Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
લાઈફ સ્ટાઇલ

Navratri: ઉપવાસમાં ખાલી પેટે ભૂલથી પણ ના ખાઓ આ વસ્તુઓ, નહિં તો રોવાનો વારો આવશે

ચૈત્રી નોરતામાં અનેક લોકો ઉપવાસ કરતા હોય છે. આમ, આ ગરમીમાં ઉપવાસ કરવો અઘરો પડે છે તેમ છતા લોકો પૂરી શ્રદ્ધા સાથે ઉપવાસ કરતા હોય છે. આ માટે ગરમીમાં ઉપવાસ કરો ત્યારે અનેક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જો તમે આ વાતો પર ધ્યાન આપતા નથી તો તમારે સ્વાસ્થ્યને અનેક ઘણું નુકસાન થાય છે. તો જાણી લો તમે પણ ઉપવાસ દરમિયાન ખાલી પેટે કઇ વસ્તુઓ ખાવી જોઇએ નહિં…

ચા

ક્યારે પણ કોઇ વ્યક્તિ ખાલી પેટે ચા પીવી જોઇએ નહિં. ખાલી પેટે ચા પીવાથી પેટમાં એસિડ બને છે, જેના કારણે એસિડિટી, પેટમાં બળતરા જેવી અનેક સમસ્યાઓ થાય છે.

ઓઇલી ફૂડ

ઉપવાસ દરમિયાન અનેક લોકો ઓઇલી ફૂડ વધારે પ્રમાણમાં ખાતા હોય છે. જો તમે પણ ખાલી પેટે ઓઇલી ફૂડ ખાઓ છો તો તમારા સ્વાસ્થ્યને અનેક ઘણું નુકસાન થઇ શકે છે. ઓઇલી ફૂડ ખાવાથી પાચન સંબંધિત સમસ્યાઓ વધી શકે છે. આ સાથે જ ઘણાં લોકોને ડિહાઇડ્રેશન જેવી સમસ્યા પણ થાય છે.

દહીં અને દૂધ

દૂધ અને દહીં પણ ખાલી પેટે ખાવું જોઇએ નહિં. આ બન્ને વસ્તુ ખાવાથી પેટમાં એસિડ થાય છે. દહીં અને દૂધ પીવાથી શરીરમાં પ્રોટીનની માત્રા વધી જાય છે જેની ઉલટી અસર હેલ્થ પર પડે છે. આ માટે પહેલા થોડો ખોરાક ખાઓ અને પછી દહીં કે દૂધ લો.

કેળા

કેળા તમારું વજન વધારે છે અને સાથે તમને હેલ્ધી રાખવામાં પણ મદદ કરે છે. કેળામાં મેગ્નેશિયમની માત્રા વધુ હોય છે, જે ખાલી પેટે ખાવાથી પેટમાં બળતરા, ગેસ અને કબજીયાત જેવી સમસ્યાઓ થાય છે. આમ, જો તમે બપોરના અથવા સાંજના સમયે કેળા ખાઓ છો તો તમને અનેક ઘણાં ફાયદાઓ થાય છે.

संबंधित पोस्ट

પપૈયાના બીજના ફાયદા: પપૈયાના બીજમાં છુપાયેલું ‘સ્વાસ્થ્યનું રહસ્ય’, જાણો તેના ફાયદા

Karnavati 24 News

શિયાળામાં, તમારા ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો.

Karnavati 24 News

बादाम हैं फायदेमंद सूखे मेवे : भीगे-सूखे-भुने-छिले या छिलके सहित खाने से वजन से लेकर पाचन तक की समस्या दूर हो जाएगी।

Admin

त्वचा के कालेपन को दूर करने के लिए रोजाना सोने पहले यह चीज लगाएं

Admin

શું પુરુષો ખરેખર પ્રેગ્નન્ટ હોઈ શકે છે? જાણો સમગ્ર પ્રક્રિયા

Karnavati 24 News

જો તમારે આખો દિવસ ઉર્જાવાન રહેવું હોય તો Oreo કોફી મિલ્કશેક પીવો

Admin
Translate »