સ્થાનિક સમાચાર Archives - Karnavati 24 News https://karnavati24news.com/news/category/localnews Fri, 24 Oct 2025 12:42:01 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.3 https://karnavati24news.com/wp-content/uploads/2020/07/2020-07-28-2.png સ્થાનિક સમાચાર Archives - Karnavati 24 News https://karnavati24news.com/news/category/localnews 32 32 ભારતીય શેરબજારમાં સપ્તાહના અંતે ઉછાળે નફારૂપી વેચવાલી…!! https://karnavati24news.com/news/187207 https://karnavati24news.com/news/187207#respond Fri, 24 Oct 2025 12:42:01 +0000 https://karnavati24news.com/?p=187207 રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૪.૧૦.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૪૫૫૬ સામે ૮૪૬૬૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૩૯૫૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૭૫૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ...

The post ભારતીય શેરબજારમાં સપ્તાહના અંતે ઉછાળે નફારૂપી વેચવાલી…!! appeared first on Karnavati 24 News.

]]>

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૪.૧૦.૨૦૨૫ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૪૫૫૬ સામે ૮૪૬૬૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૩૯૫૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૭૫૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૪૪ પોઈન્ટના ઘટાડા સાથે ૮૪૨૧૧ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૯૭૬ સામે ૨૫૯૮૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૭૩૩ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૬૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૬૨ પોઈન્ટના ઘટાડા સાથે ૨૫૮૧૪ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજાર બે તરફી અફડાતફડીના અંતે ઘટાડા સાથે બંધ રહ્યું હતું. જીએસટીમાં કપાત, બજેટમાં રાહત તથા કોર્પોરેટ અર્નિગમાં દ્વીઅંકી વૃદ્ધીની અપેક્ષાએ આજે સપ્તાહના અંતિમ કારોબારી દિવસે ભારતીય શેરબજારની શરૂઆત ઉછાળા સાથે થઇ હતી, જો કે ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ઘટાડો નોંધાયો હતો. અમેરિકા તથા ચીન વચ્ચે વેપાર તાણ હળવી થવાની શકયતા વધી જતા એશિયાના શેરબજારોમાં રોકાણકારોના માનસમાં સુધારો થયો હતો, જેની પાછળ ભારતીય શેરબજારમાં આજે સરુઆતી તબક્કામાં સેન્ટિમેન્ટ પોઝિટિવ જોવા મળ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતની ઔદ્યોગિક, આર્થિક વૃદ્ધિનો નવો અધ્યાય શરૂ થયો હોવાનું અને મેઈક ઈન ઈન્ડિયાના મિશનમાં કોર્પોરેટ ઈન્ડિયા ઉત્સાહભેર જોડાઈ ગયા હોઈ સ્થાનિક સંસ્થાકીય અને રિટેલ રોકાણકારોના વધતાં વિશ્વાસ અને ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોએ પણ તક ચૂકી જવાના વસવસા વચ્ચે શેરોમાં ખરીદદાર બનવા લાગતાં બજારમાં ઇન્ડેક્સ બેઝડ બે તરફી અફડાતફડી જોવા મળી હતી.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા આગામી દિવસોમાં વ્યાજ દરમાં ઘટાડો થવાની અપેક્ષાએ ડોલર ઇન્ડેક્સ નબળો પડતા આજે ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં વધારો નોંધાયો હતો, જયારે વૈશ્વિક ક્રુડઓઈલનો માલભરાવો થવાની ધારણાંએ ઓપેક દ્વારા ઉત્પાદનમાં સાવચેતીભર્યો વધારો કરાશે તેવા અહેવાલે ક્રુડઓઈલના ભાવ વધતા અટકી સ્થિર જોવા મળ્યા હતા.

સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૯% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર મેટલ, ટેલિકોમ્યુનિકેશન, ઓઈલ એન્ડ ગેસ, રિયલ્ટી, એનર્જી, ટેક, કેપિટલ ગુડ્સ અને કોમોડિટીઝ સેક્ટરમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૪૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૩૨૩ અને વધનારની સંખ્યા ૧૮૫૩ રહી હતી, ૧૬૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં ભારતી એરટેલ ૧.૦૩%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૮૮%, બીઈએલ ૦.૮૪%, સન ફાર્મા ૦.૬૩%, આઈટીસી ૦.૩૦%, ટાટા સ્ટીલ ૦.૨૩%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૨૩%. મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૦.૧૪% અને ટ્રેન્ટ ૦.૦૯% વધ્યા હતા, જ્યારે મુખ્યત્વે હિંદુસ્તાન યુનિલિવર ૩.૨૦%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૯૨%, કોટક બેન્ક ૧.૭૨%, અદાણી પોર્ટ્સ ૧.૬૫%, ટાઈટન લિ. ૧.૫૭%, એચડીએફસી બેન્ક ૧.૪૧%, એક્સિસ બેન્ક ૧.૩૮%, એનટીપીસી ૦.૯૨%, બજાજ ફિનસર્વ ૦.૮૨%, મારુતિ સુઝુકી ૦.૭૮%, સ્ટેટ બેન્ક ૦.૭૭% અને ટેક મહિન્દ્ર ૦.૫૮% ઘટ્યા હતા.

ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૩૮ લાખ કરોડ ઘટીને રૂ.૪૬૮.૯૨ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૯ કંપનીઓ વધી અને ૨૧ કંપનીઓ ઘટી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતીય શેરબજારની ભાવિ દિશા હાલના મજબૂત લિક્વિડિટી પ્રવાહ અને મ્યુચ્યુઅલ ફંડોના વધતા સક્રિય રોકાણને ધ્યાનમાં લેતાં સકારાત્મક દિશામાં આગળ વધતી દેખાય છે. એસઆઈપી મારફતે સતત આવતા રોકાણે ઘરેલું મૂડીબજારની સ્થિતિને મજબૂત બનાવી છે, જેના કારણે બજાર વિદેશી રોકાણકારોના આધારથી વધુ સ્વતંત્ર બનતું જાય છે. પ્રાઈમરી માર્કેટમાં ફન્ડ હાઉસોની વધતી ભાગીદારી એ માર્કેટની ઊંડાણ અને સ્થિરતા બંનેમાં વધારો કરી રહી છે. આ ઉપરાંત, એન્કર ઈન્વેસ્ટમેન્ટ અને ક્વાલીફાઈડ ઈન્સ્ટિટ્યુશનલ ઈન્વેસ્ટર (QIB) સેગમેન્ટમાં વધેલા ફન્ડ ફ્લો સૂચવે છે કે લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી રોકાણકારો ભારતીય અર્થતંત્રના વિકાસ પર વિશ્વાસ ધરાવે છે.

આગામી મહિનાઓમાં અનેક નવી કંપનીઓ પોતાના આઈપીઓ લાવવાની તૈયારીમાં છે, જેના કારણે પ્રાઈમરી માર્કેટમાં સક્રિયતા વધુ તેજ બનવાની સંભાવના છે. આથી એકંદર બજાર માહોલ ઉત્સાહજનક રહેવાની શક્યતા છે, ખાસ કરીને એવા સેક્ટરોમાં જ્યાં વૃદ્ધિની સંભાવના વધુ છે, જેમ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફાર્મા, ફાઇનાન્સિયલ સર્વિસીસ અને કન્ઝ્યુમર ગુડ્સ. સ્થાનિક રોકાણકારોની મજબૂત હાજરી અને લિક્વિડિટી સપોર્ટને ધ્યાનમાં લેતાં, બજાર ટૂંકા ગાળાની અસ્થિરતા વચ્ચે પણ મધ્યમથી લાંબા ગાળે વૃદ્ધિશીલ દિશામાં આગળ વધે તેવી શક્યતા વધુ છે.

