Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

રિઝર્વ બેન્કના કુલ ગોલ્ડ રિઝર્વમાંથી ૬૫% સોનું હવે ભારતમાં જ…!!

ભારતના ગોલ્ડ રિઝર્વના સંચાલનમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા મહત્વપૂર્ણ ફેરફાર નોંધાયો છે. અગાઉ મોટી માત્રામાં સોનું વિદેશી બેન્કોમાં જમા રાખવામાં આવતું હતું, પરંતુ હવે રિઝર્વ બેન્ક પાસે રહેલા કુલ ૮૮૦ ટન ગોલ્ડ રિઝર્વમાંથી આશરે ૬૫% એટલે કે ૫૭૬ ટન સોનું ઘરઆંગણે સંઘરવામાં આવ્યું છે. ચાર વર્ષ અગાઉ આ પ્રમાણ માત્ર ૩૦થી ૩૨% જેટલું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ, વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં વિદેશમાં પડેલા સોનામાંથી ૬૪ ટન સોનું સ્વદેશ પરત લાવવામાં આવ્યું છે.

હાલ દેશના ગોલ્ડ રિઝર્વનું કુલ મૂલ્ય આશરે ૧૦૮ અબજ ડોલર જેટલું છે. રિઝર્વ બેન્ક પોતાના ગોલ્ડ રિઝર્વનો કેટલોક હિસ્સો બેન્ક ઓફ ઈંગલેન્ડ તથા બેન્ક ઓફ ઈન્ટરનેશનલ સેટલમેન્ટ્સ (BIS) જેવી વિદેશી સંસ્થાઓ સાથે જમા રાખે છે. સપ્ટેમ્બર ૨૦૨૫ના અંતે ઘરઆંગણે સંઘરાયેલ ૫૭૬ ટન સોનુ અત્યાર સુધીનું સૌથી ઊંચું સ્તર ગણાય છે. ૨૦૨૨ના સપ્ટેમ્બર સુધીમાં આ હિસ્સો માત્ર ૩૮ ટકા હતો.

વિદેશમાંથી વધુ સોનું પરત લાવવાનું કારણ રિઝર્વ બેન્કે સત્તાવાર રીતે જાહેર કર્યું નથી, પરંતુ પશ્ચિમી દેશોએ યુક્રેન પર આક્રમણ બાદ રશિયાના ફોરેન રિઝર્વ જપ્ત કર્યા બાદ અનેક દેશોએ પોતાની સંપત્તિ સ્વદેશમાં રાખવાની નીતિ અપનાવી છે. આ સંદર્ભમાં ભારત પણ વધુ સાવચેતીપૂર્વક પગલાં લઈ રહ્યું છે એવી ધારણા છે. ગત વર્ષે જેમ અન્ય કેન્દ્રીય બેન્કોએ પણ પોતાના ગોલ્ડ રિઝર્વમાં વધારો કર્યો હતો, તેમ RBIએ પણ વૈશ્વિક આર્થિક અસ્થિરતા અને ડોલર પરની નિર્ભરતા ઘટાડવા હેતુસર સોનાની ખરીદીમાં વધારો કર્યો છે.

संबंधित पोस्ट

પુરીમાં જગન્નાથ રથયાત્રામાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ હાજરી આપી, ભક્તો માટે પ્રસાદ તૈયાર કર્યો

Gujarat Desk

ભાવનગર ખાતે મેયર શ્રી ભરતભાઇ બારડના અધ્યક્ષસ્થાને તેમજ કેન્દ્રિય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લાકક્ષાનો સ્વામિત્વ યોજના કાર્યક્રમ યોજાયો

Gujarat Desk

ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (GujRERA) સાથે જેના પ્રોજેક્ટ્સ નોંધાયેલા છે તેવા તમામ પ્રમોટર્સને જણાવવામાં આવે છે કે, તમામ રજીસ્ટર્ડ પ્રોજેક્ટ્સ માટે RERA એક્ટ હેઠળ ફોર્મ-૫ (વાર્ષીક ઓડિટ રીપોર્ટ એટલે કે વાર્ષીક પત્રક) ભરવું ફરજીયાત છે

Gujarat Desk

‘હર ઘર તિરંગા – હર ઘર સ્વચ્છતા’ અંતર્ગત વિવિધ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી ૧.૨૦ લાખથી વધુ શાળા –કોલેજોના ૨૨.૪૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ જોડાયા 

Gujarat Desk

મોપા એરપોર્ટ વિશે ખોટી માહિતી ફેલાવવા બદલ દિલ્હીના યુટ્યુબરની ધરપકડ

Gujarat Desk

ગાંધીનગર ખાતે ‘અખિલ ભારતીય મુલ્કી સેવા તરણ સ્પર્ધા, ૨૦૨૪-૨૫’ નો ઉદ્ઘાટન સમારોહ યોજાયો

Gujarat Desk
Translate »