Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
જન્માક્ષર

ભક્તિ: શું તમને પણ આ પ્રશ્ન છે? શિવ ઉપાસના માટે સોમવાર શા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે?

તમારા મનમાં પણ આ સવાલ આવતો હશે કે કેમ સોમવારે મહાદેવની આરાધનાનું મહત્વ છે ? આ સવાલનો જવાબ પૌરાણિક કથાઓમા છુપાયેલો છે. ચંદ્ર દેવ સાથે જોડાયેલી છે આ કથા.

દેવાધિદેવ મહાદેવની (Mahadev) આરાધનાનો શ્રેષ્ઠ દિવસ એટલે સોમવાર. સોમવાર એટલે તો ભોળાનાથની ભક્તિનો સર્વોત્તમ દિવસ. સનાતન ધર્મમાં સપ્તાહના દરેક દિવસ કોઈ એક દેવી કે દેવતાને સમર્પિત છે. આપ પણ સોમવારે શિવ શંભુની આરાધના કરતાં હશો, શિવાલય જતા હશો, શિવલિંગ પર અભિષેક કરતાં હશો. પણ ક્યારેય એ સવાલ થયો છે કે શિવ પૂજા માટે સોમવાર જ કેમ ખાસ મનાય છે ?

શિવ એ ત્રિદેવમાં સમાવિષ્ટ છે. અને એટલે જ સનાતન ધર્મમાં મહાદેવની આરાધનાનું અનેરું મહત્વ છે. કેટલાય લોકો શિવને સમર્પિત સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયાન વ્રત, જપ અને તપ કરતાં હોય છે. તો કેટલાય શિવભક્તો તો આખાંય વર્ષના તમામ સોમવારને જાણે શ્રાવણ જ સમજે અને ભોળાનાથની ભક્તિ કરતાં હોય છે. ત્યારે આજે અમે આપને જણાવીશું કે સોમવારે શિવ પૂજાનો છે વિશેષ મહિમા.

પૌરાણિક કથાઓ અનુસાર સોમ દેવે એટલે કે ચંદ્ર દેવે સોમવારે જ મહાદેવની આરાધના કરી હતી. જેના પરિણામ સ્વરૂપે, જેમની ભક્તિથી પ્રસન્ન થઈ ભોળાનાથે તેમને ક્ષય નામના રોગમાંથી મુક્તિ આપી હતી. સોમ દેવને એટલે કે ચંદ્ર દેવને નિરોગી રહેવાના આશિષ પણ મહાદેવે જ આપ્યા હતા. એટલે જ મહાદેવનું એકનામ સોમેશ્વર પણ છે અર્થાત સોમના- ચંદ્રના ઈશ્વર અને સોમવારે જે શિવભક્તો ખાસ વ્રત રાખતાં હોય છે તેને પણ સોમેશ્વર વ્રત કહેવાય છે.

સોમવારે શિવજીની આરાધના કરવાંથી શિવજીની સાથે આપ ચંદ્ર દેવની કૃપાને પણ પ્રાપ્ત કરી શકો છો. એવું કહેવાય છે સોમવારનું એક વ્રત કરવા માત્રથી પણ વ્યક્તિની તમામ મનોકામના પૂર્ણ થી જાય છે.

સોમવારે આટલું તો અવશ્ય કરો :
જો શક્ય હોય તો દર સોમવારે સ્નાન કરી શિવાલય દર્શને જવું જોઈએ. શિવલિંગ પર શુદ્ધ જળનો અભિષેક કરવો જોઈએ. સોમવારે શિવજીને બીલીપત્ર અચૂક અર્પણ કરવું જોઈએ અને સાથે જ ભોલેનાથને ભસ્મનું તિલક લગાવો. બસ આટલું કરવા માત્રથી પણ મહાદેવની વિશેષ કૃપાની વ્યક્તિને પ્રાપ્તિ થતી હોવાની માન્યતા છે. કહેછે કે સોમવારે શુદ્ધ ભાવથી ભજવામાં આવે દેરક પરેશાનીમાંથી ભોળાનાથ ઉગારે છે.

 

संबंधित पोस्ट

આજનું રાશિફળ: દૈનિક રાશિફળ, મેષ 21 જાન્યુઆરી: રોકાણ માટે સમય ખૂબ જ સાનુકૂળ છે, કાર્યક્ષેત્રમાં અટકેલા કામ હવે વેગ પકડશે.

Karnavati 24 News

બે દિવસના ઉપવાસ: 24મીએ યોગિની એકાદશી અને 25મી જૂને અષાઢ દ્વાદશી ઉપવાસ, બંને દિવસો ભગવાન વિષ્ણુના વામન અવતારની પૂજા કરે છે.

Karnavati 24 News

ગુરુવારનું રાશિ ભવિષ્ય: જાણો ક્યાં રાશિના જાતકોનો આજનો દિવસ રહેશે શુભ તોહ ક્યાં રાશિના જાતકોને રહેવું પડશે સતર્ક

Karnavati 24 News

આજનું રાશિફળ: દૈનિક રાશિફળ, મીન 18 જાન્યુઆરી: ઘર અથવા વ્યવસાય સંબંધિત નવી યોજનાઓને અમલમાં મૂકવા માટે સમય અનુકૂળ રહેશે.

Karnavati 24 News

આજનું રાશિફળ: દૈનિક રાશિફળ, કુંભ 19 જાન્યુઆરી: અચાનક કોઈ મહત્વપૂર્ણ કામ અટકી શકે છે, પારિવારિક વાતાવરણ સામાન્ય રહેશે

Karnavati 24 News

આજનું રાશિફળ: દૈનિક રાશિફળ, મીન 21 ડિસેમ્બર: ઘરના નવીનીકરણમાં વાસ્તુ નિયમોનો ઉપયોગ ફાયદાકારક, આવનાર સમય સિદ્ધિદાયક

Karnavati 24 News