેપારીએ જણાવ્યું હતું કે, લોકશાહીના આ મહાપર્વમાં લોકો વધુને વધુ મતદાન કરે તે માટે આ રીતની જાહેરાત કરી છે. જેમાં અત્યાર સુધીમાં 200થી વધુ લોકોને પેન આપી છે. સાંજ સુધીમાં 2000 જેટલી પેન મતદાતાઓને પોતાની દુકાન પરથી પેન આપશે તેવું વેપારીએ જણાવ્યું હતું.

The post પાટણમાં મતદાન વધુ થાય તે માટે મતદાતાઓને ભેટ સ્વરૂપે વેપારીએ એક પેન આપી appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/19953/feed 0
સપનામાં પરિણામ-ગુજરાત વિધાનસભાની ચૂંટણી ના બંને તબક્કા નું મતદાન પૂર્ણ થતાં જ ઉમેદવારો પરિણામ ના ગણિત માં લાગ્યા https://karnavati24news.com/news/19942 https://karnavati24news.com/news/19942#respond Tue, 06 Dec 2022 06:21:07 +0000 https://karnavati24news.com/?p=19942 સપનામાં પરિણામ-ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાન પૂર્ણ થયા બાદ થી જ ઉમેદવારો ના મન ગણતરીમાં લાગ્યા… ગુજરાત વિધાનસભાની ચૂંટણી ૨૦૨૨ ના બંને તબક્કા નું મતદાન શાંતિપૂર્ણ માહોલ માં પૂર્ણ થયું છે,ગણતરી ના કલાકોમાં હવે ગુજરાતમાં કંઈ પાર્ટી સત્તા ના શિખર સુધી પહોંચશે તે અંગેનું ચિત્ર સ્પષ્ટ થઇ જશે,મતદાન પૂર્ણ થયા બાદ...

The post સપનામાં પરિણામ-ગુજરાત વિધાનસભાની ચૂંટણી ના બંને તબક્કા નું મતદાન પૂર્ણ થતાં જ ઉમેદવારો પરિણામ ના ગણિત માં લાગ્યા appeared first on Karnavati 24 News.

]]>
સપનામાં પરિણામ-ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાન પૂર્ણ થયા બાદ થી જ ઉમેદવારો ના મન ગણતરીમાં લાગ્યા…

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ૨૦૨૨ ના બંને તબક્કા નું મતદાન શાંતિપૂર્ણ માહોલ માં પૂર્ણ થયું છે,ગણતરી ના કલાકોમાં હવે ગુજરાતમાં કંઈ પાર્ટી સત્તા ના શિખર સુધી પહોંચશે તે અંગેનું ચિત્ર સ્પષ્ટ થઇ જશે,મતદાન પૂર્ણ થયા બાદ થી જ વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો પોતાની જીત ના દાવા કરવામાં જોતરાઈ ગયા છે,બુથ થી લઇ વિસ્તાર સુધીની બારીકાઈ પૂર્વક ની માહિતી કાર્યકરો પાસેથી ઉમેદવારો માંગી રહ્યા છે અને પોતાનું અંગત રાજકીય ગણિત ગોઠવી હાર-જીત ના દાવાઓ કરી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે,

કેટલાક ઉમેદવારો ને તો રાત્રે સપનામાં પણ હાર,જીત ના ડ્રશ્યો દેખાતા હોય તે પ્રકારની સ્થિતિ નું સર્જન મતદાન પૂર્ણ થયા બાદ થીજ જે તે ઉમેદવાર ના ચહેરાઓ ઉપર થી અનુમાન લગાવી શકાય તેમ છે,એક તરફ એક્સિટ પોલ પર ચર્ચાઓ જામી છે તો બીજી તરફ રાજકીય પાર્ટીના કાર્યાલયો માં પણ પાર્ટી આટલી બેઠકો જીતે છે,આટલી તો આવશે જ ,આ જગ્યાએ થોડા કાચા પડ્યા,અહીંયા મતદાન સારું છે,પેલા બુથ પર ઓછું છે,આ પ્રકારની ચર્ચાઓ જામી છે,

