Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
टैकनोलजी

Nokia G22: બજેટ સ્માર્ટફોન લોન્ચ, 5050mAh પાવરફુલ બેટરી સાથે મળશે બેસ્ટ ફીચર્સ

HMD ગ્લોબલે પોતાનો નવો બજેટ અને સ્ટાઇલિશ સ્માર્ટફોન Nokia G22 લોન્ચ કર્યો છે. કંપનીએ તેને iFixit સાથે મળીને ડેવલપ કર્યો છે. આ ફોનમાં ક્વિકફિક્સ ડિઝાઇન સહિત ઘણા શાનદાર ફીચર્સ આપવામાં આવ્યા છે. ક્વિકફિક્સ ડિઝાઇન જે યુઝર્સને રિપેર ગાઇડલાઇનનું ઝડપી ઍક્સેસ આપે છે. આના દ્વારા, યુઝર્સ પોતે સ્માર્ટફોનની ડિસ્પ્લે બદલી શકશે, ચાર્જિંગ પોર્ટ બદલી શકશે અને બેટરી રિપેર કરી શકશે.

આ સ્માર્ટફોનમાં શું છે ખાસ?

HMD ગ્લોબલે એ પણ જાહેરાત કરી કે નોકિયા G22 સ્માર્ટફોનનું બેક કવર સંપૂર્ણપણે 100% રિસાયકલ પ્લાસ્ટિકથી બનેલું છે. બે,ટ બાસ અને સાઉન્ડ ક્વોલિટી માટે તેમાં OZO પ્લેબેક ફીચર છે. ડિવાઇસ હાલમાં એન્ડ્રોઇડ 12 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. કંપનીએ ફોન પર Android OS અપગ્રેડના બે વર્ષ અને ત્રણ વર્ષ માટે સિક્યોરિટી અપડેટ્સનું પ્રોમિસ આપ્યું છે.

નોકિયા જી22 બે કલર ઓપ્શન્સમાં ઉપલબ્ધ છે, જેમાં મીટીઅર ગ્રે અને લગૂન બ્લુનો સમાવેશ થાય છે. તેની પ્રારંભિક કિંમત 179 યુરો એટલે કે લગભગ 15500 રૂપિયા રાખવામાં આવી છે. iFixit સ્માર્ટફોન માટે €5માં હોમ ફીટ કિટ ઓફર કરે છે. કંપનીએ ભારતમાં ડિવાઇસની ઉપલબ્ધતા અને લોન્ચ તારીખ વિશે કોઈ માહિતી જાહેર કરી નથી.

નોકિયા G22: સ્પેશિફિકેશન અને ફિચર્સ

Nokia G22માં 720×1600 પિક્સેલ રિઝોલ્યુશન અને 90Hz રિફ્રેશ રેટ સાથે 6.52-ઇંચ HD+ ડિસ્પ્લે છે. આમાં વધારાની સુરક્ષા માટે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 3 આપવામાં આવ્યો છે. તમે આ સ્માર્ટફોનમાં બે સિમ ઈન્સ્ટોલ કરી શકશો. નોકિયા G22 ઓક્ટા-કોર Unisoc T606 ચિપસેટ દ્વારા ઓપરેટેડ છે, જે 4GB RAM સાથે જોડાયેલ છે. ડિવાઇસ બે સ્ટોરેજ કોન્ફીગ્રેશનમાં ઓફર કરવામાં આવે છે – 64GB અને 128GB અને માઇક્રોએસડી કાર્ડનો ઉપયોગ કરીને 2TB સુધી વધારી શકાય છે.

Android 12 પર ચાલતા Nokia G22માં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. તેમાં f/1.8 અપર્ચર સાથે 50MP પ્રાઇમરી કેમેરા, 2MP ડેપ્થ કેમેરા અને 2MP મેક્રો કેમેરા છે. સેલ્ફી માટે, ડિવાઇસમાં 8MP ફ્રન્ટ કેમેરા છે. નોકિયા G22 સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સરથી સજ્જ છે અને તેની પાસે IP52 રેટિંગ છે. તેમાં 5050mAh બેટરી છે અને 20W ફાસ્ટ ચાર્જિંગ માટે સપોર્ટ પણ છે.

संबंधित पोस्ट

सरकार Apple यूजर्स को अपने गैजेट्स को तुरंत अपडेट करने के लिए क्यों कह रही है?

Karnavati 24 News

रूस-यूक्रेन युद्ध के बीच सेंसरशिप से बचने के लिए ट्वीटर ने लिया बड़ा फैसला

Karnavati 24 News

सोशल मीडिया पर बनी दोस्त ने दी दुष्कर्म का झूठा मुकदमा दर्ज कराने की धमकी

Karnavati 24 News

क्या आप भी GB WhatsApp का इस्तेमाल करते है तो हो जाए सावधान।

ट्विटर पर बहुत जल्द 150 चुनिंदा यूजर्स के साथ शेयर किया जा सकेगा ट्वीट, आने वाला है नया फीचर

Karnavati 24 News

कलर चेजिंग और 19GB तक रैम के साथ आया रियलमी का नया फोन, जानिए कीमत और खूबियां

Karnavati 24 News