Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
बिज़नेस

ખુશખબર / જીએસટી કલેક્શને બનાવ્યો રેકોર્ડ, પીએમ મોદીએ કહ્યું- ભારતીય અર્થવ્યવસ્થા માટે મોટા સમાચાર

April GST Collections: એપ્રિલમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કલેક્શનમાં રેકોર્ડ વધારો નોંધાયો છે. નવા નાણાકીય વર્ષના પ્રથમ મહિનામાં GST કલેક્શન વાર્ષિક ધોરણે 12 ટકા વધીને 1.87 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. આ એક મહિનામાં એકત્ર કરાયેલી સૌથી વધુ GST આવક છે. જુલાઈ 2017 માં GST લાગુ થયા પછી સૌથી વધુ ટેક્સ કલેક્શનનો અગાઉનો રેકોર્ડ 1.68 લાખ કરોડ રૂપિયાનો હતો, તે ગયા વર્ષે એપ્રિલમાં બન્યો હતો.

અત્યાર સુધીનું સૌથી વધુ જીએસટી કલેક્શન

પીએમ મોદી તરફથી ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય અર્થવ્યવસ્થા માટે આ મોટા સમાચાર છે. ટેક્સનો દર ઓછો હોવા છતાં ટેક્સ કલેક્શનમાં વધારો GSTની સફળતા દર્શાવે છે. આ દર્શાવે છે કે કેવી રીતે GST એ એકીકરણ અને પાલનમાં વધારો કર્યો છે. નાણા મંત્રાલયે એપ્રિલ, 2023 માટે ટેક્સ કલેક્શનના આંકડા જાહેર કરતા જણાવ્યું હતું કે, ગયા મહિને કુલ GST કલેક્શન 1 લાખ 87 હજાર 035 કરોડ રૂપિયા હતું. જેમાં સેન્ટ્રલ સીજીએસટી (CGST) રૂપિયા 38,440 કરોડ, સ્ટેટ જીએસટી (SGST) રૂપિયા 47,412 કરોડ અને ઇન્ટિગ્રેટેડ જીએસટી (IGST) રૂપિયા 89,158 કરોડ હતો.

ગત નાણાકિય વર્ષની સરખામણીમાં 22 ટકા વધુ

જીએસટી કલેક્શનના આંકડાઓમાં 12 હજાર 025 કરોડ (આયાતી માલ પર પ્રાપ્ત 901 કરોડ રૂપિયા સહિત) નો સેસ પણ સામેલ છે. મંત્રાલયે જણાવ્યું છે કે, એપ્રિલ, 2023માં જીએસટી કલેક્શન એક વર્ષ અગાઉના સમાન મહિનાની સરખામણીમાં 12 ટકા વધુ રહ્યું છે. આ સમયગાળા દરમિયાન ઘરેલું વ્યવહારો (સેવાઓની આયાત સહિત) માંથી કરની આવક એક વર્ષ અગાઉ કરતાં 16 ટકા વધુ છે. નાણાકીય વર્ષ 2022-23માં GSTનું કુલ કલેક્શન 18.10 લાખ કરોડ રૂપિયા હતું, જે પાછલા નાણાકીય વર્ષ કરતાં 22 ટકા વધુ છે.

મંત્રાલયે એમ પણ જણાવ્યું છે કે, માર્ચ 2023માં નવ કરોડ ઈ-વે બિલ જનરેટ થયા હતા, જે ફેબ્રુઆરી 2023ના 8.1 કરોડ બિલ કરતાં 11 ટકા વધુ છે. સરકારે એપ્રિલ દરમિયાન આઈજીએસટી (IGST) દ્વારા 45,864 કરોડ રૂપિયા અને સેન્ટ્રલ જીએસટી (CGST)  દ્વારા 37,959 કરોડનું સેટલમેન્ટ કર્યું હતું. રેગ્યુલર સેટલમેન્ટ બાદ એપ્રિલ 2023માં કેન્દ્ર અને રાજ્યોની કુલ આવક સેન્ટ્રલ જીએસટીના કિસ્સામાં 84 હજાર 304 કરોડ રૂપિયા અને સ્ટેટ જીએસટીના સંદર્ભમાં 85 હજાર 371 કરોડ રૂપિયા હતી.

જીએસટી કલેક્શન પર ઈન્ડસ્ટ્રી બોર્ડ એસોચેમના પ્રમુખ અજય સિંહે જણાવ્યું હતું કે, એપ્રિલમાં રેકોર્ડ GST કલેક્શન નાણાકીય વર્ષ 2023-24ની શાનદાર શરૂઆત છે. તેમણે જણાવ્યું હતું કે, ગ્રાહકોની માગમાં તેજી સાથે જીએસટી સંગ્રહનો આંકડો દેશના અર્થતંત્રમાં મજબૂત વૃદ્ધિનો સંકેત છે.

संबंधित पोस्ट

सूरत के जघन्य हत्याकांड का आरोपी ने कहा: 5 साल का बेटा बोला- मम्मी को क्यों मार रहे हो…और थप्पड़ मारा तो उसका भी गला काट दिया – Gujarat News

Gujarat Desk

भारतीय व्यवसायी है अजय जैन भुटोरिया, बाइडेन-हैरिस के अमेरिकी राष्ट्रपति अभियान के प्रमुख खिलाड़ी

अदानी की नई डील: अब अडानी की कंपनी भी बनाएगी ड्रोन, ड्रोन स्टार्टअप में खरीदी 50% की हिस्सेदारी

Karnavati 24 News

जैन मुनि को रेप केस में 10 साल की सजा: सूरत में 2017 में 19 वर्षीय कॉलेज गर्ल से धर्मशाला में किया था दुष्कर्म – Gujarat News

Gujarat Desk

બ્રિટિશ PM સુનકની પત્ની અક્ષતા મૂર્તિને મળશે 68.17 કરોડ રૂપિયા, જાણો ક્યાંથી આવશે આ આવક

Admin

आखिर भारत के खिलाफ एक साथ सभी ने क्यों किया पाकिस्तान का समर्थन? क्या राष्ट्रविरोधी ताकतों की साजिश

Karnavati 24 News
Translate »