Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

નિફટી ફ્યુચર ૨૬૦૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૯.૧૨.૨૦૨૫ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૫૧૦૨ સામે ૮૪૭૪૨ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૪૩૮૨ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૫૬૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૩૬ પોઈન્ટના ઘટાડા સાથે ૮૪૬૬૬ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૬૦૬૪ સામે ૨૫૯૯૯ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૮૭૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૬૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૦૫ પોઈન્ટના ઘટાડા સાથે ૨૫૯૫૯ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

ભારતમાં મોંઘવારી કાબૂમાં આવતા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા વ્યાજદર કાપની જાહેરાત બાદ ભારતીય શેરબજારમાં ગત સપ્તાહે આવેલ તેજી પર બ્રેક લગતા આજે સપ્તાહના બીજા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. યુએસ ફેડરલ રિઝર્વની આગામી પોલિસી બેઠક પૂર્વેની અનિશ્ચિત્તાઓની સાથે નબળા એશિયાઈ સંકેતો, ભારતીય રૂપિયામાં વધુ નરમાઈ, ક્રૂડ ઓઈલના ભાવ વધારા તથા વિદેશી રોકાણકારોના સતત આઉટફ્લોને કારણે આજે ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો નોંધાયો હતો.

૯ ડિસેમ્બરથી શરૂ થનારી યુએસ ફેડરલ રિઝર્વની બે દિવસીય બેઠક પૂર્વે રોકાણકારો સાવચેતીભર્યું વલણ જાળવી રહ્યા છે. આગામી એફઓએમસી બેઠક, ફુગાવાના આંકડા અને પ્રી-ક્રિસમસ-નવા વર્ષના પૂર્વાંધે પોર્ટફોલિયો એડજસ્ટમેન્ટ પહેલાં રોકાણકારો સાવધાની વર્તી રહ્યાં છે. ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા અને સ્વિર્ટ્લૅન્ડની સેન્ટ્રલ બેન્કોની નીતિ-નિર્ધારણ બેઠક પણ આ અઠવાડિયે મળવાની છે. જોકે ફેડ સિવાય અન્ય કોઈ દેશમાં વ્યાજદરમાં નોંધપાત્ર ફેરફારની કોઈ અપેક્ષા ન રહેતા રૂપિયાનો સતત ઘસારો વિદેશી સંસ્થાગત રોકાણકારોને બજારમાં એકતરફી વેચાણ કરવા માટે મજબૂર કરી રહી છે.

સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૨૭% વધીને બંધ રહ્યા હતા. સેક્ટરલ ઈન્ડાયસીસમાં મુખ્યત્વે બીએસઈ પર કેપિટલ ગુડ્સ, સર્વિસીસ, ઈન્ડસ્ટ્રિયલ્સ, રિયલ્ટી, ટેલિકોમ્યુનિકેશન, પાવર, યુટિલિટીઝ અને કંઝ્યુમર ડિસ્ક્રેશનરી વધ્યા હતા, જ્યારે ફોકસ્ડ આઈટી, આઈટી, ટેક, ઓટો, મેટલ અને એનર્જી તેમજ કંઝ્યુમર ડ્યુરેબલ્સ ઘટ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૩૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૫૪ અને વધનારની સંખ્યા ૨૬૧૯ રહી હતી, ૧૬૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં ઈટર્નલ લિ. ૨.૨૬%, ટાઈટન કંપની લિ. ૨.૧૩%, અદાણી પોર્ટ્સ ૧.૦૭%, બીઈએલ ૦.૮૨%, બજાજ ફિનસર્વ ૦.૩૬%, સ્ટેટ બેન્ક ૦.૩૪%, એનટીપીસી ૦.૧૧% અને ભારતી એરટેલ ૦.૦૫% વધ્યા હતા, જ્યારે મુખ્યત્વે એશિયન પેઈન્ટ ૪.૬૧%, ટેક મહિન્દ્રા ૧.૯૯%, ટાટા સ્ટીલ ૧.૭૪%, મારુતિ સુઝુકી ૧.૦૫%, સન ફાર્મા ૧.૦૫%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૧.૦૪%, ટાટા મોટર પેસેન્જર ૦.૯૯%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૯૩%, ટીસીએસ લિ. ૦.૯૨%, રિલાયન્લ ઇન્ડસ્ટ્રીઝ ૦.૮૯% અને મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૦.૮૦% ઘટ્યા હતા.

ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સામે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૦.૭૨ લાખ કરોડ વધીને ૪૬૪.૯૧ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૮ કંપનીઓ વધી અને ૨૨ કંપનીઓ ઘટી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, પ્રાઈમરી માર્કેટમાં થયેલા રેકોર્ડ સ્તરના આઈપીઓ પ્રવાહ અને રોકાણકારોની સતત વધતી ભાગીદારી દર્શાવે છે કે ભારતીય ઈક્વિટી માર્કેટમાં લિક્વિડિટી ભરપૂર છે અને રોકાણકારોમાં વિશ્વાસ જળવાયેલો છે. ૨૦૨૫માં ૧૮ વર્ષ પછી ૧૦૦થી વધુ આઈપીઓ આવવાના રેકોર્ડ સાથે, બજારમાં નવી કંપનીઓનું પ્રવેશ વધતું રહેશે અને વિવિધ સેક્ટરો માટે મૂડીની ઉપલબ્ધતા વધારશે. ટાટા કેપિટલ, એલજી ઇલેક્ટ્રોનિક્સ, લેન્સકાર્ટ જેવી મોટી કંપનીઓના ઇશ્યૂ સફળ રહેવા અને અનેક આઈપીઓમાં રિટેલ રોકાણકારોને લિસ્ટિંગ પર લાભ મળવાથી પ્રાઈમરી માર્કેટ બજારનું મુખ્ય આકર્ષણ બની રહ્યું છે. ડીમેટ ખાતામાં તેજ ગતિએ વધારો દર્શાવે છે કે રિટેલ રોકાણકારોની નવી લહેર સેકન્ડરી બજારને પણ મધ્યગાળે ટેકો આપશે. તેમ છતાં, સેકન્ડરી બજારમાં વૈશ્વિક પરિસ્થિતિઓ અને સ્થાનિક આર્થિક પરિણામોના કારણે થોડી અસ્થિરતા યથાવત્ રહેવાની શક્યતા છે.

