Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

સપ્ટેમ્બર માસમાં ઈલેક્ટ્રિક પેસેન્જર વાહનોના વેચાણમાં ૧૦૦%થી વધુ ઉછાળો…!!

ભારતમાં ઇલેક્ટ્રિક વાહન (EV) બજાર તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (FADA) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડા મુજબ, સપ્ટેમ્બર ૨૦૨૫માં ઇલેક્ટ્રિક પેસેન્જર વાહનોનું વેચાણ બમણાથી વધુ વધીને ૧૫૩૨૯ યુનિટ થયું છે, જ્યારે ગયા વર્ષે આ આંકડો ૬,૧૯૧ યુનિટ હતો. ટાટા મોટર્સે ફરી એકવાર બજારમાં અગ્રણી સ્થાન જાળવી રાખ્યું છે. કંપનીએ સપ્ટેમ્બર માસમાં ૬૨૧૬ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ કર્યું, જે ગયા વર્ષની સરખામણીએ ૬૨% નો ઉછાળો દર્શાવે છે. તેનું કુલ EV વેચાણ (સ્થાનિક અને નિકાસ સહિત) ૯૬% વધીને ૯૧૯૧ યુનિટ થયું છે.

વર્તમાન ક્વાર્ટરમાં ટાટાના ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ લગભગ ૨૫,૦૦૦ યુનિટ સુધી પહોંચી ગયું છે, જે તેના કુલ વેચાણના આશરે ૧૭% જેટલો હિસ્સો ધરાવે છે. નવી એન્ટ્રી આપનાર ટેસ્લાએ પણ સપ્ટેમ્બર મહિનામાં ૬૪ વાહનોનું વેચાણ કરીને ભારતીય બજારમાં પોતાની હાજરી નોંધાવી છે. જેએસડબલ્યુ એમજી મોટરે ગયા મહિને ૩૯૧૨ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ કર્યું – જે પાછલા સપ્ટેમ્બર મહિનાના ૧૦૨૧ યુનિટની સરખામણીએ ત્રણ ગણો વધારો દર્શાવે છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પણ મજબૂત પ્રદર્શન નોંધાવ્યું છે, તેણે ૩૨૪૩ ઇલેક્ટ્રિક વાહનો વેચ્યા, જ્યારે ગયા વર્ષે આ આંકડો ફક્ત ૪૭૫ યુનિટ હતો.

અન્ય ઉત્પાદકોમાં, બીવાયડી ઇન્ડિયા ૫૪૭ યુનિટ, કિયા ઇન્ડિયા ૫૦૬ યુનિટ, હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા ૩૪૯ યુનિટ, બીએમડબલ્યુ ઇન્ડિયા ૩૧૦ યુનિટ અને મર્સિડીઝ-બેન્ઝ ઇન્ડિયા ૯૭ યુનિટનું વેચાણ કર્યું છે. ઉદ્યોગ નિષ્ણાતોના મત અનુસાર, ઈલેક્ટ્રિક વાહન ક્ષેત્રમાં વધતા ગ્રાહક સ્વીકાર, સરકારી પ્રોત્સાહનો અને નવા મોડેલ લોન્ચિસના કારણે આવનારા મહિનાઓમાં પણ આ વૃદ્ધિ જાળવાઈ રહેશે.

संबंधित पोस्ट

રાણકીવાવ ના પર્યટકો માટે કેન્ટીન,ગેસ્ટ હાઉસ મ્યુઝિયમ સંકુલમાં બનાવવા તૈયારી

Karnavati 24 News

AMC સંચાલિત 4 સ્માર્ટ સ્કૂલોનું કેન્દ્રિત ગૃહમંત્રી અમિત શાહે ઉદ્ઘાટન કર્યું, સ્માર્ટ સ્કૂલો વિવિધ સુવિધાઓથી સજ્જ

Karnavati 24 News

31 ઓગસ્ટ 2025 સુધીમાં 95,658 લોકોએ વડનગર આર્કિયોલોજિકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમની મુલાકાત લીધી

Gujarat Desk

મિઝોરમમાં શસ્ત્રો અને વિસ્ફોટકોનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો: આસામ રાઇફલ્સ

Gujarat Desk

આજનું રાશિફળ (04/06/2025)

Gujarat Desk

નિફટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

Gujarat Desk
Translate »