Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
આરોગ્ય

ભુજ, ગાંધીધામ અને નખત્રાણા માં કોરોના ના ૨૪ કેસો નોંધાયા

છેલ્લા એકાદ માસથી કચ્છમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. આજે પણ જિલ્લામાં નવા ૨૪ કેસો નોંધાયા હતા. જેમાં, આજે ભુજ, ગાંધીધામ અને નખત્રાણા શહેર ગ્રામિણ વિસ્તારનો સમાવેશ થાય છે. આજે નોંધાયેલા કેસોમાં શહેરી વિસ્તારોમાં ૯, ગ્રામિણમાં ૧૫ કેસો નોંધાયા જેમાં ભુજ શહેરમાં ૫, ગ્રામિણમાં ૧૧, ગાંધીધામ શહેરમાં ૪, નખત્રાણાના ગ્રામિણ વિસ્તારોમાં ૪ કેસો નોંધાયા છે. આમ એકટીવ પોઝિટીવ કેસોનો આંક ૧૧૯ પહોંચી ગયો છે. ૧૮ દર્દીઓ સ્વસ્થ થયા છે. તો સામે કોરોનાથી બચવા ફરી એક વખત લોકોને કોરોનાની રસીની તડપ લાગી હોય તેમ આજે પાંચ હજારથી વધુ લોકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. કચ્છમાં ચાતુર્માસે બિરાજેલા રાષ્ટ્રસંત નમ્ર મુનિ.ને કોરોના કચ્છના ચાતુર્માસ માટે બિરાજી રહેલા રાષ્ટ્રસંત નમ્ર મુનિ. મ.સા. કોરોના સંક્રમિત બન્યા છે. જેના પગલે ભાવિકોમાં ચિંતાની લાગણી ફરી વળી છે. માંડવી તાલુકાના પુનડી મધ્યે એસપીએમ આરોગ્યધામમાં ચાતુર્માસ બિરાજી રહેલા રાષ્ટ્રસંત ગુરૃદેવને શરદી, ઉધરસ અને તાવ જેવુ જણાતા તબીબી સલાહ મુજબ તપાસ કરાવાતા તેમનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. પૂ.ગુરૃદેવે આજે સવારે જ વ્યાખ્યાન પારણા કરાવ્યા હતા. ત્યારબાદ તરત તેમને તાવ આવી ગયો હતો. કોરોનાની અસર મંદ જોવા મળી છે. તેમ છતા ભાવિકોમાં ચિંતાની લાગણી ફરી વળી હતી.

संबंधित पोस्ट

હેલ્થ ટીપ્સ: જો તમે આદુની ચા પીવાના શોખીન છો તો સાવધાન! સ્વાસ્થ્યને મોટું નુકસાન થઈ શકે છે

ડાયટમાં આ રીતે ઓટ્સનો સમાવેશ કરો, સ્થૂળતા અને વજન ઝડપથી ઘટશે!

Admin

Covid:19 RT PCR ટેસ્ટ દક્ષિણ ઝોન મણિનગર

Karnavati 24 News

પોલિયો રવિવાર : તાપી જિલ્લામાં ૦ થી ૫ વર્ષનાં અંદાજીત ૬૮૨૭૩ બાળકોને અપાશે પોલિયોના ડોઝ

લોહીના આંસું રડાવી રહ્યો છે કોરોના, ઝીરો કોવિડ પોલિસી પર હંગામા વચ્ચે ઝડપથી વધી રહ્યો છે મૃત્યુઆંક

Admin

कोविड मरीजों के इलाज में इस्तेमाल होने वाली दवा को इस कंपनी ने कर दी सस्ती

Admin
Translate »