Business Archives - Karnavati 24 News https://karnavati24news.com/news/category/business-2 Mon, 01 May 2023 12:37:16 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.7.2 https://karnavati24news.com/wp-content/uploads/2020/07/2020-07-28-2.png Business Archives - Karnavati 24 News https://karnavati24news.com/news/category/business-2 32 32 માઈક્રોસોફ્ટનો મોટો નિર્ણય, હવે કંપની નહીં બનાવે પોતાનું માઉસ, કીબોર્ડ અને વેબકેમ https://karnavati24news.com/news/25146 https://karnavati24news.com/news/25146#respond Mon, 01 May 2023 12:37:16 +0000 https://karnavati24news.com/?p=25146 માઇક્રોસોફ્ટે હવે તેની પોતાની બ્રાન્ડ હેઠળ માઉસ, કીબોર્ડ અને વેબકેમનું ઉત્પાદન નહીં કરવાનો નિર્ણય લીધો છે. માઇક્રોસોફ્ટ સરફેસ-બ્રાન્ડેડ પીસી એસેસરીઝ બનાવશે જેમાં માઉસ, કીબોર્ડ, પેન અને ઘણું બધું સામેલ છે. એક મીડિયા રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે માઈક્રોસોફ્ટ મુજબ, આ પગલાથી યુઝર્સને Microsoft-બ્રાન્ડેડ PC હાર્ડવેરની...

The post માઈક્રોસોફ્ટનો મોટો નિર્ણય, હવે કંપની નહીં બનાવે પોતાનું માઉસ, કીબોર્ડ અને વેબકેમ appeared first on Karnavati 24 News.

]]>
માઇક્રોસોફ્ટે હવે તેની પોતાની બ્રાન્ડ હેઠળ માઉસ, કીબોર્ડ અને વેબકેમનું ઉત્પાદન નહીં કરવાનો નિર્ણય લીધો છે. માઇક્રોસોફ્ટ સરફેસ-બ્રાન્ડેડ પીસી એસેસરીઝ બનાવશે જેમાં માઉસ, કીબોર્ડ, પેન અને ઘણું બધું સામેલ છે. એક મીડિયા રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે માઈક્રોસોફ્ટ મુજબ, આ પગલાથી યુઝર્સને Microsoft-બ્રાન્ડેડ PC હાર્ડવેરની ઍક્સેસ મળશે નહીં, જે 1983માં વર્ડ અને નોટપેડ સાથે બંડલ કરવામાં આવ્યું હતું. માઇક્રોસોફ્ટના વરિષ્ઠ સંચાર મેનેજર ડેન લેકોકે જણાવ્યું, અમે આગળ વધતા સરફેસ બ્રાન્ડ હેઠળ અમારા વિન્ડોઝ પીસી એસેસરીઝ પોર્ટફોલિયો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ.

સરફેસ-બ્રાન્ડેડ એસેસરીઝ બનાવશે કંપની

તેમણે વધુમાં કહ્યું, અમે સરફેસ-બ્રાન્ડેડ પીસી એસેસરીઝની શ્રેણી રજૂ કરવાનું ચાલુ રાખીશું, જેમાં માઉસ, કીબોર્ડ, પેન, ડોક્સ, અનુકૂલનશીલ એસેસરીઝ વગેરે સામેલ છે. હાલની (જેનું ઉત્પાદન થઈ ચૂક્યું છે) માઇક્રોસોફ્ટ બ્રાન્ડેડ પીસી એસેસરીઝ જેમ કે માઉસ, કીબોર્ડ અને વેબકેમનું વેચાણ વર્તમાન ભાવે ચાલુ રહેશે, આ પછી તેનું ઉત્પાદન કરવામાં આવશે નહીં.

આ સિવાય, અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે એસેસરીઝના સરફેસ ફેમિલીમાં ઘણા શ્રેષ્ઠ કીબોર્ડ અને માઉસ સામેલ હશે, પરંતુ તે માઇક્રોસોફ્ટ-બ્રાન્ડેડ વિકલ્પો કરતાં વધુ ખર્ચાળ હશે.

જો કે, તે સ્પષ્ટ નથી કે માઇક્રોસોફ્ટ સરફેસ એસેસરીઝને વધુ બજેટ સ્તરે રજૂ કરશે અથવા સંપૂર્ણ રીતે વધુ પ્રીમિયમ એસેસરીઝમાં જ બનાવવામાં આવશે. દરમિયાન માઇક્રોસોફ્ટે $52.9 બિલિયનનું વેચાણ નોંધાવ્યું છે.

The post માઈક્રોસોફ્ટનો મોટો નિર્ણય, હવે કંપની નહીં બનાવે પોતાનું માઉસ, કીબોર્ડ અને વેબકેમ appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/25146/feed 0
મુશ્કેલીમાં ઘેરાયેલા અલીબાબાના અબજોપતિ જેક માએ શોધી કાઢી નવી નોકરી, જાપાનમાં કરી રહ્યા છે આ કામ https://karnavati24news.com/news/25145 https://karnavati24news.com/news/25145#respond Mon, 01 May 2023 12:36:31 +0000 https://karnavati24news.com/?p=25145 ચીનની સરકાર સાથે પંગો લઈને મુશ્કેલીઓનો સામનો કરી રહેલા દિગ્ગજ ઉદ્યોગપતિ અને ચીનની દિગ્ગજ ઈ-કોમર્સ કંપની અલીબાબા ગ્રુપના સ્થાપક જેક મા ઘણા વર્ષો ગાયબ રહ્યા બાદ હવે સામે આવ્યા છે. જેક મા ચીન છોડીને જાપાનમાં સ્થાયી થયા છે, જ્યાં તેઓ નવી નોકરીમાં જોડાયા છે. જેક મા ટોક્યો કોલેજમાં ગેસ્ટ લેક્ચરર...

