Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

દેશવ્યાપી SIR માટેની તૈયારીઓના મૂલ્યાંકન માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા નવી દિલ્હી ખાતે મુખ્ય ચૂંટણી અધિકારીશ્રીઓની કૉન્ફરન્સ

મતદાર યાદીના અપલોડિંગ, વર્તમાન મતદારોના મેપિંગની પરિસ્થિતી તથા અધ્યતન અને ક્ષતિરહિત મતદાર યાદી તૈયાર કરવા અંગે સમીક્ષા

(જી.એન.એસ) તા. 11

ગાંધીનગર,

ભારતના ચૂંટણી પંચ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી જ્ઞાનેશકુમારની અધ્યક્ષતામાં નવી દિલ્હી ખાતે મુખ્ય ચૂંટણી અધિકારીશ્રીઓની કૉન્ફરન્સ યોજવામાં આવી હતી. ચૂંટણી કમિશનરશ્રીઓ ડૉ. સુખબીર સિંહ સંધુ અને ડૉ. વિવેક જોશીની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલી વર્ષની આ ત્રીજી કૉન્ફરન્સમાં રાષ્ટ્રવ્યાપી SIR (Special Intensive Revision) કવાયત માટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારીના કાર્યાલયોની તૈયારીઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.

આ કૉન્ફરન્સમાં બિહારના મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી દ્વારા SIR કવાયત માટે અપનાવવામાં આવેલી વ્યૂહરચનાઓ, કવાયત દરમિયાન પડેલી મુશ્કેલીઓ અને સફળ પ્રયાસો વિષયક પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવ્યું હતું. સાથે જ તમામ મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીઓએ તેમના સંબંધિત રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશમાં છેલ્લા પૂર્ણ થયેલા SIR અનુસાર મતદારોની સંખ્યા, અંતિમ SIRની પાત્રતા તારીખ અને મતદાર યાદી અંગે વિગતવાર પ્રેઝન્ટેશન આપ્યા હતા. મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીઓ દ્વારા સંબંધિત રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશની CEO વેબસાઇટ પર અગાઉના SIR પછીના મતદાર યાદીના અપલોડિંગની સ્થિતિ પણ રજૂ કરવામાં આવી હતી. રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશમાં થયેલા છેલ્લા SIR મુજબ મતદારો સાથે વર્તમાન મતદારોના મેપિંગની પરિસ્થિતી પણ રજૂ કરવામાં આવી હતી.

        મતદાર યાદી અદ્યતન અને ક્ષતિમુક્ત બને તે માટે હાથ ધરવામાં આવનાર SIR દરમિયાન પાત્રતા ધરાવતા નાગરિકો સરળતાથી રજૂ કરી શકે અને પાત્રતા ધરાવતા એકપણ નાગરિકનું નામ મતદાર યાદીમાંથી બાકાત ન રહે તથા મતદાર તરીકે નોંધાવા માટે ગેરલાયક હોય તેવા વ્યક્તિઓનો સમાવેશ ન થાય તે સુનિશ્ચિત કરી શકાય તે માટે મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીઓને સૂચિત દસ્તાવેજોની યાદી ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

આ ઉપરાંત, કોઈપણ મતદાન મથકમાં ૧,૨૦૦ થી વધુ મતદારો ન હોય તે સુનિશ્ચિત કરવા માટેની ભારતના ચૂંટણી પંચની પહેલનો તમામ રાજ્યોમાં સુચારૂ અમલ થાય તે માટે મતદાન મથકોના સુયોજનની પણ સમીક્ષા કરવામાં આવી હતી. DEO, ERO, AERO, BLO અને BLA ની નિમણૂક અને તાલીમની સ્થિતિની પણ આ કૉન્ફરન્સ દરમિયાન સમીક્ષા કરવામાં આવી હતી.

संबंधित पोस्ट

યમુનાનું પાણીનું સ્તર ખતરાના નિશાનથી નીચે; આજે દિલ્હીમાં વરસાદ અને વાવાઝોડાની શક્યતા

Gujarat Desk

ફાર્મા પર ૧૦૦% ટેરિફનાં સમાચારે ભારતીય શેરબજારમાં કડાકો…!!

Gujarat Desk

ભાજપે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત અને ગાંધીનગરના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમમેદવારોની જાહેરાત કરી

Gujarat Desk

ક્રિકેટર રોહિત શર્માએ મુંબઈમાં 2 એપાર્ટમેન્ટ આપ્યા ભાડે, દર મહિને ₹2.5 લાખનું આવશે ભાડું

Admin

કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્ય કેસી વીરેન્દ્રની ‘ગેરકાયદેસર’ સટ્ટાબાજી કેસમાં ધરપકડ: ED

Gujarat Desk

વલસાડ રૂરલ પોલીસે ઇન્ટરનેશનલ સિનિયર સિટીઝન ડે નિમિતે ઘરડાઘરના વડીલો સાથે ગરબા રમી હૂંફ પુરી પાડી

Karnavati 24 News
Translate »