Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
टैकनोलजी

શાળાના હોમવર્કથી લઈને પ્રોજેક્ટ્સ સુધી, આ એપ્લિકેશન બધુ કરી દે છે, CBSEએ લગાવવો પડ્યો પ્રતિબંધ

તે દિવસો ગયા જ્યારે શાળાના પ્રોજેક્ટ્સ અથવા હોમવર્કમાં અનેક પુસ્તકો અથવા ઇન્ટરનેટ પર સમય વિતાવવો સામેલ હતો. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ની મદદથી હવે સંપૂર્ણ હોમવર્ક અને પ્રોજેક્ટ થોડી સેકન્ડમાં તૈયાર કરી શકાય છે. આવી જ એક એપ્લીકેશન છે ચેટ જીપીટી, અને એટલા માટે જ CBSE એ હવે ChatGPT પર પ્રતિબંધ મૂકવો પડ્યો છે, આ એક એવું ટુલ છે જે કેટલાય સમયથી સમાચારની સાથે વિવાદમાં રહ્યું છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) હવે પસંદગીની શિક્ષણ સંસ્થાઓમાં જોડાઈ ગયું છે જેણે ChatGPT પર પ્રતિબંધ મૂક્યો છે. બોર્ડ દ્વારા શેર કરવામાં આવેલી સૂચનાઓમાં કહેવામાં આવ્યું છે કે ‘બોર્ડ પરીક્ષા હોલમાં મોબાઈલ, ચેટજીપીટી અને અન્ય ઈલેક્ટ્રોનિક વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ છે.’ એટલે કે બોર્ડ સુનિશ્ચિત કરવા માંગે છે કે ઓછામાં ઓછું બોર્ડની પરીક્ષા દરમિયાન તો ChatGPTનો ઉપયોગ ના કરવામાં આવે.

OpenAIનું લેગ્વેજ મોડલ છે ChatGPT 
ChatGPT એ વિશ્વની સૌથી મોટી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રિસર્ચ કંપનીઓ પૈકીની એક OpenAI દ્વારા ડોવલપ કરાયેલ લેગ્વેજ મોડલ છે. આ મૉડલ ટ્રાન્સફોર્મર નામના ન્યુરલ નેટવર્ક મૉડલ પર આધારિત છે અને માણસોની જેમ જ પૂછાયેલા પ્રશ્નોના જવાબ આપી શકે છે. એટલે કે, પ્રોજેક્ટ લખવા, કોડિંગ કરવા અને હોમવર્ક કરવા જેવી બાબતો તેની સાથે કરી શકાય છે.

પહેલા પણ અનેક જગ્યાએ લાગી ચુક્યો છે પ્રતિબંધ
ન્યૂ યોર્ક સિટી અને સિએટલની કેટલીક જાહેર શાળાઓમાં ChatGPT પર પહેલાથી જ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એ જ રીતે, ફ્રેન્ડ યુનિવર્સિટી અને બેંગ્લોર યુનિવર્સિટીએ પણ ચેટજીપીટીના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. જો કે, તેની મદદથી બનાવેલા પ્રોજેક્ટ્સ શોધવાનું સરળ નથી કારણ કે AI સાથે તે દરેક વખતે અલગ-અલગ પરિણામો આપે છે અને ઇન્ટરનેટ સર્ચ કરતાં ખૂબ જ અલગ રીતે કામ કરે છે.

આ રીતે તમે ChatGPT નો ઉપયોગ કરી શકો છો
જો તમે પણ ChatGPT અને તેની ક્ષમતાઓને અજમાવવા માંગતા હો, તો તમારે પહેલા OpenAIની ઓફિશિયલ વેબસાઇટ પર જવું પડશે. અહીં ઈમેલ આઈડી અને મોબાઈલ નંબરની મદદથી સાઈન અપ કર્યા બાદ તમને લોગઈનનો વિકલ્પ મળશે. ChatGPT માં લૉગિન કર્યા પછી તમને ઇન્ટરફેસ જેવી ચેટિંગ વિન્ડો મળશે જ્યાં તમારે તમારો પ્રશ્ન અથવા કીવર્ડ ટાઈપ કરવાનો રહેશે. આ પછી, તમે દાખલ થતાં જ, તમારી સામગ્રી થોડી સેકંડમાં તૈયાર થઈ જશે.

संबंधित पोस्ट

विज्ञान के प्रति छात्रों की रुचि बढ़ाने के लिए पुणे में विज्ञान प्रश्नोत्तरी का किया आयोजित

Admin

भारत में 14 फरवरी को लॉन्च होगा Infinix Zero 5G! 120Hz रिफ्रेश रेट डिस्प्ले से होगा लैस

Karnavati 24 News

Android से iOS में WhatsApp डेटा ट्रांसफर : नए फीचर की मदद से 7 चरणों में डेटा ट्रांसफर करना संभव, जानें पूरी प्रक्रिया

Karnavati 24 News

iPhone 14 सीरीज की लॉन्च डेट हुई लीक: 14 सीरीज 3 सितंबर को हो सकती है लॉन्च

Karnavati 24 News

सैमसंग गैलेक्सी S71 F2G पर 5,000 रुपये का फ्लैट डिस्काउंट, केर्नोव हूं बहुत फोन मिल रहा है नोवा

Karnavati 24 News

ये है मिडरेंज में एक आकर्षक लुक और अच्छे कैमरे वाला फोन

Karnavati 24 News