Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

વાઘની જોડી ના બદલામાં સક્કરબાગથી મુંબઈના ઝૂમાં મોકલાયુ સિંહ યુગલ

મુંબઈના સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનમાં રહેલા એક 17 વર્ષના સિંહનું વૃદ્ધાવસ્થાના કારણે ગત ઓક્ટોબર માસમાં મોત થયું હતું ત્યારબાદ ત્યાં એક જ 11 વર્ષનો સિંહ રહ્યો હતો તે પણ બીમાર હાલતમાં છે આથી સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન દ્વારા વન્ય પ્રાણી આદાન પ્રદાન કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢના સકરબાગ ઝૂ માંથી વાઘની જોડી ના બદલામાં સિંહની જોડી ની માંગણી કરવામાં આવી હતી જેને ગત 31 ઓક્ટોબરના મંજૂરી મળી હતી જેના અનુસંધાને જુનાગઢ સક્કરબાગ ઝૂમાંથી બે બે વર્ષના ડી-11 અને ડી-22 નામના સિંહ અને સિંહણને મુંબઈના સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનમાં મોકલવામાં આવ્યા હતા ત્યાંથી 6 વર્ષના બજરંગ નામના વાઘ અને 4 વર્ષની દુર્ગા નામની વાઘણને જુનાગઢના સક્કરબાગમાં લાવવામાં આવ્યા છે આ બંને વાઘને સ્વસ્થ અને સુરક્ષિત રીતે લવાયા છે આ વાઘ યુગલને આગામી એક મહિના સુધી નિરીક્ષણમાં રાખવામાં આવશે ત્યારબાદ લોકોને નિહાળવા માટે પાંજરામાં રાખવામાં આવશે આમ બહારથી આવેલા પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બનશે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં અંદાજે 30 વર્ષ પછી વાઘની જોડી લવાઈ છે

संबंधित पोस्ट

આ વર્ષે મળ્યા સારા સમાચાર: કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો

Karnavati 24 News

આ વખતે ગરમીએ 121 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માર્ચ મહિનામાં 1.86 ડીગ્રી વધુ ગરમી પડી

Karnavati 24 News

સોનું અને ચાંદી મોંઘા થયા પછી પણ ગ્રાહકોએ સસ્તી ખરીદી કરવી જોઈએ

Karnavati 24 News

અમરેલીના ખાંબા, સાવરકુંડલા અને રાજુલા ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ, રસ્તાઓ પર પાણી વહી ગયા

અમદાવાદ વસ્ત્રાલ વિસ્તારમાં પહેલા મસમોટો ભુવો

Karnavati 24 News

નોકરિયાત વર્ગ માટે ખુશખબર: તમે પણ કરી શકશો આ કામ, સરકાર પાસેથી મળશે બમ્પર લાભ

Admin