Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

કાળઝાળ ગરમી પડતા પ્રાથમિક શાળાનો સમય સવારનો કરવા માંગણી કરાઇ

આ વર્ષે માર્ચની શરૂઆતમાં જ ગરમી પોતાનો પ્રકોપ બતાવવાનું શરૂ કરી દીધું છે.. હાલથી જ મોટાભાગના શહેરોનું તાપમાન 40 ડિગ્રીની આસપાસ નોંધાઇ રહ્યું છે. ત્યારે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા શાળાનો સમય સવારનો કરવાની માગણી કરાઇ છે… સંઘે શિક્ષણ સચિવને પત્ર લખ્યો છે. અને માગ કરી શેકે છે કે 21 માર્ચથી જ શાળાનો સમય સવારનો કરવામાં આવે. શૈક્ષિક સંઘે પત્રમાં ઉમેર્યું છે કે ગરમીનો પારો સતત વધી રહ્યો છે અને મોટાભાગના શહેરોનું તાપમાન પણ વધી રહ્યું છે હવામાન વિભાગ દ્વારા પણ કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે. ત્યારે આવી ગરમીમાં બાળકોને બપોરના સમયે શાળાઓમાં શૈક્ષણિક કાર્યમાં મન પરોવાતું નથી. જ્યારે સવારની શાળાઓમાં શૈક્ષણિક કાર્ય માટેનો સમય વધુ અનુકુળ હોય છે, જેથી રાજ્યની તમામ શાળાઓમાં 21-03-2022થી બપોરના સમયમાં ફેરફાર કરી સવારના સમય માટે યોગ્ય ઘટતું કરવા વિનંતી કરાઇ છે.. વિદ્યાર્થીઓના હિત અને તેમના આરોગ્યને ધ્યાને રાખીને પણ તંત્ર નિર્ણય કરે તેવી ઇચ્છા વ્યક્ત કરાઇ છે. કારણ કે બપોરમાં કાળઝાળ ગરમીમાં બાળકો વધુ બિમાર પડતા હોય છે અને થોડા સમય પહેલાથી જ પ્રાથમિક શાળાઓ ફૂલ ફેઝમાં શરૂ થઇ છે આવામાં બાળકોનું આરોગ્ય પણ ઘણુ મહત્વનું બની રહે છે.

संबंधित पोस्ट

 સર્પદંશથી ઇજાગ્રસ્ત દર્દી SSG હોસ્પિટલમાં સ્ટ્રેચર પર હતો અને ડોક્ટર સામે પરિવારે કોથળીમાંથી સાપ કાઢતા જ..

Karnavati 24 News

મહુવા શહેરનો વોર્ડ નં 8 માં ભાજપની ચૂંટણી સભા યોજાઈ હતી .

Admin

 ભાજપના નેતાઓ જ PM મોદીની અપીલ માનતા નથી, જાફરાબાદ નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ઉમટી લોકોની ભીડ

Karnavati 24 News

અમદાવાદમાં વૃક્ષારોપણ પાછળનાં ખર્ચમાં 2019– 20થી 2021-22માં 116 ટકાનો વધારો નોંધાયો છે

Admin

અંકલેશ્વરમાં સગા બાપે સગીર પુત્રી ઉપર અનેક વખત દુષ્કર્મ આચર્યું.

Karnavati 24 News

વલ્લભીપુર તાલુકા રાજપૂત સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો, વન-પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાની હાજરી

Karnavati 24 News