Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

ભાજપના નેતાઓ જ દારૂડિયા ! સુરતમાં ભાજપના નેતાઓ દારૂ પિતા કેમેરામાં કેદ થયા

ગુજરાતમાં દારૂ બંધીના લિરા લીરા લઠ્ઠાકાંડએ ઉડાડી દીધા છે.તેવામાં હવે ભાજપના જ નેતાઓ પણ દારૂ બંધીની હકીકત દર્શાવી રહ્યા છે.સુરતમાં ભાજપના બે આગેવાનો દારૂ પિતા કેમેરામાં કેદ થયા હતા.સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવતા લોકોએ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી હતી અને સરકારના દાવાની પોલ ખુલી પાડી દીધી હતી.

હાલ લઠ્ઠાકાંડ બાદ ભાજપના નેતાઓનો દારૂ કાંડ સામે આવ્યો છે.સુરતના પુણા વિસ્તારના ભાજપના વોર્ડ પ્રમુખ જયસુખ ઠુમ્મર અને ભાજપના બક્ષી પંચ મોરચાના વોર્ડ નંબર -16ના મહામંત્રી શાંતિલાલ સુતરીયા દારૂની મહેફિલ માણતા કેમેરામાં કેદ થયા હતા.
આ વીડિયોમાં દારૂના ગ્લાસ હોવાનું ચર્ચામાં આવી રહ્યું છે.સમગ્ર વીડિયોમાં સ્પષ્ટ થઇ ચૂક્યું છે.સાથે વિડીયોમાં સોન્ગ પણ વાગતું જોવા મળી રહ્યું છે.આ વિડીયોએ ભારે ચર્ચા વહેતી કરી છે.

વીડિયોમાં અભી જીંદા હું તો જીલેને દો,ભરી બરસાતમેં પી લેને દોનું ગીત પણ વાગી રહ્યું છે.અને બંને નેતાઓ વીડિયોમાં ચર્ચાઓ કરતા જોવા મળી રહ્યા છે.આ બંનેની સાથે અન્ય કેટલાક લોકો પણ હોવાનું જણાઈ રહ્યું છે.જોકે તે સ્પષ્ટ થઇ શક્યું નથી. જોકે હાલમાં વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.અને દારૂ પીવામાં આવતો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.જોકે સમગ્ર હકીકત પોલીસ તપાસ બાદ સામે આવશે અને પોલીસ વિડીયોને આધારે કોઈ કાર્યવાહી કરે છે કે કેમ તે પણ અહીં એક મોટો સવાલ છે.

संबंधित पोस्ट

‘પાકિસ્તાની ચાયવાલા’ના નામથી પ્રખ્યાત આ યુવકે જે કર્યું તે સોશિયલ મીડિયા પર વાયરલ થયું

Karnavati 24 News

मेरठ – पुलिस ने छापा मारकर नकली स्टेरॉयड व फूड सप्लीमेंट किए बरामद

Karnavati 24 News

Govt hikes excise duty on petrol and diesel by Rs 3 per litre

Admin

मध्य प्रदेश में BJP का जंगलराज

Karnavati 24 News

मोगा ट्रैफिक पुलिस ने मिनी ट्रक संचालक यूनियन मोगा चालकों किया जागरूक

Admin

અમરેલી : ખાંભા પંથક ની અણઉકેલ ચોરી નો ભેદ ગણતરી ના કલાકો માં ઉકેલાયો

Karnavati 24 News
Translate »