હળવદના ચરાડવા નજીક વોલ્વો એસટી બસના ચાલકે બાઈકને હડફેટે લઈને આધેડનું મૃત્યુ થયું હતું તો અન્ય એકને ઈજા પહોચી હતી જે મામલે હળવદ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
હળવદના ચરાડવા ગામે રહેં અશ્વિનભાઈ બાબુભાઈ ઉર્ફે ગણેશભાઈ ચૌહાણ (ઉ.૩૬) ના પિતા બાબુભાઈ ઉર્ફે ગણેશભાઈ અમરશીભાઈ ચૌહાણ તેનું મોટર સાઈકલ જીજે ૩૬ એચ ૫૮૭૨ લઈને જતા હોય દરમિયાન ચરાડવા નજીક કેનાલ પાસે પહોચતા વોલ્વો એસટી બસ જીજે ૦૭ વાયઝેડ ૬૫૩૯ ના ચાલકે સામેથી બાઈકને હડફેટે લેતા બાબુભાઈને માથાના ભાગે ગંભીર ઈજા પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું તો મોટર સાઈકલમાં પાછળ બેઠેલ સાહેદ નીલેશભાઈ પ્રભુભાઈ લખતરીયાને ઈજા પહોચાડી એસટી ચાલક નાશી ગયો હોવાની ફરિયાદ નોંધાવી છે તો હળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે