Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રમતગમત

વિરાટ કોહલી વર્લ્ડકપ પછી T20 ફોર્મેટમાંથી લઇ શકે છે સંન્યાસ

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શોએબ અખ્તરે ભવિષ્યવાણી કરી છે કે વિરાટ કોહલી ટી-20 વર્લ્ડકપ 2022 બાદ નાના ફોર્મેટમાંથી સંન્યાસ લેવા પર વિચાર કરી શકે છે. વિરાટ કોહલીએ તાજેતરમાં જ પૂર્ણ થયેલા 2022 એશિયા કપ ટી-20 ટૂર્નામેન્ટમાં પોતાનું ફોર્મ મેળવી લીધુ છે. વિરાટ કોહલી ટૂર્નામેન્ટનો બીજો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી રહ્યો છે, તેને 5 મેચમાં 2 વખત અણનમ રહ્યો હતો, તેને કુલ 276 રન બનાવ્યા છે, જે 92.00ની એવરેજથી આવ્યા હતા, તેને બે અડધી સદી (હૉંગકોંગ અને પાકિસ્તાન વિરૂદ્ધ) બનાવ્યા હતા. આ ટૂર્નામેન્ટમાં વિરાટ કોહલીએ પોતાની પ્રથમ ટી-20 આંતરરાષ્ટ્રીય સદી પણ ફટકારી હતી. વિરાટ કોહલીની આ 71મી આંતરરાષ્ટ્રીય સદી હતી જે નવેમ્બર 2019 પછી આવી છે. પૂર્વ ભારતીય કેપ્ટન તે રમતમાં 61 બોલમાં 122 રન બનાવીને અણનમ રહ્યો હતો.

વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયામાં રમાનાર આગામી ટી-20 વર્લ્ડકપ 2022માં ટીમ ઇન્ડિયાનો ભાગ છે પરંતુ પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે વિરાટ કોહલી સાથે જોડાયેલી એક ચોકાવનારી ભવિષ્યવાણી કરી છે, તેને કહ્યુ કે ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી ટી-20 વર્લ્ડકપ પછી સંન્યાસ લેવા પર વિચાર કરી શકે છે. શોએબ અખ્તરે કહ્યુ, વિરાટ કોહલી ટી-20 વર્લ્ડકપ પછી ટી-20 ફોર્મેટમાંથી સંન્યાસ લઇ શકે છે. તે અન્ય ફોર્મેટમાં પોતાની ઉંમર વધારવા માટે આમ કરી શકે છે, જો હું તેની જગ્યાએ હોત તો આવુ જ કરતો.

શોએબ અખ્તર પહેલા શાહિદ આફ્રિદીએ પણ વિરાટ કોહલીને સંન્યાસને લઇને સલાહ આપી હતી, તેને એક શાનદાર કરિયર માટે વિરાટ કોહલીની પ્રશંસા કરી હતી, તેનું માનવુ છે કે જ્યારે પણ વિરાટ કોહલી સંન્યાસ લેવાનો નિર્ણય કરે છે તો તેને પોતાના શાનદાર ફોર્મમાં આવુ કરવુ જોઇએ, તેને સંન્યાસ ત્યારે ના લેવો જોઇએ જ્યારે તેને ટીમની બહાર કરવામાં આવી રહ્યો હોય.

મહત્વપૂર્ણ છે કે વિરાટ કોહલી તાજેતરમાં રમતના ત્રણેય ફોર્મેટમાં ઓછામાં ઓછી 100 મેચ રમનાર એકમાત્ર ક્રિકેટર બન્યો છે, તેને પોતાની કરિયરમાં અત્યાર સુધી 102 ટેસ્ટ, 104 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ અને 262 વન ડે મેચ રમી છે. વિરાટ કોહલીએ સૌથી નાના ફોર્મેટમાં 51.94ની એવરેજથી 3584 રન બનાવ્યા છે.

संबंधित पोस्ट

કેન્દ્રશાસિત દીવમાં જિલ્લા લેવોનો ફૂટબોલ કાર્યક્રમ યોજવામાં આવ્યો . .

Karnavati 24 News

કોચ રમેશ પવાર સાથેના ઝઘડા પર મિતાલી રાજનું નિવેદન, કહ્યું- બધાને વાર્તાની માત્ર એક બાજુ ખબર છે

Karnavati 24 News

IPL: 11 વર્ષ બાદ IPL રમવા ઉતર્યો આ બેટ્સમેન, ગુજરાત માટે રમી શાનદાર ઇનિંગ

Karnavati 24 News

ભારતે પ્રથમ ટી-20માં દક્ષિણ આફ્રિકાને 8 વિકેટે હરાવ્યું, સૂર્યા-રાહુલની અડધી સદી

ICC મહિલા વર્લ્ડ કપ 2022 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ ખેલાડીઓને મળી જગ્યા

Karnavati 24 News

IND Vs ENG 5th Test: એજબેસ્ટનમાં દમદાર રહ્યો છે ઇંગ્લેન્ડનો ટેસ્ટ રેકોર્ડ, 50%થી વધારે મેચમાં જીત મેળવી છે

Karnavati 24 News