The post મુશ્કેલીમાં ઘેરાયેલા અલીબાબાના અબજોપતિ જેક માએ શોધી કાઢી નવી નોકરી, જાપાનમાં કરી રહ્યા છે આ કામ appeared first on Karnavati 24 News.

]]>
ચીનની સરકાર સાથે પંગો લઈને મુશ્કેલીઓનો સામનો કરી રહેલા દિગ્ગજ ઉદ્યોગપતિ અને ચીનની દિગ્ગજ ઈ-કોમર્સ કંપની અલીબાબા ગ્રુપના સ્થાપક જેક મા ઘણા વર્ષો ગાયબ રહ્યા બાદ હવે સામે આવ્યા છે. જેક મા ચીન છોડીને જાપાનમાં સ્થાયી થયા છે, જ્યાં તેઓ નવી નોકરીમાં જોડાયા છે. જેક મા ટોક્યો કોલેજમાં ગેસ્ટ લેક્ચરર હશે, જે ટોક્યોની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીની સંશોધન સંસ્થા છે.

સોમવારે આ માહિતી આપતા યુનિવર્સિટીએ કહ્યું કે જેક મા ટકાઉ કૃષિ અને ખાદ્ય ઉત્પાદનમાં સંશોધન કરશે. જેક મા એક પરોપકારી સંસ્થા જેક મા ફાઉન્ડેશનના વડા પણ છે. તેમાં વધુમાં જણાવ્યું કે તે વિદ્યાર્થીઓ અને શિક્ષકગણ સાથે “ઉદ્યોગ સાહસિકતા, કોર્પોરેટ મેનેજમેન્ટ અને નવીનતા અંગેનો તેમનો સમૃદ્ધ અનુભવ અને અગ્રણી જ્ઞાન” શેર કરશે.

યુનિવર્સિટીએ જણાવ્યું કે તેમની નિમણૂક સોમવારે શરૂ થઈ અને ઓક્ટોબરના અંત સુધી ચાલશે. જેક માએ 1990ના દાયકામાં ઈ-કોમર્સ ફર્મ અલીબાબાની સ્થાપના કરી હતી અને તે એક સમયે ચીનના સૌથી ધનિક વ્યક્તિ હતા.

ચાઇનીઝ રેગ્યુલેટર્સે 2020માં અલીબાબા ગ્રૂપના નાણાકીય સંલગ્ન એન્ટ ગ્રૂપ દ્વારા IPO માટેની યોજનાને રોકી દીધી હતી. આ સિવાય અલીબાબાને પણ તપાસના સ્કેનર હેઠળ લાવવામાં આવ્યા હતા. આવું ત્યારે થયું જયારે તેમણે શાંઘાઈમાં ભાષણ દરમિયાન ચીનના નિયમનકારો અને નાણાકીય વ્યવસ્થાની ટીકા કરી હતી.

The post મુશ્કેલીમાં ઘેરાયેલા અલીબાબાના અબજોપતિ જેક માએ શોધી કાઢી નવી નોકરી, જાપાનમાં કરી રહ્યા છે આ કામ appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/25145/feed 0
ટિપ્સ / PPFમાં આવી રીતે કરો રોકાણ, નિવૃત્તિ પર મળશે 1 કરોડ રૂપિયા https://karnavati24news.com/news/24881 Sat, 15 Apr 2023 12:48:11 +0000 https://karnavati24news.com/news/24881 EPFO Scheme: પીએફ ખાતાધારકો (PF Account Holder) માટે સારા સમાચાર સામે આવ્યા છે. કારણ કે ઈપીએફઓ (EPFO) ​​ઓછી આવક ધરાવતા લોકો માટે પણ એક શાનદાર સ્કીમ લઈને આવ્યું છે. નાની બચત યોજનામાં રોકાણ કરતા લોકો પણ કરોડપતિ બનવાનું સપનું જોઈ શકે છે. પીપીએફ (PPF) ની આ સ્કીમ સબસ્ક્રાઈબર્સને 100 ટકા...

The post ટિપ્સ / PPFમાં આવી રીતે કરો રોકાણ, નિવૃત્તિ પર મળશે 1 કરોડ રૂપિયા appeared first on Karnavati 24 News.

]]>
EPFO Scheme: પીએફ ખાતાધારકો (PF Account Holder) માટે સારા સમાચાર સામે આવ્યા છે. કારણ કે ઈપીએફઓ (EPFO) ​​ઓછી આવક ધરાવતા લોકો માટે પણ એક શાનદાર સ્કીમ લઈને આવ્યું છે. નાની બચત યોજનામાં રોકાણ કરતા લોકો પણ કરોડપતિ બનવાનું સપનું જોઈ શકે છે. પીપીએફ (PPF) ની આ સ્કીમ સબસ્ક્રાઈબર્સને 100 ટકા સારું રિટર્ન આપે છે. આપને જણાવી દઈએ કે, હાલમાં પબ્લિક પ્રોવિડન્ટ એકાઉન્ટ પર 8.1%ના દરે વ્યાજ મળી રહ્યું છે. પરંતુ જો તમે નિવૃત્તિ સુધી ધીરજ રાખી શકો તો આ નાની રકમ તમને 1 કરોડ સુધી આપી શકે છે.

આ છે ગણિત

વેલ્થ મેનેજમેન્ટ, ટ્રાન્સસેન્ડ કન્સલ્ટન્ટ્સના ડાયરેક્ટર કાર્તિક ઝવેરીના જણાવ્યા મુજબ, PPF એકાઉન્ટ મેચ્યોરિટી વર્ષ દરમિયાન ફોર્મ 16-H સબમિટ કરીને PPF એકાઉન્ટને પાંચ વર્ષના બ્લોકમાં વધારી શકાય છે. પીપીએફ ખાતાના વિસ્તરણ માટે તેને વધુ પાંચ વર્ષ માટે વધારી શકાય છે. એટલે કે, આ ફોર્મ 15મા, 20મા, 25મા વર્ષે ઉપયોગી છે, આ ફોર્મ ભરીને તમે 30 વર્ષ માટે પીપીએફ (PPF) માં રૂપિયા જમા કરાવી શકો છો. જે તમારી વૃદ્ધાવસ્થાને સંવારી દેશે. કારણ કે આ નાની રકમ તમને 30 વર્ષ પછી કરોડોમાં મળશે.