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માં કેટલીક બેઠકો ઉપર મતદાન ની ટકાવારી સારી એવી નોંધાઈ છે તો કેટલીક બેઠકો ઉપર ઓછું મતદાન પણ રાજકીય પક્ષોના ગણિત ને મુશ્કેલીઓ સમાન બનાવ્યું છે, તેવામાં હાલ કાર્યકરો થી લઇ ઉમેદવારો અને પાર્ટી હાઇ કમાન્ડ ના નેતાઓ સહિત દેશ ભર ના અનેક લોકો ની નજર ગુજરાત વિધાનસભાની ચૂંટણી ના પરિણામો ઉપર ચાતક નજરે ગોઠવાઇ હોય તેમ લાગી રહ્યું છે,ત્યારે હવે ગણતરી ના કલાકો બાદ ૮ ડિસેમ્બર ની સવાર કયા પક્ષો માટે જશ્ન અને કયા પક્ષ માટે નિરાશા લાવે છે,તેતો આવનારો સમય જ બતાડી શકે તેમ છે,

The post સપનામાં પરિણામ-ગુજરાત વિધાનસભાની ચૂંટણી ના બંને તબક્કા નું મતદાન પૂર્ણ થતાં જ ઉમેદવારો પરિણામ ના ગણિત માં લાગ્યા appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/19942/feed 0
ઓછું મતદાન કોણુ ગણિત બગાડશે.? શરૂ થયેલો ચર્ચાનું દોર ? https://karnavati24news.com/news/19928 https://karnavati24news.com/news/19928#respond Tue, 06 Dec 2022 06:09:09 +0000 https://karnavati24news.com/?p=19928 દાહોદ જિલ્લામાં ગત વર્ષ કરતા બે પાંચ ટકા ઓછું મતદાન થવાનું અણસાર લાગી રહ્યું છે.જોકે વહેલી સવારથી  વહેલી સવારથી જ શરૂ થયેલા મતદાનમાં થોડી નીરસતા જણાઈ હતી. પરંતુ જેમ જેમ દિવસ ઉગતો ગયો તેમ તેમ મતદાન મથકો ઉપર મતદારોની કતારો જોવા મળી હતી.એકધારું ચાલતું મતદાન બપોરે થોડુંક ધીમું પડ્યું હતું.પરંતુ...

The post ઓછું મતદાન કોણુ ગણિત બગાડશે.? શરૂ થયેલો ચર્ચાનું દોર ? appeared first on Karnavati 24 News.

]]>
દાહોદ જિલ્લામાં ગત વર્ષ કરતા બે પાંચ ટકા ઓછું મતદાન થવાનું અણસાર લાગી રહ્યું છે.જોકે વહેલી સવારથી  વહેલી સવારથી જ શરૂ થયેલા મતદાનમાં થોડી નીરસતા જણાઈ હતી. પરંતુ જેમ જેમ દિવસ ઉગતો ગયો તેમ તેમ મતદાન મથકો ઉપર મતદારોની કતારો જોવા મળી હતી.એકધારું ચાલતું મતદાન બપોરે થોડુંક ધીમું પડ્યું હતું.પરંતુ સાડા ત્રણ વાગ્યા પછી એટલે કે છેલ્લા દોઢ કલાકમાં શહેરી વિસ્તારના મતદારો પણ મતદાન મથકો સુધી મતદાન કરવા માટે પહોંચ્યા હતા.જોકે આ વખતે ગ્રામીણ વિસ્તારોમાં પણ મતદાનનો ઉત્સાહ જોવા મળ્યો હતો.અનેક અટકળો વચ્ચે રાજકીય પક્ષો એકબીજા પર આક્ષેપ કરી સામાન્ય ફરિયાદો કરી હતી.પરંતુ તેમાં કોઈ તથ્ય ન જણાતા દાહોદના ચૂંટણી પંચે હાશકારો લીધો હતો. તો ઉચવાણીયા તરફ મધ્યપ્રદેશના લોકો આવીને મતદાન કરી રહ્યા હોવાની પહેલી ફરિયાદમાં સ્થળ ચકાસણી કરતા આમ આદમી પાર્ટીના એક સમર્થક ને કોઈપણ પુરાવો ન લઈને જતા એટલે મતદાન માટેનું કોઈ પણ જરૂરી પુરાવો ન જણાતા તેણે રોકવામાં આવ્યું હતું.અને તેના કારણે આક્ષેપ કરાય હોવાનું ફલિત થયું છે.એકંદરે દાહોદમાં છ એ છ વિધાનસભા સીટ પર પૂર્વાનુંમાન  મુજબ કોઈ લોહિયાળ જંગ ન ખેલાતા અને શાંતિપૂર્ણ રીતે મતદાન થતાં તમામ રાજકીય પક્ષોમાં એક પ્રકારની અસમંજસતાનો જન્મ થવા પામ્યો છે.જોકે તમામ રાજકીય પક્ષોએ જંગી બહુમતીથી વિજય થવાના વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

