ગુજરાત ભરતી બોર્ડ દ્વારા હેડ કલાર્કની પોસ્ટ માટે પેપર લીકેઝના મુદ્દે ચેરમેનના રાજીનામાની માંગ સાથે યુવક કોંગ્રેસ અને એન.એસ.યુ.આઇ દ્વારા ડી.કે.વી. સર્કલ ખાતે દેખાવો કરવામાં આવ્યા હતા. જામનગર શહેર યુવક કોંગ્રેસ અને એન.એસ.યુ.આઇ દ્વારા ગુજરાતના યુવાનો સાથે સરકારની ભરતી પ્રક્રિયામાં અન્યાય થાય છે તેમજ જી.એસ.એસ.બી. દ્વારા હેડકલાર્કની ભરતી પરીક્ષામાં પેપેર કાંડના મુદ્ે બોર્ડના ચેરમેન આશિષ વોરાના રાજીનામાની માંગ સાથે દેખાવ-પ્રદર્શન ડી.કે.વી. સર્કલ ખાતે કરવામાં આવ્યું હતું. આ દેખાવ-પ્રદર્શનમાં યુવક કોંગ્રેસના પ્રમુખ તૌસીફખાન પઠાણ, યુવક કોંગ્રેસના પ્રમુખ શકિતસિંહ જેઠવા, ધારાસભ્ય વિક્રમભાઇ માડમ, વિપક્ષના નેતા અલ્તાફ ખફી, કોર્પોરેટર નુરમામદ પલેજા, વિપક્ષના પૂર્વ નેતા આનંદ ગોહિલ તથા અન્ય આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. કાર્યકરોએ ભ્રષ્ટ્રાચારના પ્રતિકસમી ચલણી નોટો (નકલી)નો વરસાદ પણ કર્યો હતો.
previous post