Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

નિફટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૬.૦૫.૨૦૨૫ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૭૨૧ સામે ૮૧૯૨૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૧૮૬૭ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૨૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૫૫ પોઈન્ટના ઉછાળા સાથે ૮૨૧૭૬ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૮૭૯ સામે ૨૪૯૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૯૩૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૮૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૫૬ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૦૩૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

વૈશ્વિક સ્તરે આર્થિક અનિશ્ચિતતાઓના વાદળો વચ્ચે ભારતીય શેરબજારમાં વોલેટિલિટી જળવાઈ રહેતા આજે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. અમેરિકાની ટેરિફ ડેડલાઈન ઘણા દેશો માટે નજીક આવી રહી હોઈ અમેરિકા સાથે ડિલની વાટાઘાટો વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે ફરી યુરોપીયન યુનિયન પર ૫૦% ટેરિફનું એલાન કરતાં અને હજુ અન્ય ચીજો મામલે અનિશ્ચિતતાએ વૈશ્વિક વેપાર સેન્ટીમેન્ટ ડહોળાવાની શકયતા સાથે જીઓપોલિટીકલ ટેન્શન વધી રહ્યું હોઈ વૈશ્વિક બજારોમાં સાવચેતી સામે આજે સ્થાનિક બજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકાએ યુરોપ સામે ફરી ટેરીફનું શસ્ત્ર ઉગામતાં વૈશ્વિક ટ્રેડ વોર ફરી શરૂ થવાની શક્યતા વચ્ચે વૈશ્વિક ડોલર ઈન્ડેકસ તથા બોન્ડ યીલ્ડ ઘટતા આજે ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઉછાળો નોંધાયો હતો, જયારે ઓપેકના દેશો ઉત્પાદન વધારશે એવા નિર્દેશોએ ક્રૂડઓઈલના ભાવ દબાણ હેઠળ રહ્યા હતા.

સેક્ટર મુવમેન્ટ…

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૫૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૮% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર સર્વિસીસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૬૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૭૨ અને વધનારની સંખ્યા ૨૩૦૧ રહી હતી, ૧૯૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં મહિન્દ્રા & મહિન્દ્રા ૨.૧૭%, નેસ્લે ઇન્ડિયા ૧.૬૫%, એચસીએલ ટેકનોલોજી ૧.૫૩%, ટાટા મોટર્સ ૧.૫૨%, આઈટીસી ૧.૪૯%, હિન્દુસ્તાન યુનીલીવર ૧.૪૧%, લાર્સેન લિ. ૧.૩૫%, ટેક મહિન્દ્ર ૧.૨૭% અને ઈન્ફોસીસ લિ. ૧.૦૨% વધ્યા હતા, જયારે ઝોમેટો લિ. ૪.૫૧%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૪૭%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૦.૪૫%, સન ફાર્મા ૦.૪૫%, એનટીપીસી લિ. ૦.૩૨%, ટાટા સ્ટીલ ૦.૩૧%, કોટક બેન્ક ૦.૩૦% અને મારુતિ સુઝુકી ૦.૧૭% ઘટ્યા હતા.

બજારની ભાવિ દિશા….

મિત્રો, ભારતે વૈશ્વિક આર્થિક સ્તરે ઝળહળતી સિદ્ધિ હાંસલ કરી છે. ભારતનું અર્થતંત્ર ૪ લાખ કરોડ ડોલરને વટાવી જાપાનને પાછળ છોડીને વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે. હવે અર્થતંત્રની બાબતમાં અમેરિકા, ચીન અને જર્મની એમ ત્રણ જ દેશ ભારતથી આગળ છે. જો ભારત આ જ રીતે યોજના પ્રમાણે કામ કરતું રહેશે, તો ત્રણેક વર્ષમાં વિશ્વનું ત્રીજા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બની જશે. આઈએમએફના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક એપ્રિલ ૨૦૨૫ રિપોર્ટ અનુસાર, વર્ષ ૨૦૨૬માં ભારતનો જીડીપી અંદાજીત ૪૧૮૭ અબજ ડૉલર રહેશે. જ્યારે જાપાનનો જીડીપી ૪૧૮૬ અબજ ડૉલર રહેવાનો અંદાજ છે.

ઉલ્લેખનીય છે કે ૨૦૨૪ સુધીમાં ભારત વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર હતું. આઈએમએફનો અંદાજ હતો કે ૨૦૨૫ અને ૨૦૨૬માં ભારતનો વિકાસ દર અનુક્રમે ૬.૨% અને ૬.૩% રહી શકે છે. આ વર્ષે ભારતનું અર્થતંત્ર ૬.૩%ની ગતિએ આગળ વધશે, જે દુનિયાના કોઈ પણ અર્થતંત્રના વિકાસ દર કરતા વધુ છે. આ દરમિયાન ચીનનું અર્થતંત્ર ૪.૬%, અમેરિકાનું ૧.૬%, જાપાનનું ૦.૭% અને યુરોપનું ૧% ના દરે વધવાનું અનુમાન છે. જર્મનીના અર્થતંત્રમાં તો ૦.૧%નો સામાન્ય ઘટાડો થઈ શકે એમ છે.

ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

संबंधित पोस्ट

ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે દેશના વિવિધ રાજ્યોમાં મેટ્રો લાઇનની કેબલની ચોરીમાં સંડોવાયેલી આંતરરાજ્ય “ખેકડા ગેંગ”ના 4 સભ્યોને ઝડપી પડયા

Gujarat Desk

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આજે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે કુંભમેળામાં જશે

Gujarat Desk

ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે રૂ. ૧૫,૦૦૦ કરોડથી વધુના મૂલ્યની મગફળી મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરાશે

Gujarat Desk

આજ નું પંચાંગ (24/09/2025)

Gujarat Desk

રાજકોટની સિવિલ હોસ્પિટલ અમારા જેવા મધ્યમવર્ગીય દર્દીઓ માટે આશીર્વાદ સમાન છે

Gujarat Desk

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નેશનલ સ્પોર્ટ્સ ડેના અવસરે ખેલમહાકુંભ-૨૦૨૫ માટેના રજિસ્ટ્રેશનનો પ્રારંભ કરાવ્યો

Gujarat Desk
Translate »