આ પણ મળે છે લાભ

આપને જણાવી દઈએ કે, EPFO ​​માં રોકાણ કરવાથી તમને તમારા રૂપિયા અને વ્યાજ તો મળે જ છે, પરંતુ તમને બીજી ઘણી સુવિધાઓ પણ આપવામાં આવે છે. જો કે, મોટાભાગના ગ્રાહકો સુવિધાઓનો લાભ લઈ શકતા નથી. જાણકારી અનુસાર દરેક ખાતાધારકોને હેલ્થ ઈન્સ્યોરન્સ, બોનસ અને એડવાન્સની સુવિધા પણ આપવામાં આવે છે. સભ્યને 50 હજાર રૂપિયાનું વધારાનું બોનસ પણ આપવામાં આવે છે. 7 લાખનો વીમો લેવાની પણ જોગવાઈ છે. જો કે, આ સુવિધાઓનો લાભ લેવા માટે તમારે ઘણી શરતો પૂરી કરવી પડશે.

The post ટિપ્સ / PPFમાં આવી રીતે કરો રોકાણ, નિવૃત્તિ પર મળશે 1 કરોડ રૂપિયા appeared first on Karnavati 24 News.

]]>
રેલવે ટ્રેક પર કેમ પાથરવામાં આવે છે પથ્થર? ક્યારેય વિચાર્યુ છે ખરાં, હકીકત જાણીને માથું ચકરાઈ જશે https://karnavati24news.com/news/24879 Sat, 15 Apr 2023 12:48:10 +0000 https://karnavati24news.com/news/24879 Reason for Stone on Railway Track: તમે ઘણી વખત ટ્રેનમાં મુસાફરી કરી હશે. આ મુસાફરી દરમિયાન તમે જોયું હશે કે રેલવે ટ્રેક પર પથ્થરો પથરાયેલા હોય છે. છેવટે, આ પત્થરોનો ટ્રેનની કામગીરી સાથે શું સંબંધ છે. શું તમે ક્યારેય આ તરફ ધ્યાન આપ્યું છે? જો નહીં તો ચિંતા કરવાની કોઈ...

The post રેલવે ટ્રેક પર કેમ પાથરવામાં આવે છે પથ્થર? ક્યારેય વિચાર્યુ છે ખરાં, હકીકત જાણીને માથું ચકરાઈ જશે appeared first on Karnavati 24 News.

]]>
Reason for Stone on Railway Track: તમે ઘણી વખત ટ્રેનમાં મુસાફરી કરી હશે. આ મુસાફરી દરમિયાન તમે જોયું હશે કે રેલવે ટ્રેક પર પથ્થરો પથરાયેલા હોય છે. છેવટે, આ પત્થરોનો ટ્રેનની કામગીરી સાથે શું સંબંધ છે. શું તમે ક્યારેય આ તરફ ધ્યાન આપ્યું છે? જો નહીં તો ચિંતા કરવાની કોઈ વાત નથી, આજે અમે તમને તેના મોટા તર્ક વિશે વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ.

રેલવે ટ્રેક પર પથ્થર કેમ પાથરવામાં આવે છે (Stone on Railway Track)

ટ્રેન પસાર થાય છે તો કંપન થતુ નથી

રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ, જ્યારે કોઈ ટ્રેન પાટા પર ખૂબ જ ઝડપે દોડે છે, તો તેનાથી  ખૂબ જ અવાજ અને કંપન થાય છે. આ કંપન-અવાજ ઘટાડવા માટે પાટા પર પથ્થરો પથરાયેલા હોય છે. આ પથ્થરોને બેલાસ્ટ પણ કહેવામાં આવે છે. આ પથ્થરો અવાજ અને કંપનને શોષી લે છે, જેથી ટ્રેનમાં બેઠેલા લોકો અને બહાર ઊભેલા લોકો મુશ્કેલીમાંથી બચી જાય છે.

ટ્રેક પર ગંદકી નથી થતી

જ્યારે કોઈ ટ્રેન મોટા રેલવે સ્ટેશનો પર લાંબા સમય સુધી ઉભી રહે છે, ત્યારે તેમાં બેઠેલા લોકો દ્વારા શૌચાલયના ઉપયોગને કારણે નીચે ટ્રેક પર ગંદકી થતી રહે છે. આવી સ્થિતિમાં, ટ્રેક પર પડતા પથ્થરો તે ગંદકીને શોષી લે છે. જો તે પથ્થરો (Stone on Railway Track) ટ્રેક પર ન હોય તો ગંદકીના ઢગલા થઈ જાય અને લોકો માટે એક મિનિટ પણ ઊભા રહેવું મુશ્કેલ બની જાય.

સ્લીપર્સને અંદર જતા અટકાવે છે

રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ, ટ્રેક પર પાટા રાખવા માટે કોંક્રીટના બનેલા સ્લીપર્સ લગાવવામાં આવ્યા છે. ટ્રેક પર નાખવામાં આવેલા આવેલા પથ્થરો તે સ્લીપર્સને ફેલાતા અટકાવે છે. જો આમ ન કરવામાં આવે તો ટ્રેન પાટા પરથી ઉતરી શકે છે, જેના કારણે મોટી દુર્ઘટના થઈ શકે છે. આ પત્થરો (Stone on Railway Track) ટ્રેક પર ઝાડીઓને ઉગતા અટકાવે છે.

The post રેલવે ટ્રેક પર કેમ પાથરવામાં આવે છે પથ્થર? ક્યારેય વિચાર્યુ છે ખરાં, હકીકત જાણીને માથું ચકરાઈ જશે appeared first on Karnavati 24 News.

