Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાત

ગુજરાતની જેલમાં હાથ ધરાયેલા સર્ચ ઓપરેશનના મામલે CMને સોંપવામાં આવી શકે છે રીપોર્ટ, લેવાઈ શકે છે પગલા

ગુજરાતની જેલોમાં હાથ ધરાયેલા સર્ચ ઓપરેશનના મામલે ગૃહ વિભાગ તરફથી CMને રીપોર્ટ સોંપવામાં આવી શક છે. ગઈકાલ મોડી રાતથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં મોબાઈલ, ડ્ર્ગ્સ અને ગેરકાયદેસર વસ્તુઓ મળી આવી છે.

રાજ્યની દરેક જેલમાંથી જેલ પ્રતિબંધિત વસ્તુઓની બદી નેસ્ત નાબૂદ કરવા તથા જેલમાં રહેલા કેદીઓને મળવાપાત્ર તમામ જરૂરી સુવિધાઓ યોગ્ય રીતે મળી રહે તે સુનિશ્ચિત કરવા મેગા સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરાયું હતું. રાજયની મહત્વની જેલો પૈકી સાબરમતી જેલ અમદાવાદ, વડોદરા જેલ, રાજકોટ જેલ અને લોજપોર જેલ સુરત મળી 4 મધ્યસ્થ જેલ ઉપરાંત 11 જીલ્લા જેલ અને પાલારા તેમજ ગળપાદર કચ્છની ખાસ જેલ મળી કુલ 17 જેલોમાં પોલીસ તંત્રની અલગ અલગ ટીમ બનાવી ઓચિંતી ચેકીંગની કાર્યવાહી કરવામાં આવી હતી.

દોષિતોને સસ્પેન્ડ કરવા સુધીના પણ પગલા લેવાઈ શકે છે
ત્યારે અલગ અલગ જિલ્લામાંથી જેલની તપાસના અહેવાલ આવવાના શરુ થયા છે. સાંજ સુધીમાં જેલનો તમામ રીપોર્ટ ગૃહને મળશે. જેલના કેટલાક અધિકારીઓ, કર્મચારી પર આ મામલે આફત આવી શકે છે.  દોષિતોને સસ્પેન્ડ કરવા સુધીના પણ પગલા આ મામલે લેવાઈ શકે છે. આ મામલે ગૃહ વિભાગ સીએમ ભૂપેન્દ્ર પટેલને આ મામલે સમગ્ર અહેવાલ સોંપી શકે છે. ગુજરાતની જેલમાં મોટું ઓપરેશન હાથ તપાસને લઈને ચાલી રહ્યું છે.

આ મળી આવ્યા માદક પદાર્થો 
રાજ્યભરની જેલોમાં મેગા સર્ચ ઓપરેશન દરમિયાન 16 મોબાઇલ, 10 ઇલેકટ્રીક ચીજવસ્તુ, 39 ઘાતક સમાન તેમજ 3 જગ્યાએ માદક પદાર્થો મળી આવ્યા છે. રાતભર ચાલેલા આ ઓપરેશનનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સી.એમ ડેશબોર્ડ ખાતેથી નિરીક્ષણ કર્યું અને ત્રિનેત્ર ખાતેથી ગૃહ રાજ્ય મંત્રી  હર્ષ સંઘવી અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા લાઈવ મોનીટરીંગ કરાયું હતું.

મોટી સંખ્યામાં જોડાયા હતા પોલીસ કર્મીઓ 
સમગ્ર દેશમાં કદાચ સૌ પ્રથમ વાર રાજ્યભરની જેલોમાં એક સાથે મેગા સરપ્રાઈઝ ચેકીંગ થયાની ઘટના બની હશે. જેમાં 1700 જેટલા પોલીસ અધિકારી- કર્મચારીઓ એક સાથે સર્ચ ઓપરેશનમાં જોડાયા હોય હશે.

संबंधित पोस्ट

દરીયાઇ મહેલની સુંદરતા થશે પુૃનર્જીવિત, ફેઝ-ર માટે રૂા.૧૭ કરોડ ૩૪ લાખ મંજૂર

Karnavati 24 News

પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ (PACS)ના કમ્પ્યુટરાઇઝેશનથી સહકાર ક્ષેત્રે આવશે ડિજિટલ ક્રાંતિ, રાજ્ય સરકાર PACS દીઠ આપી રહી છે ₹4 લાખની નાણાંકીય સહાય

Gujarat Desk

રાજ્યની GMERS સંલ્ગન 7 હોસ્પિટલમાં અત્યાધુનિક હાઇ એન્ડ માઇક્રોસ્કોપ ઉપલબ્ધ થયા

Gujarat Desk

આર.ટી.આઈનાં પવિત્ર કાયદાનો દુરૂપયોગ કરી નિર્દોષ પાસેથી રૂપિયા પડાવવાની થતી પ્રવૃત્તિઓ બિલકૂલ ચલાવી લેવાશે નહિ: ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી

Gujarat Desk

જૂનાગઢમાં કારમાં લાગી આગ, ચાલકનો આબાદ બચાવ થયો

Gujarat Desk

GPSCની પ્રિલીમ અને મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર; વર્ગ 1,2 અને 3ની પ્રિલીમ અને મુખ્ય પરીક્ષાની તારીખો જાહેર

Gujarat Desk
Translate »