 

 

ત્યારે દાહોદ જિલ્લામાં ચૂંટણી જંગ ચૂંટણી પરિણામ બાદ જ ખબર પડશે. હાલ દાહોદ જિલ્લાના 35 ઉમેદવારોના ભાવી ઇવીએમમાં સીલ થયા છે.ત્યારે આઠમી તારીખે મત ગણતરી માટે ની તૈયારીઓમાં પણ રાષ્ટ્રીય પક્ષો લાગી ગયા છે.દાહોદ જિલ્લામાં 2017ની ચૂંટણીમાં લીમખેડા 70, બારીયા 72, દાહોદ 68, ઝાલોદ 64, ગરબાડા 59, તેમજ ફતેપુરામાં 64 ટકા મળી જિલ્લાનું કુલ 68.20 ટકા મતદાન નોંધાયું હતું. જયારે આ વખતે 2022 ની ચૂંટણીમાં ફતેપુરામાં 52.08, ટકા, ઝાલોદમાં 54.54, લીમખેડા 65.20, દાહોદ 56.45, ગરબાડા,48.10, દે. બારીયા 60.48 એટલે સરેરાશ 55.80 ટકા મતદાન થવા પામ્યું છે.છેલ્લી ગણતરી પ્રમાણે દાહોદ જિલ્લાનું મતદાન 58 થી 60 ટકા વચ્ચેનું રહેવાનો અંદાજો સેવાઈ રહ્યો છે તો આ વખતે 15 લાખથી વધુ મતદારો પૈકી 4,39,522 જેટલાં પુરુષ મતદારોએ જયારે 4,44,868 મહિલાઓએ પોતાનો મતાઅધિકારનો ઉપયોગ કરી કર્યો હતો.ગત વિધાનસભાની ચૂંટણી સાથે સરખાવીએ તો દાહોદમાં ગત ચૂંટણીની પેટર્ન પ્રમાણે ચાલુ વિધાનસભાની ચૂંટણીમાં એજ પેટર્ન પ્રમાણે જે સીટ પર ઓછું મતદાન થયું હતું. ત્યાં ઓછું જ થવા પામ્યું હતું. અને જે સીટ પર વધુ મતદાન નોંધાયું હતું.ત્યાં આ વખતે વધુ મતદાન નોંધાયું હતું.

The post ઓછું મતદાન કોણુ ગણિત બગાડશે.? શરૂ થયેલો ચર્ચાનું દોર ? appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/19928/feed 0
બેઠક પ્રમાણે મતદાનની ટકાવારી https://karnavati24news.com/news/19925 https://karnavati24news.com/news/19925#respond Mon, 05 Dec 2022 14:13:18 +0000 https://karnavati24news.com/?p=19925 તમામ જિલ્લા અને બેઠકનું મતદાન બીજા તબ્બકાનું (ગુજરાત) મતદાન : 58.80% થયું છે.   બેઠક પ્રમાણે મતદાનની ટકાવારી (1)

The post બેઠક પ્રમાણે મતદાનની ટકાવારી appeared first on Karnavati 24 News.

]]>
તમામ જિલ્લા અને બેઠકનું મતદાન
બીજા તબ્બકાનું (ગુજરાત) મતદાન : 58.80% થયું છે.