]]>
કેન્દ્ર સરકારે આપી મોટી ભેટ: જનધન ખાતા ધારકને મળી રહ્યા છે 10 હજાર રૂપિયા રૂપિયા, આવી રીતે કરો અરજી https://karnavati24news.com/news/24877 Sat, 15 Apr 2023 12:48:08 +0000 https://karnavati24news.com/news/24877 PM Jan Dhan Account: કેન્દ્ર સરકાર (Central Government) દ્વારા ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે, જેમાં ગરીબોને આર્થિક સહાયથી લઈને મફત રાશન સુધીની સુવિધાઓ આપવામાં આવી રહી છે. હવે જન ધન ખાતું (JanDhan Account) ધરાવતા લોકો માટે સારા સમાચાર આવી રહ્યા છે. જન ધન ખાતા ધારકો (Pradhan Mantri Jan Dhan...

The post કેન્દ્ર સરકારે આપી મોટી ભેટ: જનધન ખાતા ધારકને મળી રહ્યા છે 10 હજાર રૂપિયા રૂપિયા, આવી રીતે કરો અરજી appeared first on Karnavati 24 News.

]]>
PM Jan Dhan Account: કેન્દ્ર સરકાર (Central Government) દ્વારા ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે, જેમાં ગરીબોને આર્થિક સહાયથી લઈને મફત રાશન સુધીની સુવિધાઓ આપવામાં આવી રહી છે. હવે જન ધન ખાતું (JanDhan Account) ધરાવતા લોકો માટે સારા સમાચાર આવી રહ્યા છે. જન ધન ખાતા ધારકો (Pradhan Mantri Jan Dhan Yojana) ને કેન્દ્ર સરકાર દ્વારા પૂરા 10 હજાર રૂપિયા આપવામાં આવે છે. દેશના 47 કરોડથી વધુ ખાતાધારકોને આનો લાભ મળશે, પરંતુ તમારે આ રૂપિયા માટે અરજી કરવી પડશે. આવો તમને જણાવીએ કે સરકાર કોને 10 હજાર રૂપિયાની ભેટ આપી રહી છે.

47 કરોડ લોકોને થશે ફાયદો

પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ દેશભરમાં અત્યાર સુધીમાં 47 કરોડથી વધુ એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે. હવે સરકાર પીએમ જન ધન ખાતા પર 10 હજાર રૂપિયા આપી રહી છે. તેની સાથે સરકારે આ ખાતા પર વીમાની સુવિધા પણ આપી છે.

કેવી રીતે મળશે 10,000 રૂપિયા ?

આપને જણાવી દઈએ કે જો તમે પણ જન ધન ખાતું ખોલાવ્યું છે, તો તમને સરકાર તરફથી ઓવરડ્રાફ્ટની સુવિધા મળી રહી છે. આ સુવિધા હેઠળ, જો તમારા એકાઉન્ટમાં એક રૂપિયો પણ ન હોય તો તમે 10 હજાર રૂપિયા ઉપાડી શકો છો. આપને જણાવી દઈએ કે પહેલા માત્ર 5 હજાર રૂપિયામાં ઓવરડ્રાફ્ટની સુવિધા મળતી હતી, પરંતુ સરકારે આ મર્યાદા વધારીને 10,000 કરી દીધી છે.

જાણો સ્કીમની શું છે ખાસિયત

  • 18 વર્ષથી લઈ 40 વર્ષ સુધીની કોઈ પણ વ્યક્તિ ભાગ લઈ શકે છે
  • આ સ્કીમના રૂપિયા 60 વર્ષ સુધી મળે છે
  • તેમાં વાર્ષિક 36 હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે 
  • અસંગઠિત સેક્ટરમાં કામ કરતા લોકોને આ સ્કીમનો લાભ મળે છે
  • જો તમારી માસિક આવક 15000 રૂપિયાથી ઓછી હશે ત્યારે જ તમે તેનો લાભ લઈ શકો છો

કઈ જગ્યાએ ખોલાવી શકો છો તમારું એકાઉન્ટ ?

તમે આ સરકારી ખાતું ખાનગી કે જાહેર ક્ષેત્રની કે સરકારી બેંકમાં ગમે ત્યાં ખોલાવી શકો છો. આ ઉપરાંત, જો તમારી પાસે પહેલેથી બચત ખાતું છે, તો તમે તે ખાતાને જન ધન ખાતામાં પણ બદલી શકો છો. આપને જણાવી દઈએ કે, આ ખાતું ખોલવા માટે તમારી ઉંમર 10 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ.

The post કેન્દ્ર સરકારે આપી મોટી ભેટ: જનધન ખાતા ધારકને મળી રહ્યા છે 10 હજાર રૂપિયા રૂપિયા, આવી રીતે કરો અરજી appeared first on Karnavati 24 News.

]]>
જાણવા જેવુ / ડાયપર પહેરવાની ઉંમરથી કમાવવા લાગ્યો લાખો રૂપિયા, 9 વર્ષની ઉંમર સુધીમાં 800 કરોડથી વધુ એકત્ર કર્યા https://karnavati24news.com/news/24729 Tue, 11 Apr 2023 11:34:45 +0000 https://karnavati24news.com/news/24729 આજે અમે તમને રેયાન કાઝીનો પરિચય કરાવીએ છીએ. આવો એક કરામતી બાળક કે જેણે ડાયપર પહેરવાની ઉંમરથી જ કરોડો રૂપિયા કમાવવાના શરૂ કર્યા હતા. આટલું જ નહીં 9 વર્ષની ઉંમર સુધીમાં રિયાને 800 કરોડ રૂપિયાથી વધુની મૂડી એકત્ર કરી લીધી હતી. હવે તમે વિચારતા જ હશો કે આ બાળક કેવું...

The post જાણવા જેવુ / ડાયપર પહેરવાની ઉંમરથી કમાવવા લાગ્યો લાખો રૂપિયા, 9 વર્ષની ઉંમર સુધીમાં 800 કરોડથી વધુ એકત્ર કર્યા appeared first on Karnavati 24 News.