તા.૨૭.૧૦.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

  • તા.૨૪.૧૦.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૫૮૧૪ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૬૦૦૮ પોઈન્ટના પ્રથમ અને ૨૬૦૮૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૫૭૮૭ પોઈન્ટ થી ૨૫૬૭૬ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૬૦૦૮ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!

હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ

  • આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૩૭૭ ) :- પ્રાઇવેટ બેન્ક સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૩૪૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૩૩૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૩૯૩ થી રૂ.૧૪૦૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૪૦૯ ઉપર તેજી તરફી ધ્યાન…!!
  • ભારત ફોર્જ ( ૧૨૮૩ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૨૬૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૨૪૪ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૩૦૩ થી રૂ.૧૩૧૩ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
  • જેએસડબ્લ્યુ સ્ટીલ ( ૧૧૪૨ ) :- રૂ.૧૧૨૩ નો પ્રથમ તેમજ રૂ.૧૧૦૮ બીજા સપોર્ટથી આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૧૫૭ થી રૂ.૧૧૭૩ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
  • ઓરબિંદો ફાર્મા ( ૧૦૯૧ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૦૪ થી રૂ.૧૧૨૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૦૪૪ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
  • એસબીઆઈ કાર્ડ્સ ( ૯૩૭ ) :- રૂ.૧૦ની ફેસવેલ્યુ ધરાવતા નોન બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૮૯૮ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૯૫૩ થી રૂ.૯૬૦ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
  • ગ્લેનમાર્ક ફાર્મા ( ૧૮૧૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૮૪૪ આસપાસ સપોર્ટથી રૂ.૧૭૯૭ થી રૂ.૧૭૮૮ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૮૬૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
  • અદાણી પોર્ટ્સ ( ૧૪૨૭ ) :- રૂ.૧૪૫૪ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૪૬૦ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૩૯૭ થી રૂ.૧૩૯૦ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૭૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
  • એક્સીસ બેન્ક ( ૧૨૪૨ ) :- પ્રાઇવેટ બેન્ક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૨૮૦ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૨૩૦ થી રૂ.૧૨૧૭ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
  • અદાણી ગ્રીન ( ૧૦૨૮ ) :- પાવર જનરેશન સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૦૫૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૯૯૭ થી રૂ.૯૮૫ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૬૦ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
  • સ્ટેટ બેન્ક ( ૯૦૩ ) :- રૂ.૯૨૩ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૯૩૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૮૯૦ થી રૂ.૮૭૮ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૯૩૯ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

The post ભારતીય શેરબજારમાં સપ્તાહના અંતે ઉછાળે નફારૂપી વેચવાલી…!! appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/187207/feed 0
ટેરિફ બાદ નિકાસકારો નવા બજારો તરફ વળ્યા, ૨૪ દેશોની નિકાસમાં વધારો…!! https://karnavati24news.com/news/185152 https://karnavati24news.com/news/185152#respond Thu, 23 Oct 2025 15:20:59 +0000 https://karnavati24news.com/?p=185152 અમેરિકાના ઊંચા ટેરિફ બાદ ભારતીય નિકાસકારો હવે વૈશ્વિક સ્તરે નવા અને વિકલ્પરૂપ બજારો તરફ વળી રહ્યા છે. સરકારી આંકડા મુજબ, ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં ૨૪ દેશોમાં નિકાસમાં વધારો નોંધાયો છે. બજાર વૈવિધ્યીકરણની વ્યૂહરચના કાર્યરત હોવાનું આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે. નિકાસમાં વધારો નોંધાવનારા મુખ્ય દેશોમાં કોરિયા, યુએઈ, જર્મની,...

The post ટેરિફ બાદ નિકાસકારો નવા બજારો તરફ વળ્યા, ૨૪ દેશોની નિકાસમાં વધારો…!! appeared first on Karnavati 24 News.

]]>

અમેરિકાના ઊંચા ટેરિફ બાદ ભારતીય નિકાસકારો હવે વૈશ્વિક સ્તરે નવા અને વિકલ્પરૂપ બજારો તરફ વળી રહ્યા છે. સરકારી આંકડા મુજબ, ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં ૨૪ દેશોમાં નિકાસમાં વધારો નોંધાયો છે. બજાર વૈવિધ્યીકરણની વ્યૂહરચના કાર્યરત હોવાનું આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે. નિકાસમાં વધારો નોંધાવનારા મુખ્ય દેશોમાં કોરિયા, યુએઈ, જર્મની, ટોગો, ઇજિપ્ત, વિયેતનામ, ઇરાક, મેક્સિકો, રશિયા, કેન્યા, નાઇજીરીયા, કેનેડા, પોલેન્ડ, શ્રીલંકા, ઓમાન, થાઇલેન્ડ, બાંગ્લાદેશ, બ્રાઝિલ, બેલ્જિયમ, ઇટાલી અને તાંઝાનિયાનો સમાવેશ થાય છે.

એપ્રિલથી સપ્ટેમ્બર ૨૦૨૫-૨૬ દરમિયાન આ દેશોમાં કુલ નિકાસ ૧૨૯.૩ બિલિયન ડોલર સુધી પહોંચી, જે પાછલા વર્ષની તુલનાએ વૃદ્ધિ દર્શાવે છે. આ દેશો ભારતની કુલ નિકાસમાં આશરે ૫૯% હિસ્સો ધરાવે છે. એકંદરે, એપ્રિલથી સપ્ટેમ્બર ગાળામાં ભારતની નિકાસ ૩.૦૨% વધીને ૨૨૦.૧૨ બિલિયન ડોલર રહી, જયારે આયાત ૪.૫૩% વધીને ૩૭૫.૧૧ બિલિયન ડોલર થઈ. જેના કારણે વેપાર ખાધ ૧૫૪.૯૯ બિલિયન ડોલર થઈ છે. જો કે, આ જ અવધિ દરમિયાન ૧૬ દેશોમાં નિકાસમાં ઘટાડો નોંધાયો હતો, જે ભારતની કુલ નિકાસના આશરે ૨૭% અથવા ૬૦.૩ બિલિયન ડોલર જેટલો હિસ્સો ધરાવે છે.

ઊંચા ટેરિફના સીધા પ્રભાવ રૂપે સપ્ટેમ્બરમાં અમેરિકામાં નિકાસ ૧૧.૯૩% ઘટીને ૫.૪૬ બિલિયન ડોલર રહી હતી. જોકે, એપ્રિલથી સપ્ટેમ્બર દરમ્યાન યુએસમાં કુલ નિકાસ ૧૩.૩૭% વધીને ૪૫.૮૨ બિલિયન ડોલર થઈ છે, જયારે આયાત ૯% વધીને ૨૫.૬ બિલિયન ડોલર પહોંચી. અમેરિકાએ ૨૭ ઓગસ્ટે ભારતીય માલ પર ૫૦% ટેરિફ લાદ્યો હતો, જેના પરિણામે ભારતીય નિકાસકારો વિકલ્પરૂપ બજારો – ખાસ કરીને યુરોપ, મધ્યપૂર્વ અને એશિયાઈ દેશોમાં – નવી તકો શોધી રહ્યા છે.

