Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશ

પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે રાજ્યભરના દિવ્યાંગ વિદ્યાર્થીઓ લેશે અનોખો સંકલ્પ,જીવન સામે જજુમી રહેલા લોકોને નવજીવન અપાવવાનો પ્રયાસ : ટ્રસ્ટની પહેલ પણ બિરદાવવા લાયક

ગુજરાતનું ગૌરવ એવા દેશના પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે અનેક પ્રકારના આયોજનો તેમના ચાહકો દ્વારા કરવામાં આવતા હોય છે.પરંતુ અમદાવાદ ખાતે યોજાઈ રહેલ એક દિવ્યાંગોના કાર્યક્રમને સૌ કોઈ બિરદાવી રહ્યા છે.પીએમ મોદીના જન્મ દિવસે જિંદગી સામે ઝઝૂમી રહેલા અનેક દર્દીઓને ફરી એકવાર સારી રીતે જિંદગી જીવવાની તક મળે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.સંવેદનશીલ ગણાતા પીએમ મોદી માટે પણ સૌથી મોટી ભેટ પણ આ કાર્યક્રમની સફળતા ગણાશે.

અમદાવાદ ખાતે યોજવા જઈ રહેલ આ કાર્યક્રમ અંગદાન જાગૃતિ માટે નો છે.આ પ્રવૃત્તિ થકી હજારો દર્દીઓ જે કુદરતી તેમજ માનવસર્જિત કારણોસર જીવન મરણ વચ્ચે ઝોલા કહી રહ્યા છે;તેવા દર્દીઓને અંગદાન થકી નવજીવન મળી શકે છે.તે માટે સમગ્ર આયોજન અમદાવાદના અંધજન મંડળ ખાતે લોકોમાં અંગદાન પ્રવૃત્તિ અંગે જાગૃતિ આવે તે માટે અંગદાન સંકલ્પ અભિયાનની શરૂઆત કરવામાં આવી રહી છે.

ગુજરાત રાજ્યમાં અંગદાનની પ્રવૃત્તિ અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે છેલ્લા ઘણા સમયથી અનેક પ્રકારના કર્યક્રમો વિવિધ સંસ્થાઓ દ્વારા યોજવામાં આવી રહ્યા છે.જેના પરિણામ સ્વરૂપે એક વર્ષમાં માત્ર અમદાવાદ ખાતે જ 90 કરતા વધુ અંગદાન કરવામાં સફળતા મળી છે.અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સતત બીજા વર્ષે પણ પણ પ્રધાનમંત્રીના જન્મદિવસે સમગ્ર રાજ્યભરમાં મોટી સંખ્યામાં લોકો અંગદાન સંકલ્પ કરે તે માટે આયોજન કરવામાં આવ્યું છે.તે અભિયાનની શરૂઆત શુક્રવારના રોજ અમદાવાદ સ્થિત અંધજન મંડળ ખાતેથી કરવામાં આવી રહ્યું છે.

વિશ્વમાં પ્રથમ વખત એક સાથે 200 થી વધુ દિવ્યાંગ વિદ્યાર્થીઓ અંગદાનનો સંકલ્પ લઈને રાજ્યમાં અંગદાન સંકલ્પ અભિયાનનો પ્રારંભ કરાવનાર છે.રાજ્યમાં આ અભિયાન હેઠળ 500 કરતા વધુ કાર્યક્રમો વિવિધ સ્થાનો પર યોજાનાર છે.

આ અભિયાન થાકી આવનાર સમયમાં રાજ્યના વિવિધ શહેરોમાં પણ અંગદાન પ્રવૃત્તિઓને વેગ મળશે અને અંગની રાહ જોતા દર્દીઓને ઝડપતી અંગ મેળવવામાં સફળતા કરશે.

संबंधित पोस्ट

વ્યારામાં ઇંગ્લીશ દારૂની 72 બોટલ સાથે એક શખ્સ ઝડપાયો, બે વોન્ટેડ

Karnavati 24 News

પાકિસ્તાની પ્રતિનિધિમંડળ ભારતની મુલાકાત લેશે, 30 મેના રોજ નવી દિલ્હી પહોંચશે, સિંધુ જળ સંધિ સંબંધિત 3 હાઇડ્રોપાવર પ્રોજેક્ટ પર થશે ચર્ચા

Karnavati 24 News

જૂનાગઢમાં ભૂખ હડતાલ પર ઉતરેલા પશુ ચિકિત્સક ચોથા દિવસે મ ચોથા વિદ્યાર્થીની તબિયત લથડી

Karnavati 24 News

લો બોલો! મંત્રીનું પ્લેન ક્રેશ, હ્રદયસ્પર્શી દ્રશ્યો કેમેરામાં કેદ

Karnavati 24 News

હોલેન્ડ દક્ષિણ યુપીમાં ડેરી ટ્રેડિંગ સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપવાની યોજના ધરાવે છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડાંગના સાપુતારા નજીક સુરતની પ્રવાસી બસને થયેલા અકસ્માત માં મૃતકોના પરિવારને સાંત્વના પાઠવી

Karnavati 24 News