રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૨.૧૧.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૩૮૭૧ સામે ૮૪૨૩૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૪૧૬૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૮૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૯૫ પોઈન્ટના ઉછાળા સાથે ૮૪૪૬૬.૫૧ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૮૧૧ સામે ૨૫૯૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૯૦૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૨૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૭૪ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૯૮૬ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. અમેરિકામાં ચાલી રહેલા શટડાઉન મામલે બન્ને પક્ષો વચ્ચે સમજૂતીથી ઉકેલ આવવાની અપેક્ષા, અમેરિકાની રેર અર્થ માટે એશિયાના અન્ય દેશો સાથે ડિલ કરવાની પહેલ અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથે ટૂંક સમયમાં ટ્રેડ ડિલ થવાની તૈયારીના સંકેત આપતાં આજે ભારતીય શેરબજારમાં તેજીનો દોર આગળ વધ્યો હતો.
પ્રાઈમરી માર્કેટમાં ખેંચાઈ ગયેલા રોકાણકારોના નાણા હવે આઈપીઓ લિસ્ટિંગ નિરાશાજનક ડિસ્કાઉન્ટે થઈ રહ્યું હોઈ રોકાણકારો પ્રાઈમરી માર્કેટમાં રોકાણમાં સાવચેત બની ફરી સેકન્ડરી માર્કેટમાં સક્રિય બનતાં અને મ્યુચ્યુઅલ ફંડોમાં પણ રોકાણમાં સાવચેત રહી ડાયરેક્ટ શેરબજારમાં રોકાણ કરતાં શેરોમાં આજે તેજી રહી હતી.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકામાં શટડાઉનનો અંત આવવા સાથે મહત્વના સરકારી ડેટા જાહેર થવાનું શરૂ થશે તેવી ધારણાં અને ફેડરલ ઓપન માર્કેટ કમિટિ આવતા મહિનાની બેઠકમાં વ્યાજ દરમાં કપાત કરશે તેવી શકયતા વધતા અને અમેરિકા સાથે વેપાર કરાર થવાની શકયતા વધી જતા ડોલર સામે રૂપિયો ઘટતો અટકયો હતો, જયારે ઓપેકના આવનારા મન્થલી રિપોર્ટ તથા આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સી માંગના વાર્ષિક અંદાજ જાહેર કરનાર છે તે પહેલા ક્રુડ ઓઈલના ભાવમાં સ્થિરતા જોવા મળી હતી.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૬% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર રિયલ્ટી, યુટિલિટીઝ અને મેટલ સેક્ટરમાં ઘટાડો નોંધાયો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૮૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૦૧ અને વધનારની સંખ્યા ૨૫૦૯ રહી હતી, ૧૭૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે એશિયન પેઈન્ટ ૪.૪૬%, ટેક મહિન્દ્ર ૩.૩૪%, ટીસીએસ લિ. ૨.૭૩%, બજાજ ફિનસર્વ ૨.૪૨%, અદાણી પોર્ટસ ૨.૧૪%, એચસીએલ ટેકનોલોજી ૧.૫૪%, ભારતી એરટેલ ૧.૫૨%, ઇન્ફોસિસ લિ. ૧.૩૬%, ટ્રેન્ટ લિ. ૧.૩૪%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૧૯% અને ઇટર્નલ લિ. ૧.૦૩% વધ્યા હતા, જ્યારે ટાટા સ્ટીલ ૧.૩૦%, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ ૧.૨૮%, ટાટા મોટર્સ ૦.૭૯%, બીઈએલ ૦.૬૪%, કોટક બેન્ક ૦.૨૯%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૦.૨૬%, એચડીએફસી બેન્ક ૦.૨૩% અને હિન્દુસ્તાન યુનીલીવર ૦.૧૯% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સાથે મિડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૪.૭૫ લાખ કરોડ વધીને ૪૭૩.૬૯ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૨૨ કંપનીઓ વધી અને ૮ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, અમેરિકામાં ચાલી રહેલા આર્થિક અનિશ્ચિતતા, રશિયા-યુક્રેન અને ઈઝરાયેલ-હમાસ યુદ્વના અસરો તથા એશિયાઈ મોરચે વધતા સંકટો વચ્ચે વૈશ્વિક રોકાણકારો સ્થિર અર્થતંત્ર ધરાવતા દેશોની શોધમાં છે. ભારતની મજબૂત માઈક્રો ઇકોનોમિક ફંડામેન્ટલ્સ, નિયંત્રિત મોંઘવારી, મજબૂત જીએસટી વસૂલાત અને સરકારના ઈન્ફ્રાસ્ટ્રક્ચર તથા મેન્યુફેક્ચરિંગ ફોકસને કારણે વિદેશી રોકાણકારોનું ધ્યાન ફરી ભારતીય બજાર તરફ વળવાની શક્યતા છે. વૈશ્વિક બેરોજગારી અને ટેકનોલોજી સેક્ટરમાં ઉથલપાથલ વચ્ચે ભારતના સર્વિસ સેક્ટર, ફાર્મા, ઈન્ફ્રા અને પાવર થીમ્સ પર રોકાણ વધવાની સંભાવના છે. આ પરિસ્થિતિમાં ઈક્વિટી માર્કેટ માટે “રિલેટિવ આઉટપરફોર્મન્સ” ચાલુ રહે એવી ધારણા સાથે રોકાણકારો માટે ઘટાડે ખરીદીની તક ઉભી થઈ શકે છે.
