વિરાટ કોહલી (Virat Kohli) ની ગણતરી હાલમાં વિશ્વના મહાન બેટ્સમેનોમાં થાય છે, પરંતુ છેલ્લા બે વર્ષથી તેના બેટથી સદી નથી.
લગભગ બે વર્ષ થઈ ગયા છે જ્યારે વિરાટ કોહલી (Virat Kohli) આંતરરાષ્ટ્રીય સ્તરે સદી ફટકારી શક્યો નથી. આ વર્ષે કોહલીએ 10 મેચમાં કુલ 483 રન બનાવ્યા છે. જોકે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનારની યાદીમાં કોહલી ત્રીજા સ્થાને છે. રિકી પોન્ટિંગ (Ricky Ponting) અને સચિન તેંડુલકર (Sachin Tendulkar) તેનાથી આગળ છે. જો કે કોહલીએ હજુ તેની 71 મી સદીથી આગળ વધવાનો બાકી છે.
ટીમ ઈન્ડિયા (Indian Cricket Team) હાલ દક્ષિણ આફ્રિકા (South Africa) ના પ્રવાસે છે અને આશા છે કે કોહલી આ વખતે સદીના દુકાળનો અંત લાવશે. જો કે, ભારતીય ટીમના નવા મુખ્ય કોચ રાહુલ દ્રવિડે (Rahul Dravid) કોહલીની પ્રશંસા કરી છે અને કહ્યું છે કે તેણે ટીમમાં ફિટનેસના કલ્ચરને નવા આયામ આપ્યા છે.
રાહુલે કોહલીના વિશ્વ ક્રિકેટ પર તેના પ્રભાવ વિશે વાત કરી અને આ બેટ્સમેનની રમતની પ્રશંસા કરી. રાહુલનો BCCI એ વિડીયો જારી કર્યો હતો. જેમાં તેણે કહ્યું, છેલ્લા 10 વર્ષમાં તેને ક્રિકેટર તરીકે આગળ વધતો જોવો અદ્ભુત છે. તેણે ટીમ માટે જે રીતે પ્રદર્શન કર્યું છે, તેણે જે રીતે ટીમની કેપ્ટનશિપ કરી છે તે શાનદાર છે. તેણે આખી ટીમમાં ફિટનેસ કલ્ચર અને એનર્જી લેવલમાં નોંધપાત્ર વધારો કર્યો છે. હું તેની સાથે કામ કરવા ઉત્સુક છું. તે સતત આગળ વધી રહ્યો છે અને પોતાની જાતને પુશ કરી રહ્યો છે.
.@imVkohli‘s transformation 👏
Excitement about SA challenge 👌
Initial few months as Head Coach ☺️Rahul Dravid discusses it all as #TeamIndia gear up for the first #SAvIND Test in Centurion. 👍 👍
Watch the full interview 🎥 🔽https://t.co/2H0FlKQG7q pic.twitter.com/vrwqz5uQA8
— BCCI (@BCCI) December 25, 2021
પોતાના સમયને યાદ કર્યો
બીસીસીઆઇ એ શેર કરેલા ઈન્ટરવ્યુમાં રાહુલે દક્ષિણ આફ્રિકા અને 2006ના પ્રવાસમાં તેની કેપ્ટનશીપ હેઠળ ટીમની શાનદાર જીતને યાદ કરી છે. દક્ષિણ આફ્રિકામાં જ ભારતે 2003 માં ODI વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો પરંતુ તે જીતી શક્યું ન હતું.
રાહુલે કહ્યું, મુલાકાત લેવા માટે આ અદ્ભુત દેશ છે. ક્રિકેટ રમવા માટે પણ ખૂબ જ પડકારજનક સ્થળ છે, પરંતુ અહીં રમવાની મજા આવે છે. મારી પાસે દક્ષિણ આફ્રિકામાં રમવાની કેટલીક અદ્ભુત યાદો છે. મેં કેપ્ટન તરીકે અહીં મેચ જીતી હતી. અહીં કેટલીક કપરી મેચો પણ રમાઈ હતી. અમે 2003માં વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યા હતા. આ અદ્ભુત યાદો છે. આ તે જગ્યા છે જે ક્રિકેટ પ્રત્યે ખૂબ જ ઉત્સાહી છે.
જીત અંગે રાહુલે કહ્યું કે, જીતને લઈને ઘણી આશા છે. જ્યારે પણ ભારતીય ટીમ બહાર પ્રવાસ કરે છે, ગમે તે ફોર્મેટ હોય, તે જીતશે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. આશા છે કે અમે જીતવા માટે સક્ષમ છીએ. જોકે આ સરળ નથી. દક્ષિણ આફ્રિકામાં ક્રિકેટ રમવું એ એક પડકારજનક કાર્ય છે. તે ઘરમાં શાનદાર રમે છે. તેથી અમારે જીતવા માટે અમારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે.