(જી.એન.એસ) તા. ૧૧
ગાંધીનગર,
હાલ રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ યથાવત રહેશે. તો કેટલાક વિસ્તારોમાં બેવડી ઋતુનો પણ અહેસાસ થઈ શકે છે. રાત્રીના સમયે ઠંડી અને બપોરના સમયે ગરમીનો અહેસાસ થાય તેવી શક્યતા છે. તેમજ રાજ્યમાં લઘુતમ તાપમાન 15 થી 16 ડિગ્રી રહે તેવી શક્યતા છે. જો કે મહત્તમ તાપમાન 30થી 32 ડિગ્રી સુધી રહે તેવી આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર હાલ ગુજરાતમાં કોઈ પણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ નથી. જેના કારણે આગામી 7 દિવસ કમોસમી વરસાદની શક્યતા નહીંવત છે. મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધધટ જોવા મળી શકે છે. આ ઉપરાંત પવનોની દિશા બદલાતી હોવાથી ઠંડી-ગરમીનો અહેસાસ થાય તેવી પણ સંભાવના છે.
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો. લઘુતમ તાપમાન આવ્યું નીચું.અમદાવાદમાં લઘુતમ તાપમાન 14.7 ડિગ્રી આસપાસ રહ્યું. સૌથી ઓછું લઘુતમ તાપમાન નોંધાયું ગાંધીનગરમાં. રાજ્યના 12 જિલ્લાઓમાં 20 ડિગ્રીથી નીચે લઘુતમ તાપમાન
રાજ્યમાં અનુભવાયો ઠંડીનો ચમકારો. 12 શહેરમાં 20 ડિગ્રીથી નીચું નોંધાયું તાપમાન. પાટનગર ગાંધીનગર 14 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર શહેર. તો અમદાવાદમાં પણ કડકડતી ઠંડીનો અહેસાસ થયો. અમદાવાદમાં 14.7 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું . છેલ્લા 2 વર્ષમાં અમદાવાદમાં નવેમ્બરમાં નોંધાયેલું આ સૌથી નીચું તાપમાન છે. અગાઉ 2023માં 15.6, 2024માં 15.7 ડિગ્રી સાથે નવેમ્બર માસનું સૌથી નીચું તાપમાન હતું.. હવામાન વિભાગ અનુસાર આગામી 3 દિવસ અમદાવાદમાં સરેરાશ લઘુતમ તાપમાનનો પારો 15 ડિગ્રીની આસપાસ જ રહેશે. તો 12 શહેરમાં પણ લઘુતમ તાપમાનનો પારો 20 ડિગ્રીથી નીચે નોંધાયો. નલિયામાં 15.4, વડોદરામાં 15.6, ડીસામાં 15.8, અમરેલીમાં 16, રાજકોટમાં 16.4, જામનગરમાં 18.4, પોરબંદરમાં 18.5, સુરતમાં 18.6, ભાવનગરમાં 19.2 ડિગ્રી તાપમાન નોંધાયું.


