ટાટા ઇલેક્ટ્રિક સેગમેન્ટમાં નેક્સોન અને ટિગોર બે કારનું વેચાણ કરે છે. જૂન 2022માં કંપનીના ઇલેક્ટ્રિક વાહનોના સેલમાં વધારો થયો છે. ટાટા મોટર્સે તાજેતરમાં તેના વાહનોની કિંમતોમાં 0.55 ટકાનો વધારો કર્યો છે. ટાટાએ મેકિંગમાં વધતા ખર્ચને જોતા આ વધારો કર્યો છે.
Tata Nexon XM EVની કિંમત હવે 14 લાખ 29 હજાર રૂપિયાથી વધીને 14 લાખ 99 રૂપિયા થઈ ગઈ છે. Nexon XZ+ EVની કિંમતમાં 35 હજાર રૂપિયાનો વધારો થયો છે અને હવે તેની એક્સ-શોરૂમ કિંમત 15.95 લાખ રૂપિયાથી વધીને 16.30 રૂપિયા થઈ ગઈ છે. Nexon EV XZ Plus Luxની કિંમતોમાં 2.06 ટકાનો વધારો થયો છે. હવે તે 16.95 લાખ રૂપિયાના બદલે 17.30 લાખ રૂપિયામાં મળશે.
Tata Nexon Electric Dark XZ+ ની કિંમત હવે 16.49 લાખ રૂપિયા છે. પહેલા તેની કિંમત 16.29 લાખ રૂપિયા હતી. ડાર્ક XZ+ લક્સની કિંમત હવે 17.15 લાખ રૂપિયાથી વધીને 17.50 રૂપિયા થઈ ગઈ છે. તેની કિંમતોમાં 35,000 રૂપિયાનો વધારો થયો છે.
Tata Nexon EVના તમામ વેરિઅન્ટ મોંઘા થઈ ગયા છે. ચાર વેરિઅન્ટની કિંમતમાં 3.12 ટકાથી 3.38 ટકાનો વધારો થયો છે. Tata Nexon Max XZ+ 3.3 kW હવે રૂ. 17.74 લાખને બદલે રૂ. 18.34 લાખમાં મળશે,.
Tata Nexon EVમાં, કંપની 30.2 kWh નો બેટરી પેક આપે છે. તે સિંગલ ચાર્જમાં 312 કિમીની રેન્જ આપે છે. તે 127 bhp નો મેક્સિમમ પાવર અને 245 Nm ના પીક ટોર્ક સાથે આવે છે. ડીસી ચાર્જરથી ચાર્જ કરવા પર, તે માત્ર 1 કલાકમાં 80% ચાર્જ થઈ જાય છે. સામાન્ય ચાર્જરથી સંપૂર્ણ ચાર્જ થવામાં સાડા આઠ કલાકનો સમય લાગે છે.
Tata Nexonની બજારમાં જબરદસ્ત માંગ છે. નેક્સોન જૂન મહિનામાં દેશમાં સૌથી વધુ વેચાતી એસયુવી રહી છે. જૂન મહિનામાં ટાટા નેક્સનના કુલ 14,295 યુનિટ્સનું વેચાણ થયું હતું. Tata Nexon પેટ્રોલ, ડીઝલ અને ઇલેક્ટ્રિક વેરિઅન્ટમાં મળે છે.