Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
બિઝનેસ

શેરબજાર: બજેટ પહેલા 5 દિવસમાં સેન્સેક્સ 2900 પોઈન્ટ ઘટ્યો, રોકાણકારો માટે સસ્તા ભાવે ઊંચા મૂલ્યના શેર ખરીદવાની તક?

છેલ્લા 5 દિવસમાં શેરબજારે 2900 અંક ગુમાવ્યા છે. રોકાણકારો એક તરફ પોર્ટફોલિયોમાં નુકસાનની વાત કરી રહ્યા છે તો સામે ઊંચા મૂલ્યના શેર ખરીદવા માટેના ઉત્તમ સમય તરીકે પણ આ સ્થિતિને જોવામાં આવી રહી છે.
સપ્તાહના પ્રથમ દિવસે પણ શેરબજારમાં ઘટાડો ચાલુ રહ્યો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ(Sensex) સોમવારે 1,100 પોઈન્ટ ઘટીને 57,963 પર ટ્રેડ થયો હતો. આ ઘટાડાના કારણે રોકાણકારોને રૂ. 7.5 લાખ કરોડનું નુકસાન થયું હતું. નાયકા, જોમાટો અને પેટીએમ જેવી કંપનીઓના શેરોને ભારે ફટકો પડ્યો છે.

શેરબજારમાં છેલ્લા 5 દિવસથી આ ઘટાડો ચાલુ છે. બજારમાં આજે થયેલો ઘટાડો 5 દિવસમાં સૌથી વધુ છે. ગત મંગળવારે તે 554 પોઈન્ટ્સ, બુધવારે 656 પોઈન્ટ્સ, ગુરુવારે 634 પોઈન્ટ અને શુક્રવારે 427 પોઈન્ટ્સ તૂટ્યો હતો. આજે 1000 અંક કરતા વધુ નુકસાન દેખાઈ રહ્યું છે.

આ દિગ્ગ્જ શેર્સ પણ આજે પટકાયા
Company Today’s Lowest Price Loss %
Nykaa 1,740.00 10%
Zomato 91.6 18%
Paytm 897.2 6%
Bajaj Finance 7,005.20 5%
Tech Mahindra 1,517 5%
માર્કેટ કેપ 262.5 લાખ કરોડ સુધી ગગડ્યું
શુક્રવારે માર્કેટ કેપ રૂ. 270 લાખ કરોડ હતું જે આજે ગગડીને રૂ. 262.5 લાખ કરોડ થયું છે. માર્કેટ ખુલ્યાના પહેલા કલાકમાં જ જોરદાર વેચવાલી જોવા મળી રહી છે. બજાજ ફાઇનાન્સ, ટેક મહિન્દ્રા અને વિપ્રોના શેર 4-4% તૂટ્યા છે. ટાટા સ્ટીલ અને ટાઇટન પણ 4-4% ઘટ્યા છે. એક સપ્તાહમાં માર્કેટ કેપમાં રૂ. 18 લાખ કરોડનો ઘટાડો થયો છે. ગયા સોમવારે તે રૂ. 280 લાખ કરોડ હતું.

સેન્સેક્સ આજે 14 પોઈન્ટ ઘટીને 59,023 પર ખુલ્યો હતો અને પ્રથમ કલાકમાં તે દિવસની સર્વોચ્ચ સપાટીએ હતો. તેની નીચી સપાટી 57,960 હતી. સેન્સેક્સના 30 શેરોમાંથી 6 માં વધારો અને 24 ડાઉન છે. સૌથી વધુ નુકસાન કરનારાઓમાં એશિયન પેઇન્ટ્સ, ડૉ. રેડ્ડી, વિપ્રો અને HCL Tech છે.

આ સાથે બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, ટાટા સ્ટીલ, ટાઇટન, કોટક બેંક, એચડીએફસી બેંક, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટીસીએસ પણ ઘટાડો દર્શાવે છે. મારુતિ, આઈસીઆઈસીઆઈ બેંક, પાવરગ્રીડ, એરટેલ, રિલાયન્સ અને એસબીઆઈનો સમાવેશ થાય છે. લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 268.50 લાખ કરોડ છે.