The post ટેરિફ બાદ નિકાસકારો નવા બજારો તરફ વળ્યા, ૨૪ દેશોની નિકાસમાં વધારો…!! appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/185152/feed 0
મ્યુચ્યુઅલ ફન્ડોનું IPO થકી ઈક્વિટીમાં અંદાજીત રૂ.૨૨૭૫૦ કરોડનું રોકાણ…!! https://karnavati24news.com/news/185056 https://karnavati24news.com/news/185056#respond Thu, 23 Oct 2025 14:20:12 +0000 https://karnavati24news.com/?p=185056 વર્તમાન વર્ષના જાન્યુઆરીથી ઓકટોબરના મધ્ય સુધીમાં આવેલા જાહેર ભરણાં (IPO)માં દેશના મ્યુચ્યુઅલ ફન્ડોએ કુલ રૂ. ૨૨,૭૫૦ કરોડનું રોકાણ કર્યું છે. આ રકમ અત્યારસુધીના રૂ. ૧.૨૨ લાખ કરોડના કુલ જાહેર ભરણાંના આશરે ૨૦% જેટલી છે, જે પ્રાઈમરી માર્કેટમાં ફન્ડ હાઉસોની વધતી સક્રિયતાનો સંકેત આપે છે. ફન્ડ હાઉસોના કુલ રોકાણમાંથી રૂ. ૧૫,૧૫૮...

The post મ્યુચ્યુઅલ ફન્ડોનું IPO થકી ઈક્વિટીમાં અંદાજીત રૂ.૨૨૭૫૦ કરોડનું રોકાણ…!! appeared first on Karnavati 24 News.

]]>

વર્તમાન વર્ષના જાન્યુઆરીથી ઓકટોબરના મધ્ય સુધીમાં આવેલા જાહેર ભરણાં (IPO)માં દેશના મ્યુચ્યુઅલ ફન્ડોએ કુલ રૂ. ૨૨,૭૫૦ કરોડનું રોકાણ કર્યું છે. આ રકમ અત્યારસુધીના રૂ. ૧.૨૨ લાખ કરોડના કુલ જાહેર ભરણાંના આશરે ૨૦% જેટલી છે, જે પ્રાઈમરી માર્કેટમાં ફન્ડ હાઉસોની વધતી સક્રિયતાનો સંકેત આપે છે. ફન્ડ હાઉસોના કુલ રોકાણમાંથી રૂ. ૧૫,૧૫૮ કરોડનું રોકાણ એન્કર ઈન્વેસ્ટમેન્ટ મારફત કરવામાં આવ્યું છે, જ્યારે રૂ. ૭,૫૯૦ કરોડનું રોકાણ ક્વાલીફાઈડ ઈન્સ્ટિટ્યુશનલ ઈન્વેસ્ટર (QIB) સેગમેન્ટમાં થયું છે. વર્તમાન વર્ષ દરમિયાન સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) મારફત રોકાણમાં પણ જોરદાર વધારો નોંધાયો છે.

સરેરાશ મહિને રૂ. ૨૦,૦૦૦ કરોડનો પ્રવાહ ફન્ડોમાં જોવા મળી રહ્યો છે, જેના કારણે એકંદર લિક્વિડિટી મજબૂત બની છે. આ જંગી લિક્વિડિટીને કારણે ફન્ડ હાઉસોને સેકન્ડરી બજાર સાથે સાથે પ્રાઈમરી માર્કેટમાં પણ નાણાં ઠાલવવાનો વિકલ્પ મળી રહ્યો છે. મ્યુચ્યુઅલ ફન્ડોની સક્રિય ભાગીદારીથી દેશમાં પ્રાઈમરી માર્કેટને નવો ઉત્સાહ મળ્યો છે. અગાઉ જાહેર ભરણાંની સફળતા મોટા ભાગે વિદેશી સંસ્થાકીય રોકાણકારો પર નિર્ભર રહેતી હતી, પરંતુ તાજેતરમાં ઘરેલું સંસ્થાકીય રોકાણકારોએ બજારને સ્થિર રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. વર્તમાન નાણાં વર્ષના બાકીના મહિનાઓમાં અનેક નવી કંપનીઓ જાહેર ભરણાં લાવવાની તૈયારીમાં છે, જેના કારણે પ્રાઈમરી માર્કેટ મારફત ફન્ડ હાઉસોના રોકાણમાં વધુ વૃદ્ધિ થવાની સંભાવના છે.

The post મ્યુચ્યુઅલ ફન્ડોનું IPO થકી ઈક્વિટીમાં અંદાજીત રૂ.૨૨૭૫૦ કરોડનું રોકાણ…!! appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/185056/feed 0
ભારતીય બેન્કોમાં હિસ્સો ખરીદવા વિદેશી નાણાં સંસ્થાઓનો વધતો ઉત્સાહ…!! https://karnavati24news.com/news/184790 https://karnavati24news.com/news/184790#respond Thu, 23 Oct 2025 13:18:59 +0000 https://karnavati24news.com/?p=184790 અમેરિકામાં બેન્કોની વિશ્વસનીયતા ઘટતા ભારતના બેન્કિંગ ક્ષેત્રને સીધો ફાયદો મળી રહ્યો છે. ભારતીય બેન્કોમાં હિસ્સો ખરીદવા વિદેશી બેન્કો અને નાણાં સંસ્થાઓના વધતા રસને પગલે દેશનું નાણાંકીય ક્ષેત્ર વૈશ્વિક સ્તરે ચર્ચાનો વિષય બન્યું છે. અમેરિકામાં પ્રાદેશિક બેન્કોની નબળી સ્થિતિ અને વેપાર તાણના કારણે રોકાણકારોનો વિશ્વાસ ડગમગાયો છે, જ્યારે ભારતનું અર્થતંત્ર ઝડપથી...

The post ભારતીય બેન્કોમાં હિસ્સો ખરીદવા વિદેશી નાણાં સંસ્થાઓનો વધતો ઉત્સાહ…!! appeared first on Karnavati 24 News.

]]>

અમેરિકામાં બેન્કોની વિશ્વસનીયતા ઘટતા ભારતના બેન્કિંગ ક્ષેત્રને સીધો ફાયદો મળી રહ્યો છે. ભારતીય બેન્કોમાં હિસ્સો ખરીદવા વિદેશી બેન્કો અને નાણાં સંસ્થાઓના વધતા રસને પગલે દેશનું નાણાંકીય ક્ષેત્ર વૈશ્વિક સ્તરે ચર્ચાનો વિષય બન્યું છે. અમેરિકામાં પ્રાદેશિક બેન્કોની નબળી સ્થિતિ અને વેપાર તાણના કારણે રોકાણકારોનો વિશ્વાસ ડગમગાયો છે, જ્યારે ભારતનું અર્થતંત્ર ઝડપથી વિકસતું હોવાથી વૈશ્વિક રોકાણકારો માટે આ આકર્ષક સ્થાન બની રહ્યું છે. ગયા સપ્તાહે અમિરાતસ એનબીડી બેન્ક પીજેએસસીએ ભારતની આરબીએલ બેન્કમાં અંદાજે ૩ અબજ ડોલરના રોકાણની યોજના જાહેર કરી હતી.

એનબીડીનું આ સૂચિત રોકાણ ભારતીય બેન્કિંગ ક્ષેત્રમાં અત્યારસુધીનું સૌથી મોટું વિદેશી રોકાણ ગણાશે. તે પહેલા, અબુધાબીની ઈન્ટરનેશનલ હોલ્ડિંગ કું. પીજેએસસીએ સમ્માન કેપિટલ લિ. સાથે ૧ અબજ ડોલરના રોકાણ માટે કરાર કર્યા હતા. આ સિવાય સુમિતોમો મિત્સુઈ ફાઈનાન્સિઅલ ગ્રુપ ઈન્ક. ના બેન્કિંગ યુનિટે યસ બેન્કનો ૨૦% હિસ્સો મેળવવા ૧.૬૦ અબજ ડોલરનું રોકાણ કરવાની સહમતિ દર્શાવી હતી. ભારતના ઝડપથી વિકસતા અર્થતંત્ર અને નાણાંકીય સેવાઓમાં વધતી તકને ધ્યાનમાં રાખીને વૈશ્વિક રોકાણકારો ઉત્સાહીત છે.

