હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી પરંતુ આજે વધુ વરસાદ ગુજરાતમાં જોવા નથી મળી રહ્યો પરંતુ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે તો કેટલાક વિસ્તારોમાં હજૂ પણ વરસાદ નથી પડ્યો. ત્યારે આજે બપોર સુધીમાં ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો અને અમરેલી તેમજ નવરસારીમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જો કે, કચ્છમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે.
ઉત્તર ગુજરાતમાં વરસાદ પડતા હિંમતનગર શહેરમાં પાણી ભરાયા હતા. બનાસકાંઠા જિલ્લામાં પણ ફરી વરસાદ જોવા મળ્યો હતો જેમાં દિયોદર, ધાનેરા પંથકમાં વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત બનાસકાંઠાના અન્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. અત્યાર સુધી રાજ્યમાં પડેલા વરસાદની અંદર સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ પડ્યો છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં અતિવૃષ્ટી પણ દક્ષિણ ગુજરાતમાં પડી છે. હવામાન વિભાગે આજથી ત્રણ દિવસની આગાહી કરી છે જેની અસર સૌરાષ્ટ્રમાં પણ જોવા મળી હતી. આજે અમરેલીમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. એમરેલી, જાફરાબાદ, બલાણા, વઢેરા, કોસ્ટલ બેલ્ટમાં વરસાદ જોવા મળ્યો હતો. આવતી કાલે પણ વિવિધ વિસ્તારોની અંદર વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.