]]>
આજે અમે તમને રેયાન કાઝીનો પરિચય કરાવીએ છીએ. આવો એક કરામતી બાળક કે જેણે ડાયપર પહેરવાની ઉંમરથી જ કરોડો રૂપિયા કમાવવાના શરૂ કર્યા હતા. આટલું જ નહીં 9 વર્ષની ઉંમર સુધીમાં રિયાને 800 કરોડ રૂપિયાથી વધુની મૂડી એકત્ર કરી લીધી હતી. હવે તમે વિચારતા જ હશો કે આ બાળક કેવું કામ કરે છે, જેની કમાણી કરોડો રૂપિયામાં જાય છે. જાણીને તમને વિશ્વાસ નહીં થાય, પરંતુ રેયાન દર વર્ષે 140 કરોડ રૂપિયાની કમાણી કરે છે.

રેયાનનો જન્મ અમેરિકાના ટેક્સાસ રાજ્યના હ્યુસ્ટન શહેરમાં થયો હતો. રેયાનને નાનપણથી જ રમકડાંનો ખૂબ શોખ હતો અને તેના માતા-પિતાએ માત્ર 3 વર્ષની ઉંમરથી તેની યુટ્યુબ ચેનલ Ryans World (ryans.world) બનાવી હતી. માત્ર 3 વર્ષની ઉંમરથી જ રિયાને રમકડાંની રિવ્યૂ કરવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે તેની લોકપ્રિયતા ઘણી વધી ગઈ. સ્થિતિ એ છે કે રેયાન હાલમાં યુટ્યુબની દુનિયામાં સૌથી વધુ કમાણી કરનાર સેલિબ્રિટી બની ગયો છે. ફોર્બ્સે માત્ર 7 વર્ષની ઉંમરે રેયાનને હાઈ અર્નિંગ કરનારા યુટ્યુબર્સની યાદીમાં સામેલ કર્યો હતો.

કોણ છે ટાર્ગેટ વ્યૂઅર્સ

રેયાન ખાસ કરીને 3 થી 6 વર્ષના બાળકોને ટાર્ગેટ કરીને તેના રમકડાંની સમીક્ષા કરે છે. હાલમાં YouTube Ryan’s World પર તેના 3.39 કરોડથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે અને અત્યાર સુધીમાં આ ચેનલ પર 53.2 બિલિયન વ્યૂઝ આવી ચૂક્યા છે. રેયાનની આ સ્વપ્નશીલ સફળતા માટે કિડ્સ ચોઈસ એવોર્ડ ફોર ફેવરિટ મેલ સોશિયલ સ્ટાર માટે પણ નોમિનેટ કરવામાં આવ્યો છે. વર્ષ 2018માં રેયાનની કમાણી લગભગ 142 કરોડ રૂપિયા હતી. હાલમાં તેની કમાણીનો આંકડો હવે વાર્ષિક 150 કરોડ રૂપિયાને પાર કરી ગયો છે. ફોર્બ્સ મુજબ, રેયાન 9 વર્ષનો હતો ત્યાં સુધીમાં તેનું ટર્નઓવર 800 કરોડ રૂપિયાથી વધુ હતું.

1,600 પ્રોડક્ટ પર ઉપયોગ થાય છે નામ

રેયાનની લોકપ્રિયતા કેટલી વધી છે, તમે એ વાત પરથી અંદાજ લગાવી શકો છો કે આજે દુનિયાના 30 દેશોમાં તેનું નામ વપરાય છે. રેયાનના નામથી વિશ્વભરમાં લગભગ 1,600 પ્રોડક્ટ્સ વેચાઈ રહી છે. તેમાં સ્કેચર્સ, પાયજામા, રોબ્લોક્સ, બેડિંગ, વોચે, રમતગમતની વસ્તુઓ, વોટર બોટલ, ફર્નિચર, ટૂથપેસ્ટ અને રમકડાંનો સમાવેશ થાય છે.

The post જાણવા જેવુ / ડાયપર પહેરવાની ઉંમરથી કમાવવા લાગ્યો લાખો રૂપિયા, 9 વર્ષની ઉંમર સુધીમાં 800 કરોડથી વધુ એકત્ર કર્યા appeared first on Karnavati 24 News.

]]>
શું છે પ્લાનિંગ ? : હજારો કરોડના દેવામાં ડૂબેલી કંપનીને કેમ ખરીદવા માગે છે અદાણી અંબાણી? શેરોમાં ઉછાળો https://karnavati24news.com/news/24727 Tue, 11 Apr 2023 11:34:44 +0000 https://karnavati24news.com/news/24727 ભારતના બે બિઝનેસ દિગ્ગજોએ ભારે દેવામાં ડૂબેલી કંપનીને ખરીદવા માટે બિડ લગાવવાની તૈયારી કરી છે. આ કંપની છે બિગ બજારવાળી ફ્યુચર રિટેલ કંપની અને આ બે દિગ્ગજ છે મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી. ગયા વર્ષે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ બિગ બજાર ખરીદવા આગળ આવી હતી. પરંતુ ડીલ બાબતે વાત પહોંચી શકી ન...

The post શું છે પ્લાનિંગ ? : હજારો કરોડના દેવામાં ડૂબેલી કંપનીને કેમ ખરીદવા માગે છે અદાણી અંબાણી? શેરોમાં ઉછાળો appeared first on Karnavati 24 News.

