રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૮.૧૨.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૪૫૫૯ સામે ૮૪૫૧૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૪૨૩૮ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૫૪૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૭ પોઈન્ટના ઘટાડા સાથે ૮૪૪૮૧ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૮૯૭ સામે ૨૫૮૭૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૮૦૧ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૭૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૫ પોઈન્ટના ઘટાડા સાથે ૨૫૮૮૨ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધનો અંત લાવવા અમેરિકાની પહેલ અને આ માટે ડિલ પર બન્ને દેશોની સંમતિની રાહ જોવાઈ રહી હોઈ રશિયાને શરતો માન્ય રહે છે કે નહીં એના પર નજર વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જો રશિયા આ ડિલ માટે તૈયાર નહીં થાય તો તેના પર વધુ આર્થિક પ્રતિબંધો મૂકવાની ચીમકીએ જીઓપોલિટીકલ ટેન્શનનું જોખમ રહેતાં આજે ભારતીય શેરબજાર સપ્તાહના ચોથા કારોબારી દિવસે અફડાતફડીના અંતે ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
સ્થાનિક સ્તરે ભારતીય રૂપિયાનું અમેરિકાના ડોલર સામે છેલ્લા કેટલાક દિવસોથી સતત થઈ રહેલું વિક્રમી ધોવાણ આજે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની દરમિયાનગીરીએ અટકતા અને છેલ્લા સાત મહિનાની સૌથી ઝડપી રિકવરી જોવાતા સ્થાનિક બજારમાં શરૂઆતી તબક્કામાં રીકવરી જોવા મળી હતી, જો કે ફંડો દ્વારા ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજારમાં ઘટાડા નોંધાયો હતો.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, ડોલરના ઇન્ડેક્સમાં ઘટાડો, રિઝર્વ બેન્કની સક્રિયતા બજારમાં વધતાં અને સરકારી બેન્કો પણ એક્ટીવ બની ડોલર વેંચવા નિકળતાં ડોલર સામે રૂપિયામાં મંદીને બ્રેક લાગી ભાવને સપોર્ટ મળતો જોવા મળ્યો હતો, જયારે ક્રૂડઓઈલના ભાવમાં પણ મંદી અટકી તેજી જોવાઈ હતી.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૫% વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૮% ઘટીને બંધ રહ્યા હતા. સેક્ટરલ ઈન્ડાયસીસમાં મુખ્યત્વે બીએસઈ પર ફોકસ્ડ આઈટી, આઈટી, સર્વિસીસ, રિયલ્ટી, મેટલ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ફાઈનાન્સિયલ સર્વિસીસ, પીએસયુ બેન્ક અને બેન્કેક્સ સેક્ટરમાં ઉછાળો નોંધાયો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૪૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૫૦૯ અને વધનારની સંખ્યા ૧૬૨૯ રહી હતી, ૨૦૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે ટીસીએસ લિ. ૧.૯૪%, ટેક મહિન્દ્ર ૧.૭૨%, ઈન્ફોસિસ લિ. ૧.૫૧%, એક્સિસ બેન્ક ૦.૪૮%, એચસીએલ ટેકનોલોજી ૦.૪૪%, અદાણી પોર્ટ્સ ૦.૩૮% અને આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૨૯% વધ્યા હતા, જ્યારે સન ફાર્મા ૨.૭૪%, ટાટા સ્ટીલ ૧.૨૬%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૧.૧૫%, એશિયન પેઈન્ટ્સ ૦.૮૯%, એનટીપીસી ૦.૮૨%, ભારતી એરટેલ ૦.૭૯%, લાર્સન લિ. ૦.૭૫%, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૦.૭૨%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૬૫% અને હિંદુસ્તાન યુનિલિવર ૦.૫૧% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સાથે સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૦.૩૯ લાખ કરોડ ઘટીને ૪૬૫.૭૯ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧૩ કંપનીઓ વધી અને ૧૭ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, પ્રથમ અર્ધવાર્ષિક ગાળાની તીવ્ર અસ્થિરતા બાદ બજારમાં જે ઠેરાવ આવ્યો છે, તે આગળ પણ યથાવત્ રહેવાની સંભાવના છે. કોર્પોરેટ કમાણીમાં ધીમે ધીમે સુધારો, ખાસ કરીને સપ્ટેમ્બર અને ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામોમાં વૃદ્ધિ, રોકાણકારોના વિશ્વાસને મજબૂત કરશે. સાથે સાથે સરકારના મૂડી ખર્ચ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વધતા ખર્ચ અને સ્થાનિક આર્થિક પ્રવૃત્તિમાં સુધારાથી બજારને આંતરિક આધાર મળતો રહેશે. વૈશ્વિક સ્તરે મોંઘવારી અને વ્યાજદરો સ્થિર થવાની દિશામાં આગળ વધે તો વિદેશી રોકાણકારોના ભાવમાં પણ સુધારો આવી શકે છે, જે બજાર માટે વધારાનો હકારાત્મક પરિબળ સાબિત થશે.