સાથે જ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા પણ ધિરાણ વૃદ્ધિને પ્રોત્સાહન આપવા ધિરાણ ધોરણો હળવા બનાવી રહી છે, જે નાણાંકીય ક્ષેત્ર માટે વધુ અનુકૂળ પરિસ્થિતિ સર્જે છે. અમેરિકાની ટ્રાયકલર હોલ્ડિંગ્સ અને ફર્સ્ટ બ્રાન્ડસ ગુ્રપ જેવી સંસ્થાઓ નબળી પડતા ત્યાં રોકાણકારોમાં ભયનું વાતાવરણ છે. પરિણામે અમેરિકામાં બેન્કિંગ ક્ષેત્રના શેરોમાં ગયા સપ્તાહે નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. જો કે, ભારતીય બેન્કોમાં હિસ્સો હસ્તગત કર્યા બાદ વિદેશી બેન્કોને નોંધપાત્ર સફળતા મળી હોવા અંગેના ઉદાહરણો અત્યંત મર્યાદિત છે. બેન્કિંગ ક્ષેત્રમાં ભારત એક સ્પર્ધાત્મક અને પડકારજનક બજાર છે.

The post ભારતીય બેન્કોમાં હિસ્સો ખરીદવા વિદેશી નાણાં સંસ્થાઓનો વધતો ઉત્સાહ…!! appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/184790/feed 0
ભારતીય શેરબજારમાં ઐતિહાસિક તેજી તરફી રૂખ યથાવત્…!! https://karnavati24news.com/news/184556 https://karnavati24news.com/news/184556#respond Thu, 23 Oct 2025 12:18:03 +0000 https://karnavati24news.com/?p=184556 રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૩.૧૦.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૪૪૨૬ સામે ૮૫૧૫૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૪૪૪૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૪૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૩૦ પોઈન્ટના ઉછાળા...

The post ભારતીય શેરબજારમાં ઐતિહાસિક તેજી તરફી રૂખ યથાવત્…!! appeared first on Karnavati 24 News.

]]>

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૩.૧૦.૨૦૨૫ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૪૪૨૬ સામે ૮૫૧૫૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૪૪૪૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૪૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૩૦ પોઈન્ટના ઉછાળા સાથે ૮૪૫૫૬ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૯૦૬ સામે ૨૬૧૬૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૯૪૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૬૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૭૦ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૯૭૬ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

જીએસટીમાં કપાત, બજેટમાં રાહત તથા કોર્પોરેટ અર્નિગમાં દ્વીઅંકી વૃદ્ધીની અપેક્ષાને જોતા સંવત ૨૦૮૨માં મજબૂત વળતર મળી રહેવાની અપેક્ષાએ આજે સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ થયું હતું. અમેરિકા તથા ચીન વચ્ચે વેપાર તાણ હળવી થવાની શકયતા વધી જતા એશિયાના શેરબજારોમાં રોકાણકારોના માનસમાં સુધારો થયો હતો, જેની પાછળ ભારતીય શેરબજારોમાં આજે સેન્ટિમેન્ટ પોઝિટિવ જોવા મળ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતની ઔદ્યોગિક, આર્થિક વૃદ્ધિનો નવો અધ્યાય શરૂ થયો હોવાનું અને મેઈક ઈન ઈન્ડિયાના મિશનમાં કોર્પોરેટ ઈન્ડિયા ઉત્સાહભેર જોડાઈ ગયા હોઈ સ્થાનિક સંસ્થાકીય અને રિટેલ રોકાણકારોના વધતાં વિશ્વાસ અને ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોએ પણ તક ચૂકી જવાના વસવસા વચ્ચે શેરોમાં ખરીદદાર બનવા લાગતાં બજાર સેન્સેક્સ, નિફટી બેઝડ વિક્રમી તેજી તરફ આગળ વધ્યું હતું.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત થવાના સંકેતો અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ચીન અને ભારત પ્રત્યેના નરમ વલણ સાથે અમેરિકા-ભારત વચ્ચે ડીલની આશા જેવા સકારાત્મક વૈશ્વિક સંકેતોને કારણે ગુરુવારે ભારતીય રૂપિયો યુએસ ડોલર સામે મજબૂત બન્યો હતો, જયારે ક્રુડ ઓઈલના ભાવમાં ઉછાળો નોંધાયો હતો.

સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૨% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ફોકસ્ડ આઇટી, આઈટી, ટેક, બેન્કેકસ, મેટલ, એફએમસીજી, રિયલ્ટી અને ફાઈનાન્શિયલ સર્વિસીસ સેક્ટર ઘટયા હતા, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૮૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૪૦૯ અને વધનારની સંખ્યા ૧૮૫૫ રહી હતી, ૧૨૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે ઈન્ફોસીસ લિ. ૩.૮૬%, એચસીએલ ટેકનોલોજી ૨.૪૩%, ટીસીએસ લિ. ૨.૨૪%, એક્સિસ બેન્ક ૧.૯૦%, કોટક બેન્ક ૧.૨૪%, ટાઈટન કંપની લિ. ૧.૧૫%, ટેક મહિન્દ્રા ૧.૦૦%, ટાટા મોટર્સ ૦.૯૮%, લાર્સેન લિ. ૦.૭૯%, ટાટા સ્ટીલ ૦.૭૫%, આઈટીસી લિ. ૦.૭૩% અને બજાજ ફાઈનાન્સ ૦.૬૯% વધ્યા હતા, જ્યારે ઈટર્નલ લિ. ૨.૮૮%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૭૫%, ભારતી એરટેલ ૧.૬૩%, અદાણી પોર્ટ ૧.૪૧%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૧.૩૫%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૧૭%, એશિયન પેઈન્ટ ૦.૨૬% અને ટ્રેન્ટ લિ. ૦.૦૧% ઘટ્યા હતા.

ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સામે મિડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૦.૫૯ લાખ કરોડ ઘટીને ૪૭૦.૮૯ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૨૨ કંપનીઓ વધી અને ૮ કંપનીઓ ઘટી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ટેરિફ વોરના વૈશ્વિક તણાવ વચ્ચે ભારતીય શેરબજારે અત્યારસુધી નોંધપાત્ર સ્થિતિસ્થાપકતા દર્શાવી છે. વૈશ્વિક સપ્લાય ચેઈનમાં અવરોધો, નિકાસમાં અનિશ્ચિતતા અને આંતરરાષ્ટ્રીય વેપારની ઉથલપાથલ હોવા છતાં સ્થાનિક પરિબળોએ બજારને મજબૂત ટેકો પૂરો પાડ્યો છે. બેન્કિંગ ક્ષેત્રની સ્વસ્થ બેલેન્સશીટ, મજબૂત કોર્પોરેટ કમાણી, નિયંત્રિત ફુગાવો અને જાહેર મૂડીરોકાણમાં સતત વધારો – આ બધા પરિબળોએ રોકાણકારોના વિશ્વાસને ટકાવી રાખ્યો છે, ત્યારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કન્ઝ્યુમર અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રોમાં ચાલી રહેલી ગતિશીલ પ્રવૃત્તિઓને કારણે મધ્યમથી લાંબા ગાળે ભારતીય શેરબજારમાં વૃદ્ધિનો ટ્રેન્ડ યથાવત્ રહેવાની શક્યતા છે.

