લતા મંગેશકર 27 દિવસથી મુંબઇની બ્રીચ કેન્ડી હૉસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. હોસ્પિટલમાં લતા મંગેશકરની સારવાર ચાલી રહી છે. લતા મંગેશકરનું સ્વાસ્થ્ય ફરી બગડી ગયુ છે. લતા મંગેશકર ICUમાં છે અને ડૉક્ટરની નજર હેઠળ છે.લતા મંગેશકરના મેનેજર કે તેમના પરિવારે આ વાતની પૃષ્ટી કરી નથી. લતા મંગેશકરના પ્રવક્તાએ કહ્યુ- પરિવાર દરેક અફવાનું ખંડન નહી કરે. લતાજીની કંડીશન પર અમે કઇ પણ ઓફિશિયલ નિવેદન નથી આપી શકતા. પરિવારની પ્રાઇવેસીનું ધ્યાન રાખો અને આ સ્થિતિમાં તેમની સલામતીની દુઆ કરો.પરિવારે જાહેર કર્યુ હતુ નિવેદનપહેલા લતા મંગેશકરના સ્વાસ્થ્યમાં સુધારો થઇ રહ્યો હતો. તેના વિશે પરિવારે એક નિવેદન જાહેર કરીને જણાવ્યુ હતુ. પરિવારનું કહેવુ હતુ કે લતા દીદી આઇસીયૂમાં છે પરંતુ તેમની સ્થિતિ પહેલા કરતા સારી છે. સાથે જ ડૉક્ટરોએ તેમણે વેન્ટીલેટરથી હટાવીને ટ્રાયલ પણ કરી હતી.