બીજી તરફ, બજાર માટે કેટલાક જોખમ પરિબળો પણ યથાવત્ રહેશે, જેને રોકાણકારોએ ધ્યાનમાં લેવાની જરૂર છે. ભારત-અમેરિકા વેપાર સોદા અંગે હજી સ્પષ્ટતા ન હોવી, વૈશ્વિક રાજકીય તણાવ અને વિકસિત અર્થતંત્રોમાં વ્યાજદરો લાંબા સમય સુધી ઊંચા રહેવાની શક્યતા ટૂંકા ગાળે બજારમાં દબાણ ઊભું કરી શકે છે. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોની વેચવાલી ચાલુ રહે તો સૂચકાંકોમાં સમયાંતરે કરેકશન જોવા મળી શકે છે. તેમ છતાં, મજબૂત સ્થાનિક સંસ્થાકીય રોકાણ, મ્યુચ્યુઅલ ફંડમાં સતત આવક, એસઆઈપી મારફતે થતી ખરીદી અને રિટેલ રોકાણકારોની વધતી ભાગીદારી બજારને મોટાં ઘટાડાથી બચાવતી રહેશે.
તા.૧૯.૧૨.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૧૮.૧૨.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૫૮૮૨ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૫૭૩૭ પોઈન્ટના પ્રથમ અને ૨૫૭૦૭ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૫૯૦૯ પોઈન્ટ થી ૨૫૯૩૯ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૬૦૦૮ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ
- એક્સીસ બેન્ક ( ૧૨૩૩ ) :- પ્રાઇવેટ બેન્ક સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૨૦૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૧૯૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૨૪૦ થી રૂ.૧૨૪૮ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૨૫૫ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- ટાટા કન્ઝ્યુમર ( ૧૧૭૫ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૧૬૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૧૪૭ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૧૮૮ થી રૂ.૧૧૯૩ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- જેએસડબલ્યુ સ્ટીલ ( ૧૦૮૩ ) :- રૂ.૧૦૭૦ નો પ્રથમ તેમજ રૂ.૧૦૬૫ બીજા સપોર્ટથી આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૦૯૪ થી રૂ.૧૧૦૩ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
- એસબીઆઈ કાર્ડ્સ ( ૮૫૨ ) :- નોન બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૮૫૮ થી રૂ.૮૬૪ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૮૩૦ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
- એચડીએફસી લાઈફ ( ૭૫૯ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા લાઈફ ઇન્સ્યુરન્સ સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૭૪૦ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૭૬૮ થી રૂ.૭૭૪ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- અદાણી પોર્ટ્સ ( ૧૪૯૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પોર્ટ એન્ડ પોર્ટ સર્વિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૦૯ આસપાસ સપોર્ટથી રૂ.૧૪૮૮ થી રૂ.૧૪૭૮ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૨૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
- વોલ્ટાસ લિ. ( ૧૩૯૯ ) :- રૂ.૧૪૨૪ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૪૩૦ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૩૮૬ થી રૂ.૧૩૮૦ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૩૬ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- અદાણી ગ્રીન ( ૧૦૧૩ ) :- પાવર જનરેશન સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૦૪૪ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૯૯૭ થી રૂ.૯૯૦ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- એચડીએફસી બેન્ક ( ૯૮૧ ) :- પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૯૯૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૯૭૩ થી રૂ.૯૬૫ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૦૩ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
- ઇન્ડસઇન્ડ બેન્ક ( ૮૩૪ ) :- રૂ.૮૪૮ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૮૫૪ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૮૨૭ થી રૂ.૮૧૮ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૮૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in