આગામી ત્રિમાસિક સમયમાં વૈશ્વિક અર્થતંત્રમાં સુધારાના સંકેત, અમેરિકન વ્યાજદરની સ્થિરતા અને ઘરેલુ સુધારાત્મક નીતિઓને પગલે ભારતીય શેરબજાર માટે માહોલ અનુકૂળ બની શકે છે. જો કે નિકાસ મોરચેની અનિશ્ચિતતા અને આંતરરાષ્ટ્રીય વેપારની નીતિઓમાં ફેરફાર થવાથી કેટલાક ક્ષેત્રોમાં અસ્થિરતા રહી શકે છે, છતાં ભારતની આંતરિક માંગ અને માળખાકીય સુધારાનો આધાર બજારને સ્થિર રાખશે. તેથી, ભારતીય શેરબજારનો દૃષ્ટિકોણ મધ્યમ ગાળામાં સકારાત્મક જણાઈ રહ્યો છે.

તા.૨૪.૧૦.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

  • તા.૨૩.૧૦.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૫૯૭૬ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૬૦૭૬ પોઈન્ટના પ્રથમ અને ૨૬૧૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૫૯૦૯ પોઈન્ટ થી ૨૫૮૩૮ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૬૦૭૬ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!

હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ

  • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૪૫૦ ) :- રિફાઇનરી એન્ડ માર્કેટિંગ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૪૩૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૪૧૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૪૬૭ થી રૂ.૧૪૭૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૪૮૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
  • આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૩૬૬ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૩૪૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૩૩૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૩૭૮ થી રૂ.૧૩૯૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
  • ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૧૩૮ ) :- રૂ.૧૧૦૩ નો પ્રથમ તેમજ રૂ.૧૦૮૮ બીજા સપોર્ટથી પર્સનલ કેર સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૧૫૩ થી રૂ.૧૧૬૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
  • અદાણી ગ્રીન ( ૧૦૪૭ ) :- પાવર જનરેશન સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૬૩ થી રૂ.૧૦૭૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૦૦૯ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
  • એસબીઆઈ કાર્ડ્સ ( ૯૨૫ ) :- રૂ.૧૦ની ફેસવેલ્યુ ધરાવતા નોન બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૮૯૮ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૯૩૭ થી રૂ.૯૪૪ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
  • સન ફાર્મા ( ૧૬૯૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૭૦૯ આસપાસ સપોર્ટથી રૂ.૧૬૮૦ થી રૂ.૧૬૭૩ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૭૨૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
  • ભારત ફોર્જ ( ૧૨૯૯ ) :- રૂ.૧૩૩૪ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૩૪૦ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૨૮૩ થી રૂ.૧૨૭૫ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૩૪૬ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
  • એક્સીસ બેન્ક ( ૧૨૫૨ ) :- પ્રાઇવેટ બેન્ક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૨૯૦ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૨૩૭ થી રૂ.૧૨૨૩ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
  • સ્ટેટ બેન્ક ( ૯૦૮ ) :- પબ્લિક બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૯૩૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૮૯૭ થી રૂ.૮૮૬ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૯૪૦ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
  • એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ ( ૫૮૧ ) :- રૂ.૫૯૭ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૬૦૬ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૫૬૭ થી રૂ.૫૫૦ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૬૧૬ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

The post ભારતીય શેરબજારમાં ઐતિહાસિક તેજી તરફી રૂખ યથાવત્…!! appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/184556/feed 0
અમારી પાર્ટીના 3 ઉમેદવારોને બિહારમાં નામાંકન પાછું ખેંચવાની ફરજ પાડવામાં આવી: પ્રશાંત કિશોરનો દાવો https://karnavati24news.com/news/180474 https://karnavati24news.com/news/180474#respond Wed, 22 Oct 2025 04:45:58 +0000 https://karnavati24news.com/?p=180474 ભાજપના ‘હાઇજેકિંગ’ વલણને ઉજાગર થયું: પ્રશાંત કિશોર (જી.એન.એસ) તા. 21 પટના, જન સુરાજ પાર્ટી (JSP) ના સ્થાપક પ્રશાંત કિશોરે મંગળવારે શાસક રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (NDA) અને ભારતીય જનતા પાર્ટી (BJP) પર “ઉમેદવારોને હાઇજેક કરવા અને ડરાવવાનો” ટ્રેન્ડ શરૂ કરવા બદલ પ્રહારો કર્યા. બિહારમાં વિધાનસભા ચૂંટણીના થોડા દિવસો પહેલા JSP ના...

The post અમારી પાર્ટીના 3 ઉમેદવારોને બિહારમાં નામાંકન પાછું ખેંચવાની ફરજ પાડવામાં આવી: પ્રશાંત કિશોરનો દાવો appeared first on Karnavati 24 News.

]]>

ભાજપના ‘હાઇજેકિંગ’ વલણને ઉજાગર થયું: પ્રશાંત કિશોર

(જી.એન.એસ) તા. 21

પટના,

જન સુરાજ પાર્ટી (JSP) ના સ્થાપક પ્રશાંત કિશોરે મંગળવારે શાસક રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (NDA) અને ભારતીય જનતા પાર્ટી (BJP) પર “ઉમેદવારોને હાઇજેક કરવા અને ડરાવવાનો” ટ્રેન્ડ શરૂ કરવા બદલ પ્રહારો કર્યા. બિહારમાં વિધાનસભા ચૂંટણીના થોડા દિવસો પહેલા JSP ના ત્રણ ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી લીધા બાદ આ ટિપ્પણીઓ આવી છે.

પ્રશાંત કિશોરે કહ્યું કે JSP NDA ના દબાણ અને ડરાવવાની યુક્તિઓથી ડરશે નહીં. તેમણે કહ્યું કે લોકોને ખબર હોવી જોઈએ કે કેન્દ્રીય મંત્રીઓ અમિત શાહ અને ધર્મેન્દ્ર પ્રધાન તેમની પાર્ટીના ઉમેદવારો સાથે કેમ જોવા મળ્યા અને કયા સંજોગોમાં તેઓ ઉમેદવારી પાછી ખેંચી લીધી.

“પહેલાં, એક સામાન્ય માન્યતા હતી કે જે પણ ચૂંટણી જીતશે, ભાજપ સરકાર બનાવશે. ઘોડાના વેપારની પ્રથા કોઈથી છુપાયેલી નથી…કેવી રીતે ધારાસભ્યોને રિસોર્ટ અને હોટલોમાં લઈ જવામાં આવે છે. પરંતુ હવે, ભાજપનું ટોચનું નેતૃત્વ ભૂતકાળમાં કોઈ સામાન અને સ્વચ્છ છબી વિના JSPના લોકોની પસંદગીના ઉમેદવારોને બંધક બનાવવામાં સામેલ છે. પરિવર્તન લાવવાનો પ્રયાસ કરી રહેલા બિન-રાજકીય વ્યક્તિ શું કરી શકે છે જો તેને અચાનક ગૃહમંત્રીનો સામનો કરવો પડે અને પાછા ખેંચવા માટે તીવ્ર દબાણ હેઠળ આવે?”

પ્રશાંત કિશોરે કહ્યું કે JSP સાથે સમસ્યા મુખ્યત્વે એટલા માટે હતી કારણ કે તે લોકોના સમર્થન સાથે સ્વચ્છ, જુસ્સાદાર ઉમેદવારોના નવા વિકલ્પ સાથે યથાસ્થિતિ પર પ્રશ્ન ઉઠાવી રહી હતી. “NDA અને INDIA બ્લોક બંને એકબીજાથી ડરતા નથી, કારણ કે તેઓ એકબીજાને સંતોષવા માટે વિકલ્પોના અભાવ સાથે રમવાનું પસંદ કરે છે. તેઓ JSPથી ડરે છે, કારણ કે તેઓ સ્વચ્છ, સારા ઉમેદવારોથી ડરે છે. JSP પાસે સ્વચ્છ છબી અને તેના પોતાના કાર્યકરો ધરાવતા 95% થી વધુ ઉમેદવારો છે.”