 

બેઠક પ્રમાણે મતદાનની ટકાવારી (1)

The post બેઠક પ્રમાણે મતદાનની ટકાવારી appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/19925/feed 0
આણંદ જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાંથી જાણો સૌથી વધુ મતો કોના https://karnavati24news.com/news/19785 https://karnavati24news.com/news/19785#respond Sat, 03 Dec 2022 07:25:25 +0000 https://karnavati24news.com/?p=19785 આણંદ જિલ્લામાં બીજા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે. ત્યારે મતદાનને ધ્યાનમાં રાખીને તૈયારીઓ ચૂંટણી પંચ દ્વારા તેજ કરી દેવામાં આવી છે ત્યારે ગ્રામ્યમાં શહેરી વિસ્તારોની સરખામણીઓ મતદાન મથકો વધુ છે. આણંદ જિલ્લામાં કુલ 1810 મતદાન મથકોમાંથી 465 શહેરી વિસ્તારમાં અને 1345 ગ્રામ્ય વિસ્તારમાં છે. આણંદ જિલ્લાની અંદર 7 વિધાનસભા...

The post આણંદ જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાંથી જાણો સૌથી વધુ મતો કોના appeared first on Karnavati 24 News.

]]>
આણંદ જિલ્લામાં બીજા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે. ત્યારે મતદાનને ધ્યાનમાં રાખીને તૈયારીઓ ચૂંટણી પંચ દ્વારા તેજ કરી દેવામાં આવી છે ત્યારે ગ્રામ્યમાં શહેરી વિસ્તારોની સરખામણીઓ મતદાન મથકો વધુ છે. આણંદ જિલ્લામાં કુલ 1810 મતદાન મથકોમાંથી 465 શહેરી વિસ્તારમાં અને 1345 ગ્રામ્ય વિસ્તારમાં છે.

આણંદ જિલ્લાની અંદર 7 વિધાનસભા બેઠકો છે જેમાં કુલ 1,810 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. જેમાંથી 465 મતદાન મથકો શહેરી વિસ્તારોમાં અને 1345 મતદાન મથકો ગ્રામ્ય વિસ્તારમાં આવેલા છે. પ્રથમ તબક્કામાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં અપેક્ષાની સરખામણીએ નિરાશાજન મતદાન જોવા મળ્યું છે. ત્યારે ઉત્તર ગુજરાત અને મધ્યગુજરાત પર સૌ કોઈની દ્રષ્ટી છે. ત્યારે ભાજપ માટે મધ્ય ગુજરાત દર વખતે ફળે છે ત્યારે આ વખતે નેતાઓ પણ સાવધ બન્યા છે અને વધુ મતદાનને લઈને આશા રાખી રહ્યા છે.

આણંદ વિધાનસભા વિસ્તારો પણ મહત્વના છે. આ મતદાન મથકોમાં શહેરી વિસ્તારમાં 67 મતદાન મથકો અને ખંભાત વિધાનસભા મત વિસ્તારમાં છે જ્યારે ખંભાત ગ્રામ્ય વિસ્તારમાં 173 મતદાન મથકો છે. બોરસદ વિધાનસભા મત વિસ્તારમાં 48 અને ગ્રામ્ય વિસ્તારમાં 216 મળી મથકો છે. આંકલાવ વિધાનસભા મતવિસ્તારમાં, શહેરી વિસ્તારોમાં 16 અને ગ્રામ્ય વિસ્તારોમાં 226 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે.

આણંદ વિધાનસભા મત વિસ્તારમાં 301 મતદાન મથકો પૈકી 214 શહેરી વિસ્તારમાં અને 87 ગ્રામ્ય વિસ્તારમાં, પેટલાદ વિધાનસભા મત વિસ્તારમાં 239 મતદાન મથકો પૈકી 43 મતદાન મથકો શહેરી વિસ્તારમાં અને 196 મતદાન મથકો અને સોજીત્રા વિધાનસભા મત વિસ્તારમાં 196 મતદાન મથકો છે. જેમાં 13 મતદાન મથકો શહેરી વિસ્તારોમાં જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં 222 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે.

