પાટણની Archives - Karnavati 24 News https://karnavati24news.com/news/tag/પાટણની Fri, 17 Dec 2021 09:57:07 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.7.2 https://karnavati24news.com/wp-content/uploads/2020/07/2020-07-28-2.png પાટણની Archives - Karnavati 24 News https://karnavati24news.com/news/tag/પાટણની 32 32  પાટણની માખણીયા ડમ્પિંગ સાઈટનો લેગસી વેસ્ટ ખસેડવા માટે ગ્રાન્ટ ફાળવાઈ, રૂા. 1.88 કરોડનો પ્રથમ હપ્તો ચૂકવાયો https://karnavati24news.com/news/3108 https://karnavati24news.com/news/3108#respond Fri, 17 Dec 2021 09:57:07 +0000 https://karnavati24news.com/?p=3108 પાટણ શહેર નજીક આવેલી માખણીયા ડમ્પિંગ સાઈટ ઉપર શહેરમાંથી નીકળતો રોજીંદો કચરો ડમ્પ કરવામાં આવતો લેગસી વેસ્ટ 4 કરોડ 78 લાખ ટનથી પણ વધુ ભેગો થઈ જતાં કચરાનો ડુંગર બની જવા પામ્યો હતો. ત્યારે પાટણ નગરપાલિકા દ્વારા લેગસી વેસ્ટ હટાવવા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તા. 7 સપ્ટેમ્બર 2021ના રોજ માંગણી...

The post  પાટણની માખણીયા ડમ્પિંગ સાઈટનો લેગસી વેસ્ટ ખસેડવા માટે ગ્રાન્ટ ફાળવાઈ, રૂા. 1.88 કરોડનો પ્રથમ હપ્તો ચૂકવાયો appeared first on Karnavati 24 News.

]]>
પાટણ શહેર નજીક આવેલી માખણીયા ડમ્પિંગ સાઈટ ઉપર શહેરમાંથી નીકળતો રોજીંદો કચરો ડમ્પ કરવામાં આવતો લેગસી વેસ્ટ 4 કરોડ 78 લાખ ટનથી પણ વધુ ભેગો થઈ જતાં કચરાનો ડુંગર બની જવા પામ્યો હતો. ત્યારે પાટણ નગરપાલિકા દ્વારા લેગસી વેસ્ટ હટાવવા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તા. 7 સપ્ટેમ્બર 2021ના રોજ માંગણી કરાતાં અને હાઈપાવર કમિટીની મિટીંગમાં તેને બહાલી મળી જતાં પાલિકાને રૂ. 1 કરોડ 88 લાખ 75 હજારનો પ્રથમ હપ્તો ચૂકવાયો છે. હવે 15 દિવસમાં આ અંગેની ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી લેગસી વેસ્ટ હટાવવાની કામગીરી હાથ ધરાશે. છેલ્લા ઘણા સમયથી પાટણ શહેરમાં રોજીંદો નીકળતો લીલો અને સૂકો કચરો અલગ કરી તે કચરો માખણીયા ખાતે બનાવવામાં આવેલી ડમ્પિંગ સાઈટ ઉપર ઠાલવવામાં આવતો હતો. પરંતુ છેલ્લા ઘણા સમયથી ડમ્પિંગ સાઈટ ઉપર લેગસી વેસ્ટના ઢગ ખડકાઈ જતાં અને કચરો નાંખવાની જગ્યા ન બચતાં છેવટે પાલિકા તંત્ર પણ વિમાસણમાં મૂકાયું હતું. જેથી સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પાટણ નગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વર્ષ 2018-19 અને અને 2019-20 માટે રૂ. 3.29 કરોડની ફાળવણી કરી તે રકમના પ્રથમ હપ્તારૂપે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરના ખાતામાં રૂા. 1.88 કરોડ જમા આપવામાં આવ્યા છે. પ્રાદેશિક કમિશ્નરના અધ્યક્ષસ્થાને રૂ. 50 લાખથી ઉપરના કામની તાંત્રિક મંજૂરી માટે સમિતિ બોલાવી ચર્ચા કરાઈ હતી. ઉપરાંત કામની મંજૂરી માટે સ્થળ ચકાસણી પર આવી ટોપોગ્રાફી ડ્રોન સર્વે કરી તાંત્રિક રીતે ચકાસણી કરવામાં આવી હતી. ત્યારબાદ સમિતિમાં કાર્યવાહી નોંધ કરી સ્વચ્છ ભારત મિશન અંતર્ગત લેગસી વેસ્ટ દૂર કરવા રૂ. 1.88 કરોડની મંજૂરી આપવામાં આવી હતી

 

The post  પાટણની માખણીયા ડમ્પિંગ સાઈટનો લેગસી વેસ્ટ ખસેડવા માટે ગ્રાન્ટ ફાળવાઈ, રૂા. 1.88 કરોડનો પ્રથમ હપ્તો ચૂકવાયો appeared first on Karnavati 24 News.

]]>
https://karnavati24news.com/news/3108/feed 0