Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

ઇડરમાં 177 ટ્રેક્ટર પર 8.20 કરોડની લોન લેવાના કૌભાંડના પાંચ માંથી ત્રણ આરોપી ઝડપાયા, ત્રણેય આરોપીને સબજેલમાં મોકલાયા

ઇડરમાં 177 ટ્રેક્ટર પર 8.20 કરોડની લોન લેવાના કૌભાંડના પાંચ માંથી ત્રણ આરોપી ઝડપાયા, ત્રણેય આરોપીને સબજેલમાં મોકલાયા

સાબરકાંઠા જિલ્લાના ઇડર વિસ્તારમાં ટ્રેકટરની લોન લઈ ટ્રેકટરને વેચી દેવાનું કૌભાંડ સામે આવ્યું છે. ઇડર પોલીસે પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાઇ છે. તો જિલ્લા પોલીસ વડે કૌભાંડની તપાસ માટે સીટની રચના કરી છે. 12 દિવસમાં પાંચ આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓ ઝડપાયા છે. તો ત્રણેય આરોપીઓને સબજેલમાં મોકલવામાં આવ્યો છે. તો બાકીના બે આરોપીઓને ઝડપવાની કાર્યવાહી તપાસ ટીમે હાથ ધરી છે.આ અંગે પોલીસ સુત્રોમાંથી મળેલી માહિતી મુજબ ઇડરમાં ટ્રેક્ટર કૌભાંડની ફરિયાદ નોંધાયા બાદ જિલ્લા પોલીસ વડા સીટની રચના કરી હતી. જેમાં ઇડર નાયબ પોલીસ અધિક્ષકના સુપરવિઝન હેઠળ એલસીબી પીઆઈ અને બે પીએસઆઈની ટીમ બનાવી છે અને તપાસ હાથ ધરી હતી. તો 12 દિવસમાં પાંચ પૈકી પાર્થ ચૌધરી, સુરેશ થનાજી ઠાકરડા(પરમાર), સંજય કાંતી ઠાકરડા(ચૌહાણ) ત્રણેય ઝડપી લીધા હતા અને રિમાન્ડ મળ્યા બાદ પૂછપરછ કરી હતી. તો તમામ આરોપીઓને કોર્ટમાં રજુ કર્યા બાદ કોર્ટે સબજેલમાં મોકલવાનો હુકમ કર્યો છે. તો હવે સીટની ટીમે બાકીના બે આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.એક આરોપી બાદ વધુ બે આરોપીઓ ઝડપાયા બાદ છ દિવસના રીમાન્ડ મળ્યાં હતા અને રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજુ કરતા બે આરોપીઓને સબજેલમાં મોકલવાનો હુકમ કર્યો હતો. વધુ બે આરોપીઓએ રિમાન્ડ દરમિયાન સૌરાષ્ટ્રમાં લીમડી, સુરેન્દ્રનગર, ભાવનગર, શિહોરી સહિતના વિસ્તારમાં આપેલાનું કબુલ્યું છે. જેને લઈને હવે તપાસ ટીમે ટ્રેક્ટરો કબજે લેવાની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ બાકીના બે આરોપીઓને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા છે

संबंधित पोस्ट

अदालत में, आफताब पूनावाला ने श्रद्धा वाकर की हत्या करना स्वीकार नहीं किया।

Admin

હાજીપરના વૃધ્ધે મુળ તળાજાના શખ્સ સામે લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો

પ્રાંતિજ ના નનાનપુર ખાતે જમીન ખેડવા ને લઈ ને ફાયરીંગ કરી મહિલાને બચકુ ભર્યુ

અરવલ્લીમાં હાહાકાર મચાવનાર GUJCTOC નો આરોપી સૂકો ડુંડ ભિલોડા નજીકથી પોલિસ જાપ્તામાંથી ફરાર, કોણ છે સૂકો ડૂંડ, જાણો

ભરૂચ-દહેજ માર્ગ પર વધુ એક વાર ખાનગી લકઝરી બસ ની અડફેટે મોપેડ સવાર ઘાયલ

Admin

 ધારાસભ્ય અનંત પટેલ પર થયેલ હુમલા સંદર્ભે ધરમપુર માં આવેદનપત્ર અપાયું

Karnavati 24 News
Translate »