]]>
ભારતના બે બિઝનેસ દિગ્ગજોએ ભારે દેવામાં ડૂબેલી કંપનીને ખરીદવા માટે બિડ લગાવવાની તૈયારી કરી છે. આ કંપની છે બિગ બજારવાળી ફ્યુચર રિટેલ કંપની અને આ બે દિગ્ગજ છે મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી. ગયા વર્ષે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ બિગ બજાર ખરીદવા આગળ આવી હતી. પરંતુ ડીલ બાબતે વાત પહોંચી શકી ન હતી. પરંતુ હવે તેને ખરીદવાની દોડ ફરી શરૂ થઈ છે. આગામી થોડા દિવસોમાં રિલાયન્સ અને અદાણી ગ્રુપ ફ્યુચર રિટેલને ખરીદવા માટે સામસામે આવશે. અદાણી અને અંબાણી સિવાય 47 અન્ય ખરીદદારોએ પણ કિશોર બિયાનીની આ કંપની ખરીદવામાં રસ દાખવ્યો છે. આ માહિતી સામે આવ્યા બાદ તેની અસર તેના શેર પર પણ જોવા મળી રહી છે. કંપનીનો શેર 2.50 રૂપિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે, જે 4.17 ટકા વધુ છે.

આ ખરીદનાર પણ રેસમાં

રિલાયન્સ રિટેલ અને અદાણી ગ્રુપ ઉપરાંત ખરીદદારોમાં ડબ્લ્યુએચ સ્મિથ, જિંદાલ પાવર્સ લિમિટેડ, ગાર્ડન બ્રધર્સ જેસી ફ્લાવર્સનો સમાવેશ થાય છે. ટૂંક સમયમાં જ બિઝનેસ જગતમાં ભારતના બે ઉદ્યોગપતિઓ વચ્ચે ટક્કર જોવા મળશે. હાલમાં મુકેશ અંબાણી એશિયાના સૌથી અમીર વ્યક્તિ છે, તેમની સામે એશિયાના ભૂતપૂર્વ અમીર ગૌતમ અદાણી હશે.

7 એપ્રિલે ફ્યુચર રિટેલ ખરીદતી કંપનીઓ પાસેથી એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ (EOI) પ્રાપ્ત થયા હતા. એક સમયે ફ્યુચર ગ્રુપ ભારતમાં રિટેલર ફર્મના સંદર્ભમાં બીજા ક્રમે હતું. તેમની પાસે હાલમાં વિવિધ લેણદારોના 21 હજાર કરોડથી વધુની જવાબદારી છે. કોરોના દરમિયાન આ કંપનીની હાલત ખરાબ થઈ ગઈ હતી. જ્યારે કંપની લોન ચૂકવી શકી નથી, ત્યારે તે નાદારીની પ્રક્રિયાનો સામનો કરી રહી છે.

રિલાયન્સે આપી હતી ઓફર

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે કંપનીને 24 હજાર 713 કરોડ રૂપિયામાં હસ્તગત કરવાની દરખાસ્ત કરી હતી. પરંતુ બાદમાં તેને રદ કરવી પડી હતી. કંપનીએ મેનેજમેન્ટ સ્તરે પણ કટોકટીનો સામનો કરવો પડ્યો હતો. આ વર્ષે 23 જાન્યુઆરીએ કિશોર બયાનીએ ડિરેક્ટર પદ પરથી રાજીનામું આપ્યું હતું. પરંતુ 10 માર્ચે તેમણે રાજીનામું પાછું લઈ લીધું હતું. તેના પછી ફ્યુચર ગ્રૂપને ખરીદવા માટે ખરીદદારો વચ્ચે સ્પર્ધા થઈ. હવે આ કંપની કોના પોર્ટફોલિયોનો ભાગ બનશે તે તો સમય જ કહેશે.

The post શું છે પ્લાનિંગ ? : હજારો કરોડના દેવામાં ડૂબેલી કંપનીને કેમ ખરીદવા માગે છે અદાણી અંબાણી? શેરોમાં ઉછાળો appeared first on Karnavati 24 News.

]]>
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સ્કીમ સેવિંગ માટે છે ખૂબ જ ઉપયોગી, તમને ઉત્તમ વળતર અને કર લાભો મળે છે https://karnavati24news.com/news/24725 Tue, 11 Apr 2023 11:34:31 +0000 https://karnavati24news.com/news/24725 પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સ્કીમ (PPF), ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજના, રોકાણ કરવા માટેના શ્રેષ્ઠ વિકલ્પો પૈકી એક છે. તે સરકાર દ્વારા ચલાવવામાં આવતી લાંબા ગાળાની રોકાણ યોજના છે. આ સ્કીમમાં તમને ટેક્સ બેનિફિટ્સની સાથે ખૂબ સારું રિટર્ન પણ મળે છે. સરકારે વર્ષ 2019 માં આ યોજનામાં કેટલાક ફેરફારો કર્યા...

The post પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સ્કીમ સેવિંગ માટે છે ખૂબ જ ઉપયોગી, તમને ઉત્તમ વળતર અને કર લાભો મળે છે appeared first on Karnavati 24 News.

]]>
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સ્કીમ (PPF), ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજના, રોકાણ કરવા માટેના શ્રેષ્ઠ વિકલ્પો પૈકી એક છે. તે સરકાર દ્વારા ચલાવવામાં આવતી લાંબા ગાળાની રોકાણ યોજના છે. આ સ્કીમમાં તમને ટેક્સ બેનિફિટ્સની સાથે ખૂબ સારું રિટર્ન પણ મળે છે. સરકારે વર્ષ 2019 માં આ યોજનામાં કેટલાક ફેરફારો કર્યા હતા, જેના કારણે હવે આ યોજનાને પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સ્કીમ (PPF) 2019 કહેવામાં આવે છે. ચાલો જાણીએ આ યોજનાની વિશેષતાઓ વિશે.

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સ્કીમ (PPF)ની વિશેષતાઓ

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સ્કીમ (PPF) હેઠળ દર વર્ષે ઓછામાં ઓછા 500 રૂપિયા અને વધુમાં વધુ 1,50,000 રૂપિયા જમા કરાવી શકાય છે. આ યોજનાની અવધિ 15 વર્ષ છે. આ પછી તમે તેને 5 વર્ષ માટે પણ વધારી શકો છો. આ સ્કીમમાં વ્યાજ દર સરકાર દ્વારા દર ક્વાર્ટરમાં નક્કી કરવામાં આવે છે. ઉપરાંત, આ યોજનામાં એક કરતા વધુ વ્યક્તિઓ નોમિનેટ થઈ શકે છે. આ સિવાય તેને અન્ય શાખામાં પણ ટ્રાન્સફર કરી શકાય છે.

