Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
બિઝનેસ

Investment Tips / Childrens Mutual Funds માં રોકાણ કરી બાળકોનું ભવિષ્ય કરો સુરક્ષિત, બેંકો કરતા વધુ મળશે રિટર્ન

Mutual Fund Schemes for Kids: ઘરમાં નાનો મહેમાન આવતાની સાથે જ લોકો તેના ભવિષ્યના સપનાઓ જોવા લાગે છે. છોકરો હોય કે છોકરી, શિક્ષણથી લઈને લગ્ન સુધીના ખર્ચ માટે લોકો શરૂઆતથી જ વિચારવા લાગે છે. તેના માટે તેઓ તેમની કમાણીનો એક નાનકડો હિસ્સો પણ બચાવવા લાગે છે. જો કે આવા સાધનો અથવા વિકલ્પોમાં બચત કરવી અથવા રોકાણ કરવું વધુ સારું છે જ્યાં રિટર્ન વધુ સારું હોય અને જોખમ પણ ઓછું હોય. કેટલાક મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓએ ખાસ કરીને બાળકો માટે કેટલીક યોજનાઓ શરૂ કરી છે. આવો તેમના પર એક નજર કરીએ.

એચડીએફસી ચિલ્ડન્સ ગિફ્ડ ફંડ (HDFC Childrens Gift Fund)

એચએફડીએફસી મ્યુચ્યુઅલ ફંડે ફેબ્રુઆરી 2001માં બે ફંડ લોન્ચ કર્યા હતા- એચડીએફસી ચિલ્ડ્રન્સ ગિફ્ટ ફંડ – સેવિંગ્સ પ્લાન જે ઓક્ટોબર 18, 2017ના રોજ બંધ કરવામાં આવ્યો હતો અને એચડીએફસી ચિલ્ડ્રન્સ ગિફ્ટ ફંડ – ગ્રોથ પ્લાન. HDFC ચિલ્ડ્રન્સ ગિફ્ટ ફંડ – ગ્રોથ પ્લાન કી. આ ફંડે 6 મહિનામાં 14.15%, 2 વર્ષમાં 21.36% અને 5 વર્ષમાં 12.76% રિટર્ન આપ્યું છે.

એસબીઆઈ મેગ્નમ ચિલ્ડ્રન્સ બેનિફિટ ફંડ – ઈન્વેસ્ટમેન્ટ પ્લાન

બાળકોના ભવિષ્ય માટે તૈયાર કરવામાં આવેલા આ ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમે 6 મહિનામાં 7.84 ટકા, 1 વર્ષમાં 4.59 ટકા અને 2 વર્ષમાં 51.27 ટકા રિટર્ન આપ્યું છે.

આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ ચાઈલ્ડ કેર ફંડ- ડાયરેક્ટ પ્લાન

ICICI Pudential Child Care Fund – Direct Plan (આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ ચાઈલ્ડ કેર ફંડ – ડાયરેક્ટ પ્લાન) નું પ્રદર્શન પણ સંતોષકારક રહ્યું છે. આ ફંડે 6 મહિનામાં 9.50 ટકા, 1 વર્ષમાં 2.69 ટકા અને 2 વર્ષમાં 17.95 ટકા રિટર્ન આપ્યું છે. આ ફંડનું 5 વર્ષનું રિટર્ન 10.09 ટકા રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે આના સિવાય પણ અન્ય મ્યુચ્યુઅલ બજારમાં ઉપલબ્ધ છે. તમે તેની સાથે સરખામણી કરી શકો છો.

संबंधित पोस्ट

શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે અદાણી વિલ્મરનો આઈપીઓ પ્રથમ દિવસે 57% ભરાયો

Karnavati 24 News

LIC IPO નો ત્રીજો દિવસ: ઇશ્યુ અત્યાર સુધીમાં 1.19 વખત સબસ્ક્રાઇબ થયો છે, પોલિસીધારકોના અનામત ભાગ માટે 3.59 વખત બિડ

Karnavati 24 News

LIC IPO: ચાલુ નાણાકીય વર્ષમાં LICનો IPO અસંભવ છે, જાણો કારણ

Karnavati 24 News

WEF 2022 મીટિંગ આવતીકાલથી શરૂ થશે: પીયૂષ ગોયલ ભારતીય ટીમનું નેતૃત્વ કરશે

Karnavati 24 News

રિલાયન્સ જિયો તરફથી આકર્ષક ઓફર! આપી રહ્યું છે 1,500 રૂપિયાનો બેનિફિટ, બસ કરવું પડશે આ કામ

Karnavati 24 News

બાબા રામદેવની કંપનીને થયો 234 કરોડ રૂપિયાનો નફો, શેરધારકોને સારા ડિવિડન્ટની જાહેરાત

Karnavati 24 News
Translate »