યુએસ સાથેના વેપાર સોદા અંગેની અનિશ્ચિતતા, નબળો તાત્કાલિક કોર્પોરેટ નફો અને વૈશ્વિક વ્યાજદરના દિશા પરનો સંશય ભારતીય સૂચકાંકો માટે ટૂંકાગાળે દબાણ બનાવી શકે છે. જુલાઈ-ઓગસ્ટ જેવા મહિના દરમિયાન નિફ્ટી, મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોમાં જોવા મળેલો ઘટાડો સૂચવે છે કે વૈશ્વિક નબળાઈ ભારતીય બજારને અસર કરી શકે છે. પરંતુ, આઈપીઓ દ્વારા લીવરેજ મળતા મૂડી પ્રવાહ, લાંબા ગાળે મજબૂત જીડીપી વૃદ્ધિ, વધતા મેન્યુફેક્ચરિંગ અને ડિજિટલ અર્થતંત્રનો બૂસ્ટ માર્કેટને તળિયાથી મજબૂત ટેકો આપશે. તેથી ભારતીય શેરબજારનું મધ્યથી લાંબા ગાળાનું દિશા સકારાત્મક રહેશે, પરંતુ રોકાણકારોએ સેક્ટર-સ્પેસિફિક અને ફન્ડામેન્ટલી મજબૂત કંપનીઓ તરફ વધુ ધ્યાન આપવું જરૂરી રહેશે.

તા.૧૦.૧૨.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

  • તા.૦૯.૧૨.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૫૯૫૯ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૫૮૮૦ પોઈન્ટના પ્રથમ અને ૨૫૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૬૦૦૮ પોઈન્ટ થી ૨૬૦૮૮ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૬૦૦૮ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!

હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ

  • હેવેલ્સ ઇન્ડિયા ( ૧૪૨૬ ) :- કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૩૯૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૩૮૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૪૪૪ થી રૂ.૧૪૫૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૪૫૭ ઉપર તેજી તરફી ધ્યાન…!!
  • ભારત ફોર્જ ( ૧૩૯૪ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૩૮૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૩૭૩ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૪૦૪ થી રૂ.૧૪૧૭ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
  • જેએસડબલ્યુ સ્ટીલ ( ૧૧૦૯ ) :- રૂ.૧૦૯૬ નો પ્રથમ તેમજ રૂ.૧૦૮૮ બીજા સપોર્ટથી આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૧૨૩ થી રૂ.૧૧૩૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
  • એચડીએફસી બેન્ક ( ૧૦૦૧ ) :- પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૧૩ થી રૂ.૧૦૨૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૯૭૭ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
  • ઝાયડસ લાઈફસાયન્સીસ ( ૯૨૫ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફાર્મા સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૮૯૮ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૯૩૩ થી રૂ.૯૪૦ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
  • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૫૩૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રીફાઇનરી એન્ડ માર્કેટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૫૩ આસપાસ સપોર્ટથી રૂ.૧૫૨૩ થી રૂ.૧૫૧૭ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૬૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
  • વોલ્ટાસ લિ. ( ૧૩૨૮ ) :- રૂ.૧૩૪૮ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૩૫૫ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૩૦૩ થી રૂ.૧૨૯૦ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૩૬૧ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
  • એક્સીસ બેન્ક ( ૧૨૭૮ ) :- પ્રાઇવેટ બેન્ક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૩૦૩ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૨૬૪ થી રૂ.૧૨૫૮ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
  • ટાટા કન્ઝ્યુમર ( ૧૧૪૮ ) :- ટી એન્ડ કૉફી સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૧૭૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૧૩૪ થી રૂ.૧૧૨૩ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૮૦ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
  • સ્ટેટ બેન્ક ( ૯૬૩ ) :- રૂ.૯૭૮ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૯૮૩ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૯૫૪ થી રૂ.૯૪૭ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૯૯૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

संबंधित पोस्ट

મદાવાદ રિવરફ્રન્ટ ની જેમ જ સુરતનો રિવરફ્રન્ટ પણ બનશે, તાપી નદીને 23 કિમી સુધી ઉંડી કરાશે

Karnavati 24 News

પ્રસુતાની ડિલીવરી દરમિયાન બેદરકારી દાખવતા મહિલાની તબિયત લથડી

Gujarat Desk

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને બનાસ મેડિકલ કોલેજ, મોરીયા ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો

Gujarat Desk

ચોમાસામાં દરમિયાન ભારે વરસાદને કારણે નુકસાન પામનાર રસ્તાઓના રિપેરીંગ – રિસરફેસિંગની કામગીરી વહેલી તકે શરૂ થાય તે માટેનું આગોતરું આયોજન

Gujarat Desk

સુરત – સરકારી અનાજની કાળાબજારી કરનાર સામે કાર્યવાહી, 5 મહિના પછી બેની ધરપકડ

 વડોદરાની નિશાકુમારીનું સાહસ: ચોવીસ કલાકમાં બે વાર તળેટી થી કેદારકંથા શિખરની ટોચ સુધી આરોહણ કરી શિખર પર થી સૂર્યોદય અને સૂર્યાસ્ત નિહાળ્યો…

Karnavati 24 News
Translate »