જે પોતાનું ખાતું ખોલાવી શકે 

આ સરકારી યોજનામાં કોઈપણ ભારતીય પોતાનું ખાતું ખોલાવી શકે છે. આ યોજના હેઠળ સગીરનું ખાતું પણ ખોલાવી શકાય છે. જો કે, NRI આ યોજના હેઠળ તેમના ખાતા ખોલાવી શકતા નથી. આ સિવાય તમને આ સ્કીમમાં ટેક્સ બેનિફિટ પણ મળે છે. યોજના હેઠળ મળતું વ્યાજ સંપૂર્ણપણે કરમુક્ત છે. આવકવેરા કાયદાની કલમ 88 હેઠળ આ યોજનામાં કર લાભ ઉપલબ્ધ છે.

લોનની સુવિધા પણ ઉપલબ્ધ

સરકારની PPF યોજના હેઠળ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે. આ યોજના હેઠળ, તમે ત્રીજા નાણાકીય વર્ષથી છઠ્ઠા નાણાકીય વર્ષ સુધી લોન લઈ શકો છો. બીજી તરફ, જો આપણે મેચ્યોરિટી પીરિયડ વિશે વાત કરીએ, તો આ ખાતું જે વર્ષમાં ખોલવામાં આવે છે તેના 15 વર્ષ પૂરા થયા પછી આ ખાતું પરિપક્વ બને છે. તે જ સમયે, હાલમાં, સરકાર આ યોજના પર વાર્ષિક 7.10 ટકાના વ્યાજ દરનો લાભ આપી રહી છે. જો કે, જો તમે આ હેઠળ રૂ. 1,50,000 થી વધુનું રોકાણ કરો છો, તો તમને વધારાની રકમ પર કોઈ વ્યાજ અથવા કર લાભ નહીં મળે. વ્યાજ દર મહિનાની 5મી તારીખે ગણવામાં આવે છે અને દર વર્ષે 31મી માર્ચે ચૂકવવામાં આવે છે.

પૈસા કેવી રીતે ઉપાડવા

તમે ફોર્મ-2 ભરીને ખાતું ખોલ્યાના પાંચ વર્ષ પછી કોઈપણ સમયે તમારા PPF ખાતામાંથી પૈસા ઉપાડી શકો છો. જો કે, તમે તેમાંથી માત્ર 50% પૈસા ઉપાડી શકો છો. તમે તમારી નજીકની પોસ્ટ ઓફિસ અથવા કોઈપણ બેંકમાં જઈને PPF ખાતું ખોલાવી શકો છો.

The post પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સ્કીમ સેવિંગ માટે છે ખૂબ જ ઉપયોગી, તમને ઉત્તમ વળતર અને કર લાભો મળે છે appeared first on Karnavati 24 News.

]]>
શું ફરીથી અમૂલ દૂધના ભાવ વધશે? જાણો GCMMFના મેનેજિંગ ડાયરેક્ટરે શું જવાબ આપ્યો? https://karnavati24news.com/news/24698 Mon, 10 Apr 2023 11:33:30 +0000 https://karnavati24news.com/news/24698 Amul Milk Price: અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધના ઉત્પાદનોનું વેચાણ કરતું ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (GCMMF) ની હાલમાં દૂધના ભાવમાં વધારો કરવાની કોઈ યોજના નથી. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (Gujarat Cooperative Milk Marketing Federation Ltd) ના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાને જ્યારે દૂધના ભાવ વિશે પૂછવામાં આવ્યું ત્યારે...

The post શું ફરીથી અમૂલ દૂધના ભાવ વધશે? જાણો GCMMFના મેનેજિંગ ડાયરેક્ટરે શું જવાબ આપ્યો? appeared first on Karnavati 24 News.

]]>
Amul Milk Price: અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધના ઉત્પાદનોનું વેચાણ કરતું ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (GCMMF) ની હાલમાં દૂધના ભાવમાં વધારો કરવાની કોઈ યોજના નથી. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (Gujarat Cooperative Milk Marketing Federation Ltd) ના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાને જ્યારે દૂધના ભાવ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે, અત્યારે અમારી પાસે ભાવ વધારવાની કોઈ યોજના નથી.

અમૂલ દૂધના ભાવ વધારવાની કોઈ યોજના નથી – એમડી

જીસીએમએમએફના એમડીએ જણાવ્યું હતું કે, એક વર્ષમાં ખર્ચની કિંમતમાં 15 ટકાનો વધારો થયો છે, જેના કારણે યુનિયનને ગયા વર્ષે રિટેલ કિંમતમાં થોડો વધારો કરવો પડ્યો હતો. મહિનાની શરૂઆતમાં ગુજરાતમાં અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. આ પહેલા ફેબ્રુઆરીમાં દેશના અન્ય રાજ્યોમાં અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

અમૂલની આવક વૃદ્ધિમાં 66,000 કરોડ રૂપિયા વધવાનો અંદાજ

દૂધની વધતી માગ વચ્ચે કંપનીએ નાણાકીય વર્ષ 2023-24 માટે આવકમાં 20 ટકાનો વધારો કરીને 66 હજાર કરોડ રૂપિયા થવાનો અંદાજ મૂક્યો છે. કંપનીએ નાણાકીય વર્ષ 2022-23માં 55 હજાર 055 કરોડ રૂપિયાનું ટર્નઓવર કર્યું હતું, જે એક વર્ષ અગાઉ કરતાં 18.5 ટકા વધુ છે.

