ચોકલેટ એક એવી વસ્તુ છે જે દુખના દિવસોમાં અને ખુશીના દિવસોમાં તમારી માટે સારી દોસ્તી બનીને રહે છે. ડાર્ક ચોકલેટ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ડાર્ક ચોકલેટ તમારી સ્કિન પર ગ્લો લાવવાનું કામ પણ કરે છે. ડાર્ક ચોકલેટમાં પોલીફેનોલ્સ અને ફ્લેવનોલ્સ હોય છે જે સ્કિનને ગ્લો કરવાનું અને ક્લિન કરવાનું કામ કરે છે. આ માટે તમે પણ તમારી સ્કિન પર નેચરલ ગ્લો લાવવા માટે ઘરે બનાવો ચોકલેટ ફેસ માસ્ક.
ચોકલેટ ફેસ માસ્ક
આ ફેસ માસ્ક ઓઇલી અને એક્ને સ્કિનમાંથી છૂટકારો અપાવે છે. આ માટે એક મોટી ચમચી કોકો પાઉડર, ચપટી તજનો પાઉડર અને 1 મોટી ચમચી મધ મિક્સ કરી લો. પેસ્ટ તમને વધારે ઘટ્ટ લાગે તો મધ મિક્સ કરીને થોડી પાતળી કરો. હવે આ માસ્કને તમારા ચહેરા પર 20 થી 30 મિનિટ સુધી લગાવો અને પછી ધોઇ લો. આ પ્રોસેસ તમારે અઠવાડિયામાં એક વાર કરવાની રહેશે.
ચોકલેટ-લીંબુનો ફેસ માસ્ક
એન્ટી ઓક્સીડન્ટથી ભરપૂર ડાર્ક ચોકલેટ ફેસ માસ્ક સ્કિનને પોષણ આપવાનું કામ કરે છે. આ માટે કપ કોકો પાઉડર, 2 ટેબલ સ્પૂન માટી, 2 ટેબલ સ્પૂન દહીં, 1 ટી.સ્પૂન લીંબુનો રસ અને 1 ટી.સ્પૂન નારિયેળ તેલ મિક્સ કરો. હવે આ માસ્કને ચહેરા અને ગરદન પર લગાવો અને 20 મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ ફેસ અને ગરદનને ઠંડા પાણીથી ધોઇ લો. જો તમે આ પ્રોસેસ સતત 15 દિવસ સુધી કરશો તો તમારી સ્કિનની અનેક સમસ્યાઓ ગાયબ થઇ જશે.
ડાર્ક ચોકલેટ ફેસ માસ્ક
ડાર્ક ચોકલેટ ફેસ માસ્ક બનાવવા માટે 2 ડાર્ક ચોકલેટમાં 2/3 કપ દૂધ મિક્સ કરીને પીગાળી દો. હવે એમાં 1 ટી સ્પૂન સી સોલ્ટ, 3 ટેબલ સ્પૂન બ્રાઉન સુગર એડ કરો. હવે આ મિશ્રણને ઠંડુ પડવા દો. ત્યારબાદ તમારા ચહેરા અને ગરદન પર લગાવો. આ પ્રોસેસ મહિનામાં 5-6 વાર કરવાની રહેશે.