Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
બિઝનેસ

ન્યૂ બલેનો અને ગ્લૈંઝામાં આવી રહ્યા છે, CNG વેરિએન્ટ, મોંઘવારીને આપશે મ્હાત

માર્ચ મહિનામાં, બે પ્રીમિયમ સેગમેન્ટની હેચબેક કાર 2022 Maruti Suzuki Baleno  અને 2022 Toyota Glanza ભારતમાં શાનદાર એન્ટ્રી મારી રહી છે. આ કાર્સમાં ઘણા સારા ફીચર્સ, લેટેસ્ટ ડિઝાઇન અને મજબૂત કેબિન આવી રહ્યુ છે. હવે આ બંને કાર ટૂંક સમયમાં CNG વેરિઅન્ટમાં પણ ઉતરી શકે છે. ટોયોટા ઈન્ડિયાની વેબસાઈટ પર પણ ગ્લૈંઝા સીએનજીના લોન્ચની સંપુર્ણ માહિતી આપવામાં આવી છે.

નવી ગ્લાન્ઝાની માઈલેજ પણ ઘણી સારી બતાવાઇ રહી છે. આપને જણાવી દઈએ કે હાલમાં પેટ્રોલની કિંમત 95 રૂપિયાની આસપાસ છે, તેથી કાર ચલાવવી ઘણી મોંઘી પરવળી રહી છે. પેટ્રોલ માત્ર મોંઘુ જ નથી પરંતુ તે વધુ હવા પ્રદૂષણ ફેલાવે છે. CNG પેટ્રોલ કરતાં ઓછું પ્રદૂષણ કરે છે. એટલા માટે ઘણા લોકો CNG વેરિઅન્ટને પહેલી પસંદ આપતા થયા છે.

ટોયોટા એપ્રિલ મહિના દરમિયાન CNG વેરિઅન્ટ લોન્ચ કરી શકે છે. કારનું CNG વેરિઅન્ટ વર્તમાન વેરિઅન્ટમાં 1197cc એન્જિન સાથે આવશે. જ્યારે, એન્જિનના પાવર અને ટોર્કમાં થોડો તફાવત પણ રહેશે. Glanza CNG માત્ર મેન્યુઅલ ગિયરબોક્સ સાથે રજૂ થશે.

કિંમત વિશે વાત કરીએ તો, Toyota Glanza હાલમાં રૂ. 6.4 લાખથી 9.7 લાખની વચ્ચે આવે છે. જ્યારે CNG વેરિઅન્ટની કિંમત લગભગ 80 હજાર રૂપિયા સુધી વધી શકે છે.

મારુતિ બલેનો 2022 સ્પેક્સ અને કિંમત

જો મારુતિ સુઝુકીની નવી બલેનો વિશે વાત કરીએ તો તેની કિંમત 6.35 લાખથી 9.49 લાખ રૂપિયાની વચ્ચે છે. બંને પ્રીમિયમ હેચબેક કારના ફીચર્સ લગભગ સરખા છે. બંને કારમાં 9-ઇંચની મોટી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળશે, જે વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કાર પ્લેને સપોર્ટ કરશે.

संबंधित पोस्ट

શેર માર્કેટ ધામ: સેન્સેક્સ 1016 પોઈન્ટના ઘટાડા સાથે 54303 પર બંધ, આઈટી અને બેન્કિંગ શેરો સૌથી વધુ તૂટ્યા

Karnavati 24 News

Gold Price Today : સોનુ એક વર્ષના રેકોર્ડ સ્તરે પહોંચ્યું, અમદાવાદમાં આજે 1 તોલાનો ભાવ 51790 રૂપિયા

Karnavati 24 News

જાણો ભારતનો ક્વર્ટલી GDP કેટલો નોંધાયો, આગામી સમયમાં શું સ્થિત રહેશે

Karnavati 24 News

ટાટા બાદ હવે કિયા પણ લાવી રહી છે સસ્તી ઇલેક્ટ્રિક કાર, ઇન્ડિયન યુઝર્સ માટે તૈયાર કરી છે ખાસ ડિઝાઇન

Karnavati 24 News

પાકિસ્તાનના હાલ બેહાલ, ટામેટા 500 રૂપિયા કિલો તો ડુંગળીની કિંમત 400 રૂપિયાને પાર

Karnavati 24 News

કેમ બની શકે છે હવાઇ મુસાફરો માટે ખતરો? ફ્લાઇટ પર આ કારણે લાગી રોક

Karnavati 24 News