રશિયન રાષ્ટ્રપતિ પુતિને એલાન કર્યા બાદ રશિયા પૂર્વ યુક્રેનને બે અલગ અલગ ક્ષેત્રોની સ્વતંત્રતાને માન્યતા આપી દીધી છે. રશિયા દ્વારા સ્વઘોષિત ગણરાજ્ય ડોનેહ્ક અને લુહાંસ્કને અલગ દેશ તરીકે માન્યતા આપવામાં આવી છે. પુતિને તેના પર હસ્તાક્ષર કર્યા છે અને આ બન્ને જગ્યાઓએ સેના ખડકી દેવામાં આવી છે.હવે આ બંને દેશો વચ્ચેના તણાવ વધી શકે છે અને યુદ્ધની આશંકા વધી રહી છે. પરંતુ રશિયાએ એવી ચેતવણી આપી છે કે, યુક્રેન જો ટકરાવ માટે તૈયાર થાય છે તો તેના પરીણામનું જવાબદાર યુક્રેન હશે. ત્યારે બીજી બાજુ યુરોપિયન યુનિયન અને અમેરીકા આ બન્ને એક થઈ રુસની સામે આવી ગયા છે પરંતુ રશિયા ટસથી મસ થવામાં માની રહ્યું નથી.યુક્રેન એક ડગલું આગળ વધશે તો રશિયાનાે સામનાે કરવો પડશે પરંતુ રશિયા અમેરીકાનો ઈગો ભાંગવા માંગે છે કે શું તેને લઈને ચર્ચાઓ થઈ રહી છે અને હકીકતમાં અમેરીકાનો ઈગાે ચકનાચુર થઈ ગયો છે. કેમ કે, અમેરીકાની ચેતવણીને રશિયા ઘોળીને પી ગયું છે. રશિયા એક ડગલું આગળ વધી અમેરાકાથી આગળનું વિચારી રહ્યું છે. અત્યાર સુધી ચૂપ રહેલું રશિયાએ એક જ સાથે એક જ નિર્ણય પર સૌ કાેઈને દાંતમાં આંગળી નાખવા પર મજબૂર કરી દીધા છે. રશિયાએ પોણા બે લાખ સૈનિકો ખડકી દીધા છે. અમેરીકાએ ફક્ત અત્યારે એટલું કહ્યું છે કે, આ દેશો સાથે તેઓ તાલમેલ જાળવશે પરંતુ એટલાથી કામ નથી બનતું રશિયાએ તેમના મનનું ધાર્યું કર્યું છે અને ફરી તે જાબાઝ અને પાેતાના નિર્ણય પર ટકી રહેનાર છે તેવું સાબિત કર્યું છે. કેમ કે, રશિયા પર યુરોપ અને અમેરીકાનાે ખતરો હાેવા છતા પણ આ નિર્ણય કરી હસ્તાક્ષર કરી દીધા છે.પૂર્વીય યુક્રેનના બે દેશોને માન્યતા આપવાથી ઘણા દેશો વિરોધ કરી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર યુક્રેનની અખંડતા પર અસર પડી છે તેમ યુક્રેને કહ્યુ છે. આ ઉપરાંત એવો પણ આરોપ લગાવ્યો છે કે રશિયાએ શાંતિ વાર્તાને તોડી છે. યુક્રેનની અખંડતતાની રક્ષા કરવામાં આવે તેવુ યુક્રેને સંયુક્ત રાષ્ટ્રને કહ્યુ છે.