The post આણંદ જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાંથી જાણો સૌથી વધુ મતો કોના appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/19785/feed 0
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: આજે પ્રથમ તબક્કાનું મતદાન ચાલુ, જાણો કયા જિલ્લામાં કેટલું મતદાન થયું? https://karnavati24news.com/news/19705 https://karnavati24news.com/news/19705#respond Thu, 01 Dec 2022 06:57:05 +0000 https://karnavati24news.com/?p=19705 ગુજરાત વિધાનસભા માટે બે તબક્કાના પ્રથમ તબક્કાનું મતદાન શરુ થઈ ગયું છે. આજે પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે.  પ્રથમ તબક્કામાં દક્ષિણ ગુજરાત અને કચ્છ-સૌરાષ્ટ્ર પ્રદેશના 19 જિલ્લાઓમાં 788 ઉમેદવારો મેદાનમાં છે. મતદાન સવારે 8 વાગ્યાથી થયું અને સાંજે 5.30 વાગ્યા સુધી ચાલશે. પ્રથમ તબક્કા હેઠળ વિધાનસભા...

The post ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: આજે પ્રથમ તબક્કાનું મતદાન ચાલુ, જાણો કયા જિલ્લામાં કેટલું મતદાન થયું? appeared first on Karnavati 24 News.

]]>
ગુજરાત વિધાનસભા માટે બે તબક્કાના પ્રથમ તબક્કાનું મતદાન શરુ થઈ ગયું છે. આજે પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે.  પ્રથમ તબક્કામાં દક્ષિણ ગુજરાત અને કચ્છ-સૌરાષ્ટ્ર પ્રદેશના 19 જિલ્લાઓમાં 788 ઉમેદવારો મેદાનમાં છે. મતદાન સવારે 8 વાગ્યાથી થયું અને સાંજે 5.30 વાગ્યા સુધી ચાલશે. પ્રથમ તબક્કા હેઠળ વિધાનસભા ક્ષેત્રોમાં કુલ 2,39,76,670 મતદારો નોંધાયેલા છે. જેમાં 1,24,33,362 પુરૂષ, 1,15,42,811 મહિલા અને 497 ત્રીજા લિંગના મતદારોનો સમાવેશ થાય છે.

અત્યાર સુધીમાં સુરતમાં 6%, રાજકોટ 8%, જામનગર 6%, કચ્છ 7%,  સુરેન્દ્રનગર 7%, મોરબી 7%, અમરેલી 7%, ભાવનગર 7%, ગીરસોમનાથ 8%, તાપી 8%, ડાંગ 8%, દ્વારકા 7%, પોરબંદર 8%, જૂનાગઢ 7%, બોટાદ 6%, નર્મદા 6%, ભરૂચ 8%, વલસાડ 7% મતદાન નોંધાયું છે.

અબડાસા – 9.30 ટકા
વ્યારા 9.13 ટકા
ડાંગ 9.76 ટકા
કપરાડા 11.20 ટકા
ધ્રાંગધ્રા 8.29 ટકા
માંડવી 10.22 ટકા
માંગરોળ 7.67 ટકા
નવસારી 6.68 ટકા
નિઝર 9.35 ટકા
જેતપુર – 8.17 ટકા
ભુજ – 7.8 ટકા
સોમનાથ 7.2 ટકા
કોડીનાર 7.5 ટકા
તલાલા 7.9 ટકા
ધારી 6.4 ટકા
અમરેલી 8.1 ટકા
લાઠી 4.9 ટકા
સાવરકુંડલા 5.5 ટકા
રાજુલા 6.4 ટકા
મહુવા 5.9 ટકા

ગુજરાતમાં પ્રથમ તબક્કાના મતદાન માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગુજરાતના ડીજીપી આશિષ ભાટિયાના જણાવ્યા અનુસાર આ માટે વધારાના દળો તૈનાત કરવામાં આવ્યા છે, અર્ધલશ્કરી દળો પણ તૈનાત છે. લોકો કોઈપણ જાતના ડર વગર મતદાન કરી શકે તે માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.

