Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રમતગમત

INDVsENG: હાર્દિક પંડ્યાએ રચ્યો ઇતિહાસ, ક્રિકેટ ઇતિહાસમાં આમ કરનાર પ્રથમ ભારતીય બન્યો

ભારતે મેનચેસ્ટરમાં રમાયેલી ત્રીજી અને નિર્ણાયક વન ડેમાં વર્લ્ડ ચેમ્પિયન ઇંગ્લેન્ડને 47 બોલ બાકી રહેતા 5 વિકેટે હરાવીને 2-1થી સીરિજ જીતી લીધી છે. ભારતે આ મેચમાં ઇંગ્લેન્ડે આપેલા 260 રનના પડકારનો પીછો કરતા એક સમયે 72 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. જોકે, તે બાદ હાર્દિક પંડ્યા (71) અને રિષભ પંત (અણનમ 125 રન) પાંચમી વિકેટ માટે 133 રનની ભાગીદારી કરી ભારતને રોમાંચક જીત અપાવવાની સાથે 2-1થી સીરિઝ પણ જીતાડી હતી. હાર્દિક પંડ્યાએ આ મુકાબલામાં બેટિંગ સિવાય બોલિંગમાં પણ ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યુ હતુ. હાર્દિક પંડ્યાએ 4 વિકેટ ઝડપી હતી.

ત્રણ ફોર્મેટમાં 50+ રન અને 4+ વિકેટ લેનાર પ્રથમ ભારતીય બન્યો હાર્દિક

હાર્દિક પંડ્યાએ આ મેચમાં અડધી સદી ફટકારવાની સાથે ચાર વિકેટ પણ ઝડપી હતી, તેને હવે ત્રણેય ફોર્મેટમાં 50+ રન અને 4+ વિકેટ ઝડપી છે અને તે આમ કરનાર પ્રથમ ભારતીય બની ગયો છે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ત્રીજી વન ડે મેચમાં શાનદાર બોલિંગ કરતા 7 ઓવરમાં 3 મેઇડન ફેકતા માત્ર 24 રન આપ્યા હતા અને 4 વિકેટ ઝડપી હતી. તે બાદ બેટિંગમાં પણ તેને 55 બોલમાં 10 ફોરના સહારે 71 રનની ઇનિંગ રમી હતી.

હાર્દિક પંડ્યાએ ત્રણેય ફોર્મેટમાં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ આ કારનામુ કર્યુ છે. વન ડેમાં આ કીર્તિમાન મેળવ્યા પહેલા તેને ટેસ્ટમાં 2019માં નોટિંઘમમાં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ અણનમ 52 રન બનાવવા સિવાય 28 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. આ સિવાય ટી-20માં 2022માં સાઉથમ્પટનમાં 51 રન બનાવવાની સિવાય 33 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.

હાર્દિક પંડ્યા વિશ્વનો બીજો માત્ર એવો ક્રિકેટર છે જેને ત્રણેય ફોર્મેટમાં 50 રન બનાવવા સિવાય ચાર કે તેથી વધારે વિકેટ પણ ઝડપી છે. હાર્દિક પંડ્યા પહેલા પાકિસ્તાનના મોહમ્મદ હફીઝ આ સિદ્ધિ મેળવી ચુક્યો છે.

હાર્દિક પંડ્યા વન ડેમાં 50+ રન અને 4+ વિકેટ ઝડપનાર ચોથો ભારતીય બન્યો

હાર્દિક પંડ્યા વન ડેમાં 50+ રન અને 4+ વિકેટ ઝડપનાથ ચોથો ભારતીય બની ગયો છે. આ પહેલા શ્રીકાંત, સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી અને યુવરાજ સિંહ આ સિદ્ધિ મેળવી ચુક્યા છે.

संबंधित पोस्ट

કોચ રમેશ પવાર સાથેના ઝઘડા પર મિતાલી રાજનું નિવેદન, કહ્યું- બધાને વાર્તાની માત્ર એક બાજુ ખબર છે

Karnavati 24 News

હરભજન સિંહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી, 23 વર્ષની કારકિર્દીને અલવિદા કહયુ

Karnavati 24 News

ઓસ્ટ્રેલિયા સામે અંતિમ ટી-20 મેચ પહેલા બીમાર હતો સૂર્યકુમાર યાદવ, મેચ પછી કર્યો ખુલાસો

વિન્ડીઝ સામે જીત બાદ પણ આ વાતથી ખુશ ના થયો ગબ્બર, મેચ પછી કર્યો ખુલાસો

Karnavati 24 News

ICC Test Championship Points Table: ટેસ્ટ ચેમ્પિયનશીપ ટેબલમાં પાંચમા સ્થાન પર પહોંચ્યુ ભારત, શ્રીલંકાએ લગાવી છલાંગ

Karnavati 24 News

IPL 2022 Auction: જોફ્રા આર્ચરને મુંબઈ ઈન્ડિયન્સે 8 કરોડમાં કેમ ખરીદ્યો, આકાશ અંબાણીએ જવાબ આપ્યો

Karnavati 24 News