ઘટાડા માટેના પાંચ મુખ્ય કારણો જવાબવર માનવામાં આવે છે
યુએસમાં વ્યાજદરમાં વધારો કરવામાં આવ્યો છે
યુક્રેન અને રશિયા વચ્ચે તણાવની સ્થિતિ
વિદેશી રોકાણકારો દ્વારા ભારતીય બજારમાં સતત વેચાણના
વૈશ્વિક બજારમાં ઘટાડાનો ટ્રેન્ડ
ભારતમાં બજેટને લઈ અટકળો
માર્કેટમાં ઘટાડાનું મુખ્ય કારણ યુએસ ફેડરલ રિઝર્વની આવતીકાલથી શરૂ થઈ રહેલી બેઠક છે. આશા છે કે વ્યાજદર વધારવાનો નિર્ણય લેવામાં આવશે. આ અંગેનો નિર્ણય 26 જાન્યુઆરીએ લેવામાં આવશે. જો કે પ્રજાસત્તાક દિવસના કારણે તે દિવસે ભારતીય બજારો બંધ રહેશે. જેની અસર 27 જાન્યુઆરીએ જોવા મળી શકે છે.

800 શેરમાં લોઅર સર્કિટ નોંધાઈ
સેન્સેક્સના 234 શેર અપર અને 800 લોઅર સર્કિટમાં ટ્રેડ થઈ રહ્યા છે. આનો અર્થ એ છે કે એક દિવસમાં, તેઓ ન તો પડી શકે છે અને ન તો ચોક્કસ મર્યાદાથી આગળ વધી શકે છે.

રોકાણ માટે ઉત્તમ તક
છેલ્લા 5 દિવસમાં શેરબજારે 2900 અંક ગુમાવ્યા છે. રોકાણકારો એક તરફ પોર્ટફોલિયોમાં નુકસાનની વાત કરી રહ્યા છે તો સામે ઊંચા મૂલ્યના શેર ખરીદવા માટેના ઉત્તમ સમય તરીકે પણ આ સ્થિતિને જોવામાં આવી રહી છે. આજે મોટો ઘટાડો નોંધાવનાર ટોચના 25 શેર્સ ઉપર કરો એક નજર

Sr. No. Company Prev Close (Rs) Current Price (Rs) Loss %
1 KPR Mill Ltd. 707.5 632 -10.67
2 NIIT Ltd. 460.95 413.25 -10.35
3 Sobha 972.8 879.85 -9.55
4 Unichem Labs 284.2 258 -9.22
5 Guj. Mineral Dev 106.7 96.95 -9.14
6 Greaves Cotton 233.85 212.5 -9.13
7 Affle (India) 1,376.75 1,252.05 -9.06
8 PTC India Financial 19.9 18.1 -9.05
9 Elgi Equipments 367.15 334.5 -8.89
10 TCI Ltd. 785.1 716 -8.8
11 Just Dial 937.25 854.8 -8.8
12 KPIT Technologies 674.85 616.2 -8.69
13 IIFL Securities 99.65 91 -8.68
14 Triveni Eng.&Ind.Ltd 254.7 234 -8.13
15 Igarashi Motors Indi 463.4 426.05 -8.06
16 Kitex Garments 246.35 226.55 -8.04
17 Sheela Foam 3,577.40 3,290.95 -8.01
18 Vodafone Idea L 11.9 10.95 -7.98
19 Ramco Industries 271.55 250 -7.94
20 Mayur Uniquoters 510.05 469.7 -7.91
21 Automotive Axles 1,570.90 1,447.00 -7.89
22 Allcargo Logistics 348.3 320.95 -7.85
23 Sunteck Realty Ltd. 539.9 497.55 -7.84
24 Dwarikesh Sugar 92.85 85.65 -7.75
25 Jindal Stainless 210.75 194.5 -7.71

संबंधित पोस्ट

Gold Price Today : અમદાવાદમાં સોનું 50000 રૂપિયાથી ઓછી કિંમતે વેચાઈ રહ્યું છે, જાણો તમારા શહેરમાં શું છે 1 તોલાનો ભાવ

Karnavati 24 News

મોંઘવારીનો વધુ એક માર: હવે 19 કિલો કોમર્શિયલ LPG ગેસ 250 રૂપિયા મોંઘુ થયુ

Karnavati 24 News

Tata Tiago નો CNG અવતાર ટૂંક સમયમાં દેશમાં લોન્ચ થશે, કંપની દ્વારા ટીઝર રિલીઝ

Karnavati 24 News

TDSમાં રોકાણ શરૂ થતા ક્રિપ્ટોમાં ઘટી લોકોની રુચિ, ભારતમાં બિઝનેસ 87 ટકા ઘટ્યો

Karnavati 24 News

ડીઝલ અને કેરોસીન ના ભાવ ખટાડવા ની માછીમારો ની માંગ

Karnavati 24 News

મારુતિની આ 3 સસ્તી કાર, લોકોએ કરી ધૂમ ખરીદી, પ્રારંભિક કિંમત 3.39 લાખ અને આપે છે 31 કિમી સુધીની માઈલેજ

Karnavati 24 News