જાણીતો બાળ કલાકાર ‘બચપન કા પ્યાર’ ફેમ સહદેવ દિરડોને છત્તીસગઢના સુકમામાં બાઇક સ્લીપ થતાં અકસ્માત નડ્યો છે. માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. ‘બચપન કા પ્યાર’ ગીતથી લોકપ્રિય બનેલા સહદેવ દેરડો રોડ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા છે. સહદેવને માથામાં ગંભીર ઈજા થઈ છે. તેમની હાલત અત્યંત ગંભીર હોવાનું કહેવાય છે. સુકમા જિલ્લા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ તેને ડિમરાપાલ મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યો છે. અહીં સુકમાના કલેક્ટર વિનીત નંદનવર અને એસપી સુનિલ શર્મા પણ સહદેવની હાલત જાણવા જિલ્લા હોસ્પિટલ પહોંચ્યા છે. સહદેવ મિત્ર સાથે જઈ રહ્યો હતો આ અકસ્માત મંગળવારે સાંજે 5 વાગ્યાની આસપાસ થયો હતો. સહદેવ મિત્રો સાથે બાઇક પર શબરી નગર તરફ જઈ રહ્યા હતા, ત્યારે અચાનક રસ્તા પર ગીલા અને રેતીના કારણે તેમની બાઇક બેકાબૂ થઈને પલટી ગઈ. અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. આસપાસના લોકો તેને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા. જ્યાં તબીબોએ માથામાં 4 ટાંકા નાખી સારવાર શરૂ કરી હતી. આ પછી તેને જગદલપુર રિફર કરવામાં આવ્યો છે. સહદેવના મિત્રને સામાન્ય ઈજા થઈ છે.