કોળી, ઠાકરો સમાજ પરના કેસો પરત ખેંચવા માટે રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી
(જી.એન.એસ) 3
ગાંધીનગર,
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ રાજ્યમાં કોળી, ઠાકરો સમાજ પરના કેસો પરત ખેંચવા માટે લેખિતમાં રજૂઆત કરી છે. ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને રજૂઆત કરી છે કે રાજ્યમાં વસતા કોળી અને ઠાકોર સમાજના આંદોલન થયા તેમાં આંદોલન ડામવા માટે પોલીસ દ્વારા બળપ્રયોગ થયો હતો અને કેસ થયા તે પરત ખેંચવા રજૂઆત કરી છે.
આપ નેતા ઉમેશ મકવાણાએ ખોટી રીતે કેસ થયા તે તમામ કેસ પરત ખેંચવા સરકારને રજૂઆત કરી છે. 455 કેસ પાટીદાર આંદોલનના કેસ હતા. રાજદ્રોહ, પોલીસ ચોકી સળગાવવી, પોલીસ પર હુમલાના કેસ પરત ખેંચવા સરકારે અરજી કરી છે તો એ જ રીતે કોળી, ઠાકોર સમાજના આંદોલનમાં થયેલા કેસ પાછા ખેંચવામાં આવે તેવી રજૂઆત કરી છે.