Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશ

તેલંગાણામાં PM મોદીના વિપક્ષ પર આકરા પ્રહાર, કહ્યું- સૂર્ય ઉગશે, કમળ ખીલશે

PM મોદીએ શનિવારે તેલંગાણાના બેગમપેટમાં રામાગુંડમ ખાતે રામાગુંડમ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (RFCL) પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યો. આ દરમિયાન તેમણે લોકોને સંબોધિત પણ કર્યા હતા. જણાવી દઈએ કે તેલંગાણા પહેલા તેમણે આંધ્રપ્રદેશમાં હજારો કરોડ રૂપિયાના ઘણા પ્રોજેક્ટ્સની ભેટ આપી હતી.

પીએમએ અહીં લોકોને સંબોધિત પણ કર્યા હતા. મોદીએ કહ્યું, ‘મને એ વાતનો અફસોસ છે કે તેલંગાણાના નામ પર જે લોકો ફૂલ્યા-ફાલ્યા, આગળ વધ્યા, સત્તા મેળવી, તેઓ પોતે તો આગળ વધ્યા, પરંતુ તેલંગાણાને પાછળ ધકેલી દીધું. તેલંગાણાનું જે સામર્થ્ય છે, તેલંગાણાના લોકોની પ્રતિભા છે, તેની સાથે અહીંની સરકાર અને નેતા સતત અન્યાય કરતા રહે છે.’

સરકારનું અંધશ્રદ્ધાને સમર્થન

મોદીએ કહ્યું કે આ શહેર માહિતી અને ટેકનોલોજીનો કિલ્લો છે. જ્યારે હું એ જોઉં છું કે આધુનિક શહેરમાં અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે ત્યારે મને ખૂબ દુઃખ થાય છે. એવું લાગે છે કે સરકારે અહીં અંધશ્રદ્ધાને સમર્થન આપેલું છે. અહીં તેલંગાણામાં અંધશ્રદ્ધાના નામે શું-શું થઈ રહ્યું છે, એ દેશની જનતાએ જાણવું જોઈએ. જો તેલંગાણાનો વિકાસ કરવો છે, તેના પછાતપણાથી નીકળવું છે, તો એને સૌથી પહેલા અહીંની તમામ પ્રકારની અંધશ્રદ્ધાઓ દૂર કરવી પડશે.

સૂર્ય ઉગશે, કમળ ખીલશે

મોદીએ કહ્યું કે ભાજપના મહેનતુ કાર્યકરોના કારણે અંધકાર દૂર થવા લાગ્યો છે. હાલના ચૂંટણીના પરિણામો પરથી સ્પષ્ટ છે કે સૂર્ય ઉગશે અને તેલંગાણામાં કમળ ખીલશે. 1984માં જ્યારે અમારી પાર્ટીએ ચૂંટણીમાં માત્ર બે બેઠકો જીતી હતી, તેમાંથી એક તેલંગાણાની હનમકોંડા બેઠક હતી. તેલંગાણાના ભાજપના કાર્યકરોની મહેનતનું જ પરિણામ છે કે આજે લોકસભામાં 300થી વધુ સાંસદો છે.

તેલંગાણામાં ભાજપની સરકાર ઈચ્છે છે લોકો 

તેલંગાણાના લોકો એક એવી ભાજપ સરકાર ઈચ્છે છે જે માત્ર એક પરિવાર માટે નહીં પરંતુ દરેક પરિવાર માટે કામ કરે. હું તેલંગાણાના લોકોને ખાતરી આપવા માંગુ છું કે ગરીબોને લૂંટનારાઓને બક્ષવામાં આવશે નહીં.

કાર્યવાહીથી બચવા કેટલાક લોકો ટોળકી બનાવીને ભ્રષ્ટાચારીઓનું ગઠબંધન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે તેલંગાણા અને દેશના લોકો આના પર ચાંપતી નજર રાખી રહ્યા છે.

संबंधित पोस्ट

एयर इंडिया की 2,800 फ्लाईट्स से तीन लाख से ज्यादा भारतीयों की हुई वापसी

Admin

મહારાષ્ટ્રમાં અક્ષય તૃતીયાની ઉજવણી: પૂણેના દગડુશેઠ ગણપતિ મંદિરને 11 હજાર કેરીઓ, 500 કિલો ફૂલોથી શણગારવામાં આવ્યું હતું મહાલક્ષ્મી મંદિર

કોલોરાડોમાં આગ: અમેરિકાના કોલોરાડોમાં 1,000 ઘર બળી ગયા, ગવર્નરે કહ્યું, આગ આંખના પલકારામાં ફેલાઈ ગઈ.

Karnavati 24 News

સરકાર પહેલાં સરકારી હોસ્પિટલના ICU ગ્રાઉન્ડ ફ્લોર ઉપર લાવે, ભરૂચમાં ખાનગી તબીબોનો વિરોધ

Karnavati 24 News

ઉદ્ઘાટનના પાંચ દિવસ બાદ જ વરસાદમાં બુંદેલખંડ એક્સપ્રેસ વે નું ધોવાણ, નબળી કામગીરી છતી થઇ

Karnavati 24 News

Madhya Pradesh Coronavirus: बिना मास्क घर से निकले पर होगी कार्रवाई, मंत्री और विधायकों को भी नहीं मिलेगी छूट

Admin