કિશોરે ભારતીય ચૂંટણી પંચ (ECI) ને આ ખતરનાક વલણને રોકવા વિનંતી કરી. “જો ઉમેદવારો સુરક્ષિત ન હોય, તો મતદારો ભય અને લાલચ વિના મતદાન કરે તેવી અપેક્ષા કેવી રીતે રાખી શકાય?” તેમણે કહ્યું કે દાનાપુર (અખિલેશ કુમાર), બ્રહ્મપુર (સત્ય પ્રકાશ તિવારી) અને ગોપાલગંજ (શશી શેખર સિંહા) માં પરિવાર અને મિત્રો દ્વારા સીધા અથવા સીધા દબાણ, બળજબરી અને ધાકધમકીથી JSP ના ત્રણ ઉમેદવારો પ્રચાર શરૂ કર્યા પછી અચાનક પાછા હટી ગયા છે. “…ભ્રષ્ટ શાસનનો અંત લાવવા માટે 240 ઉમેદવારો લડવા બાકી છે.”

તેમણે કહ્યું કે વાલ્મીકિનગરની સામાન્ય બેઠક પરથી મેદાનમાં ઉતરેલા JSP ના એકમાત્ર થારુ સમુદાયના ઉમેદવાર ડ્રિગ નારાયણ પ્રસાદને ચૂંટણી લડતા અટકાવવા માટે પણ એક કાવતરું ઘડવામાં આવ્યું હતું. “તેઓ શાળાના શિક્ષક હતા અને બે વર્ષ પહેલાં રાજીનામું આપ્યું હતું. તેમનું રાજીનામું બ્લોક શિક્ષણ અધિકારી દ્વારા પણ સ્વીકારવામાં આવ્યું હતું, પરંતુ હવે જ્યારે તેમને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે, ત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમનું રાજીનામું જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સ્વીકારવામાં આવ્યું નથી. અમે તેની તપાસ કરી રહ્યા છીએ.”

કિશોરે કહ્યું કે તેમનો પક્ષ ખતરનાક ઘટનાઓ અંગે ECI ને લખશે. “દાનાપુરમાં, આરજેડી [રાષ્ટ્રીય જનતા દળ] ના જેલમાં બંધ રિત લાલ યાદવ ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે બ્રહ્મપુરમાં, એલજેપી [લોક જનશક્તિ પાર્ટી] ના બાહુબલી [મજબૂત] હુલાસ પાંડે ચૂંટણી લડી રહ્યા છે.” તેમણે એવી અફવાઓનો ઉલ્લેખ કર્યો કે યાદવના ગુંડાઓએ જેએસપી ઉમેદવારનું નામાંકન ભરવા ગયા પછી તેમનું અપહરણ કર્યું હતું, પરંતુ તે પછીથી શાહ અને પ્રધાન સાથે જોવા મળ્યા હતા. “લોકોની નજરમાં બધી વિશ્વસનીયતા ગુમાવે તે પહેલાં ચૂંટણી પંચે આ બાબત જોવી જોઈએ, જેમની પાસે સારા, સ્વચ્છ ઉમેદવારોને સમર્થન આપવા માટે આ વખતે તેમના મતો દ્વારા તેમની શક્તિ બતાવવાનું મુશ્કેલ કાર્ય છે.”

કિશોરે કહ્યું કે એનડીએ અને વિપક્ષે સાડા ત્રણ દાયકા સુધી યથાસ્થિતિનો આનંદ માણ્યો, લોકોને ખંડણી માટે રાખ્યા અને કોઈ ત્રીજા વિકલ્પની ગેરહાજરીમાં તેમને બંધુઆ મજૂરો તરીકે ગણ્યા, પરંતુ હવે તેઓ જેએસપીના તેમના ગેમ પ્લાનને બગાડનાર તરીકે ઉદભવથી ડરતા હતા. “પટણા સાહિબના ઉમેદવાર અને ગણિતશાસ્ત્રી કે.સી. સિંહા પણ દબાણ હેઠળ છે, પરંતુ તેમણે પોતાની વાત પર અડગ રહીને કામ કર્યું છે, અને હું તેમનો આભારી છું. 243 બેઠકોમાંથી, કેટલાક ઉમેદવારો દબાણ હેઠળ તૂટી શકે છે, પરંતુ જેએસપી 15 મિલિયન લોકોનો પરિવાર છે.”

એનડીએ અને ભાજપ તરફથી તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આવી નથી.

The post અમારી પાર્ટીના 3 ઉમેદવારોને બિહારમાં નામાંકન પાછું ખેંચવાની ફરજ પાડવામાં આવી: પ્રશાંત કિશોરનો દાવો appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/180474/feed 0
ભારતીય વિકેટકીપર 30 ઓક્ટોબરે પોતાની પહેલી મેચ રમશે https://karnavati24news.com/news/180232 https://karnavati24news.com/news/180232#respond Wed, 22 Oct 2025 03:44:58 +0000 https://karnavati24news.com/?p=180232 BCCI એ ઋષભ પંતની વાપસીની તારીખ જાહેર કરી (જી.એન.એસ) તા. 21 મુંબઈ, ઋષભ પંતના ચાહકો, માટે ખુબ મોટા અને સારા સમાચાર આવ્યા છે!! જુલાઈમાં માન્ચેસ્ટરમાં ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ દરમિયાન પગમાં ફ્રેક્ચર થયું હતું, તે પોતાની ઈજામાંથી સ્વસ્થ થઈ ગયો છે અને 30 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા દક્ષિણ આફ્રિકા એ...

The post ભારતીય વિકેટકીપર 30 ઓક્ટોબરે પોતાની પહેલી મેચ રમશે appeared first on Karnavati 24 News.

]]>

BCCI એ ઋષભ પંતની વાપસીની તારીખ જાહેર કરી

(જી.એન.એસ) તા. 21

મુંબઈ,

ઋષભ પંતના ચાહકો, માટે ખુબ મોટા અને સારા સમાચાર આવ્યા છે!!

જુલાઈમાં માન્ચેસ્ટરમાં ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ દરમિયાન પગમાં ફ્રેક્ચર થયું હતું, તે પોતાની ઈજામાંથી સ્વસ્થ થઈ ગયો છે અને 30 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા દક્ષિણ આફ્રિકા એ સામેની બે 4-દિવસીય મેચ માટે ભારત એ ટીમનું નેતૃત્વ કરશે, જે આજથી એક અઠવાડિયાથી વધુ સમય પછી શરૂ થશે. આ વોર્મ-અપ રમતો ભારત અને વર્તમાન વિશ્વ ચેમ્પિયન દક્ષિણ આફ્રિકા વચ્ચે 14 નવેમ્બરથી શરૂ થનારી ટેસ્ટ શ્રેણીનો પુરોગામી હશે.

પંત બે થોડી અલગ ટીમોનું નેતૃત્વ કરશે. BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતેની પહેલી રમત માટે, સાઈ સુધરસન, એન જગદીસન, દેવદત્ત પડિકલ અને રજત પાટીદાર જેવા ખેલાડીઓ પંતના નેતૃત્વમાં રમશે. જોકે, બીજી ચાર દિવસીય મેચમાં કેએલ રાહુલ, પ્રસિદ્ધ કૃષ્ણ, મોહમ્મદ સિરાજ અને આકાશ દીપ જેવા કેટલાક સ્થાપિત નામો છે, જે ચારેય ઇંગ્લેન્ડમાં રમ્યા હતા. આનું કારણ ભારતીય સિનિયર પુરુષ ટીમ ઓસ્ટ્રેલિયામાં પ્રતિબદ્ધ છે, જ્યાં તેઓ હાલમાં ત્રણ મેચની ODI શ્રેણી રમી રહી છે, ત્યારબાદ T20I રમાશે. બીજી મેચ 6 નવેમ્બરે તે જ સ્થળે શરૂ થશે. ત્યારબાદ રાજકોટમાં અનુક્રમે 13, 16 અને 19 નવેમ્બરે ODI મેચ રમાશે.

