Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રમતગમત

Pakistan Vs England T20 WC Final: ઇગ્લેન્ડે બીજી વખત જીત્યો ટી-20 વર્લ્ડકપ, પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવ્યું

મેલબોર્નઃ ઈંગ્લેન્ડની ટીમે બીજી વખત T20 વર્લ્ડકપ જીત્યો છે. મેલબોર્નમાં રમાયેલી ટી-20 વર્લ્ડકપની ફાઇનલમાં ઇગ્લેન્ડે ફાઇનલમાં પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવીને ટાઇટલ જીતી લીધું છે. સેમ કરન અને આદિલ રાશિદની ઘાતક બોલિંગની મદદથી ઈંગ્લેન્ડે પાકિસ્તાનને માત્ર 137 રનમાં  રોકી દીધી હતી. આ પછી બેન સ્ટોક્સ (અણનમ 52) અને જોસ બટલર (26)ની ઇનિંગ્સની મદદથી ઇંગ્લેન્ડે 19મી ઓવરમાં આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.  આ પહેલા વર્ષ 2010માં ટીમે પોલ કોલિંગવૂડની કેપ્ટનશીપમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને તેનો પ્રથમ ટી-20 વર્લ્ડકપ જીત્યો હતો. ઈંગ્લેન્ડના સેમ કુરનને પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરવામાં આવ્યો છે. સેમ કુરને ફાઈનલ મેચમાં 4 ઓવરમાં 12 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી.

138 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની શરૂઆત સારી રહી ન હતી. ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીએ પહેલી જ ઓવરમાં એલેક્સ હેલ્સ (1)ને આઉટ કર્યો હતો. ત્રીજા નંબરે ઉતરેલ ફિલ સોલ્ટ (10) પણ લાંબો સમય ક્રિઝ પર ટકી શક્યો નહોતો. તે હારિસ રઉફના બોલ પર ઈફ્તિખાર અહેમદના હાથે કેચ આઉટ થયો હતો. ભારત સામેની સેમીફાઈનલમાં અડધી સદી ફટકારનાર જોસ બટલર 26 રન બનાવીને રૌફનો શિકાર બન્યો હતો.

જોસ બટલરે 17 બોલનો સામનો કર્યો અને 3 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 26 રન બનાવ્યા. એલેક્સ હેલ્સ માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો. ફિલિપ સોલ્ટ 10 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. હેરી બ્રુક 23 બોલમાં 20 રન બનાવીને આઉટ થયો હતો. ટીમ માટે બેન સ્ટોક્સે જોરદાર ઇનિંગ રમી હતી. તેણે 49 બોલમાં અણનમ 52 રન બનાવ્યા હતા. સ્ટોક્સની આ ઇનિંગમાં 5 ફોર અને 1 સિક્સ સામેલ હતી. મોઇન અલીએ 19 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું. પાકિસ્તાન તરફથી હરિસ રઉફને 2 જ્યારે શાહીન આફ્રિદી, શાદાબ ખાન અને મોહમ્મદ વસીમને 1-1 વિકેટ મળી હતી.

આ અગાઉ પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 137 રન બનાવ્યા હતા. બાબર આઝમ (28 બોલમાં 32) અને મોહમ્મદ રિઝવાન (14 બોલમાં 15) એ ધીમી શરૂઆત કરી હતી. શાન મસૂદે 28 બોલમાં 38 રન બનાવ્યા હતા. તેણે 2 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. કેપ્ટન બાબર આઝમે 28 બોલમાં 32 રન બનાવ્યા હતા. તેણે 2 ચોગ્ગા ફટકાર્યા હતા. રિઝવાન 15 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. મોહમ્મદ હરિસ માત્ર 8 રન બનાવી શક્યો હતો. ઈફ્તિખાર અહેમદ ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. શાદાબ ખાને 14 બોલમાં 20 રન બનાવ્યા હતા. તેણે 2 ચોગ્ગા ફટકાર્યા હતા. નવાઝ 5 રન બનાવીને આઉટ થયો હતો.

પાકિસ્તાનને 13મી ઓવરમાં ચાર વિકેટે 85 રન બનાવી દીધા હતા.મસૂદ સારી ઇનિંગ તરફ આગળ વધી રહ્યો હતો પરંતુ કરણની બોલ પર મોટો શોટ મારવાના પ્રયાસમાં આઉટ થયો હતો. શાદાબ ખાને 14 બોલમાં 20 રન બનાવ્યા હતા.

 

संबंधित पोस्ट

એન્જેલો મેથ્યુસ અને તુબા હસને ICC પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ જીત્યો, મે મહિનામાં મચાવ્યો હતો હંગામો

Karnavati 24 News

5 વર્ષના છોકરાની અમેઝિંગ માતા: ફ્રેઝર પ્રાઇસે રેકોર્ડ ટાઇમિંગ સાથે ડાયમંડ લીગમાં 100 મીટર ગોલ્ડ જીત્યો

Karnavati 24 News

અચાનક ટીમ ઈન્ડિયાનો આવો ધબડકો કેમ થવા માંડ્યો? રવિ શાસ્ત્રીએ આ કારણ આપી બધાને ચોંકાવ્યા

Karnavati 24 News

India Vs Australia 3rd Test: ત્રીજી ટેસ્ટ અગાઉ ઓસ્ટ્રેલિયાને ઝટકો, કમિન્સ બહાર

Admin

ક્રિસ ગેલ: ક્રિકેટ વેસ્ટ ઇન્ડીઝનો ખુલાસો ક્રિસ ગેલને ઇંગ્લેન્ડ અને આયર્લેન્ડ સામે તક આપવામાં આવશે નહીં, કહે છે કે તે સન્માન માટે યોગ્ય તક શોધી રહ્યો છે

Karnavati 24 News

Govind Namdev to return with Radhe Your Most Wanted Bhai: ‘Salman Khan comes with a lot of positivity’

Admin