Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

અમદાવાદની એલ. ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગ અને મોરબીની લખધીરજી એન્જિનિયરિંગ કોલેજનું રૂ. ૧૦ કરોડના ખર્ચે હેરિટેજ રિસ્ટોરેશન કરાશે



વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ “વિરાસત ભી, વિકાસ ભી”નો કાર્યમંત્ર આપીને વિકાસ સાથે વિરાસતને જીવંત રાખવાની પ્રેરણા આપી: મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

(જી.એન.એસ) તા. 11

ગાંધીનગર,

ઉચ્ચ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલે વિધાનસભા ગૃહ ખાતે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ “વિરાસત ભી, વિકાસ ભી”નો કાર્યમંત્ર આપીને વિકાસ સાથે આપણી વિરાસતને જીવંત રાખવા માટેની પ્રેરણા આપી છે. ગુજરાતની વિરાસતને જીવંત રાખવા ગુજરાત સરકારે અનેકવિધ મહત્વૂર્ણ નિર્ણયો કર્યા છે.

આ સંદર્ભે વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં ૭૫ વર્ષ કે તેનાથી વધુ વર્ષની કોલેજોના મૂળભૂત હેરીટેજ સ્ટ્રક્ચરને જાળવી રાખવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

જે અનુસાર વર્ષ ૧૮૮૧માં બનેલી મોરબીની લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ તેમજ વર્ષ ૧૯૪૮માં બનેલી અમદાવાદની એલ. ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગ જેવી પુરાતત્વ મહત્વ ધરાવતી આ બે કોલેજોના હેરિટેજ રિસ્ટોરેશન માટે રાજ્ય સરકારે રૂ. ૧૦ કરોડની જોગવાઈ કરી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

આ બંને કોલેજોના હેરિટેજ રીસ્ટોરેશનની કામગીરી સત્વરે પૂર્ણ કરવામાં આવશે. સાથે જ, રાજ્યમાં ૭૫ વર્ષથી જૂની અને પુરાતત્વ મહત્વ ધરાવતી અન્ય સંસ્થાઓને પણ આગામી આયોજનમાં સામેલ કરીને તેનું હેરિટેજ મહત્વ જળવાઈ રહે, તે સુનિશ્ચિત કરવામાં આવશે, તેવી મંત્રીશ્રીએ ખાતરી આપી હતી.

संबंधित पोस्ट

Chief Operating Officer of Mumbai Accused Of Rape, Blackmail Of Polish Colleague Over 6 Years

તા.૧૯ ડિસે.ના રોજ સુરત જિલ્લાની ૩૯૧ બેઠકો પર ચૂંટણી: ૨,૫૩૯ વોર્ડના સભ્યોનું ભાવિ નક્કી થશે

Karnavati 24 News

સુરત જિલ્લાના પલસાણાના સોયાની ગામના પાટિયા પાસે અકસ્માતની ઘટના : લકઝરી ચાલકે તુફાન જીપને અડફેટે લીધી : બે ઇજાગ્રસ્ત

Karnavati 24 News

સુરતમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફરીવાર ભીષણ આગ લાગવાની ઘટના

Gujarat Desk

આજનું રાશિફળ (03/01/2025) | GNS News

Gujarat Desk

ઉંઝા તાલુકાના શિહી થી ટૂંડાવ રોડ અને વરવાડા થી ટૂંડાવ રોડ ઉપર અંદાજીત 80 લાખ રૂપિયાનું બોક્સ કન્વર્ટ (નાળા કામ) નું ખાત મુહુર્ત કરાયું

Karnavati 24 News
Translate »