The post ભારતીય વિકેટકીપર 30 ઓક્ટોબરે પોતાની પહેલી મેચ રમશે appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/180232/feed 0
અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર અકસ્માત; ડિવાઇડર સાથે સ્કૂટર અથડાતા 15 વર્ષીય સગીરનું કરૂણ મોત https://karnavati24news.com/news/180028 https://karnavati24news.com/news/180028#respond Wed, 22 Oct 2025 02:44:02 +0000 https://karnavati24news.com/?p=180028 (જી.એન.એસ) તા. 21 અમદાવાદ, અમદાવાદમાં આવેલા સાબરમતી રિવરફ્રન્ટ પર એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં રસ્તા પરના ડિવાઇડર સાથે સ્કૂટર અથડાતા એક 15 વર્ષીય સગીર યુવકનું દર્દનાક મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ત્રણ મિત્રો સ્કૂટર લઈને જઈ રહ્યા હતા...

The post અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર અકસ્માત; ડિવાઇડર સાથે સ્કૂટર અથડાતા 15 વર્ષીય સગીરનું કરૂણ મોત appeared first on Karnavati 24 News.

]]>

(જી.એન.એસ) તા. 21

અમદાવાદ,

અમદાવાદમાં આવેલા સાબરમતી રિવરફ્રન્ટ પર એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં રસ્તા પરના ડિવાઇડર સાથે સ્કૂટર અથડાતા એક 15 વર્ષીય સગીર યુવકનું દર્દનાક મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ત્રણ મિત્રો સ્કૂટર લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક સ્કૂટર પરનો કાબૂ ગુમાવતાં તે ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાયું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે આ દર્દનાક દુર્ઘટનામાં સ્કૂટર પર સવાર 15 વર્ષીય સગીર યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.

જ્યારે, સ્કૂટર પર સવાર અન્ય બે યુવકોને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને રાહત કામગીરી શરૂ કરી હતી.

ઇજાગ્રસ્ત યુવકોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતને પગલે રિવરફ્રન્ટ વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

The post અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર અકસ્માત; ડિવાઇડર સાથે સ્કૂટર અથડાતા 15 વર્ષીય સગીરનું કરૂણ મોત appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/180028/feed 0
ગુજરાત અને હરિયાણામાં ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓને મજબૂત બનાવવા માટે કેન્દ્રએ 15મા નાણાપંચમાંથી 730 કરોડ રૂપિયાથી વધુની ગ્રાન્ટ જાહેર કરી https://karnavati24news.com/news/179866 https://karnavati24news.com/news/179866#respond Wed, 22 Oct 2025 01:42:58 +0000 https://karnavati24news.com/?p=179866 (જી.એન.એસ) તા. 21 ગાંધીનગર, કેન્દ્ર સરકારે ગુજરાત અને હરિયાણામાં ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓ (RLB)ને મજબૂત બનાવવા માટે નાણાકીય વર્ષ 2025-26 માટે XV નાણા પંચ (XV FC) ગ્રાન્ટ્સ જારી કરી છે. ગુજરાતમાં નાણાકીય વર્ષ 2024-25 માટે ₹522.20 કરોડની અનટાઈડ ગ્રાન્ટનો બીજો હપ્તો રાજ્યની તમામ 38 જિલ્લા પંચાયતો, 247 પાત્ર બ્લોક પંચાયતો અને 14,547 પાત્ર ગ્રામ પંચાયતોને જારી કરવામાં આવ્યો છે. વધુમાં, નાણાકીય વર્ષ 2024-25 માટે અનટાઈડ ગ્રાન્ટ્સના પ્રથમ હપ્તાના રોકેલા ભાગમાંથી ₹13.5989 કરોડ વધારાની 6 પાત્ર...

The post ગુજરાત અને હરિયાણામાં ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓને મજબૂત બનાવવા માટે કેન્દ્રએ 15મા નાણાપંચમાંથી 730 કરોડ રૂપિયાથી વધુની ગ્રાન્ટ જાહેર કરી appeared first on Karnavati 24 News.

]]>

(જી.એન.એસ) તા. 21

ગાંધીનગર,

કેન્દ્ર સરકારે ગુજરાત અને હરિયાણામાં ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓ (RLB)ને મજબૂત બનાવવા માટે નાણાકીય વર્ષ 2025-26 માટે XV નાણા પંચ (XV FC) ગ્રાન્ટ્સ જારી કરી છે. ગુજરાતમાં નાણાકીય વર્ષ 2024-25 માટે ₹522.20 કરોડની અનટાઈડ ગ્રાન્ટનો બીજો હપ્તો રાજ્યની તમામ 38 જિલ્લા પંચાયતો, 247 પાત્ર બ્લોક પંચાયતો અને 14,547 પાત્ર ગ્રામ પંચાયતોને જારી કરવામાં આવ્યો છે. વધુમાં, નાણાકીય વર્ષ 2024-25 માટે અનટાઈડ ગ્રાન્ટ્સના પ્રથમ હપ્તાના રોકેલા ભાગમાંથી ₹13.5989 કરોડ વધારાની 6 પાત્ર જિલ્લા પંચાયતો, 5 બ્લોક પંચાયતો અને 78 ગ્રામ પંચાયતોને પણ જારી કરવામાં આવ્યા છે. હરિયાણા રાજ્ય માટે, કેન્દ્ર સરકારે રાજ્યની 18 જિલ્લા પંચાયતો, 134 પાત્ર બ્લોક પંચાયતો અને 6,164 ગ્રામ પંચાયતોને નાણાકીય વર્ષ 2025-26 માટે રૂ. 195.129 કરોડની અનટાઈડ ગ્રાન્ટનો પ્રથમ હપ્તો જારી કર્યો છે.

ભારત સરકાર, પંચાયતી રાજ મંત્રાલય અને જળ શક્તિ મંત્રાલય (પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગ) દ્વારા, રાજ્યોને પંચાયતી રાજ સંસ્થાઓ/ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓ માટે XV-FC ગ્રાન્ટ જારી કરવાની ભલામણ કરે છે, જે પછી નાણા મંત્રાલય દ્વારા જારી કરવામાં આવે છે. ફાળવવામાં આવેલા ગ્રાન્ટની ભલામણ કરવામાં આવે છે અને નાણાકીય વર્ષમાં બે હપ્તામાં જારી કરવામાં આવે છે. PRIs/RLBs દ્વારા બંધારણની અગિયારમી અનુસૂચિમાં સમાવિષ્ટ ઓગણત્રીસ (29) વિષયો હેઠળ સ્થાન-વિશિષ્ટ જરૂરિયાતો માટે છૂટી ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં આવશે, જેમાં પગાર અને અન્ય સ્થાપના ખર્ચનો સમાવેશ થતો નથી. બંધાયેલા ગ્રાન્ટનો ઉપયોગ (a) મૂળભૂત સ્વચ્છતા અને ODF સ્થિતિની જાળવણી માટે થઈ શકે છે અને તેમાં ઘરગથ્થુ કચરાનું સંચાલન અને સારવાર અને ખાસ કરીને માનવ મળમૂત્ર અને મળકીચડ વ્યવસ્થાપન અને (b) પીવાના પાણીનો પુરવઠો, વરસાદી પાણીનો સંગ્રહ અને પાણીના રિસાયક્લિંગનો સમાવેશ થવો જોઈએ.

