Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલે ૨૪ કલાકમાં અમદાવાદના જુહાપુરા, મહેસાણા અને સુરત શહેરમાં દરોડા પડી NDPSના વધુ 3 કેસ કર્યા

SMC પોલીસ સ્ટેશન બન્યું ત્યારથી અત્યાર સુધી ચાર મહિનામાં 12 મોટા NDPSના કેસો શોધી 25 ડ્રગ કાર્ટેલ અને પેડલર્સને ઝડપી લેવામાં આવ્યા

(જી.એન.એસ) તા. ૧૮

ગાંધીનગર,

અત્યાર સુધીમાં કોકેઈન, MD, મેફેડ્રોન, ગાંજો અને ઓપિયમ આલ્કલોઈડ્સ જેવા રૂ. 4.14 કરોડની કિંમતના ડ્રગ્સ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો

ચાર મહિના પહેલાં દારૂ, જુગાર ઉપરાંત SMCને ડ્રગ્સ પેડલર પકડવા સોંપાયેલી કામગીરીને મળી સફળતા

SMCની ટીમે સ્થાનિક પોલીસની નજરમાંથી ચૂકી ગયેલી ડ્રગ્સની હેરાફેરી પર નજર રાખીને માફિયાઓ સુધી પહોંચવાનું શાનદાર કામ કર્યું છે, આ લડાઈ આગળ પણ ચાલુ રહેશે: મંત્રીશ્રી હર્ષ સંઘવી

રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશા-નિર્દેશ હેઠળ રાજ્યના યુવાઓને ડ્રગ્સની બદીથી બચાવવા માટે રાજ્ય સરકારે ડ્રગ્સ વિરુદ્ધ રીતસરની જંગ છેડી છે. આ અભિયાન અંતર્ગત, જાન્યુઆરી 2025માં વિશેષ સત્તાઓ સાથે શરૂ થયેલા સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) પોલીસ સ્ટેશન દ્વારા માત્ર ચાર મહિનામાં 12 મોટા NDPS (નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ)ના કેસો શોધી કાઢવામાં આવ્યા છે. આ કેસોમાં 25 ડ્રગ કાર્ટેલ અને પેડલર્સને ઝડપી લેવામાં આવ્યા છે, જેમની પાસેથી કોકેઈન, MD, મેફેડ્રોન, ગાંજો અને ઓપિયમ આલ્કલોઈડ્સ જેવા રૂ. 4.14 કરોડની કિંમતના ડ્રગ્સ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં બે વિદેશી (નાઈજિરિયન) આરોપીઓનો પણ સમાવેશ થાય છે.

આજે SMC પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા અમદાવાદના જુહાપુરા, મહેસાણા અને સુરત શહેરમાં NDPSના ત્રણ કેસો કરવામાં આવ્યા છે, જે આ સફળતાનો ભાગ છે. ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયના સીધા માર્ગદર્શન આ કામગીરી કરી રહેલા SMCના વડા શ્રી નિર્લિપ્ત રાય અને તેમની ટીમને આ ઉત્કૃષ્ટ કામગીરી બદલ ખાસ અભિનંદન પાઠવ્યા છે.

શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, “ગુજરાત સરકારના આ નિર્ણાયક પગલાં રાજ્યને ડ્રગ-મુક્ત બનાવવાના લક્ષ્યને વધુ વેગ આપે છે. રાજ્યમાં એક ગ્રામ ડ્રગ પણ ન મળવું જોઈએ. SMCની ટીમે સ્થાનિક પોલીસની નજરમાંથી ચૂકી ગયેલી ડ્રગ્સની હેરાફેરી પર નજર રાખીને માફિયાઓ સુધી પહોંચવાનું શાનદાર કામ કર્યું છે. આ લડાઈ આગળ પણ ચાલુ રહેશે.”

નોંધનિય બાબત છે કે, અગાઉ SMC દારૂ, જુગાર અને ક્રિકેટ સટ્ટા જેવા કેસો પર કામ કરતું હતું. પરંતુ, SMCને અલગ પોલીસ સ્ટેશન તરીકે સ્થાપિત કરી ઓર્ગેનાઈઝ ક્રાઇમ પર નિયંત્રણ લાવવા ખાસ જવાબદારી સોંપવામાં આવી છે જેમાં ડ્રગ્સની હેરાફેરી પકડવાનો પણ સમાવેશ થાય છે. આ નિર્દેશને આધારે SMCએ ડ્રગ માફિયાઓ સુધી પહોંચવા માટે તપાસને વેગ આપ્યો છે, જેના પરિણામે આ નોંધપાત્ર સફળતા પ્રાપ્ત થઈ છે.

संबंधित पोस्ट

આજ નું પંચાંગ (04/11/2025)

Gujarat Desk

રાજ્યના આ વર્ષના બજેટમાં ગુજરાત વહીવટી સુધારણા પંચ કાર્યરત કરવાની જાહેરાત પછી તરત જ પંચની રચના અને માત્ર એક જ મહિનામાં પંચનો પ્રથમ ભલામણ અહેવાલ રાજ્ય સરકારને સુપ્રત

Gujarat Desk

રૂરલ પોલીસની સફળ રેઇડ, નંદાવલામાં 6,09,660 રૂપિયાના દેશી ભઠ્ઠી/ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે 4 બુટલેગરોની ધરપકડ

Admin

પાટણના વર્લ્ડ હેરિટેજ રાણકીવાવ ખાતે પર્યટકોને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા શહેર ભાજપના પૂર્વ પ્રમુખે સાંસદને પત્ર લખ્યો

Karnavati 24 News

2047 સુધીમાં વિકસિત ભારતના વિઝન પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને ફરીથી દર્શાવતા, NRI યુવાનો મોટી સંખ્યામાં દોડમાં ભાગ લેશે

Gujarat Desk

શું હવે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 36 દેશો પર મુસાફરી પ્રતિબંધો લાદશે?

Gujarat Desk
Translate »