Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

સાવરકુંડલામાં ૪ લાખ ચો.મી (૧૦૦ એકર) માં સ્માર્ટ GIDC બનવાની મંજૂરી મળતા હરખની હેલી

(G.N.S) Dt. 12

ગાંધીનગર/સાવરકુંડલા,

સાવરકુંડલાને ઔદ્યોગિક નગર બનાવવાના સંકલ્પને સાકાર કરવા બદલ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજી તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનો આભાર માનતા : શ્રી કસવાલા

સાવરકુંડલા… વિશ્વભરમાં કાંટા ક્ષેત્રે સાવરકુંડલા નું નામ મોખરે છે કાંટા થી આગવી ઓળખ ઊભી કરનારા સાવરકુંડલાને વર્ષોથી જી.આઇ.ડી.સી.નું સ્વપ્ન સાકાર થયું છે રાજકોટ ખાતે યોજાયેલી રિજિયોનલ વાઈબ્રન્ટ સમિટમાં માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા રાજ્યના નવા 7 જિલ્લાઓ માટે સ્માર્ટ GIDCની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત અંતર્ગત અમરેલી જિલ્લાના સાવરકુંડલાને નવી સ્માર્ટ GIDC મળતા સમગ્ર વિસ્તારના વિકાસને નવી ગતિ સાથે સાવરકુંડલા શહેરને વિકાસની નવી ભેટ મળી હતી નવું સ્માર્ટ GIDC પ્રોજેક્ટ સાવરકુંડલા તાલુકાના બોઘરિયાણી (ધજડી) ખાતે 41 હેક્ટર જમીન પર વિકસાવવામાં આવશે આ પ્રોજેક્ટથી ઔદ્યોગિક રોકાણમાં વધારો થશે, સ્થાનિક યુવાનોને રોજગાર મળશે તેમજ સાવરકુંડલાનો સર્વાંગી વિકાસ સુનિશ્ચિત થશે તેવું સ્વપ્ન ટૂંકા દિવસોમાં સાકાર થઈ જશે સાથે સાથે સ્માર્ટ GIDCના બનવાથી સ્થાનિક યુવાનોને રોજગારી માટે બહાર નહીં જવું પડે અને રોજગારીની તકો મળશે અને ઔદ્યોગિક રોકાણમાં વધારો થશે, વેપાર અને વ્યવસાયને નવી ગતિ મળશે, ટ્રાન્સપોર્ટ, હોટલ, લોજિંગ, સર્વિસ સેક્ટરનો વિકાસ થશે તો સાવરકુંડલા ઔદ્યોગિક નગર તરીકે આગામી દિવસોમાં નવી ઓળખ સાથે સ્થાપિત થશે આ પ્રોજેક્ટથી ગ્રામ્ય અને શહેરી વિકાસ વચ્ચેનું અંતર ઘટશે અને વિસ્તારનો સર્વાંગી વિકાસ થશે સાવરકુંડલાને સ્માર્ટ GIDC મળતા ઉદ્યોગક્ષેત્રે એક નવી ક્રાંતિ આવશે અને સમગ્ર અમરેલી જિલ્લાનું ઔદ્યોગિક નકશો બદલાશે તેવા વિચારો સાથે જ ચૂંટણીમાં આપેલા વચનો પાળી બતાવવામાં પાવરધા ધારાસભ્ય મહેશ કસવાળાએ સરકાર સમક્ષ કરેલી રજૂઆતોના ફળ સ્વરૂપે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે સાવરકુંડલાને જી.આઇ.ડી.સી.નું ફળ મળ્યું હતું ઔદ્યોગિક નગર બનાવવાના સંકલ્પની સાથે કામ કરતા ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાએ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજી તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનો આભાર વ્યક્ત કર્યો હતો અને પ્રજાના ચૂંટાયેલા જન પ્રતિનિધિ તરીકેની આગવી ઓળખ સાવરકુંડલા લીલીયા વિધાનસભા માટે અલગ જ ઊભી કરીને નામના નહિ પણ કામના કસવાળા કહેવાયા હોવાનું વેપારીઓ હર્ષભેર કહી રહ્યા છે.

संबंधित पोस्ट

સિંગલ વિન્ડો પોર્ટલ માટે “ઈન્વેસ્ટર ફેસિલિટેશન પોર્ટલ(IFP)” વિકસાવનાર ગુજરાત દેશનું સૌપ્રથમ રાજ્યોમાંનું એક

Gujarat Desk

ટ્રમ્પે ક્યુબાને તેલ વેચતા દેશો પર ટેરિફ લગાવવાની ધમકી આપી, મેક્સિકો પર દબાણ વધ્યું

Gujarat Desk

S&Pએ ભારતના જીડીપી ગ્રોથનો અંદાજ ૬.૫% પર સ્થિર રાખ્યો…!!

Gujarat Desk

અમદાવાદમાં કોમન ‘Wealth’ ઊભી થશે, 77 કિમીમાં ભાવ આસમાને આંબશે, રિયલ એસ્ટેટમાં તેજીનું તોફાન આવશે, 3 લાખ નોકરી સર્જાશે

Gujarat Desk

ડિવિડન્ડ રૂપે સરકારને અત્યાર સુધીમાં રૂ.૪૧ હજાર કરોડથી વધુની આવક…!!

Gujarat Desk

અમેરિકાએ H-1B, H-4 વિઝા અરજદારો માટે વિશ્વવ્યાપી ચેતવણી જારી કરી, ‘ઓનલાઇન હાજરી સમીક્ષાઓ’નો વિસ્તાર કરવા

Gujarat Desk
Translate »