The post ગુજરાત અને હરિયાણામાં ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓને મજબૂત બનાવવા માટે કેન્દ્રએ 15મા નાણાપંચમાંથી 730 કરોડ રૂપિયાથી વધુની ગ્રાન્ટ જાહેર કરી appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/179866/feed 0
શિગેરુ ઇશિબાની જગ્યાએ જાપાનના મહિલા વડાપ્રધાન બન્યા સાને તાકાઇચી https://karnavati24news.com/news/179706 https://karnavati24news.com/news/179706#respond Wed, 22 Oct 2025 00:41:58 +0000 https://karnavati24news.com/?p=179706 (જી.એન.એસ) તા. 21 ટોક્યો, જાપાનની સંસદે મંગળવારે દેશના પ્રથમ મહિલા વડા પ્રધાન તરીકે અતિ રૂઢિચુસ્ત સના તાકાચીને ચૂંટ્યા. સંઘર્ષ કરી રહેલા લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના નેતા, 64 વર્ષીય તાકાચી, શિગેરુ ઇશિબાના સ્થાને આવશે, જેમણે બે મોટી ચૂંટણી હાર બાદ રાજીનામું આપ્યું હતું. જુલાઈમાં લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP) ના વિનાશક ચૂંટણી હાર...

The post શિગેરુ ઇશિબાની જગ્યાએ જાપાનના મહિલા વડાપ્રધાન બન્યા સાને તાકાઇચી appeared first on Karnavati 24 News.

]]>

(જી.એન.એસ) તા. 21

ટોક્યો,

જાપાનની સંસદે મંગળવારે દેશના પ્રથમ મહિલા વડા પ્રધાન તરીકે અતિ રૂઢિચુસ્ત સના તાકાચીને ચૂંટ્યા. સંઘર્ષ કરી રહેલા લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના નેતા, 64 વર્ષીય તાકાચી, શિગેરુ ઇશિબાના સ્થાને આવશે, જેમણે બે મોટી ચૂંટણી હાર બાદ રાજીનામું આપ્યું હતું. જુલાઈમાં લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP) ના વિનાશક ચૂંટણી હાર બાદ ત્રણ મહિનાના રાજકીય શૂન્યાવકાશનો અંત લાવતા, તાકાચી વડા પ્રધાન શિગેરુ ઇશિબાનું સ્થાન લેશે. ફક્ત એક વર્ષ માટે પદ પર રહેલા ઇશિબાએ મંગળવારે તેમના મંત્રીમંડળ સાથે રાજીનામું આપ્યું, જેનાથી તેમના અનુગામી માટે માર્ગ મોકળો થયો.

જાપાનની રાજકીય અસ્થિરતા

ઓસાકા સ્થિત જમણેરી પાંખ જાપાન ઇનોવેશન પાર્ટી (JIP), અથવા ઇશિન નો કાઈ સાથે LDPનું અચાનક જોડાણ, દિવસના અંતમાં સંસદીય મતદાનમાં તાકાચીની જીત સુનિશ્ચિત કરે છે, કારણ કે વિપક્ષ વિભાજિત રહે છે. જો કે, બંને ગૃહોમાં જોડાણ હજુ પણ બહુમતીથી ઓછું છે, જેના કારણે તાકાચીને કાયદા પસાર કરવા માટે અન્ય વિપક્ષી જૂથોને કોર્ટમાં લાવવાની ફરજ પડી છે, જે અસ્થિર અને અલ્પજીવી સરકારનું જોખમ ઊભું કરે છે.

“રાજકીય સ્થિરતા હાલમાં ખૂબ જ જરૂરી છે,” તાકાઇચીએ સોમવારે JIP નેતા અને ઓસાકાના ગવર્નર હિરોફુમી યોશિમુરા સાથેના હસ્તાક્ષર સમારોહમાં કહ્યું. “સ્થિરતા વિના, આપણે મજબૂત અર્થતંત્ર અથવા રાજદ્વારી માટે પગલાં લઈ શકતા નથી.” ગઠબંધન કરારમાં તાકાઇચીના કટ્ટર અને રાષ્ટ્રવાદી નીતિગત વલણને પ્રકાશિત કરવામાં આવ્યું હતું.

JIP સાથેનો આ છેલ્લી ઘડીનો સોદો LDP દ્વારા તેના લાંબા સમયથી ભાગીદાર, બૌદ્ધ-સમર્થિત કોમેઇટોને ગુમાવ્યાના માત્ર 10 દિવસ પછી થયો છે, જે વધુ દ્વેષી અને મધ્યવાદી વલણ ધરાવે છે. બ્રેકઅપથી જાપાની રાજકારણ પર LDPના લાંબા સમયથી નિયંત્રણને જોખમ હતું.

આગળ પડકારો

64 વર્ષીય તાકાઇચી એક કેબિનેટ રજૂ કરે છે જેમાં LDPના પ્રભાવશાળી કિંગમેકર, તારો એસોના ઘણા સાથીઓ અને પાર્ટી નેતૃત્વ મતમાં તેમને ટેકો આપનારા અન્ય લોકોનો સમાવેશ થાય છે. યોશિમુરાના મતે, JIP શરૂઆતમાં LDP સાથે જોડાણ અંગે વિશ્વાસ ન કરે ત્યાં સુધી કોઈ મંત્રી પદ સંભાળશે નહીં. તાકાઇચી તાત્કાલિક દબાણનો સામનો કરે છે, આ અઠવાડિયાના અંતમાં એક મુખ્ય નીતિગત ભાષણ, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાતચીત અને પ્રાદેશિક સમિટનું આયોજન છે. તેમણે ડિસેમ્બરના અંત સુધીમાં વધતી જતી કિંમતોને ઝડપથી સંબોધિત કરવી જોઈએ અને જાહેર અપેક્ષાઓ પૂરી કરવા માટે આર્થિક પગલાં રજૂ કરવા જોઈએ.

ભલે તે જાપાનની પ્રથમ મહિલા વડા પ્રધાન બનશે, પરંતુ તાકાચી લિંગ સમાનતા અથવા વિવિધતાને પ્રાથમિકતા આપી રહી નથી. તેણીએ સતત મહિલાઓના ઉન્નતિ માટેના પગલાંનો વિરોધ કર્યો છે, શાહી પરિવારમાં ફક્ત પુરુષ-માત્ર ઉત્તરાધિકારને સમર્થન આપ્યું છે, અને સમલૈંગિક લગ્ન અને પરિણીત યુગલો માટે અલગ અટકને મંજૂરી આપવાની વિરુદ્ધ છે.

શિન્ઝો આબેના શિષ્ય

હત્યા પામેલા ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્ઝો આબેના શિષ્ય, તાકાચી તેમની નીતિઓનું પાલન કરશે તેવી અપેક્ષા છે, જેમાં સૈન્યને મજબૂત બનાવવું, અર્થતંત્રને વેગ આપવો અને જાપાનના શાંતિવાદી બંધારણમાં સુધારો કરવો શામેલ છે. સત્તા પર સંભવિત નાજુક પકડ સાથે, તે સ્પષ્ટ નથી કે તે કેટલું પ્રાપ્ત કરી શકશે.

The post શિગેરુ ઇશિબાની જગ્યાએ જાપાનના મહિલા વડાપ્રધાન બન્યા સાને તાકાઇચી appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/179706/feed 0