GCMMF રિટેલના કિંમતના 80 ટકા દૂધ ઉત્પાદક ખેડૂતોને આપે છે

GCMMFએ જણાવ્યું હતું કે, કોવિડ પછીના સમયગાળામાં ડેરી ઉત્પાદનોની માગમાં નોંધપાત્ર વધારો થયો હતો, જેના કારણે ગયા નાણાકીય વર્ષમાં કંપનીની આવકમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી હતી. જયેન મહેતાએ જણાવ્યું હતું કે, GCMMF એ કોવિડ મહામારીને કારણે 2020 અને 2021 માં કિંમતોમાં વધારો કર્યો ન હતો, પરંતુ ગયા વર્ષે કેટલાક પ્રસંગો પર ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો.

GCMMF નું મોટું નિવેદન

તેમણે જણાવ્યું હતું કે, GCMMF દૂધ ઉત્પાદક ખેડૂતોને રિટેલ કિંમતના લગભગ 80 ટકા આપે છે. તેમણે જણાવ્યું હતું કે, એવી અપેક્ષા છે કે તમામ ઉત્પાદનોનું વેચાણ આ ગતિએ ચાલુ રહેશે. માગ હવે અસંગઠિત ક્ષેત્રમાંથી સંગઠિત કંપનીઓ તરફ વળી રહી છે.

The post શું ફરીથી અમૂલ દૂધના ભાવ વધશે? જાણો GCMMFના મેનેજિંગ ડાયરેક્ટરે શું જવાબ આપ્યો? appeared first on Karnavati 24 News.

]]>
ખુશખબર / હવે 120 રૂપિયા સુધી સસ્તુ થઈ જશે lpg cylinder, અપનાવવી પડશે કુદરતી ગેસની નવી ફોર્મ્યુલા https://karnavati24news.com/news/24696 Mon, 10 Apr 2023 11:33:29 +0000 https://karnavati24news.com/news/24696 LPG Gas Cylinder: આજકાલ મોંઘા રાંધણ ગેસે સામાન્ય માણસની કમર તોડી નાખી છે. ઘણા લોકોએ એલપીજી સિલિન્ડરનો ઉપયોગ કરવાનું પણ બંધ કરી દીધું છે. પણ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે નેચરલ ગેસની ફોર્મ્યુલા પછી તમારે LPG ગેસ સિલિન્ડર પર 120 રૂપિયા સુધી ઓછા ચૂકવવા પડશે. એટલું જ...

The post ખુશખબર / હવે 120 રૂપિયા સુધી સસ્તુ થઈ જશે lpg cylinder, અપનાવવી પડશે કુદરતી ગેસની નવી ફોર્મ્યુલા appeared first on Karnavati 24 News.

]]>
LPG Gas Cylinder: આજકાલ મોંઘા રાંધણ ગેસે સામાન્ય માણસની કમર તોડી નાખી છે. ઘણા લોકોએ એલપીજી સિલિન્ડરનો ઉપયોગ કરવાનું પણ બંધ કરી દીધું છે. પણ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે નેચરલ ગેસની ફોર્મ્યુલા પછી તમારે LPG ગેસ સિલિન્ડર પર 120 રૂપિયા સુધી ઓછા ચૂકવવા પડશે. એટલું જ નહીં સીએનજીના ભાવ પર પણ અસર થશે. મીડિયા રિપોર્ટ મુદબ, ગ્રાહકો નવી ફોર્મ્યુલા અપનાવીને તેમના રૂપિયા બચાવી શકે છે. કારણ કે નેચરલ ગેસની કિંમત 6.5 ડોલર પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટની આસપાસ છે.

નેચરલ ગેસની કિંમત થઈ ફિક્સ

આપને જણાવી દઈએ કે, કેન્દ્ર સરકારે કુદરતી ગેસની કિંમતો નક્કી કરી છે. એટલે કે, પ્રાકૃતિક ગેસ એક નિર્ધારિત કિંમતથી વધુ ભાવે વેચવામાં આવશે નહીં. કેન્દ્રીય માહિતી મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, કુદરતી ગેસની કિંમત ભારત દ્વારા આયાત કરવામાં આવતા ક્રૂડ બાસ્કેટના 10 ટકાથી વધુ નથી. આ કેપને કારણે કુદરતી ગેસની કિંમત ક્રૂડ બાસ્કેટના બ્રિટિશ થર્મલ યુનિટ દીઠ 6.5 ડોલરથી ઘટી જશે. એટલું જ નહીં, તેમણે જણાવ્યું હતું કે, હાલમાં કુદરતી ગેસની કિંમત 8.57 ડોલર પ્રતિ mmBtu છે.

એલપીજીના ભાવમાં 120 રૂપિયા સુધીનો આવશે ઘટાડો 

આપને જણાવી દઈએ કે, ભારતીય બાસ્કેટમાં વર્તમાન ક્રૂડ ઓઈલની કિંમતના 10 ટકાથી વધુ ભાવે કુદરતી ગેસ ખરીદવામાં આવશે નહીં. નવા ફોર્મ્યુલા હેઠળ, 6.5 ડોલર પ્રતિ થર્મલ યુનિટથી વધુના ભાવે કુદરતી ગેસ ખરીદવામાં આવશે નહીં. એવું માનવામાં આવે છે કે, કેટલાક શહેરોમાં એલપીજી ગેસ એટલે કે 14.2 કિલોના એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત 1,200 રૂપિયાની આસપાસ છે. એટલે કે તેના 10 ટકા 120 રૂપિયા છે. આના પરથી તમે અનુમાન લગાવી શકો છો કે જો નવી ફોર્મ્યુલા અસરકારક રહેશે તો LPG સિલિન્ડરની કિંમતમાં 120 રૂપિયાનો ઘટાડો થશે. તેની સાથે CNGની કિંમતમાં પણ પ્રતિ કિલો 8 રૂપિયા સુધીનો ઘટાડો થઈ શકે છે.

The post ખુશખબર / હવે 120 રૂપિયા સુધી સસ્તુ થઈ જશે lpg cylinder, અપનાવવી પડશે કુદરતી ગેસની નવી ફોર્મ્યુલા appeared first on Karnavati 24 News.

]]>