જોકે, વૈશ્વિક સ્તરે વધતા અસ્થિરતાના કારણે રોકાણકારો માટે સાવચેતી અનિવાર્ય રહેશે. ઈઝરાયેલ, રશિયા અને એશિયાઈ મોરચાઓ પર રાજકીય અસ્થિરતા, અમેરિકાના શટડાઉન જેવી સ્થિતિ, તથા વૈશ્વિક ફાઈનાન્શિયલ ઈન્સ્ટીટયુશનો પર પડતા દબાણોને જોતા શોર્ટ-ટર્મ વોલેટિલિટી વધી શકે છે. છતાં મધ્યમ અને લાંબા ગાળાના દૃષ્ટિકોણથી ભારત “રિલેટિવ સ્ટેબલ માર્કેટ” તરીકે ઉભરતું રહે એવી ધારણા છે. ડિસેમ્બર પૂર્વે પોર્ટફોલિયો રીબેલેન્સિંગ અને વેલ્યુએશન સુધારાની પ્રક્રિયા દરમિયાન પસંદગીના ગુણવત્તાવાળા શેરોમાં વેલ્યુબાઈંગની તકો ઉભી થવાની શકયતા છે.
તા.૧૩.૧૧.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૧૨.૧૧.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૫૯૮૬ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૫૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૨૫૭૩૭ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૬૦૦૮ પોઈન્ટ થી ૨૬૦૮૮ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૫૮૦૮ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ
- હેવેલ્સ ઇન્ડિયા ( ૧૪૬૩ ) :- કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૪૩૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૪૨૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૪૭૩ થી રૂ.૧૪૮૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૪૮૮ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- વોલ્ટાસ લિ. ( ૧૩૦૭ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૨૮૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૨૩૭ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૩૨૩ થી રૂ.૧૩૩૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- એક્સીસ બેન્ક ( ૧૨૨૫ ) :- રૂ.૧૨૦૨ નો પ્રથમ તેમજ રૂ.૧૧૮૮ બીજા સપોર્ટથી પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૨૩૭ થી રૂ.૧૨૪૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
- ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૧૪૨ ) :- પર્સનલ કેર સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૫૪ થી રૂ.૧૧૬૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૧૧૭ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
- એચડીએફસી બેન્ક ( ૯૯૫ ) :- રૂ.૦૧ની ફેસવેલ્યુ ધરાવતા પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૯૬૦ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૧૦૦૪ થી રૂ.૧૦૧૩ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૩૬૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૩૮૩ આસપાસ સપોર્ટથી રૂ.૧૩૪૭ થી રૂ.૧૩૩૪ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૯૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
- ઓરબિંદો ફાર્મા ( ૧૧૯૨ ) :- રૂ.૧૨૦૮ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૨૨૦ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૧૭૮ થી રૂ.૧૧૬૫ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૨૬ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- જીન્દાલ સ્ટીલ ( ૧૦૮૦ ) :- આયર્ન એન્ડ સ્ટીલ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૧૦૮ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૦૬૭ થી રૂ.૧૦૫૫ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- અદાણી ગ્રીન ( ૧૦૭૫ ) :- પાવર જનરેશન સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૦૯૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૦૬૦ થી રૂ.૧૦૪૭ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૦૭ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
- સ્ટેટ બેન્ક ( ૯૫૭ ) :- રૂ.૯૭૪ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૯૮૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૯૪૪ થી રૂ.૯૩૦ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૯૮૯ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in