The post ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: આજે પ્રથમ તબક્કાનું મતદાન ચાલુ, જાણો કયા જિલ્લામાં કેટલું મતદાન થયું? appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/19705/feed 0
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: રવિન્દ્ર જાડેજાનો માસ્ટરસ્ટ્રોક, વોટિંગ પહેલા આપી દીધી ગુજરાતીઓને બાળાસાહેબ ઠાકરે સ્ટાઇલમાં આવી સલાહ https://karnavati24news.com/news/19704 https://karnavati24news.com/news/19704#respond Thu, 01 Dec 2022 06:56:48 +0000 https://karnavati24news.com/?p=19704 ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પૂરો થઈ ગયો છે. આજે પ્રથમ તબક્કામાં ગુજરાતની 89 બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે. ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને તેમની પત્ની ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રીવાબા જાડેજાએ પણ મતદાન કર્યું હતું. મતદાન કરતા પહેલા, જાડેજાએ એક વીડિયો શેર કરતા ગુજરાતીઓને પીએમ નરેન્દ્ર મોદી પર...

The post ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: રવિન્દ્ર જાડેજાનો માસ્ટરસ્ટ્રોક, વોટિંગ પહેલા આપી દીધી ગુજરાતીઓને બાળાસાહેબ ઠાકરે સ્ટાઇલમાં આવી સલાહ appeared first on Karnavati 24 News.

]]>
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પૂરો થઈ ગયો છે. આજે પ્રથમ તબક્કામાં ગુજરાતની 89 બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે. ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને તેમની પત્ની ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રીવાબા જાડેજાએ પણ મતદાન કર્યું હતું. મતદાન કરતા પહેલા, જાડેજાએ એક વીડિયો શેર કરતા ગુજરાતીઓને પીએમ નરેન્દ્ર મોદી પર શિવસેનાના પૂર્વ સુપ્રીમો બાળાસાહેબ ઠાકરે વાળી સલાહ આપી દીધી.

ભારતીય ક્રિકેટર જાડેજા પોતાની પત્નીના સમર્થનમાં ખુલ્લેઆમ સામે આવ્યા છે. તેમણે પત્ની રીવાબા માટે પણ જોરદાર પ્રચાર કર્યો છે. ભાજપે જામનગર ઉત્તર બેઠક પરથી રીવાબાને ટિકિટ આપી છે. જાડેજાએ ટ્વીટ કરીને લખ્યું- હજુ સમય છે સમજી જાઓ ગુજરાતીઓ. આ વીડિયો બાળાસાહેબ ઠાકરેનો જૂનો વીડિયો છે, જેમાં તેઓ કહેતા જોવા મળે છે કે જો મોદીની ગુજરાતમાંથી સરકાર ગઈ તો ગુજરાત ગયું.

તેઓ કહેતા દેખાઈ રહ્યા છે – મારી પાસે કહેવા માટે માત્ર એટલું જ છે કે જો નરેન્દ્ર મોદી ગયા તો ગુજરાત ગયું. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. નોંધનીય છે કે રીવાબા 2019માં ભાજપમાં જોડાયા ત્યારથી તે સતત રાજકારણમાં સક્રિય છે.

બીજી તરફ રવીન્દ્ર જાડેજા ઈજાના કારણે ન્યુઝીલેન્ડ પ્રવાસ પર જઈ શક્યો નથી. તે એશિયા કપ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. તે પછી તે ઓસ્ટ્રેલિયા દ્વારા યોજાનાર ટી20 વર્લ્ડ કપ 2022માંથી પણ બહાર થઈ ગયો હતો. રસપ્રદ વાત એ છે કે રવિન્દ્ર જાડેજાની સગી બહેન નયના જાડેજા અને તેના પિતા કોંગ્રેસ સાથે જોડાયેલા છે. બંનેએ કોંગ્રેસ માટે ખૂબ પ્રચાર કર્યો હતો.

The post ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: રવિન્દ્ર જાડેજાનો માસ્ટરસ્ટ્રોક, વોટિંગ પહેલા આપી દીધી ગુજરાતીઓને બાળાસાહેબ ઠાકરે સ્ટાઇલમાં આવી સલાહ appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/19704/feed 0